Book Title: Prakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૩૦૬ ]
ઉપદેશપદ-અનુવાદ
રહેલા છે, ત્યાં સુધી જવું તે અશક્ય છે. એટલે આંગિરસે પાદલેપ આપ્યો, જેના સામર્થ્યથી રાજા પાસે જઈ શકાય. તે પાદલેપના પ્રભાવથી ત્યાં પહોંચ્યો. રાજા પાસે પ્રાયશ્ચિત્તની માગણી કરી. રાજાથી આદેશ પામેલા મનુ વગેરે મુનિએ રચેલા ધર્મશાસ્ત્રોના પંડિતોએ તેના બંને હસ્તનો છેદ કર–એવું પ્રાયશ્ચિત્ત આપ્યું, પરંતુ ઉપવાસાદિ રૂપ પ્રાયશ્ચિત્ત ન આપ્યું, લૌકિક શાસ્ત્રોમાં જે અંગવડે કરીને અપરાધ કર્યો હોય, તેની શુદ્ધિ માટે તે અંગને શિક્ષા કરાય છે. ત્યાર પછી તેના હાથ છેદી નાખ્યા. પછી આંગિરસ પાસે આવ્યો. તેણે કહ્યું કે-તે શાસ્ત્રવિશિ પ્રમાણે પ્રાયશ્ચિત્ત સેવન કર્યું, એટલે તેણે વંદના કરી અને કહ્યું કે, “નદીમાં સ્નાન કર” ત્યાં સ્નાન કરતાં હાથ પાછા ઉત્પન્ન થયા. મોટાભાઈને તે વાત નિવેદન કરી કે–હાથ હતા તેવા ફરી બની ગયા. ત્યારે મેટાએ કહ્યું કે, મેં શ્વાસોચ્છવાસ સમસ્તપણે રોક્યા, ચિત્તવૃત્તિના નિરોધરૂપ પ્રાણાયામ કર્યો, તે કારણે તારા હાથ ફરી નવા પ્રાપ્ત થયા. નાનાએ પૂછયું કે, “નદી સ્નાન પહેલાં કેમ ન કર્યા ?” મોટાએ કહ્યું કે, “હજુ તારામાં અશુદ્ધિ હતી, જે કારણથી તું વ્રતી હતી, તે કારણથી અ૫ અલનામાં મોટો દેષ વર્તતો હતો. ચિકિત્સા-પ્રવૃત્તિમાં અપથ્યનું સેવન કરવા રૂપ દૃષ્ટાન્તથી નદીમાં સ્નાન કર્યા વગર ના અપરાધ પણ દૂર થતું નથી, માટે મેં તેને આ અનુષ્ઠાન કરાવ્યું છે.” (૩૭૮-૩૮૨)
અનુબંધને આશ્રીને કહે છે–
૩૮૩–આ જગતમાં ભયંકર એ અશુભ અનુબંધ નિન્દા-ગર્લી વગેરેના ઉપાથી પરિહાર કરવા લાયક છે. જેઓ સાધુ-શ્રાવકનાં જે ધર્માનુષ્ઠાન તેથી યુક્ત હોય, તેઓ જે આ અશુભ અનુબંધને ત્યાગ ન કરે, તો તેમને જે ઘમ થાય છે, તે પણ આગળ કહેલ અનુસાર અધર્મ થાય છે. (અપિનો અહીં એવકાર અર્થ કર્યો છે) કારણ કે, શબલક-એટલે અતિચારરૂપ કાદવથી ખરડાયેલ હોવાથી મલિનતા પામેલો ધર્મ થાય છે. કહેવાને આશય એ છે કે–મોટા દેષના અનુબંધમાં મૂલગુણ આદિના ભંગ કરવામાં પણ ધર્મ-સ્વરૂપને પામતા નથી, અલ્પ અતિચારના અનુબંધમાં થતો ધર્મ શબલ સ્વરૂપવાળી મલિનધર્મ થાય છે. માટે જ કહેવાય છે કે-“સર્વ શલ્યને પ્રગટ કરીને ” ઈત્યાદિ (૩૮૩)
આ પ્રમાણે લૌકિક ઉદાહરણ કહીને હવે લોકોત્તર કહેવાની અભિલાષાવાળા કહે છે–
૩૮૪–લોકોત્તરમાં પણ અશુભ અનુબંધમાં ઉદાહરણ કહેલાં છે. વિશુદ્ધ સમ્યકત્વ, જ્ઞાન, ચારિત્રની સંપત્તિ મેળવેલી હોય, તેવા પણ અપિ કહેવાથી તે સમ્યકત્વાદિકથી રહિત એવા જ અશુભ-અનુબંધથી અનંતસંસારી–એટલે સંસારમાં અનંતી ઉત્સર્પિણી–અવસર્પિણી કાળ પ્રમાણ ભટકવું પડે, તે અશુભાનુબંધ કર્મ બાંધનારા ઘણા જ હોય છે. (૩૮૪) એ જ વિચારે છે–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org