Book Title: Prakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
(૨) નંદ શ્રાવક અને મિથ્યાત્વી
[ ૩૫૭
હાજરી આપવાની હોવાથી પોતાના પુત્રોને સમજાવીને કહ્યું કે, “તળાવ ખોદનારા મજુરે અહિં કોશે વેચવા આવે, તો તે તમારે ખરીદ કરી લેવી.” એમ પુત્રોને કાર્ય ભળાવીને તે ત્યાં ગયો. હવે તળાવના મજુરો કશે લઈને તેની દુકાને આવ્યા. અધિક ધન લઈને તેઓ કેશો આપવા લાગ્યા. તે પુત્ર પણ અધિક મૂલ્ય આપવા લાગ્યા. તેમ તેમ કેટલાક ઉતાવળિયા મજુરો અધિક મૂલ્ય માગવા લાગ્યા. ત્યારે પુત્રે તેમની કોશ દુકાનની બહારના પ્રદેશમાં ફેંકી, એટલે ઉપર મેલ અને કાટ ખરી પડ્યા એટલે અંદરનું સુવર્ણ દેખાયું. તેઓએ કોટવાળ અને બીજા રાજ્યાધિકારીઓને આ વાત નિવેદન કરી. રાજાએ તથા કોટવાલોએ પ્રશ્ન કર્યો કે, બાકીની કેશો તમે ક્યાં વેચી છે? તેઓએ નિવેદના કરી કે, પહેલાં બીજા એક નન્દ નામના વેપારીએ દેખી ખરી, પણ તેણે તે ખરીદ ન કરી. કેમ ન ખરીદી ? તો કે તેના ઈચ્છા પરિમાણવ્રતના ભંગના ભયથી, એટલે શુદ્ધ વ્યવહાર કરનાર શ્રાવકની મહાગૌરવરૂપ પૂજા, જ્યારે બીજાએ તો ઘણી કેશે ખરીદી. તેને તો રૌદ્રધ્યાન થયું, રાજાએ તેનું અસલ ધન પણ સાથે ઝુંટવી લીધું. હવે પાછો પેલો મિત્રના ઘરે આવ્યો અને આ વૃત્તાન્ત સાંભળે એટલે હું આ મારી બે જંઘા છે, તેના બળથી જ દુકાનેથી ઉઠીને બીજે ગયે, તો આ અપરાધ બે જંઘાનો જ છે; માટે આ બંને દવા યોગ્ય છે–એમ વિચારી તીક્ષણ ધારવાળી કુહાડીથી તે બંને જંઘાઓ કાપી નાખી. રાજાએ વૃત્તાન્ત જાયે, છતાં તેવી અવસ્થામાં પણ તેને દંડ કર્યો. (૫૩૧ થી ૫૩૫). હવે પાંચ ગાથાથી છઠું ઉદાહરણ કહે છે– અરોગી બ્રાહ્મણ-શ્રાવક–
પ૩૬ થી ૫૪૦–ઉજજયિની નગરીમાં બાલ્યકાળથી જ નિન્દનીય બ્રાહ્મણ જાતિમાં મહાલપણાના કારણે બીજાની પાસે પ્રાર્થના કરવામાં પ્રવણ એવો તે અણુવ્રતાદિક શ્રાવકના શુદ્ધ આચારો બરાબર પાલન કરનારે હોવાથી મહાશ્રાવક હતો. જભ્યો ત્યારથી ઘણા રોગો થયા હતા, તેથી રોગી નામથી ઓળખાતા હતા. ભવાંતરમાં ઉપાર્જન કરેલા અશાતા વેદનીય કર્મના વિપાકથી કઈક એવો રોગ થયો હતો કે, તેનું સ્વરૂપ નિર્ધાર કરી શકાતું ન હતું. તેને ચિકિત્સાની સામગ્રી મળવા છતાં પણ તેણે રોગ સહન કરવાનો આશ્રય લીધો. તે આ પ્રમાણે-“હે કલેવર ! તું ખેદને ચિંતવ્યા વગર ઉદયમાં આવેલું કમ સ્વાધીનતાએ સહન કરી લે, ફરી આવી કમ સહન કરવાની સ્વાધીનતા મળવી ઘણી દુર્લભ છે. નહિંતર પરવશપણે ઘણું જ કર્મ સહન કરવું પડશે અને તે પરાધીનતાએ સહન કરવામાં જરાએ ગુણ હોતું નથી. શુભ કે અશુભ કઈ પણ કરેલું કર્મ અવશ્યમેવ જોગવવું જ પડે છે; કઈ દિવસ ભોગવ્યા વગર કર્મ ક્ષય પામતું નથી, ચાહે તો સેંકડો ક૯૫કટી કાળ વહી જાય તે પણ કરેલાં કમ દરેકને ભોગવવાં જ પડે છે.” આ પ્રમાણે તે રોગી નામનો મહાશ્રાવક તે ઉદયમાં આવેલા અશાતા–વેદનીય કર્મને સમભાવથી સહન કરતો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org