Book Title: Prakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
અસંતેષ ત્યાગ ઉપર
[ ૩૭૫
આવેલો છે, મર્યને આહાર કરતા હોવાથી રોગી થયો છે. સર્વ લોકો તેનો પરાભવ કરતા હતા. શાથી? તે કે, ભરૂપી સપના ઝેર વ્યાપેલા, ભમતા એવા તેણે કોઈક સમયે બીજાને ઠગનારા ધૂર્ત લોકો પાસેથી સાંભળ્યું હતું કે –
“જે પુત્રનો બલિ અર્પણ કરવામાં આવે, તો અમુક સ્થાનમાં જે નિધિ-ભંડાર છે, તે પ્રગટ થાય છે; જેથી જીંદગીનું દારિદ્રય, દુઃખ અને બીજી વિડંબના નાશ પામે છે-એટલે કાળી ચતુર્દશીની રાત્રિએ તેણે નિધાન-રક્ષા કરનારી દેવીને પુત્રને વધ કરીને અર્પણ કર્યો. અત્યંત પાપ-પરવશ બનેલા તેને નિધાન પ્રગટ થવા છતાં પણ નિધિ તેને ફળે નહિં. બીજા લોકેના જાણવામાં આવ્યું કે, નિધાનની વાંછાએ બલિ આપે, પરંતુ પુત્ર ગુમાવ્યો અને નિધાન મળે નહિં. લોકોએ તેને ધિકકાર્યો કે, “આ અધમાધમ અને ન દેખવા લાયક પુરુષ છે. તેનું નામ પણ લેવું ઠીક નથી.” એને મહા અભિમાની નગરના કેટવાલ લોકેએ પકડ્યો, તેને નગ્ન કરીને શરીરે ક્ષારરાખ ચોપડીને કેદખાના તરફ લઈ જતા હતા, ત્યારે માના માતા-પિતાએ દેખ્યો. ત્યારે ઘણે ભાગે આ અસંતોષનું ફળ અનુભવે છે એમ જાણ્યું. દુઃખપૂર્વક કહ્યું કે, લોભાધીન ચિત્તવાળા અને ગુણ અને દોષનું જ્ઞાન હોતું નથી અને લોભના કારણે આવાં દુરંત દુઃખ પ્રાપ્ત કરે છે, ત્યારે સમાએ કહ્યું કે, “આ લોભ-સર્પ એકદમ આગળ વધતો હતો, તેને મેં ચારે બાજુથી થંભાવી દીધો છે.” હે પુત્રી ! તે ખરેખર સુંદર આચરણ કર્યું છે કે, જેથી તેને સંતોષ પ્રાપ્ત થયો છે, તો હવે અર્ધ ક્ષણ જેટલો સમય પણ તેનો ત્યાગ ન કરીશ. પાંચે આસવદ્વાનું અનુકમે ફળ દેખીને જેમને મહાસંવેગ ઉત્પન્ન થયો છે-એવા ભાવિત મતિવાળા તેઓ ગણિની-સાધ્વીજીની વસતિ–ઉપાશ્રયે પહોંચ્યા, ત્યારે અણધાર્યું રોમાંચ ખડાં થાય તેવા પ્રકારનું આ પાપકૃત્ય તેમના જેવામાં આવ્યું રાત્રિભોજન-ત્યાગ ઉપર
રાત્રિ–સમયે કોઈ પુરુષ ગાઢ અંધકારમાં વેંગણના શાક સાથે રોટલો ભજન કરતા કોઈ પ્રકારે મુખમાં કળિ નાખતા, ન દેખાય તેવા પ્રકારના નાના દેહવાળા વિંછીને કોળિયા સાથે નાખ્યો. તેના અતિતીણ કાંટાથી તેનું તાળવું ભેદાયું. તે જંતર જાતિને હેવાથી તેનું ઝેર ઘણું ભયંકર સ્વભાવવાળું હતું. ત્યાર પછી તેનું સમગ્ર મુખ સૂઝી ગયું અને તે મહાભયંકર દુઃખ અનુભવવા લાગ્યા. (ન્શાગ્ર ૯૦૦૦) વિવિધ પ્રકારના ઉપાય કરનાર વૈદ્યોએ વિવિધ જાતિના હજારે ઔષધના પ્રયોગો કર્યા. બે હાથ ઉંચા કરીને કૂદવા લાગ્ય, પીડા ન સહી શકવાથી ગદ્દગદ સ્વરે બોલવા લાગ્યો, ન સાંભળી શકાય તેવા વિરસ શબ્દથી રડવા લાગ્યો. આવી સ્થિતિ દેખવાથી તેઓએ ‘વિચાર્યું કે, “આ રાત્રિભોજન કરવાનું ફળ ભોગવે છે. ત્યારે સોમપુત્રીએ કહ્યું કે,
મેં રાત્રિભોજનનો ત્યાગ કર્યો છે.” “હે પુત્રી ! તેથી કરીને જગતમાં તું કૃતાર્થ થયેલી છે, તે સમગ્ર દેષને નાશ કરનાર એવા તારા ગુરુણીનાં દર્શન કરીએ.” ત્યાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org