Book Title: Prakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૨૮૮ ]
ઉપદેશપદ-અનુવાદ
થયું. બુદ્ધિશાળીનું પરાક્રમ આ પ્રમાણે અચિન્ય એવા આવી પડેલા કમને પણ નિષ્ફળ બનાવે છે. (૩૩૦ થી ૩૩૯) જ્ઞાનગર્ભનું દૃષ્ટાંત પૂર્ણ થયું.
શંકા કરી કે—“ કરેલાં શુભ કે અશુભ કર્મ અવશ્યમેવ ભોગવવાં જ પડે છે, ડો–સેંકડો ક૯૫ સુધી પણ જોગવ્યા સિવાય કમ નાશ પામતું નથી. ” આ પ્રમાણેના લોક-પ્રવાદના પ્રામાણ્યથી તે કમ ફલ આપવા સન્મુખ થયું હોવા છતાં પણ કેમ ફલ આપ્યા સિવાય જ ચાલ્યું ગયું ? તેના સમાધાનમાં કહે છે–
૩૪૦–અહિં અધ્યવસાય-પરિણામની વિચિત્રતા હોવાથી પહેલાં તે જીવો બે પ્રકારનાં કર્મ બાંધે છે. તેમાં એક શિથિલ પરિણામથી બાંધ્યું હોય તે અનિયત ફલ આપનારું હોય છે. બીજું અત્યંત દઢ સજજડ પરિણામથી બાંધ્યું હોય તે અવશ્ય પિતાનું ફળ પ્રાપ્ત કરાવીને અવશ્ય ભોગવટો કરાવે છે. કારણ કે, તે સફળ સામર્થ્યયુક્ત છે. આ પ્રમાણે કર્મ બે પ્રકારમાં વ્યવસ્થિત કર્યા. આ હમણું જે દષ્ટાંત કહી ગયા, તે અનિયત સ્વભાવવાળા ફળને આશ્રીને સમજવું. સેપક્રમ એટલે ફળમાં ફેરફાર થનારું કર્મ, તે તે દ્રવ્યાદિક સામગ્રીની અપેક્ષાએ પ્રતિકાર સહન કરી શકે તેવા કર્મ–જેવાં કે, અશાતા વેદનીય, અપયશ-અપકીર્તિ, લાભાંતરાય આદિ લક્ષણ કર્મ. તે કર્મનું સ્વરૂપ સ્વલક્ષણ સમજવું. જે એમ છે, તે શું કરવું? તેના સમાધાનમાં જણાવે છે કેઆગળ જે તદ્દન શુદ્ધ એવા આજ્ઞાગને જણાવેલ છે-“ઘણે ભાગે પરિશુદ્ધ આજ્ઞા
ગવાળા આત્મા અને ચિત્તયુક્ત હોય, તેવા આત્માઓને અતિઘોર કર્મ પણ તે ભાવથી ફળ આપનાર થતું નથી.” આ ગ્રંથથી સર્વ કર્મનો ઉપક્રમ કારણ પણે સામાનથી જણાવેલ છે. એટલે તે અહિં અનિયત સ્વભાવવાળા કમં–સ્વરૂપમાં જાણવું. આજ્ઞાયાગથી સ્વફલને સાધી આપનાર ઉપકમ સ્વરૂપ કર્મ સફળ થાય છે. (૩૦)
હવે અહિં જેને અધિકાર ચાલે છે, તે કર્મ સંજ્ઞાવાળા દેવ અને આત્મવીર્યપુરુષકારની સમાનતા જણાવતા કહે છે –
૩૪૧–દેવ-ભાગ્ય-કર્મ તેમ જ પુરુષકાર–વીર્ય-સામર્થ્ય-ઉદ્યમ આ બંને જુદા જુદા પર્યાયવાળા શબ્દો જેને દેવ અને પુરુષકાર તરીકે અહીં કહેલા છે, તેઓ બંને કર્મના ઉપક્રમ થવાના કારણે સમાન છે. કારણ કે, તે બંને સમાન સામર્થ્યવાળા છે અને સર્વ કાર્યમાં તે બંનેને આધીન છે. જે સમાન ન હોય અને વિપરીત હોય, તે નકકી તેનું કંઈ પણ ફલ મળતું નથી. જે એકને આધીન કાર્ય હોય તો બીજાને વંધ્યાપુત્રની જેમ નિષ્ફલ ભાવથી અવતુ સ્વરૂપ માનવું પડે. માટે બંનેના સહયોગથી ફળ-પ્રાપ્તિ થાય છે. (૩૪૧) આ દેવ અને પુરુષકાર બંનેના સ્વરૂપને કહે છે –
૩૪૨–કાષ્ઠપાષાણુ, આમ વગેરેમાં જેમ પ્રતિમા, દેવકુલિકા, પાકવું વગેરે સાધ્ય વસ્તુઓ વિચિત્ર સ્વરૂપવાળી હોય છે, તેમાં યોગ્યતા સમાન એવું આ દેવ છે. બુદ્ધિશાળી લો કે તે દેવને પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, આગમ પ્રમાણુથી પ્રતિષ્ઠિત છે-એમ વિચારે છે. તે જ પ્રમાણે સુતાર, કડિયા, ખેડૂત વગેરે પ્રતિમાનું મંદિર, ધાન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org