Book Title: Prakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૨૨૮ ]
ઉપદેશપદ- અનુવાદ
સુહસ્તીસૂરિ પાસે આવ્યા. સમગ્ર ભિક્ષાનું સ્વરૂપ જાણુને મનથી કરેલા સમ્યમ્ ઉપયોગથી સુહસ્તસૂરિને તેમણે ઠપકો આપતાં કહ્યું કે, “આવ દોષિત રાજપિંડ વગર કારણે કેમ ગ્રહણ કરે છે?” તેમણે પણ જવાબ આપ્યો કે-“હે આર્ય ! ભક્તિવંત રાજા હોય, પછી મુનિઓને પ્રચુર ભેજનની સર્વત્ર પ્રાપ્તિ કેમ ન થાય?”
“શિષ્યના અનુરાગથી જ્યારે આર્ય સુહસ્તી તેમને નિવારણ કરતા નથી, એટલે આ માયા કરે છે–એમ જાણીને ભિન્ન સ્થાનમાં વાસ કરીને આહાર–પાણીને વ્યવહાર જુદે કર્યો. જે માટે કહેવાય છે કે–x x x x
ત્યાર પછી આ તીર્થમાં મુનિઓને વિસંગ-વિધિ શરુ થયો. પશ્ચાત્તાપ પામેલા સુહસ્તીએ મહાગિરિ ગુરુને ચરણકમળમાં વંદન કરી “મિચ્છા મિ દુક્કડે ” આપ્યું. ફરી સાથે ભેજન-વંદન-વ્યવહાર રૂપ સંભોગ-વિધિ પૂર્વની જેમ ચાલુ કર્યો અને વિચરવા લાગ્યા. વજ જેમ મધ્યભાગમાં મેટે હેય, તેમ આ મૌર્ય વંશ સંપ્રતિ સરખા ભૂમિનાથથી આનંદથી તપી રહેલો છે. તે રાજા ઉત્તમ શ્રાવકધર્મનું સુંદર પાલન કરીને જિન ભવનની પંક્તિથી રમણીય એવું પૃથ્વીમંડલ બનાવીને દેવલોક પામ્યો. ત્યાર પછી આર્ય મહાગિરિ પોતાની પાછલી વયમાં ગચ્છનાં કાર્યો આય સુહસ્તીને વિષે સ્થાપન કરીને આ પ્રમાણે ચિંતવવા લાગ્યા-ઘણા લાંબા કાળ સુધી સાધુ-પર્યાય પાળ્યો, વાચનાઓ આપી, શિષ્ય નિષ્પાદન–તૈયાર કર્યા, હવે મારા પિતાના આત્માનું શ્રેય સાધું. અનુત્તર ગુણે અને આશ્ચર્ય પમાડે તેવા વિહાર-પૂર્વક અદભુત સાધન-યુક્ત વિધિથી સમાધિવાળું મૃત્યુ મળવું. અત્યારે જિનકલ્પની સાધના કરવી મારા માટે શક્ય નથી. તો તેનો અભ્યાસ સ્વશક્તિ અનુસાર ગચ્છમાં રહીને કરે ગ્ય છે. જિનકલ્પનું નિષ્ફર અનુષ્ઠાન અને આકર તપ કરવાનું શરુ કર્યું. કેઈ વખત વિહાર કરતા કરતા બંને કુસુમપુર નગરમાં ગયા. ત્યાં સાધુઓ આવી પહોંચ્યા અને બીજા સ્થાને ઉતર્યા અને સુહસ્તસૂરિએ વસુભૂતિ નામના શેઠને પ્રતિબોધ કર્યો. (૧૨)
તે બેધિ પાયે, એટલે આચાર્ય મહારાજને વિનંતિ કરી કે, “હે ભગવંત! મારા ઘરના લોકોને પ્રતિબંધ કરવા માટે મારા ઘરે ધર્મકથા કરો.” કઈ વખત કથા કરતા હતા, ત્યારે મહાગિરિ ત્યાં ભિક્ષા માટે પધાર્યા–એટલે આદર અને સંબ્રિમથી આર્ય સુહતી એકદમ ઉભા થઈ ગયા. એટલે ખુશ થયેલા શ્રેષ્ઠીએ પૂછયું કે, હે ભગવંત! આ કોણ છે કે, જેથી આપ ઉભા થઈ ગયા ?” ત્યારે તેમણે કહ્યું કે, તે અમારા ગુરુ છે અને ઘણી ઉત્કૃષ્ટ ક્રિયા કરનાર છે. જે ફેંકી દેવા લાયક–ત્યાગ કરવા લાયક અન્ન કે જળ હોય, તે જ ગ્રહણ કરનારા છે, પરંતુ બીજું નહિં. એ વગેરે ગુણના ભંડાર તે શ્રમણસિંહનો વૃત્તાન્ત અતિવિસ્તારથી કહીને સમય થયો, એટલે પિતાની વસતિમાં આવી પહોંચ્યા. ત્યાર પછી બીજા દિવસે વસુભૂતિ શેઠે પોતાના વજનોને સમજાવ્યા કે, ભજન કે પાણી તમારે અનાદરવાળા બનીને એકબીજા ઈચ્છતા ન હોય તેમ વ્યવહાર કરતાં આપવું. જ્યારે ગુરુના ગુરુ કોઈ પ્રકારે ભિક્ષા માટે આવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org