Book Title: Prakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
મેઘકુમાર-કથા
[ ૨૬૧
ધારિણી–હે પુત્ર! ખગની તીકણધારા ઉપર ચાલવા સરખા દુષ્કર વ્રત પાલન સામાન્ય માટે મુશ્કેલ છે, તો પછી તારા સરખા સુકુમાળ દેહવાળા અને રાજવૈભવ ભોગવનાર માટે તે અતિદુષ્કર છે.
મેઘ-જેણે તેને ઉદ્યમ કરવાને વ્યવસાય કર્યો ન હોય, તેવા પુરુષને આ સર્વ દુષ્કર જ જણાય, પરંતુ ઉદ્યમ-ધનવાળાને સર્વ કાર્યો એકદમ સિદ્ધ થયેલાં જણાય છે. એ પ્રમાણે સખત વિરોધ કરતા માતા, બંધુવ તથા દીક્ષાની પ્રતિકૂળ બોલનારા સર્વને નિરુત્તર કરી વિનોપચાર કરવી પૂર્વક વિવિધ સેંકડો યુક્તિ-સહિત તેઓને પ્રત્યુત્તરો આપી પોતાના આત્માને મુક્ત કર્યો. છતાં ઈષ્ટ પદાર્થોનો ત્યાગ કરી, કાયર માણસને વિસ્મય પમાડનારી, સમગ્ર ભવ-દુઃખથી મુક્ત કરાવવા સમર્થ એવી દિક્ષા મેઘકુમારે ગ્રહણ કરી.
જિનેશ્વર ભગવંતે કરવા લાયક વસ્તુ સંબંધી મનોહર સ્વરથી તેને સમજણ આપી કે, “હે સૌમ્ય! તારે હવે આ પ્રમાણે જયણથી બેસવું, ઉઠવું, સુવું, લેવું, મૂકવું ઈત્યાદિક ચેષ્ટાઓ જયણાથી કરવી-એમ હિત-શિખામણ આપી. શિક્ષાઓ માટે ગણઘર મહારાજને સોંપ્યો. સંધ્યા-સમયે સંથારાની ભૂમિની વહેંચણી કરતાં મેઘકુમારની સંથારાભૂમિ દ્વારે દેશમાં આવી. સાધુઓ દ્વાર પાસેથી મેઘના સંથારાનું ઉલ્લંઘન કરતાં કરતાં અને કદાચ કઈક વખતે પગ વગેરેથી મને સજજડ સંઘટ્ટ છે, આંખ મીંચવા જેટલે સમય પણ મને નિદ્રા ન આવી, એટલે રાત્રે વિચાર્યું. વિચારવા લાગ્યો કે
ગૃહવાસમાં હતો, ત્યારે આ સાધુઓ મારું ગૌરવ કરતા હતા. અત્યારે મારા તરફ નિઃપૃહ ચિત્તવાળા થઈને આ મુનિએ મારો પરાભવ કરે છે, તો મુનિપણું મારા માટે દુષ્કર અને અશક્ય લાગે છે. તે હવે સવારે ભગવંતને પૂછીને ફરી પાછો ઘરે જાઉં.” પછી સૂર્યોદય સમયે સાધુઓ સહિત ભગવંત પાસે ગયો અને ભક્તિથી સ્વામીને વંદન કરી પિતાને સ્થાને બેઠે એટલે અરિહંત ભગવંતે તેને સંબોધ્યું કે, “હે મેઘ ! તને રાત્રે મનમાં આવો સંકલ્પ ઉત્પન્ન થયે કે-“હું ઘરે જાઉં, પરંતુ તેમ કરવું એગ્ય નથી. કારણ આ ભવથી પહેલાના ત્રીજા ભવમાં તું હાથી હતો. (૧૦૦) કેવો? તે કે–
આ જ ભરતક્ષેત્રમાં વિતાવ્ય પર્વતની તળેટીમાં વનવાસીઓએ “સુમેરુ” એવું નામ પાડયું હતું, સર્વ પૂર્ણ અંગે વાળો, હજાર હાથણીને સ્વામી, નિરંતર રતિક્રીડામાં પ્રસક્ત ચિત્તવાળા, અત્યંત મનગમતા હાથીના પુરુષ બચ્ચા અને નાની હાથણીઓ સાથે પર્વતના આંતરાઓમાં, વનોમાં, નદીમાં, તેમ જ ઝરણાઓમાં, સરોવરોમાં અત્યંત પ્રચંડ ક્રોધભાવવાળો ફરતો ફરતો હવે કઈક સમયે ઉનાળાને ગ્રીષ્મકાળ આવ્ય, ત્યારે ગરમ ન ગમે તેવો સખત ભયંકર તથા જેમાં ઘણું ધૂળ ઉડતી હોય તેવા વંટોળિયા સરખો વાયરો સર્વત્ર કુંકાવા લાગ્યા. એટલે તરુગણ પરસ્પર ઘસાવા લાગ્યા,
એટલે તેમાંથી ભયંકર દાવાનળ સળગ્યા. પ્રલયકાળના અગ્નિ સરખા આ અગ્નિને તે દેખે. તે સમયે વને બળવા લાગ્યાં, શરણ વગરને શ્વાદ-સમુદાય ભયંકર અવાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org