Book Title: Prakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
આર્ય સુહસ્તિસૂરિ અને અવંતિસુકુમાલ
[ ૨૩૫
હતો. અવંતિદેશમાં અતિસુકમાલપણાને અભાવ હોવાથી તે કુમારનું મૂલનામ ઉડી ગયું અને તેનું “અવંતિસુકુમાલ” એવું નામ સર્વ સ્થાનમાં પ્રસિદ્ધિ પામ્યું. સમાન. યૌવનવંતી, સમાન ધનવાળા માતાપિતાના કુટુંબવાળી, સમાન લાવણ્ય ગુણવાળી, સમાન દેહ પ્રમાણુ યુક્ત એવી બત્રીશ કન્યાઓ સાથે મહાવિભૂતિથી તેનાં લગ્ન કર્યા. અતિ પ્રસન્ન વદન-કમળવાળી પુણ્યના સમૂહથી પ્રાપ્ત થઈ શકે તેવી આ પત્નીઓ સાથે તે દોદક દેવના યુગલની જેમ ઘણા લોકોને અનુમત એવા વિષય-સુખને અનુભવતે હતા. ઘરનાં સર્વ કાર્યની ચિંતા માતા કરતાં હતાં. કોઈક સમયે આર્ય સુહસ્તિસૂરિ રાત્રિના પ્રથમ પહોરમાં વસતિના એક પ્રદેશમાં રહેલા નલિની ગુલમ વિમાનના વૃત્તાન્તને નવીન મેઘ સમાન મનોહર શબ્દો વડે કરીને તે પ્રદેશના દિશા-ભાગે પૂરાય તેમ પરાવર્તન કરવા લાગ્યા. તે વખતે પોતાના મહેલમાં રહેલા તે અવંતિસુકમાલ તે નલિનીગુલમ નામનું અધ્યયન શ્રવણ કરીને વિસ્મય પામેલા મનવાળો વિચારવા લાગે કે, “આ કેઈ કિન્નર દેવતા ગાય છે કે શું?” કુમારે ચિંતવ્યું કે, “મેં આ પ્રમાણે
ક્યાંઈક દેખેલું છે”—એમ વિચારતા તેને એકદમ જાતિસ્મરણ જ્ઞાન થયું. તેને કઈ ન દેખે તેવી રીતે સુહસ્તી ગુરુ પાસે પહોંચ્યું. તેમણે ઓળખે કે, “આ ભદ્રાને પુત્ર અવંતિસુકમાલ છે.” ચરણમાં પ્રણામ કરીને “હે ભગવંત! આ વિમાનને વૃત્તાન્ત જાણ અહિં દુષ્કર ગણાય, તે આપે તેને કેવી રીતે જાણે?” “હે ભાગ્યશાળી ! જિનેશ્વરના વચનથી.” “હે ભગવંત! હું તે જ વિમાનમાંથી અહિં આવેલ છું. તે સ્થાન યાદ આવતાં અહિં મારી સર્વ ઈન્દ્રિયો અને શરીર શેકાય છે. અહિંના કેઈ પદાર્થ પર મને રતિ થતી નથી. વિષ્ટાની કોઠીમાં રહેલો કૃમિ કદાચિત્ મનુષ્યપણું પામે અને ફરી તે જ પૂર્વના સ્થાનમાં જાય તે અધિક દુ:ખ અનુભવે. તે પ્રમાણે હું દેવલોકથી અહિં આવેલ છે, ત્યાંનું ચરિત્ર વગેરે સંભારીને અત્યંત ઉદ્વેગ મનવાળો હું લગાર પણ શાંતિ અનુભવી શકતો નથી. તે મારા પર આપ કૃપા કરો અને મને પ્રત્રજ્યા. આપી આપના હસ્તે જ મને અનશન-દાન કરે. (૨૫) ત્યારે ગુરુએ કહ્યું કે, સાથેવાહી ભદ્રા, પરિવાર અને તારી સ્ત્રીઓને પૂછ.' અતિશય ઉત્સુક બનેલો હું પૂછવા જેટલે પણ વિલંબ સહી શકું તેમ નથી. કાલાનુવર્તન-કાલવિલંબ કરે તથા સૂત્રપરિણતિ પ્રમાણથી “આ સ્વયં સાધુવેષ અંગીકાર કરનાર રખે ન થાય.” એમ ધારીને તે જ ક્ષણે તેને દીક્ષા આપી, તથા નિરાગાર અનશન પણ શુદ્ધ ઉપયોગવાળા એવા મહાન સુહસ્તી ગુરુએ પોતે જ કરાવ્યું. કાંટાળા કંથારી વૃક્ષવાળા ઝાડી સ્થળમાં તે સમયે તેણે ગમન કર્યું. ધારેલા સથળમાં બેઠે. તેની પાછળ પાછળ કાંટાથી વિધાએલા પગના લેહીની ગંધથી તકાળ જન્મ આપેલા પોતાનાં બચ્ચા સહિત એક શિયાલણ આવી અને તેને જે. ખૂબ ભૂખી થયેલી તે શિયાળ એક જાનુભાગમાં ચાંટી અને ખાવા લાગી. બીજી જાંઘમાં તેનાં બચ્ચાં તેનું માંસ ખાવા લાગ્યાં. રાત્રિના બીજા પહેરમાં, ત્રીજા પહોરમાં અને ચોથા પહોરમાં અનુક્રમે બંને સાથળમાં, ઉદર પ્રદેશમાં માંસ કરડવા લાગી. તે અવંતિસુકુમાલ મહાત્મા મેરુ માફક અડેલપણે પિતાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org