Book Title: Prakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
(૨) વૈયિકી (૩) કાર્મિકી બુદ્ધિનાં ઉદાહરણ
[ ૧૨૩
આ બિચારે બુદ્ધિ વગરનો છે. તેના તરફ મંત્રીને મોટી અનુકંપા ઉત્પન્ન થઈ એટલે ચાલુ વનયિકી બુદ્ધિના પ્રભાવથી ન્યાય કરવા લાગ્યો કે-બળદના સંબંધમાં આંખે ઉખેડી લેવી.” કહેવાનું તત્ત્વ એ છે કે-બળદના માલિક અને નિર્ભાગીને મંત્રીએ કહ્યું કે-“તમે બંને અપરાધી છે, તેથી એક બળદના માલિકે બળદો વાડામાં પૂરેલા તે જોયા હતા, તે ગુનેગારનાં નેત્રો ઉપાડી લેવાં અને બીજા નિર્માગીએ જીભથી એમ ન જણાવ્યું કે-“મેં બળદો પાછા લાવીને વાડામાં રાખ્યા છે-એ ન કહેવા બદલ બીજા બળદો લાવીને આપવા તથા પેલાને ઘોડો આપે, તે તેને દંડ; વળી ઘોડાના માલિકે
મારે મારો” એમ કહેલ એટલે તે પણ ગુનેગાર છે, માટે તેની જિલ્લાને છેદવી. તથા નટને આગેવાન જે હય, તેણે કઈ દેરીને ટૂકડો ગ્રહણ કરી પિતાને લટકાવી. તેના ઉપર પતન કરવું.” આ પ્રમાણે નિભંગીના રાજદરબારમાં ચાલતા વ્યવહારમાં (વિવાદમાં) આ સરળ અને નિબુદ્ધિ છે–એમ વિચારી મંત્રીએ તેના ઉપર દયા કરી, પરંતુ તેને દંડ્યો નાહ. (૧૨)
વૈનાયિકી બુદ્ધિ સંબંધીનાં ઉદાહરણ પૂર્ણ થયાં. યાકિની મહત્તરાના ધર્મ સૂનુ આ. શ્રીહરિભદ્રસૂરિ–વિરચિત ઉપદેશપદ આ. શ્રી મુનિચંદ્રસૂરિએ રચેલ વિવરણ-સહિત ગ્રન્થને આગોદ્ધારક આ. શ્રી આનન્દસાગરસૂરીશ્વરજીના શિષ્ય આ. હેમસાગરસૂરિએ કરેલ ગૂજરાનુવાદમાં વૈનાયિકી બુદ્ધિ-વિષયક ઉદાહરણ પૂર્ણ થયાં. [ સં. ૨૦૨૭ ૪ વદિ ૬ સોમવાર,–તા. ૧૪-૬-૭૧ શ્રી ગોડીજી જૈન ઉપાશ્રય, પાયધૂની, મુંબઈ ]
| | નમ: ધ્રુવતા છે - હવે કાર્ય કરતાં કરતાં જે બુદ્ધિ ઉત્પન્ન થાય, તે કમજા બુદ્ધિનાં ઉદાહરણ કહે છે
કાર્મિકી બુદ્ધિ સંબંધી ઉદાહરણો જણાવતાં સની, લુહાર, સુથાર વગેરે કારીગરો તેને વારંવાર અભ્યાસના (મહાવરાના) કારણે તે તે કળાઓમાં વિશેષ પ્રાવીણ્ય પ્રાપ્ત કરનારા થાય છે, તેમની બુદ્ધિનો અહિં અધિકાર છે, તેઓને સુવર્ણાદિક કાર્યોમાં જલદી હાથ બેસી જાય છે. (૧૨૧) એ જ વાતનો વિચાર કરે છે–
૧૨ર–વગર ઘડેલા સુવર્ણનો વેપાર કરનાર અથવા તેના દાગીના વેચનાર રાતદિવસના અભ્યાસથી રાત્રે પણ આ સેનાની મહેર સાચી છે કે, બનાવટી? તે તરત અભ્યાસના કારણે જાણી શકે છે. એટલું જ નહિ, પણ આટલા સોનાનું વજન-પ્રમાણ મહાવરાથી વગર તત્યે આશરે જાણી શકે છે. તે જ પ્રમાણે ખેડૂત લોકો મગ, ચણા, ઘઉં વગેરે ધાન્યનાં બીજ અને આદિ શબ્દથી ક્ષેત્રના ગુણો તથા બીજને જમીનમાં કેટલા અંતરે કેમ ઉમુખ કે અધમુખ કે પડખે કેવી રીતે કરવું–વાવવું, તેને પરિશુદ્ધપણે જાણે છે. શાથી? પિતાના અભ્યાસ-અનુભવથી જ. તે માટેનું ઉદાહરણ–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org