Book Title: Prakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
(૪) પરિણામિકી બુદ્ધિનાં ઉદાહરણ, ચાણક્ય, ચંદ્રગુપ્તની કથા
[ ૧૫૭
“અરેરે! હવે જીવનને આરે પહોંચેલા મને આમ રાજા પરાભવ કેમ કરતે હશે?” એમ વિચારી ચાણક્ય પિતાના ઘરે ગયો. ઘરના સારભૂત પદાર્થો પુત્ર-પૌત્રાદિ સ્વજનવર્ગને આપીને ચતુર બુદ્ધિવાળા મંત્રીએ વિચાર્યું કે, “મારા પદની સંપત્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છાથી કઈક ચાડિયાએ ફરિયાદ કરીને રાજાને મારા પર કોપવાળા બનાવ્યો છે. હવે તેવા પ્રકારની યોજના ગોઠવું કે, “બિચારો લાંબા કાળ સુધી દુઃખમાં સબડત જીવન વીતાવે.” ત્યાર પછી શ્રેષ્ઠ ગંધવાળા મનહર પદાર્થોને ભેળા કરી, તેનું ચૂર્ણ તૈયાર કર્યું. એક દાબડીમાં ભરી તેમાં એક લખેલ ભેજપત્ર મૂછ્યું કે- આ શ્રેષ્ઠ સુગંધ સંધ્યા પછી જે કઈ ઈન્દ્રિયને અનુકૂળ વિષયેનું સેવન કરશે, તે યમરાજાને પરણે થશે.” વળી શ્રેષ્ઠ વસ્ત્ર, આભૂષણ, વિલેપને, સુંદર શય્યાઓ, દિવ્ય પુષ્પની માળાઓ, સ્નાન, શૃંગાર આદિ પણ જે કરશે, તે પણ તરત મૃત્યુ પામશે.” આ પ્રમાણે અંદર મૂકેલા સુગંધી વાસનું સ્વરૂપ જણાવનાર ભાજપત્રને વાસની અંદર નાખીને એ ડબી નાની મંજૂષા–પેટીમાં સ્થાપન કરી. તેને પણ મોટા પટારામાં સ્થાપન કરીને ઘણા ખીલાથી મજબૂત કરી અને ઓરડાના દ્વારની સાંકળે બંધ કરી ઉપર મજબૂત તાળું લગાવ્યું. (૧૫૦) ત્યાર પછી સમગ્ર સ્વજન લોકોને ખમાવીને તેમ જ તેમને જિનેન્દ્રના ધર્મમાં જેડીને ગામ બહાર અરણ્યમાં ગોકુળના સ્થાનમાં ઈગિની-મરણ અંગીકાર કર્યું. જ્યારે ધાવમાતાએ સુબંધુ મંત્રીનું કાવત્રુ જાણું અર્થાત્ “આ ચાણક્ય પિતાથી પણ અધિક હિતકારી હતો”—એમ રાજાને જણાવ્યું અને કહ્યું કે, “તેને પરાભવ કેમ કર્યો?” તો કે માતાને વિનાશ કરનાર હોવાથી, તે ધાવમાતાએ કહ્યું કે, “જે તેનો વિનાશ કર્યો ન હતું, તે તું પણ આજે હાજર ન હતું. જે કારણ માટે તારા પિતાને વિષમિશ્રિત ભોજન દરરોજ ચાણક્ય ખવરાવતું હતું, તેને એક કેળિયે તારી માતાએ ખાધો, તું ગર્ભમાં રહેલે હતો. વિષ વ્યાપી જવાથી દેવી તો મરણ પામેલાં હતાં જ, તેનું મરણ દેખીને મહાનુભાવ ચાણયે માતાના પેટને છૂરિકાથી વિદારણ કરી તેને બહાર કાઢ્યો. કાઢવા છતાં પણ મસ્તક ઉપર ઝેરનું બિન્દુ લાગી ગયું હતું. મેશના વર્ણ સરખું શ્યામ ઝેર બિન્દુ લાગેલું હોવાથી હે રાજન! તું બિન્દુસાર તરીકે ઓળખાય છે. એ સાંભળીને મહાસંતાપને પામેલે તે સર્વવિભૂતિ સહિત એકદમ ચાણક્યની પાસે પહોંચે. બકરીની સૂકાયેલી લીંડીઓ ઉપર બેઠેલા, સંગ વગરના તે મહાત્માને દેખ્યા. સદરથી વાંરવાર ખમાવીને કહ્યું કે, “નગરમાં પાછા ચાલે અને રાજ્યની ચિંતા કરો ત્યારે ચાણક્ય કહ્યું કે, “મેં તે જિંદગી પર્યત માટે અનશનને સ્વીકાર કર્યો છે. હવે સંસારના સમગ્ર સંગને સર્વથા મેં ત્યાગ કર્યો છે. ચાડી ખાવાના કટવિપાકો જાણનાર ચાણયે તે વખતે રાજાને સુબંધુનું કાવવું થયું, તે સંબંધી લગાર પણ વાત ન કહી.
હવે ભાલતલ પર બે હાથ જોડી સુબંધુએ રાજાને વિનંતિ કરી કે, “હે દેવ! જે આપ મને આજ્ઞા આપો, તે અનશન વ્રતવાળા મંત્રીની હું ભક્તિ કરું” રાજા પોતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org