Book Title: Prakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૨૦૬ ]
ઉપદેશપદ-અનુવાદ
લોકમાં ગૌરવસ્થાન પ્રાપ્ત કરનાર થાય છે. આ વિષયમાં રોહિણી નામની પુત્રવધૂથી ઓળખાતા વણિકનું દષ્ટાંત કહેવું. (૧૭૧)
દષ્ટાંતને વિચાર કરાય છેરોહિણું વધુનું દષ્ટાંત
૧૭૨ થી ૧૭૯–રાજગૃહ નામના નગરમાં પિતાના વૈભવથી કુબેરને પણ હસનાર પ્રસિદ્ધ ધન નામને વણિક હતો. લજજાલુતા, કુલીનતા, શીલ વગેરે અનેક ગુણના ભૂષણને ધારણ કરનારી અને જેનામાં અવગુણે કેઈ નથી, તેથી અતિ શોભાને પામેલી તેની ભાર્યા હતી. તેની સાથે મનહર વિષય સેવન કરતાં અનુક્રમે (૧) ધનપાલ, (૨) ધનદેવ, (૩) ધનગોપ અને ચોથે (૪) ધનરક્ષિત-એ નામના ચાર પુત્ર ઉત્પન્ન થયા. તેઓ માતા-પિતા વગેરે વડીલ વર્ગને વિનય કરવામાં તત્પર રહેતા હતા. તે ચારે પુત્રોને ચાર કુલવધૂઓ હતી. જેમાં પહેલાનાં નામે તેમનાં પિતાના આચરણના કારણે લોકોએ બદલાવીને આ પ્રકારનાં ગુણાનુસાર રાખેલાં હતાં. ૧ ઉઝિકા, ૨ ભગવતી, ૩ રક્ષિકા અને ૪ રહિણી. પોતાના કુલ-શીલને અનુરૂપ એવા તેઓના દિવસે પસાર થતા હતા. હવે ધનશેઠ વૃદ્ધ થયા. એટલે કુટુંબની ચિંતા કરવા લાગ્યા કે, “મારા મૃત્યુ પછી કઈ વહુ કુટુંબના ભારને વહન કરી શકશે? માટે આ ચારે વહુઓની પોતાના કુટુંબ સમક્ષ પરીક્ષા કરવી યોગ્ય છે. કુટુંબીઓની હાજરી વગર કુટુંબ શેભા પામતું નથી. ભેજન કરાવવા લાયક સુંદર મંડપ તૈયાર કરાવ્યા. સુંદર વસ્ત્રાભૂષણ સજાવ્યાં. મિત્ર, જ્ઞાતિ, નેહી વર્ગને આમંત્રણ આપ્યાં. પિતાના ઘણું મનુષ્યને ભજન–સ્થાન પર નિમંયા. વિવિધ પ્રકારની વાનગીઓ પીરસવા પૂર્વક મહાઆદરથી તેઓને જમાડ્યા અને બીજા સત્કાર-સન્માન કરી સુખાસન પર બેસાડ્યા અને ચારે વહુઓને કલમ જાતના ડાંગરના પાંચ પાંચ દાણા આવેલા સર્વ પરોણ સમક્ષ આપ્યા અને સર્વ સમક્ષ ચારે વહુઓને કહ્યું કે, “જે સમયે હું આ દાણાએ પાછા માગું, ત્યારે તમારે જલ્દી પાછા અર્પણ કરવા. તેઓએ બે હાથની અંજલિ પ્રસારીને, મસ્તક નમાવીને તે દાણાઓ સ્વીકાર્યા, બંધુજનો વગેરે પોતપોતાને સ્થાને ગયા પછી પ્રથમ ઉઝિકા નામની વહુએ તે પાંચે દાણાને ફેંકી દીધો. આ ગમે ત્યારે ગમે ત્યાંથી મેળવવા મુશ્કેલ નથી. જ્યારે માગશે, ત્યારે ગમે તે સ્થાનેથી મેળવીને પિતાજીને પાછા આપીશ, એમાં વિલંબ નહિં કરીશ.” બીજી ભક્ષિકા નામની વધૂએ તેના ઉપરના છોતરાં ફેલીને ખાઈ ગઈ. ત્રીજી રક્ષિકાએ વિચાર્યું કે, “સસરાજીએ આ મોટો મેળાવડો કરી ગૌરવપૂર્વક ડાંગરના પાંચ દાણ આપ્યા છે, તે કાળજીથી તેનું મારે રક્ષણ કરવું જોઈએ.”—એમ ધારી ઉજજવલ સુંદર કિંમતી વસ્ત્રમાં રક્ષિત કરી પિતાને આભૂષણ રાખવાના ડબ્બામાં રાખ્યા અને ત્રણે કાળ તેની સાર-સંભાળ કરતી હતી. છેલ્લી રોહિણી નામની વધૂએ પિતાના પિતાના ઘરેથી બંધુવગને બોલાવીને કહ્યું કે, “આ દાણાને જુદી ભૂમિમાં રોપી, પાકે ત્યારે લણી લેવા અને દરેક દાણા બીજા વરસે ફરી વાવવા. એમ દરેક વર્ષે તેમાં વધારો કર્યા કરે. જ્યારે વર્ષો સમય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org