Book Title: Prakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
પરિણામિકી બુદ્ધિ-સુમતિ મંત્રીની કથા
[ ૧૯૭
અને કર્થ–પ્રમાણ ઘી તે બ્રાહ્મણના નિર્વાહ માટે આપવાનું રાજાએ નકકી કર્યું. બ્રાહ્મણે પણ “દેવની કૃપા” એમ કહી બહુમાનપૂર્વક તે દાનનો સ્વીકાર કર્યો. ફરી પણ સ્થિર પ્રજ્ઞા છે કે કેમ? તે જાણવા માટે રાત્રે જેની પૂજા કરી છે, એવા એક ક્ષુદ્ર અને વિપ્ર પાસે મોકલ્યો. આ સર્વોત્તમ અશ્વ ખરીદ કરે કે કેમ? તેણે તેની પરીક્ષા કરી. “એ અશ્વને બરછટ-જાડાં રૂંવાડાં હોવાથી તે ઉત્તમ અશ્વ નથી,’ એ પ્રકારનાં જ્ઞાનથી સુમતિ વિપ્ર ઉપર રાજા બીજી વખત પ્રસન્ન થયા. આગળ આપેલું દાન બેવડું કરી આપ્યું. તથા કન્યારત્નની પરીક્ષા કરવી આરંભી. એની પણ અધની જેમ મુખથી આરંભી કટીસ્થાન સુધી સ્પર્શ કર્યો. તેથી ધીરતાથી એક કન્યા ભ ન પામી એટલે આ વેશ્યાપુત્રી છે” એવું જ્ઞાન થયું. બીજીએ તો અડકતાં જ તિરસ્કાર કર્યો, એટલે આ કુળવાન કન્યા છે. એમ જાણ્યું. એટલે સુમતિ વિપ્ર ઉપર કૃપા વધી અને ભંડારીને આજ્ઞા કરી કે, “હવે સેતિકા પ્રમાણ ઘઉંને લોટ આપવો તથા ચાર પલના ભાર પ્રમાણ ગોળ આપ, તેમ જ પ્રથમ કરતાં ચાર ગણું ઘી આપવું.” આ કારણોથી સુમતિને “આ વણિકપુત્ર છે –તેવું જ્ઞાન થયું. હવે વળી વિષે કહ્યું કે, “આપે મારી વાતથી કોપ ન કરવો.” કઈક આ વિષયમાં આમ જણાવે છે કે, “આ પ્રમાણે આવા તુચ્છ પદાર્થની કમસર વૃદ્ધિ કરનાર માણ-પ્રમાણ લોટ દાનમાં આખે-આ કારણે
આ વણિકપુત્ર જણાય છે, રાજપુત્રે પ્રસન્ન થાય, ત્યારે પ્રચુર દાન કરનારા હોય છે.” હું વણિકપુત્ર છું” તેની શી ખાત્રી? તો કે માતાને પૂછવું ઉચિત ગણાય.” માતાને પૂછતાં તેણે ઘણું દબાણથી પ્રત્યુત્તર આપે કે, આગળ કહેલા વિશ્રમણ (કુબેર) વિષે અભિલાષા થઈ હતી. એ વખતે તુસ્નાન કર્યું, ત્યાર પછી તે શેઠ દેખવામાં આવ્યા. તેના સંબંધી કંઈક અભિલાષા થઈ હતી. કેટલાક “શ્રેષ્ઠી સાથે સંગ થયાનું” કહે છે, પરંતુ કોઈ પ્રકારે સંભેગકાર્ય શેઠ સાથે થયું નથી અને તેથી હું તેનાથી નહિં, પરંતુ રાજબીજથી જ સિદ્ધ થયેલ છે. એટલે અપમાન પામેલા તે રાજાને સમજાવ્યા કે, “હે દેવ ! આ વસ્તુ તમારે બીજા કેઈને ન કહેવી, વાત ગુપ્ત રાખવી. તેમ કરવામાં કોઈ દોષ નથી. શાથી દોષ નથી? તથાવિધ દેવની પરવશતાથી તેવી સ્થિતિમાં મૂકાવું પડે છે. ત્યાર પછી આ કુશળ-ચતુર છે – એમ કહી તેને સર્વ મંત્રીઓના ઉપર સ્થાન આપ્યું. (૧૫૧ થી ૧૫૯)
તે અંધ હોવા છતાં આવા પ્રકારનાં વિશેષ નિર્ણયસ્થાને કેવી રીતે મેળવી શક્યો? એવી શંકા કરીને તેની સામે ઉપમા આપી કહે છે –
૧૬૦--- ભૂમિના ઊંડાણમાં નિધિ દાટેલ હય, સોનું, હીરા, ઝવેરાત વગેરે નિધાનમાં રાખેલાં હોય, એવા નિધાન ઉપર તૃણવેલડી વગેરે ઉગીને પથરાઈ ગયાં હોય, એવી ભૂમિમાં આંખથી ન દેખાવા છતાં પણ ચતુરપુરુષો તેવી બુદ્ધિનો ઉપયોગ કરીને ઉષ્ણતા આદિ ચિહ્નોથી નિધાનનો નિશ્ચય કરે છે. જે માટે કહેલું છે કે-“હદયચક્ષુ વગરના નેત્રો જોવે છે, તે પણ દેખતા નથી, પરંતુ નેત્રરહિત હૃદય હોય તે તે દ્વર રહેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org