Book Title: Prakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
(૪) પરિણામિક બુદ્ધિનાં ઉદાહરણ, અભયકુમાર
[ ૧૨૭
દર્શન, તીર્થભૂમીઓની ફરસના કરવા નીકળેલા છીએ. અભયે પૂર્ણ ભાવથી તેમને કહ્યું કે, “આજે તમને મારા પરોણું થાઓ.” તેઓએ કહ્યું કે, “આજે કલ્યાણક હોવાથી અમારે ઉપવાસ છે.” કેમલ મધુર વચનોથી કેટલીક ધર્મ–ચર્ચાઓ કરી લાંબા સમય સુધી બેસી પોતાના સ્થાને ચાલી ગઈ. તેમના શ્રાવકપણાના ગુણથી આકર્ષાયેલો અભય બીજા (૨૫) દિવસે પ્રભાતે એકલે અશ્વારૂઢ થઈ તેમની સમીપે ગયે અને કહ્યું કે, “આજે તો પારણું કરવા મારે ઘરે ચાલો.” પેલીઓ અભયને કહેવા લાગી કે, “પ્રથમ તમે અહિં અમારે ત્યાં પારણું કરો” એમ જ્યારે તેઓ બેલી, એટલે અભય વિચારવા લાગ્યું કે-“જો હું તેમના કહેવા પ્રમાણે અમલ નહીં કરીશ, તે નક્કી આ મારે ત્યાં નહીં આવે. તેથી અભયે ત્યાં ભોજન કર્યું. મૂચ્છ પમાડનાર અનેક વસ્તુથી તૈયાર કરેલ મદિરાનું પાન કરાવ્યું, એટલે સૂઈ ગયે. અશ્વ જોડેલા રથમાં સુવરાવી એકદમ પલાયન કરાવ્યું. બીજા પણ આંતરે આંતરે ઘોડાઓ જોડેલા ૨થે તૈયાર રખાવ્યા હતા. તેની પરંપરાથી અભયને ઉજજેણમાં લાવ્યા અને ચંડપ્રદ્યોત રાજાને સમર્પણ કર્યો. અભયે પ્રદ્યતને કહ્યું કે, “આમાં તમારી પંડિતાઈ ન ગણાય. કારણ કે, અતિકપટી એવી આ ગણિકાઓએ ધર્મના નામે મને ઠપે છે, જેનાથી આખું જગત ઠગાયું છે. જે કારણથી કહેવાય છે કે-(૩૦).
“અમાનુષી એવી પક્ષી સ્ત્રીઓમાં વગર શીખવે પણ ચતુરાઈ દેખાય છે, તો પછી જે કેળવાયેલી હોય, તેની તો વાત જ શી કરવી? આકાશમાં ગમન કરતાં પહેલાં કોયલો પોતાનાં બચ્ચાંને બીજાં પક્ષીઓ ( કાગડીઓ) પાસે પિષણ કરાવે છે, ”
આ પ્રમાણે અભયે જ્યારે કહ્યું. ત્યારે તેવાં તેવાં વચનેથી અભય વચનથી બાંધી લીધો કે, “જ્યાં સુધી મુક્ત કરવામાં ન આવે, ત્યાં સુધી તે પોતાના રાજ્યમાં પગ પણ ન મૂકી શકે.
પૂર્વે આણેલી ભાર્યા તેને ભળાવી. તેની ઉત્પત્તિ જણાવે છે-એક વિદ્યાધર શ્રેણિકરાજાને મિત્ર હતો. તેની સાથે કાયમી સ્થિર મૈત્રી ટકાવવાની ઈચ્છાથી પોતાની સેના નામની બહેન વિદ્યાધરને આપી હતી. તેની સાથે મોટે સ્નેહ પણ રાખતે હતો. આને કઈ પ્રકારે આગલી પત્નીની ઉપર સ્થાપન કરવી. સ્વપ્નમાં પણ એનું અપ્રિય ન કરવું અને સ્નેહ રાખવો. સૌભાગ્ય, લાવણ્ય ગુણથી તેને અતિ મનપ્રિયા થઈ પરંતુ આગલી અંતઃપુરની વિદ્યાધરીઓ તેના તરફ ઈર્ષ્યા-કેપ કરવા લાગી. આ માનુષીએ આપણું માન કેમ ઘટાડવું? એમ વિચારીને કંઈક બાનું-અપરાધ ઉભું કરીને ઝેર આદિના પ્રયોગથી તેને મરાવી નાખી. તેને એક નાની પુત્રી હતી. રખેને તેને મારી ન નાખે–એમ ભય પામેલા પિતાએ શ્રેણિક રાજા પાસે લાવીને સોંપી અને શોક કરવા લાગ્યો. જ્યારે યૌવન પામી, ત્યારે તે કન્યા અભયને આપી, તેના ઉપર અભયને ઘણે સ્નેહ હતું. પરંતુ ઈર્ષ્યાલુ બીજી શક્યોને આ વિદ્યાધરી ઉપર દ્વેષ થવાથી તેનાં છિદ્રો-અપરાધે ખેળતી હતી. અનેક ક્ષુદ્ર-તુચ્છ વિદ્યાઓની સાધના કરેલી ચંડાલણીઓને ખુશ કરીએટલે તેઓ આવીને આ શક્યોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org