Book Title: Prakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૧૫૪ ]
ઉપદેશપદ-અનુવાદ
(કમંડલ) અને ત્રિદંડ છે, તથા રાજા મારા આધીન છે. આ વાત પર મારું એક હોલક બજાવ.”
ઘણે વેપાર કરી અખૂટ ધન મેળવનાર બીજે કઈ ઈર્ષાળુ ધનિક તેવી જ રીતે નૃત્ય કરવા લાગ્યા અને ગાતો ગાતો એમ બોલવા લાગ્યો કે, “મદોન્મત્ત હાથીના તરત જન્મેલા બાળહાથી એક હજાર જન સુધી ચાલે, એને દરેક પગલે લાખ લાખ (તે વખતનું ચલણી નાણું) મૂ કું, એટલું ધન મારી પાસે છે, એ વાત ઉપર હોલક વગાડો.” વળી તેનાથી ચડિયાતો કોઈ અતિતીવ્ર ઈર્ષાથી પૂર્ણ ધનપતિ નૃત્ય કરો અને ગાતો ગાતે પોતાના મનમાં રહેલે ગુપ્ત સદભાવ આ પ્રમાણે બાલીને પ્રગટ કરવા લાગ્યા કે, “એક આઢક પ્રમાણ વાવેલા તલમાંથી નવા ઉત્પન્ન થયેલા અનેક સેંકડો પ્રમાણ તલના દરેકે દરેક તલ ઉપર લાખ લાખ પ્રમાણે નાણું ગોઠવાય, તેટલું ઘન મારી પાસે છે, તો મારું હાલક બજા.” આ આગળ કરેલી ઉદ્દઘોષણાને સહન ન કરતો બીજે કઈ નૃત્યારંભ કરી ગીત ગાતાં ગાતાં એમ કહેવા લાગ્યો કેનવા વર્ષાકાળમાં પર્વતની નદી શીવ્ર વહેતી હોય, તે નદીનાં પાણી ખાળવા માટે એક દિવસના મંથન કરેલા માખણથી પાળી બંધાય એટલું મારી પાસે ગધનગે કુળ છે, આ વાત ઉપર મારું એક હોલક વગાડ.” જાતિવંત ઉત્તમ અવોનો સંગ્રહ કરનાર ઉચો હુંકાર કરતા કરતા બીજા એક અભિમાની ધનપતિએ નાટ્ય કરતાં અને ગીત ગાતાં એમ ગાયું કે, “જાતિવંત અના એક દિવસના જન્મેલા (૧૦૦) બાળ અોના કેશ વડે કરીને આખું આકાશ ઢાંકી દઉં, એટલું મારી પાસે અધધન છે, આ વાત પર મારા નામનું હોલક વગાડ.' ધાન્યથી ભરપૂર કેકાગારવાળે અભિમાન પર્વત ઉપર આરૂઢ થયેલ કઈ ધાન્ય-ધનપતિ સારી રીતે નૃત્ય કરતાં ગીત ગાતાં ગાતાં એમ બોલવા લાગ્યો કે મારી પાસે શાલિપ્રસૂતિકા અને ગદંભિકા નામનાં બે રનો છે, તેને જેમ જેમ છેદીએ તેમ તેમ ધાન્ય પાકે છે. આટલું મારી પાસે ધન છે. માટે આ વાત ઉપર મારા નામનું હોલક વગાડો.” વળી બીજા કોઈ સંતોષી અને તેથી જ અતિશય સુખીપણું પામેલા ગૃહ મંદગતિએ નૃત્ય-ગીત કરતાં આ પ્રમાણે સુભાવિત ગાયું. “સંસારના વિષયે તરફ મારી મતિ શુષ્ક–વૈરાગ્યવાળી થઈ છે–મતિની ઉજજવલતાથી હંમેશાં સુગંધ છે. મારી ઈચ્છાનુસાર વર્તનારી અને માર્યા છે, પ્રવાસ કરવો પડતો નથી, માથે દેવું નથી અને એક હજારની મારી મૂડી છે, તો મારું હેલક વગાડો.” -આ પ્રમાણે યુક્તિથી દરેક ધનપતિઓની પ્રૌઢ સંપત્તિ જાણીને યોગ્યતા પ્રમાણે સર્વે પાસેથી ધન માગીને રાજ્યભંડારમાં ઘણો ધન-સંચય કર્યો. અહીં હલે, ગોલે, વસુલે એવાં વચનો નીચ પાત્રનાં સંભાષણમાં હોય છે, પરંતુ અહિં જે કહેલ છે, તે તો વાજિંત્ર ઢોલક તરીકે સમજવું.
ચાણક્ય આ પ્રમાણે રાજ્યની ચિંતા રાખતો હતો અને ચંદ્રગુપ્ત રાજા રાજ્ય પાલન કરતો હતો. હવે કઈક સમયે ભયંકર દુકાળ પડ્યો.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org