Book Title: Prakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૧૩૦ ].
ઉપદેશપદ-અનુવાદ
અને આહલાદક સર્વાગવાળી તેને દેખી, તેમ જ તેણે કામદેવ સરખા મનોહર રૂપવાળા ઉદયન રાજાને પણ જોયો. પ્રૌઢ નેહાધીન બનેલા તેઓનું મીલન નિરંકુશપણે થયું. માત્ર કંચનમાલા નામની દાસી, જે તેની ધાવમાતા હતી, તેને આ હકીકતની ખબર હતી, પરંતુ બીજા કોઈ આ વાત જાણતા ન હતા.
હવે કઈ વખત હાથી બાંધવાના સ્તંભથી અનલગિરિ હાથી એકદમ મદેન્મત્ત ગાઢ મદવાળો બની છૂટી ગયે, ત્યારે રાજાએ અભયને પૂછયું કે, “શું કરવું?” ત્યારે અભયે કહ્યું, ‘ઉદયન રાજા જે વાસવદત્તા કન્યાની સાથે ભદ્રવતી હાથણી ઉપર બેસીને ગાયન સંભળાવે, તો હાથી વશ થાય.” તે પ્રમાણે તેમને અનલગિરિ પાસે જઈ ગાયન કરવા કહ્યું, ગાયન ગાયું, હાથી વશ થયે, એટલે બાંધી લીધો. ફરી અભયને વરદાન આપ્યું, એટલે નિધાનરૂપે રાખ્યું. (તે જ હાથણી ઉપર બેઠેલા ઉદયન અને વાસવદત્તા સંકેત પૂર્વક ત્યાંથી નીકળી ગયા.)
ઉદયને પ્રથમથી જ હાથણીના મૂત્રના ચાર ઘડાઓ સાથે રાખેલા જ હતા. પછી વાસવદત્તા સહિત ઉદયન પિતાના નગર તરફ પલાયન થઈ ગયે. પ્રદ્યોત અનલગિરિ હાથીને જ્યાં તૈયાર કરે છે, તેટલામાં હાથણી તે પચીશ જન આગળ નીકળી ગઈ, તૈયાર થયેલે અનલગિરિ હાથી તેની પાછળ દોડતો દોડતો ઘણું નજીક પ્રદેશમાં આવી પહોંચે, એટલે હાથણીના મૂત્ર ભરેલે એક ઘડો ત્યાં નાખે, એટલે પાછળ આવત હાથી તે મૂતર સુંઘવા લાગ્યો, એટલામાં હાથણ બીજા પચ્ચીશ એજન આગળ ચાલી ગઈ. એમ ત્રણ મૂતરના ઘડા ત્યાં પચ્ચીશ પચ્ચીશ યોજના અંતરે ફેડ્યા, હાથી તે દરેકને સૂંઘવા ખોટી થતું, એટલામાં હાથણી આગળ દોડી જતી. એમ કરતાં વાસવદત્તા સાથે ઉદયન કૌશાંબી પહોંચી ગયા. વાસવદત્તા ઉદયનની અગ્ર મહિષી બની, તે તેને પોતાના જીવિત કરતાં પણ અધિક પ્રિય હતી. એમ અવંતીમાં અભયનો કેટલોક કાળ પસાર થયે.
કેઈક સમયે અવંતીમાં રાક્ષસી અગ્નિ ઉત્પન્ન થયે કે જે ધૂળ, પાષાણ, ઇંટાળા વગેરેથી પણ વધારે સળગે છે. એમ કરતાં મોટે ભયંકર નગરદાહ ઉત્પન્ન થયે, ત્યારે રાજા ચિંતવવા લાગ્યા કે, “અત્યારે અહિં કેવી વિપરીત આપત્તિ ઉભી થઈ છે!” અભયને પૂછ્યું, ત્યારે તેણે કહ્યું કે- જાણકાર લોકોનું એવું કથન છે કે, આ વિષયમાં લુચ્ચા પ્રત્યે લુચ્ચાઈ અને ઝેરનું ઔષધ ઝેર, તેમ અગ્નિનો શત્રુ અગ્નિ અને થીજેલાને શત્રુ પણ અગ્નિ-ઉષ્ણતા છે. ત્યાર પછી જુદી જાતિને અગ્નિ વિકુઓં. તે પ્રયોગથી નગરદાહ શમી ગયે. એમ ત્રીજું વરદાન મેળવ્યું અને તે થાપણ તરીકે હાલ રાજા પાસે અનામત રખાવ્યું.
કોઈ વખત ઉજેણી નગરીમાં ભયંકર રોગચાળો ઉત્પન્ન થયો. અભયને ઉપાય પૂછતાં તેણે આ પ્રમાણે પ્રત્યુત્તર આપે–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org