Book Title: Prakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
(૨) નયિકી બુદ્ધિનાં ઉદાહરણ, સ્થૂલભદ્રની કથા.
[ ૧૧૫
રાખવાની શક્તિ ધરાવતી હતી. અર્થાત્ કઈ પણ નવા લેક એક વખત સાંભળીને પ્રથમ પુત્રી તે યાદ રાખી બોલી શકે. તેવી રીતે બીજી બે વખત સાંભળી, તેમ સાતમી સાત વખત સાંભળી કડકડાટ તે બોલી જાય. તેવા પ્રકારને તીવ્ર ક્ષયોપશમ દરેક ધરાવતી હતી. શકટાલ જિનવચન પ્રત્યે એકાંત અનુરાગ ચિત્તવાળો હતો. ત્યાં આગળ સમગ્ર બ્રાહ્મણકુલમાં વિખ્યાત વરરુચિ નામને બ્રાહ્મણ વિદ્વાન હતો, જે દરરોજ નવા નવા એકસો આઠ લોકોની રચના કરીને રાજાને અર્પણ કરતા હતા. તે સમયે રાજા શકટાલના મુખ તરફ નજર કરતો, પરંતુ મિથ્યાત્વી હોવાથી તેની પ્રશંસા ન કરી, જેથી રાજા પણ પ્રસન્ન થતો ન હતો. એટલે તે વરરુચિ શકટાલની પત્નીની સેવા કરવા લાગ્યું. તેણે પૂછયું કે, “તું મને શા માટે આરાધે છે?” સાચો ભાવ જણાવ્યું, એટલે કહ્યું કે, “હું તે પ્રકારે કરીશ કે, જેથી તેઓ પ્રશંસા કરશે. એ વાત સ્વીકારીને પતિને કહ્યું કે, “શા માટે વરરુચિનાં કાવ્યની પ્રશંસા નથી કરતા ?” “તે મિથ્યાત્વી છે માટે. પનીએ દઢ આગ્રહ કર્યો, એટલે પછી તેનાં કાવ્યની પ્રશંસા કરી. કેઈક દિવસે વરરુચિ રાજા પાસે પોતાનું કાવ્ય લાવ્યો અને સંભળાવ્યું એટલે નજીક બેઠેલા શકટાલમંત્રીએ કહ્યું કે, “સારૂં કાવ્ય બોલ્યા. રાજાએ તેને ૧૦૮ સેનામહોરો અપાવી, એ પ્રમાણે દરરોજ નવાં નવાં તેટલાં કાવ્ય બનાવી લાવે છે, એટલે કાયમનું તેને ૧૦૮ સેનામહોરોની આજીવિકાનું સાધન મળી ગયું. દરરોજ રાજભંડારમાંથી ધનનો ક્ષય દેખીને અમાત્યે કહ્યું કે, “હે દેવ! આને દરરોજ કેમ આપે છે?” તો કે, તે જ તેની પ્રશંસા કરી હતી તેથી, મેં તો “પૂર્વનાં કાવ્ય બરાબર બોલી બતાવે છે તેથી તેની પ્રશંસા કરી હતી. રાજાએ પૂછયું, “કેમ એમ ? ” મંત્રીએ કહ્યું કે, જે એ બોલે છે, તે તો મારી પુત્રીઓને પણ આવડે છે. ત્યાર પછી ઉચિત સમયે શ્લોક સંભળાવવા માટે તે રાજા પાસે આવ્યો. પડદાની અંદર શકટાલમંત્રીની સાત પુત્રીઓને બેસારી હતી. એક વખત એ બોલ્યા, તે સાંભળીને ખલના પામ્યા વગર યક્ષા વગેરે તે સાતે વારાફરતી બેલી ગઈ. બીજીએ બે વખત સાંભળ્યું ને બોલી ગઈ, બીજી બેલી એટલે ત્રીજીએ ત્રણ વખત સાંભળ્યું-યાદ રહ્યું અને બોલી ગઈ. એમ દરેક વખત વૃદ્ધિ થતાં થતાં સાતમી સુધી પુત્રીઓ અખલિતપણે તે કાવ્ય બોલી ગઈ. ત્યાર પછી કોપાયમાન થયેલા રાજાએ વરરુચિને રાજદ્વારમાં પ્રવેશ કરવાનો પણ બંધ કર્યો. ત્યાર પછી તે વરરુચિ ગંગામાં ગુપ્તપણે સંતાડીને યંત્રના પ્રયોગથી સોનામહોરો મેળવતો હતો. લોકોને કહે કે, “મારી સ્તુતિથી પ્રસન્ન થયેલી ગંગાદેવી મને આપે છે.” કાલાંતરે રાજા સુધી વાત પહોંચી, એટલે રાજાએ અમાત્યને કહી. અમાત્યે કહ્યું કે, “જે મારી પ્રત્યક્ષ ગંગા આપે તો બરાબર.” હે દેવ ! આપણે પ્રભાતે ગંગાનદીએ જઈએ. રાજાએ તે વાતને સ્વીકાર કર્યો. હવે મંત્રીએ સંધ્યાસમયે પિતાના એક વિશ્વાસુ પુરુષને ગંગાનદીએ મેકલ્યો અને કહ્યું કે, “તું ગુપ્તપણે ગંગામાં રહેજે અને વરરુચિ પાણીની અંદર જે કંઈ પણ સ્થાપન કરે, તે લાવીને હે ભદ્ર! તું મને સોંપજે.” પિલા પુરુષે પણ તે પ્રમાણે સોનામહેરોની પોટલી આપી. પ્રભાત–સમયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org