Book Title: Prakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
(૧) એસ્પત્તિકી બુદ્ધિનાં ઉદાહરણે
[ ૮૯
આવીએ, ત્યારે તમારે અમને પાછું આપવું.” એ પ્રમાણે અર્પણ કરવા લાગ્યા, પરંતુ હજુ અર્પણ કર્યું નથી, તેટલામાં પેલો ઠગાયેલે પુરુષ જેને આગળથી તે સમયે આવવાને સંકેત કર્યો હતો, તે તે જ વખતે વચમાં આવ્યું અને પિતાની થાપણની માગણી કરી કે, “અરે ભિક્ષુક! આગળ ગ્રહણ કરેલ મારી થાપણ આપ.” ત્યાર પછી તેણે વિચાર્યું કે, “જે આની થાપણ અત્યારે પાછી નહિં આપીશ, તે આ નવા થાપણુ મૂકવા આવેલા મને થાપણ નહિ આપશે. કારણ કે, મને થાપણ ઓળવનારા માનશે.” એ માટે તેને તરત જ થાપણ આપી દીધી. જુગારી ભિક્ષુકે કાંઈક બાનું ઉભું કરી થાપણ ન આપી.
આ વિષયમાં મતાંતર છે. કેઈક આચાર્ય એમ કહ્યું છે કે-“કઈક શાક્ય (બૌદ્ધભિક્ષુક) કેઈક નાના ગામમાં માર્ગમાં થાકેલા સંધ્યા-સમયે આવ્યા. ત્યાં દિગંબરની વગર વાપરેલી મઠ સરખી વસતિમાં રાત્રિવાસ કર્યો. તેમના ભક્ત અનુ યાયીઓ પહેલેથી જ તેમના પ્રત્યે ઈર્ષાવાળા હેવાથી તેમને કમાડ અને દીપક સહિત એક ઓરડો આપે. ત્યાર પછી થોડીવારમાં તે શય્યામાં સૂતો, એટલે તેમણે અંદર ગધેડી મોકલીને દરવાજો બંધ કર્યો. બૌદ્ધભિક્ષુકે વિચાર્યું કે, “આ લોકે મારી ઉડ્ડાહના (નિંદા) કરવા ઈચ્છે છે. કહેવાય છે કે-“સર્વ જીવોને ભાવના અનુરૂપ ફલ મળે છે.” માટે આ ઉડ્ડાહના તેઓની જ ભલે થાય-એમ વિચારીને સળગતા દીવાની શિખાના અગ્નિથી પિતાનાં સર્વ વસ્ત્રો બાળી નાખ્યાં, તેમ જ નગ્નપણને આશરો લીધે. દેવગે ઓરડામાંથી મોરપિંછી મળી આવી. પ્રાતઃકાળમાં દિગંબર–વેષધારી જમણ. હાથથી ગધેડીને પકડીને જેવો નીકળતું હતું, ત્યારે એકઠા થયેલા સર્વે ગામલોકોને ઉંચી ખાંધ કરી મોટા શબ્દથી કહ્યું કે-જે હું છું, તેવા જ આ સર્વે છે. એ પ્રમાણે ભિક્ષુની ઓત્પત્તિકી બુદ્ધિ. (૧૦૦) ચેટદ્વાર કહે છે –
૧૦૧–પરસ્પર સ્નેહ-પરાયણ કઈક બે મિત્રે કઈક સ્થાનમાં રહેતા હતા. તેઓને કંઈક સમયે શૂન્ય ઘરમાં સુવર્ણ–પૂર્ણ નિધાનની પ્રાપ્તિ થઈ. તેઓએ વિચાર્યું કે, કોઈ સારા શુભ દિવસે અને મુહૂર્ત ગ્રહણ કરવાનું ઉચિત માન્યું, તેવો દિવસ બીજે જ દિવસે આવ્યો. બંને ઘરે ગયા. ત્યાર પછી એકને અશુભ પરિણામ ઉત્પન્ન થયે અને રાત્રે તેમાંથી નિધાન કાઢી અંગારા ભરી દીધા. જ્યારે પ્રભાત–સમયે બંને સાથે ત્યાં ગયા, તે અંગાર જઈને કહેવા લાગ્યા કે, “આમ વિપરીત કેમ બન્યું હશે?” તેમ પરસ્પર વાર્તાલાપ કરતા હતા. નિધાન ગ્રહણ કરનાર ઠાવકાઈથી કહેવા લાગ્યો કે-“અહો ! આપણું કેવું નિર્ભાગ્ય છે કે અહીં રાત્રિમાત્રમાં નિધિ અંગારા રૂપે પલટાઈ ગયો !” એટલે બીજાએ જાણ્યું કે, “નકકી આ માયાવીનું જ કામ છે.” ત્યાર પછી માયાવી મિત્રની લેખ્યમય એક મૂર્તિ કરાવી, ઘરની વચમાં સ્થાપી. મૂર્તિના મસ્તક ઉપર હંમેશાં ભેજન મૂકતો, તેના માથા ઉપર આવી બે વાનરે ભજન કરતા હતા. વાંદરા દરરોજની ટેવવાળા થઈ ગયા, કઈક સમયે પવના દિવસોમાં તેવા પ્રકા
૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org