Book Title: Prakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
(૨) વૈનાયિકી બુદ્ધિનાં ઉદાહરણ
[ ૧૦૯
જણાવેલી છે-કે દયાળુ પુરુષે કેટલાક ભૌત (ભરડા) કેઈક ઊંડી નદીના ઊંડા જળમાંથી પાર ઉતરતા જળપ્રવાહમાં તણાઈ જતા હતા, તેમને બહાર કાઢ્યા. તેઓએ પોતાની સાથે “દશ છીએ” એમ નકકી કરેલું હતું, પણ જડપણાથી પોતાની ગણતરી કર્યા વગર ગણતરી કરવા માંડ્યા, એટલે પ્રથમની કરેલી સંખ્યા પૂરી થતી ન હતી, ત્યારે વિષાદવાળા તેઓ વિલાપ કરવા લાગ્યા કે, “આપણામાંથી એક નદીના પૂરમાં તણાઈ ગયો.” ત્યારે નજીક રહેલા કોઈકે તેમને કહ્યું કે, “ગણતરી કરવામાં તમે પોતે તે પિતાને ગણતા નથી.” જ્યારે પિતાની પણ સાથે ગણતરી કરી, ત્યારે તેમની સંખ્યાનો અંક પૂરાય. (૧૧૦)
૧૧૧-કૂપ નામના દ્વારને વિચાર–કૂવામાં પાણીની સેર કેટલે ઊંડે હશે? તેનું જ્ઞાન થવું. કેવી રીતે થાય?—જમીનમાં તેવા કોઈ કૂવા કરાવનારના કહેવા અનુસાર જમીન ખોદ્યા છતાં પણ જળ-પ્રાપ્તિ ન થાય, ત્યારે ખોદનારાઓ પાસે તે જ કૂવામાં ખોદાવેલા ભાગમાં તિછ જમણ–ડાબી-સવળી-અવળી લાતે પગની પાનીથી પ્રહાર કરવા રૂપ ભૂમિ ઉપર પગ ઠેકવા. આને પરમાર્થ એ છે કે –
કેઈક ગામડિયાઓએ કોઈક સ્થળે અતિ મીઠું-સ્વાદિષ્ટ જળ મેળવવા માટે બીજે કંઈ ઉપાય ન મળવાથી કઈ કૃવા કરાવનાર, કે તેવી જાતના અંજન-પ્રગ દ્વારા ભૂમિમાં જળ દેખનારાઓને પૂછયું કે-“આ ભૂમિમાં જળ છે કે નહિં?” તેણે કહ્યું કે, “નકકી છે જ.’ તે કેટલા પ્રમાણમાં જમીન ખોદવાથી મળશે? કહ્યું કે, “દશ પુરુષ પ્રમાણ ખોદવાથી જળ મળશે.” ત્યારે તેણે કૂવો ખોદાવવાનો શરૂ કર્યો. કહેલા પ્રમાણ સુધી ખેડ્યું, તે પણ જળ ન મળવાથી ફરી પૂછયું કે, “પાણી કેમ નીકળતું નથી ?” પોતાના અંજનની સફળતા બરાબર છે જ-એમ સમજીને કહ્યું કે, “દેલી જમીનમાં ડાબી કે જમણી બાજુ પગની પાનીથી કૂવામાં પ્રહાર કરો-પાટુ મારો.” તે પ્રમાણે કર્યું, એટલે પુષ્કળ પ્રમાણમાં પાણી નીકળ્યું. બીજા વળી એમ કહે છે કે
એ જ પ્રમાણે અંજનને પ્રયોગ કરી ભૂમિમાં રહેલા નિધાનને કઈક દેખે છે, તેને કેઈકે પૂછયું કે, “અમારું નિધાન અહિં છે કે નથી?” જે છે, તો કેટલા ઊંડાણમાં છે?” ત્યાર પછી તેણે પણ જમીનમાં ખાડો ખેડ્યો. પછી તેને પણ નિધાન સંપ ત્તિની પ્રાપ્તિનો ઉપાય “ડાબી કે જમણી બાજુ કે પડખાની બાજુ પગથી લાત મારવા રૂપ” બતાવ્યો અને નિધાન મેળવ્યું. (૧૧૧)
૧૧૨–અધદ્વાર–સમુદ્ર-કિનારે લોકોને ફાવટ આવે તેવા ગુણવાળો પારસકાંઠા (પશિયા) નામને પ્રદેશ હતો. ત્યાં વિશાળ વૈભવવાળો એક અશ્વપતિ રહેતો હતો. કેઈ વખત એક કુળવાન યુવકને અધોનો રખેવાળ બનાવ્યો. ત્રણગણે ઘણે જ વિનય કરવા દ્વારા તેણે શેઠની કૃપા સંપાદન કરી. અતિરૂપથી મનહર એવી શેઠની પુત્રી તે યુવક વિષે રાગ પામી, ત્યારે તેને કહ્યું કે, “મારા પિતા જ્યારે તમોને વેતનપગાર આપે, ત્યારે અતિખારીકપણે પરીક્ષા કરેલા એવા બે અશ્વો માગજો.” પરીક્ષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org