Book Title: Prakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
(૫) દષ્ટાંત નષ્ટ રત્ન
[ ૩૩
જેવો લાભ થાય, તેની માફક ફરી મનુષ્યભવનો લાભ મુશ્કેલ છે. એ જ કથા કંઈક વિસ્તારથી કહે છે –
રત્ન વેપારના કારણે પ્રસિદ્ધિ પામેલી તામ્રલિમી નગરીમાં ઉદારમનવાળો સમુદ્રદત્ત નામનો વહાણવટી હતી. કેઈક સમયે તે વિવિધ પ્રકારનાં વસ્ત્રોથી વહાણ ભરીને રત્નકીપે આવ્યા. ત્યાં તેણે ઘણાં રત્ન ખરીદ કર્યા. પોતાની ઈચ્છા પ્રમાણે રત્નને સંગ્રહ કરી તામ્રલિપ્તી તરફ જવા માટે સમુદ્રમાં વહાણની મુસાફરી કરવા લાગ્યા. તેના પુણ્યને ક્ષય થવાથી અતિ ઉંડા સમુદ્રમાં વહાણ ભાંગી ગયું અને મેળવેલાં સર્વ રત્નો દરેક દિશામાં છૂટાં છૂટાં વેરાઈ ગયાં. સમુદ્રદત્તને હાથમાં એક પાટીયું મળી જવાથી કઈ પ્રકારે કિનારે પહોંચી ગયો. ઘણો વિષાદ પામ્યો. આખા શરીરે ખારું પાણી લાગ્યું, એટલે રેગી બન્યા. શરીર સ્વસ્થ થયું, એટલે રત્નોની તેણે શોધ કરાવી. જેમ સમુદ્રમાં વેરાયેલાં ને પાછાં મેળવવાં મુશ્કેલ, તેમ અહિં મનુષ્યજન્મ ફરી પ્રાપ્ત કરે મુશ્કેલ છે. આવશ્યક-ચૂણિમાં આ દષ્ટાન્ત જુદા પ્રકારે દેખાય છે –
ન્યાયપ્રિય લોકોથી વસેલી સુકોશલા નગરીમાં અતિ અદ્ભુત વૈભવવાળ ધનદત્ત નામને શેઠ રહેતું હતું. તેને ઘનશ્રી નામની વલ્લભ ભાય હતી. તેમને આઠ પુત્રો હતા. વળી તેની પાસે ઘણાં શ્રેષ્ઠ રને સમૂહ હતું, તેમ જ ઘરમાં પણ પુષ્કળ બીજા ઉપયોગી સારભૂત પદાર્થો હતા. તે નગરમાં વસંત-મહોત્સવ સમયે જેની પાસે જેટલી કડી ધન હોય, તેટલી વજા પિતાના મહેલ પર ફરકાવતા હતા. પરંતુ આ શેઠ પાસે અનેક મૂલ્યવાન રત્ન હોવાથી તેની કિંમત આંકી શકાતી ન હોવાથી તે દવાઓ ફરકાવતો ન હતો. કાલકમે તે શેઠ વૃદ્ધ થયા અને ગમે તે કારણે દેશાન્તરમાં બહુ દૂર ગયા. તરુણ બુદ્ધિવાળા તેના પુત્રો દવાના કૌતુકથી રત્નોને વેચી નાખવા લાગ્યા અને ધનની કેડો ઘણું એકઠી કરી. મહોત્સવમાં દરેક મહેલ ઉપર પાંચ વર્ણવાળી પવનથી કંપતી, ખણ ખણ શબ્દ કરતી ઘુઘરીઓવાળી એક સે દવાઓ ફરકાવી. પિતાના મહેલ ઉપર સેંકડો પ્રમાણુ ધ્વજાઓ ફરકી રહેલી છે, તે દરમ્યાન તેમના પિતા પણ દેશાત્રમાંથી પાછા આવી ગયા. પિતાએ પુત્રોને કહ્યું કે, “આવું અકાય કેમ આચર્યું ? કેમ કે, તે રને અમૂલ્ય હતાં, તે વેચી કેમ નાખ્યાં.? હવે તે રત્નના વેપારીઓને મૂલ્ય પાછું આપીને જલદી મારાં ને પાછા ઘરમાં દાખલ થાય તેમ તમારે કરવું. તો તે આઠે પુત્રો તે રને ખોળવા માટે પારસકૂલ (પર્શિયા) વગેરે સ્થળે ગયા. ઘણું કાળજી પૂર્વક તે રને ખાળવા છતાં દરેક રત્નોને દરેક વેપારીઓને ફરી મેળાપ-સંગ ન થયો. જેમ ગયેલાં રને ફરી પાછાં મેળવવા મુકેલ, તેમ છે જે મનુષ્ય-આયુષ્ય ચૂકી ગયા, તે ફરી આ મનુષ્યભવ પ્રાપ્ત થ દુર્લભ છે. (૧૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org