Book Title: Prakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૭૦ ]
ઉપદેશપદ- અનુવાદ
ત્યાગ કરીને આવવું. (૬૪) અજવાળિયા કે અંધારિયા પક્ષમાં ન આવવું, દિવસે કે રાત્રે ન આવવું, છાંયડા કે તડકામાં ન આવવું, અર્થાત્ સૂર્યના તાપ કે આકાશમાં છત્ર ધારણ કરી ન આવવું, માગે કે ઉન્માર્ગે ન આવવું, વાહનથી કે ચાલતાં ન આવવું. નાન કરીને કે મલિન દેહવાળા ન આવવું; (૬૫) આવી રાજાજ્ઞા મળતાં તેની આજ્ઞાનો અમલ કરવા પૂર્વક આવવા તૈયારી કરી. તે આ પ્રમાણે–
૬૬–અહિં ચાંદ્રમાસના બે પક્ષે, તેમાં પ્રથમ કૃષ્ણ અને બીજે શુક્લ. કૃષ્ણપક્ષ અમાવાસ્યા સુધી અને શુક્લપક્ષ પૂર્ણિમાએ પૂર્ણ થાય. તેથી અમાવાસ્યાને તે પક્ષની સંધિરૂપે ગણેલી છે. પૂનમ એ માસની સંધિ તરીકે ગણાય છે. આથી અમાવાસ્યા તે એકદમ પક્ષની સંધિરૂપે નજીક છે. આથી તેણે બંને પક્ષોને ત્યાગ કર્યો. સંધ્યાસમયે ગયો, જેથી સૂર્યાસ્ત- સમય હોવાથી રાત્રિ અને દિવસ બંનેને ત્યાગ કર્યો. ગાડાનાં બે ચક્રની વચ્ચેના ભાગથી ગયો, જેથી તે માગ ન ગણાય અને ઉપથઅમાગ પણ ન કહેવાય. ઘેટા ઉપર ગયો હોવાથી ચાલતો કે વાહનવાળો ન ગણાય. દિવસના છેડાને સમય હોવાથી તડકે ન હોય અને ચાલણીનું છત્ર બનાવેલ હોવાથી છત્ર વગરનો પણ ન ગણાય. આખા શરીરે સ્નાન ન કર્યું, પરંતુ શરીરના ભાગોનું પ્રક્ષાલન-સાફ કરી નાખ્યું, આખા શરીરે સ્નાન કરે, તે નાન કહેવાય. મસ્તક સિવાયનાં અંગો સાફ કરેલાં હોય, તે સ્નાન ન ગણાય. તેથી નાન કરેલો નથી, તેમ જ શરીર મલિન પણ નથી. આવી રીતે રાજાજ્ઞા અનુસાર જણાવેલાં સ્થાનોનો ત્યાગ કરી રાજભવનના દ્વારે પહોંચ્યા. (૬૬)
૬૭–રાજભવન-દ્વારે પહોંચીને “રાજા પાસે ખાલી હાથે ન જવાય” કારણ કે, નીતિનું એવું વચન છે કે–“રાજા, દેવ અને ગુરુ પાસે દર્શન કરવા ખાલી હાથે ન જવાય.” બીજું અમારા સરખા નટ પાસે રાજાને ભેટ આપવા લાયક બીજા પુષ્પ, ફલાદિક મંગલયોગ્ય પદાર્થ કેઈ નથી.”—એમ વિચારીને શું કર્યું? તે કહે છે –
૬૮–પૃથ્વી એટલે કુંવારી માટી બે હાથની વચ્ચે રાખી અંજલિ જોડી રાજાને બતાવી. રાજાએ તે માટી હાથમાં લઈ તેને નમસ્કાર કર્યો. પ્રણામ પછી ઉચિત સત્કાર સન્માનાદિ કરી રહકને આસન આપવાના સમયે રહકે મધુરસ્વરથી પ્રિય વાક્ય સંભળાવ્યું. (૬૮) તે પ્રિય-મધુર પાઠ કહે છે –
હે રાજન્ ! તમારા મહેલમાં કઈ સાવધાન ચતુરજન પણ ગંધર્વનું ગીત કે મૃદંગના શબ્દ ન સાંભળો ”-એમ કહ્યું, એટલે રાજા કંઈક તર્ક કરવા લાગ્યા; એટલામાં તરત જ રેહાએ રાજાના મનને અભિપ્રાય સમજીને ખુલાસો કરનાર વચન સંભળાવ્યું કે–આડી-અવળી ગતિ કરતી, આમ-તેમ મહેલમાં અતિ ભ્રમણ કરતી વિલાસિનીઓના ખલના પામતા ચંચળ પગમાં પહેલાં જે ઝાંઝર, તેના શબ્દના કારણે ગંધર્વ—ગીતા અને મૃદંગના શબ્દ ન સાંભળો.” વ્યાજસ્તુતિ નામને આ અલંકાર છે. (૬૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org