Book Title: Prakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
બુદ્ધિના ૪ ભેદે
રીતે વિનયપૂર્વક સાંભળે, તો નક્કી તેવા પ્રકારના બુદ્ધિધનના ભંડાર સ્વરૂપ થાય. કહેલું છે કે-“નિર્મલ સરળ આત્માની સોબત કરનાર પરાયા ગુણોને ગ્રહણ કરી શકે છે. કોની માફક? તો કે લાલ પદ્મરાગ-માણેક રત્ન પાસે સ્ફટિકને સ્થાપન કર્યો હોય, તે તેની લાલાશ પકડી લે.” (૩૭)
ઉદ્દેશને અનુસારે નિર્દેશ થાય, તે ન્યાયે બુદ્ધિના ભેદો કહે છે– બુદ્ધિના ૪ ભેદો - ૩૮–૧ ઔત્પાતિકી, ૨ વનચિકી, ૩ કાર્મિકી, અને ૪ પરિણામિકી. એમ ચાર પ્રકારની બુદ્ધિ શાસ્ત્રના જાણકારોએ કહેલી છે. ટીકાર્ય–જે બુદ્ધિ ઉત્પન્ન થવામાં કારણભૂત થાય, તે ઔત્પાતિકી. શંકા કરી કે, કારણ તો ક્ષયપશમ છે, તો કહે છે કે, વાત સાચી, પરંતુ તે અંતરંગ કારણ તે સર્વે બુદ્ધિમાં સાધારણ કારણ છે, માટે તેની વિવક્ષા કરી નથી. ઉત્પત્તિ સિવાય બીજાં શાસ્ત્ર કે કાર્યો વિગેરેની અપેક્ષા
ત્પાતિકી બુદ્ધિ રાખતી નથી ૧. ગુરુની સેવા-વિનય જે બુદ્ધિ મેળવવામાં મુખ્ય કારણ છે, તે ધનયિકી બુદ્ધિ ૨. કર્મ શબ્દથી શિપ પણ ગ્રહણ કરાય, તેમાં આચાર્ય શીખવનાર વગરનું કર્મ કહેવાય અને આચાર્ય-ગુરુ-શીખવનારથી જે આવડે, તે શિ૯૫ અથવા કેઈક વખત થનારું તે કર્મ અને હંમેશને વ્યાપાર, તે શિ૯૫. કાર્ય કરતાં કરતાં ઉત્પન્ન થયેલ બુદ્ધિ, તે કાર્મિકી ૩. લાંબા કાળ સુધી પૂર્વાપર પદાર્થના અર્થ અવલોકન આદિથી ઉત્પન્ન થનાર આત્મધર્મ જેનું મુખ્ય કારણ છે, તે પારિણમિકી ૪. જેનાથી જ્ઞાન થાય, તે બુદ્ધિ-મતિ, તે ચાર પ્રકારની બુદ્ધિ તીર્થંકર-ગણધરોએ કહી છે. (૩૮)
(૧) પાતિકી બુદ્ધિનું લક્ષણ પ્રતિપાદન કરે છે –
૩૯–પહેલાં કદી ન જોયેલ, ન સાંભળેલ, ન વિચારેલ પદાર્થને તે જ ક્ષણે સાચે સાચે જાણનાર અવ્યાહત ફલને યોગ કરાવી આપનાર બુદ્ધિ, તે ઔત્પાતિકી બુદ્ધિ કહેવાય. ટીકાથ-બુદ્ધિ ઉત્પન્ન થયા પહેલાં પોતે કદાપિ ન જોયેલ, ન સાંભળેલ, મનથી પણ ન જાણેલ, છતાં પણ તે જ ક્ષણે યથાર્થ રીતે ઈચ્છિત પદાર્થ જેનાથી ગ્રહણ થાય-અવધારણ થાય-જ્ઞાન થાય, એવી બુદ્ધિ તે ઔત્પાતિકી. વળી કેવી ? અહિં એકાંતિક આ અને પરલોકથી અવિરુદ્ધ ફલાન્તરથી અબાધિત એવા અવ્યાહત ફલ સાથે જોડાયેલી, તે આત્પાતિકી બુદ્ધિ જાણવી. બીજા આચાર્યો બીજા પ્રકારે અર્થ જણાવે છે–અવ્યાહત ફલ સાથે જેને વેગ થાય, તે અવ્યાહત-ફલેગા ઓત્પાતિકી નામની બુદ્ધિ. (૩૯) હવે તેનાં ઉદાહરણ કહે છેઃ
૪૦–આ ગાથામાં ૧૭ ઉદાહરણ કહેલાં છે, તે આ પ્રમાણે–૧ ભરતશિલા, ૨ પણિત-શરત, ૩ વૃક્ષ, ૪ મુદ્રારત્ન, પ પટ, ૬ કાચંડે, ૭ કાગડા, ૮ વિષ્ટા, ૯ હાથી, ૧૦ ભાંડ, ૧૧ ગોલ, ૧૨ સ્તંભ, ૧૩ સુબ્રક, ૧૪ માર્ચ, ૧૫ સ્ત્રી, ૧૬ બે પતિ, ૧૭ પુત્ર. આ સત્તર પદો સૂચનારૂપ છે. (૪૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org