Book Title: Prakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૪૪ ]
ઉપદેશપદ-અનુવાદ
પામ્યાં. આથી ચાલુ વાતમાં શું સમજવું? જેમ રાધાવેધ સાધવો દુષ્કર છે, તે પ્રમાણે મનુષ્યભવની પ્રાપ્તિ મુકેલ અને દુર્લભ સમજવી. ગાથામાં ઈતિશબ્દ સમાપ્તિ માટે છે. (૧૨) હવે આઠમાં દષ્ટાન્તની સંગ્રહગાથા જણાવે છે –
Hવાદ્ધમત્સં–fછ–શિવચંદ્ર-પાતળા |
अण्णत्थ बुड्डण-गवेसणोवमो मणुयलंभो उ ॥ १३ ॥ ચામડા સરખી જાડી સેવાલથી પથરાએલ-છવાયેલ સરોવરમાં શરદપૂર્ણિમાને દિવસે સેવાલમાં ફાટ-છિદ્ર પડ્યું. ઉપર આવેલા એક કાચબાને તે છિદ્રમાંથી ચંદ્ર-દર્શન થયું. પિતાના કુટુંબને કોઈ દિવસ ન દેખેલ એવા ચંદ્રનું દર્શન કરાવું.” તેમ ધારી નીચે તેમને બોલાવવા ગયો. પાછો આવ્યો, ત્યારે પવનના ઝપાટાથી ફાટ-છિદ્ર પૂરાઈ ગયાં. આમતેમ ઘણા આંટા-ફેરા માર્યા, પણ ફરી તે ચંદ્ર જેવા ન મળે. તેમ ચૂકી ગયેલ મનુષ્યભવ ફરી મેળવી શકાતો નથી. (તુ શબ્દ ગાથા પૂર્ણ કરવા માટે છે. ) ગાથાને સંક્ષેપ અર્થ કહી હવે કથા દ્વારા વિસ્તારથી અર્થ સમજાવે છે.– (૮) દષ્ટાન્ત કાચબાને ચંદ્ર-દશન.
કોઈક ગહન વનમાં અનેક હજાર યોજન-પ્રમાણ અતિ ઉંડો અનેક જળચર જીવોથી વ્યાપ્ત એક દ્રહ હતો. તેના પાણી ઉપર અતિ જાડા પડવાળી સેવાલ પથરાયેલી હતી. દરેક સ્થળે ભેંસનું ચામડું જાણે ઢાંકી દીધું હોય, તેમ જણાતું હતું. કેઈક સમયે ચંચળ ડોકવાળા એક કાચબો આમ-તેમ ભટકતે ભટકતો ઉપરના ભાગમાં આવ્યો અને ડોક લાંબી કરી. તે સમયે સેવાલમાં છિદ્ર પડયું. તે રાત્રિએ શરદપૂર્ણિમાને ચંદ્ર સમગ્ર કળાઓ સાથે ખીલ્યો હતો. વળી તેની ચારે બાજુ નક્ષત્રતારામંડલ હોવાથી ચંદ્રવિશેષ આહલાદક જણાતો હતો. સ્વચ્છ આકાશના મધ્યભાગમાં ક્ષીરસમુદ્રની લહેરો સરખી ચંદ્રિકાવડે સમગ્ર દિશાઓને નહવરાવતો હોય, તેવો ઉ લ–આકર્ષક જણ તો હતો. આનંદ-પૂર્ણ નેત્રવાળે કાચબે આ ચંદ્રને દેખી ચિતવવા લાગ્યું કે, “આ શું હશે ? શું આ સ્વર્ગ કે કોઈ આશ્ચર્ય હશે ? મને એકલાને જોવાથી શું લાભ ? માટે મારા સર્વે કુટુંબી લોકોને બોલાવીને તેમને આ બતાવું.” એમ વિચારી તેમને ખાળવા માટે પાણીમાં ડૂબકી મારી. પિતાના સર્વ કટુંબીઓને બોલાવી લાવી ફરી તે પ્રદેશની ખોળ કરવા લાગ્યો, પરંતુ વાયરાથી સેવાલનું છિદ્ર(ફાટ) પૂરાઈ ગયું હતું. એટલે તે પ્રદેશ, ચંદ્ર વગેરે ફરી જોઈ શકાયા નહિં. કદાચ છિદ્ર પણ મળી જાય, પરંતુ શરદપૂનમ, વાદળા વગરનું સ્વચ્છ આકાશ, તારાઓથી પરિવરેલ પૂર્ણ ચંદ્ર ફરી દેખાવો કાચબા માટે દુર્લભ હતો, તેવી રીતે આ સંસારરૂપી દેહની અંદર ડૂબેલા પુણ્યહીન સમગ્ર જીવને મનુષ્યજન્મ ફરી મળ અતિદુર્લભ છે. (૧૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org