________________
વીસમી સદીની વિરલ વિભૂતિ • ૫ તે અન્ય અપેક્ષાએ એમને માટે આશીર્વાદરૂપ નીવડ્યું હતું. એથી એમનો બધો સમય વિદ્યાવ્યાસંગમાં પસાર થયો હતો. અંધત્વને કા૨ણે એમનું જીવન પરાધીન હતું, તો પણ પોતાના પ્રેમાળ અને મૃદુ સ્વભાવ વડે એમણે પોતાના સંપર્કમાં આવનારનાં હૈયાં જીતી લીધાં હતાં. મિત્રો, સંબંધીઓ, કર્મચારીઓ હોંશે હોંશે એમનું કામ ક૨વા તત્પર રહેતા. પંડિતજી પાસે એ માટે અનોખી જીવનકળા હતી.
મનુષ્યની પાંચે ઇન્દ્રિયોમાંથી સૌથી મૂલ્યવાન ઇન્દ્રિય તે ચક્ષુ છે. બહેરો કે બોબડો, લંગડો કે ઠૂંઠો માણસ એકલો એકલો આખી દુનિયામાં ઘૂમી શકે છે, પરંતુ અંધ માણસ બીજાની સહાય વિના ઘરનો ઉંબરો પણ ઓળંગી શકતો નથી. બીજી બાજુ અંધ માણસ જો બુદ્ધિશાળી હોય તો એની શ્રવણશક્તિ વધુ સતેજ બને છે. એની ઘ્રાણેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય પણ વધુ સક્ષમ થાય છે. એની સ્મૃતિ તીવ્ર બને છે. પોતાની અવરજવરની મર્યાદા આવી જતાં, એક જ સ્થળે વધુ સમય બેસી રહેવાનું થતાં, એને પોતાને અનુકૂળ પ્રવૃત્તિઓમાં રસ પડે છે. એને વંચાવવું ગમે છે ‘(અથવા બેલિપ વડે વાંચવું ગમે છે.)’ એને સંગીત સાંભળવું ગમે છે. એને ગાવા-વગાડવાનું પ્રિય લાગે છે. એને વાતો ક૨વામાં રસ પડે છે. એને કવિતા સ્ફુરે છે અને પંક્તિઓ કંઠસ્થ કરવાનું ગમે છે. એટલે જ કેટલીક અંધ વ્યક્તિઓની પ્રતિભા બીજી રીતે ખીલી ઊઠે છે. અંધ વ્યક્તિઓમાં મિલ્ટન, સુરદાસ, હેલનકેલ૨ વગેરે જેમ સુપ્રસિદ્ધ છે, તેમ એ હરોળમાં હવે પંડિત સુખલાલજી પણ બેસી શકે એમ છે.
કેટલાયે માણસો પોતાને શાપરૂપે મળેલા અંધત્વને વરદાનમાં ફેરવી શકે છે. આવા માણસોમાં આપણા કાળના પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી છે. અંધત્વ અને નિર્ધનતામાંથી આપબળે પોતાનો માર્ગ કાઢી, પોતાના જીવનમાં આંતરબાહ્ય વિકાસ સાધી, ઉચ્ચ કોટિના પંડિત અને દાર્શનિક તથા ક્રાન્તિકારી વિચારક બની, પ્રાચીન અર્વાચીન સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી અને હિંદી સાહિત્યના ક્ષેત્રે મૂલ્યવાન ચિંતન, લેખન, સંશોધન, સંપાદન ઇત્યાદિ કરીને જે સિદ્ધિઓ હાંસલ કરી તેણે એમને વિવિધ યુનિવર્સિટીઓની ડી. લિ.ની માનદ ડિગ્રી અપાવી અને ભારત સરકારનું ‘પદ્મભૂષણ’નું બિરુદ અપાવ્યું. એમની કારકિર્દીના ઘડતરમાં યુવાન વયે એમને કાશી બોલાવીને ભાષાસાહિત્ય અને દર્શનશાસ્ત્ર તરફ વળાંક અપાવનાર એમના ગુરુ કાશીવાળા શ્રી વિજ્યધર્મસૂરિજીનો ફાળો ઘણો મોટો રહ્યો છે.
ગુજરાત પંડિત સુખલાલજી માટે હંમેશાં ગૌરવ અનુભવતું રહેશે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org