________________
કેસરિયાજીની યાત્રા
પંડિતજી વિદ્યાભ્યાસ કરાવવા પાટણમાં ચાર મહિના રહ્યા. તે દરમિયાન જાહેરાત થઈ કે પ્રવર્તક શ્રી કાંતિવિજયજીની નિશ્રામાં પાટણથી કેસરિયાજીની યાત્રાનો સંઘ નીકળવાનો છે. એ જમાનામાં એકલદોકલ માણસ જવલ્લે જ દૂરનાં તીર્થોની જાત્રા કરી શકતો. પગપાળા જવાનું, રસ્તામાં ચોરલૂટારું અને ન્ગલી જાનવરોનો ભય, ભૂલા પડવાની ચિંતા, હાથે રસોઈ કરવાની જંજાળ, એ માટે સાધનસામગ્રી સાથે લેવાની, રસ્તામાં ગામડાંઓમાં મુકામ શોધવાના વગેરે ઘણી માથાકૂટ હતી. સંઘ નીકળે તો આવી ચિંતા નહિ. એટલે ઘણા એમાં જોડાય. બધાંના ખર્ચની જવાબદારી સંઘપતિ ઉપાડે સાથે રસોઈયા અને નોકરી હોય, ચોકીપહેરો કરનારા હોય, બળદગાડાં હોય. તંબુઓ હોય, રોજેરોજના મુકામ નક્કી હોય, મોટો સમુદાય હોય એટલે સારસંભાળ લેવાય અને ઉલ્લાસનું ધર્મમય વાતાવરણ હોય. આંખ જવાને લીધે પરાવલંબી બનેલા પંડિતજીને માટે કેસરિયાજીની તીર્થયાત્રાની આ તક બહુ આવકારદાયક હતી. પંડિતજીએ એમાં જોડાવાની સંમતિ પ્રવર્તકજીને જણાવી. પ્રવર્તકજીએ પંડિતજી માટે સંઘયાત્રામાં સવિશેષ સગવડ કરાવી આપી કે જેથી એમને કોઈ તકલીફ ન પડે. એમને માટે જુદું ગાડું, જુદો તંબૂ અને જુદો રસોઇયો રાખવામાં આવ્યાં. રસોઇયા તરીકે પ્રવર્તકજીના લહિયા તરીકે કામ કરતા બ્રાહ્મણ ગોવર્ધનને લેવામાં આવેલો. આ સંઘમાં મુનિશ્રી જિનવિજયજી પણ હતા. પ્રવર્તકશ્રી કાન્તિવિજયના શિષ્ય શ્રી ચતુરવિજયજી અને એમના શિષ્ય શ્રી પુણ્યવિજયજી પણ હતા. એટલે પંડિતજી માટે સોબત પણ સારી હતી.
સંઘ પાટણથી ચારૂપ, તારંગા, ઈડર એમ જુદાં જુદાં તીર્થોની યાત્રા કરતો. કેસરિયાજી પહોંચ્યો. તારંગામાં કુમારપાલ મહારાજાએ બંધાવેલ મંદિરમાં પંડિતજીએ ભાવદર્શન કર્યા અને નિસરણી દ્વારા ઉપરના માળ પર પણ જઈ આવ્યા. ઈડરમાં તેઓ એક પહાડ ઉપર શ્રી શાન્નિનાથજીના મંદિરમાં તથા શ્રીમદ્ રાજચંદ્ર જ્યાં ધ્યાન ધરતા તે ઘંટિયા પહાડ પર પણ જઈ આવ્યા.
પંડિતજી આ યાત્રામાં જ્યાં ચલાય ત્યાં ચાલતા અને સાંકડા કઠિન પહાડી માર્ગમાં બળદગાડામાં બેસતા. તેઓ કેસરિયાજી પહોંચવા આવ્યા તે પહેલાં એમના ગાડાના બળદનો અચાનક પગ ભાંગી ગયો અને ગાડું નમી પડ્યું. સદ્ભાગ્યે ગાડામાં બેઠેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org