________________
જ • પંડિત સુખલાલજી દેરાસરમાં દર્શન કરતા અને આસપાસનાં સ્થળોમાં પરિભ્રમણ કરતા. આબુનો આ બીજી વખતનો પ્રવાસ પંડિતજી માટે વધારે યાદગાર બન્યો હતો.
પંડિતજી અમદાવાદ આવ્યા. હવે પછી શો કાર્યક્રમ કરવો એની વિમાસણમાં હતા ત્યાં નવસારી પાસે કાલિયાવાડીથી શ્રી વિજયવલ્લભસૂરિજીએ પત્ર લખીને તેમને મળવા બોલાવ્યા હતા. પંડિતજી કાલિયાવાડી પહોંચીને તેમને મળ્યા. મહારાજશ્રીએ એમને પાટણમાં પ્રવર્તક શ્રી કાગ્નિવિજ્યજીના શિષ્યોને ભણાવવાનું કામ સોંપ્યું. પંડિતજી પાટણ ગયા અને ભણાવવાનું કાર્ય એમણે સ્વીકાર્યું. પંડિતજીએ અગાઉ એવો નિર્ણય કર્યો હતો કે કોઈ સાધુસાધ્વીની પાસે સામેથી જઈને તેમને ભણાવવાં નહિ. પરંતુ પછીથી એમાં ફેરફાર કરીને એવો નિર્ણય કર્યો કે મહેસાણાની પાઠશાળામાં જે આવે તે સાધુસાધ્વીને ભણાવવાં. મહેસાણાના સારા અનુભવથી સાધુસમાજમાટેનો એમનો પૂર્વગ્રહ મોળો પડ્યો હતો. હવે એવો પ્રસંગ ઊભો થયો કે સાધુઓની પાસે જઈને એમને ભણાવવાનું કાર્ય એમણે સ્વીકાર્યું, કારણ કે તેમણે પ્રવર્તક શ્રી કાન્તિવિજયજીની પ્રશંસા સાંભળી હતી.
વળી મુનિશ્રી જિનવિજયજીએ પણ પ્રવર્તકની પ્રશંસા કરી હતી અને હવે પછીના ચાતુર્માસમાં તેઓ પાટણમાં શ્રી પ્રવર્તકજીની સાથે જ રહેવાના હતા. આથી પંડિતજીએ પાટણ જવાનું નિમંત્રણ સ્વીકારી લીધું અને ચાતુર્માસ શરૂ થાય એ પહેલાં તેઓ ત્યાં પહોંચી ગયા.
પાટણમાં પંડિતજીએ પ્રવર્તકજીના શિષ્ય શ્રી ચતુરવિજયજી અને એમના શિષ્ય શ્રી પુણ્યવિજયજીને “કાવ્યાનુશસન” અને “તિલકમંજરી” એ બે ગ્રંથોનું અધ્યયન કરાવ્યું. એ કાળે આ બે ગ્રંથો પ્રસિદ્ધ થયેલા નહોતા. એટલે હસ્તપ્રતને આધારે ભણાવવાના હતા. પંડિતજી આવા ગ્રંથો અગાઉ જ્યારે જ્યારે ભણાવતા ત્યારે વિદ્યાર્થીના હાથમાં હસ્તપ્રત ન હોય. પાટણમાં હસ્તપ્રતો સુલભ હતી. એટલે શ્રી ચતુરવિજયજી અને શ્રી પુણ્યવિજયજી એમ બંને એક એક હસ્તપ્રત લઈને બેસતા. એથી જ્યાં જ્યાં પાઠફેર હોય ત્યાં તરત ધ્યાન દોરતા. ક્યાંક હસ્તપ્રતમાં અશુદ્ધિ હોય તો તેનું શુદ્ધિકરણ પણ તરત થતું. પંડિતજીને આ અનુભવ પરથી લાગ્યું કે જુદી જુદી હસ્તપ્રતોના પાઠાંતરો જોવાથી કર્તાને કયો પાઠ અભિપ્રેત હોઈ શકે તેની વિચારણા કરી શકાય. એવું સંશોધન પ્રાચીન ગ્રંથો માટે અનિવાર્ય છે એમ તેમને લાગ્યું. શુદ્ધિકરણ અને પાઠનિર્ણય કરતાં કરતાં આગળ વધવાને લીધે અધ્યયનની ગતિ મંદ રહેતી. પણ એકદરે તો એથી લાભ જ થયો હતો.
પાટણમાં એ ચાતુર્માસમાં શ્રી સાગરાનંદજી મહારાજ પણ પોતાના વિશાળ સમુદાય સાથે પધારેલા અને એમણે આગમ વાચનાનો કાર્યક્રમ પણ રાખ્યો હતો. પંડિતજી રોજેરોજ સાગરાનંદજી મહારાજ પાસે જતા અને એમના મુખ્ય શિષ્ય
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org