________________
બનારસ યુનિવર્સિટીમાં • ૧૧૩ અધ્યાપનકાર્યની સાથે સાથે પોતાની અધૂરી રહેતી ઇચ્છા પ્રમાણે પોતાના વિદ્યાગુરુ બાલકૃષ્ણ મિશ્રની પાસે અભ્યાસ કરવાની તક પણ પંડિતજીને મળી.
પંડિતજીનો વ્યવસાય તરીકે સ્થિર અને ઉત્તમ કાળ તે આ બનારસ હિંદુ યુનિવર્સિટીમાં કરેલા અધ્યાપનકાર્યનો ગણાય. આમ પણ કાશી-બનારસ એટલે કે વારાણસી નગરીથી તેઓ પરિચિત હતા. વળી ત્યાંના પંડિતોનો પણ તેમને સારો પરિચય હતો. એટલે બનારસ હિંદુ યુનિવર્સિટીમાં જૈન દર્શનના અધ્યાપક તરીકે જોડાવાનું તેમને ગમે એવું હતું. વળી વિદ્યાક્ષેત્ર પણ ઉચ્ચ સ્તરનું અને પ્રતિષ્ઠિત હતું. જૈન દર્શનનો અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ ઓછા હતા, પણ સંગીન કામ કરવાને માટે અવકાશ ઘણો સારો હતો. વળી યુનિવર્સિટીમાં ભિન્નભિન્ન શાખાઓમાં અધ્યયન – અધ્યાપન કરતા પ્રાધ્યાપકોનો પરિચય પણ વાતાવરણને પ્રોત્સાહક બનાવે એવો હતો. પંડિતજીએ ૧૯૩૩થી ૧૯૪૪ સુધી એમ સળંગ અગિયાર-બાર વર્ષ વારાણસીમાં કાર્ય કર્યું. અહીં જે કાર્ય કર્યું તે એમના જીવનનું સર્વોત્તમ કાર્ય થયું. અહીં એમને બે વિદ્યાર્થીઓ એવા મળ્યા કે જેઓ પોતે પંડિત હતા અને અધ્યાપક હતા. એ અધ્યાપકો તે પંડિત કૈલાશચંદ્ર અને પંડિત મહેન્દ્રકુમાર, આ બંને વિદ્યાર્થીઓને પંડિતજીએ દર્શનશાસ્ત્રનો અત્યંત કઠિન ગણાતો ગ્રંથ “અષ્ટસહસ્ત્રી' ભણાવ્યો. આથી એ બે અધ્યાપકોની તો દૃષ્ટિ જ ખૂલી ગઈ. આ અભ્યાસ દરમિયાન એમાં આવતા સંદર્ભો કે પૂર્વ પક્ષ વિશે તે મૂળ ગ્રંથો જોવાની સમજ એમને પડી અને પ્રાચીન ગ્રંથોના સંપાદનની ભિન્નભિન્ન પદ્ધતિઓ પણ આવડી. આથી આ બંને અધ્યાપકો પોતે ગ્રંથસંપાદનનું સ્વતંત્ર કાર્ય કરતા થઈ ગયા. પંડિત મહેન્દ્રકુમારે ન્યાવકુમુદચંદ્ર વગેરે કેટલાક ગ્રંથોનું સંપાદન કર્યું. પંડિત મહેન્દ્રકુમાર પંડિતજીના પ્રિય શિષ્યોમાંના એક શિષ્ય હતા. દુર્ભાગ્યે તેઓ યુવાન વયે જ સ્વર્ગવાસ પામ્યા. એટલે પંડિતજીને તો જાણે પોતાનો જમણો હાથ ગુમાવવા જેવું
લાગ્યું.
આ સમયગાળા દરમિયાન પંડિતજી પોતાના લેખન-સ્વાધ્યાય માટે વાંચવાનું કાર્ય કરી આપે એવા, સંસ્કૃત-પ્રાકૃત ભાષાના જાણકાર મદદનીશની તપાસમાં હતા. પણ એવી કોઈ યોગ્ય વ્યક્તિ મળતી નહોતી.
દરમિયાન, ૧૯૩૫માં પંડિતજી મુંબઈમાં જેન કોન્ફરન્સના અધિવેશનમાં ભાગ લેવા માટે આવ્યા હતા. તે સમયે પંડિત દલસુખભાઈ માલવણિયા મુંબઈમાં કોન્ફરન્સમાં વહીવટી કામની નોકરી કરતા હતા. દલસુખભાઈ સંસ્કૃત અને પ્રાકૃતના જાણકાર હતા. તેમણે પંડિત બેચરદાસ પાસે અમદાવાદમાં રહીને પ્રાકૃતનો અભ્યાસ કર્યો હતો. તે વખતે દલસુખભાઈ પંડિતજીના પરિચયમાં આવ્યા હતા. મુંબઈમાં કૉન્ફરન્સના અધિવેશનમાં એ પરિચય તાજો થયો. એ વખતે પંડિતજીએ દલસુખભાઈને મુંબઈની નોકરી છોડી પોતાની સાથે બનારસ આવવાની દરખાસ્ત મૂકી. પગાર ઓછો મળશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org