________________
પંડિતજીનું સાહિત્ય ૦ ૧૨૧ નવા શબ્દો સ્ફુરે નવી શૈલીથી લખવાનું ગમે. એટલે જે લખેલાં પાનાં હોય તે ગંગાજીમાં પધરાવી દેતા. આ રીતે વારંવાર એમણે લખવાનો મહાવરો કર્યો હતો. તેમણે કહેલું કે ‘જ્ઞાનસાર’ના અનુવાદનું કાર્ય લેખનના મહાવરા માટે એટલું બધું કરેલું કે ઓછામાં ઓછાં એક હજાર પાનાં પોતે ગંગાજીમાં પધરાવી દીધેલાં.
પંડિતજીએ પોતાના જીવનકાળ દરમિયાન ત્રીસથી વધુ મૂલ્યવાન ગ્રંથોનું લેખનકાર્ય કર્યું છે. (એની યાદી પરિશિષ્ટમાં આપી છે.) એ બધામાંથી કેટલાક મહત્ત્વના ગ્રંથો વિશે અહીં સંક્ષેપમાં પરિચય આપવામાં આવ્યો છે.
પંડિતજીએ સૌ પ્રથમ જે મોટો ગ્રંથ પસંદ કર્યો તે શ્રી દેવેન્દ્રસૂરિકૃત મૂળ પ્રાકૃતમાં લખાયેલો ‘ધર્મગ્રંથ’ છે. પંડિતજીએ પહેલાં તો પોતાના મિત્ર શ્રી રમણીકલાલ મોદી સાથે આ ગ્રંથનું અધ્યયન ચાલુ કર્યું હતું. પરંતુ પછીથી એનો હિંદીમાં અનુવાદ કરવાનું કાર્ય મળ્યું ત્યારે એમણે પ્રસ્તાવના, ટિપ્પણ વગેરે સાથે આ ગ્રંથ તૈયાર કર્યો. આ વિષયના અભ્યાસીઓ માટે આ ગ્રંથ આજે પણ એટલો જ ઉપયોગી છે.
‘કર્મગ્રંથ’ પછી પંડિતજીએ ‘પંચપ્રતિક્રમણસૂત્ર'નો હિંદીમાં અનુવાદ, પ્રસ્તાવના, ટિપ્પણ વગેરે સાથે તૈયાર કર્યો. આ ગ્રંથમાં એમણે જૈનોના બધા ફિરકાનાં પ્રતિક્રમણ સૂત્રોની વિચારણા કરી છે.
પંડિતજીનું ત્યાર પછીનું મોટું કાર્ય તે ‘સન્મતિતર્ક'ની અધિકૃત વાચનાનું સંપાદન છે. પંડિતજીએ ગૂજરાત વિદ્યાપીઠમાં રહીને આ કાર્ય કર્યું હતું. એમને મદદનીશ તરીકે મળ્યા હતા માત્ર પંડિત બેચરદાસ દોશી. કોઈ મોટી યુનિવર્સિટી એક મોટા પ્રોજક્ટ તરીકે કામ કરે તેવું કાર્ય પંડિતજીએ એકલે હાથે કર્યું હતું. ‘સન્મતિતર્ક’ ઉ૫૨ શ્રી અભયદેવસૂરિએ લખેલી પચીસ હજાર શ્લોક પ્રમાણ ટીકાની ૨૯ હસ્તપ્રતો નજર સામે રાખી, પાઠનિર્ણય કરી, પાઠાંતરો નોંધી, પ્રસ્તાવના, ટિપ્પણ પ્રતિપરિચય વગેરે સાથે પંડિતજીએ આ ગ્રંથ તૈયાર કર્યો, જે પાંચ ભાગમાં છપાયો છે. ભગીરથકાર્ય પૂરું કરતાં પંડિતજીને નવ વર્ષ લાગ્યાં હતાં. નયવાદના અભ્યાસીઓ માટે આ ગ્રંથ અત્યંત મૂલ્યવાન છે. પંડિતજીના સમગ્ર લેખનકાર્યમાં આ ગ્રંથનું સંપાદનકાર્ય યશકલગીરૂપ છે.
પંડિતજીના આધ્યાત્મિક વિકાસક્રમગુણસ્થાન’ નામના પુસ્તકમાં ત્રણ લેખો આપવામાં આવ્યા છે. (૧) ભારતીય દર્શનોમાં આધ્યાત્મિક વિકાસક્રમ (૨) ગુણસ્થાનનું સામાન્ય સ્વરૂપ અને (૩) ગુણસ્થાનનું વિશેષ સ્વરૂપ. એમાં બીજા બે લેખો જે મૂળ હિંદીમાં લખાયા હતા એનું ગુજરાતી ભાષાન્તર અહીં આપવામાં આવ્યું છે. પુસ્તકમાં પંડિતજીએ નોંધ્યું છે કે બીજા બે લેખો ગુણસ્થાન વિશે છે અને તે મુખ્યત્વે જૈન અભ્યાસીઓને ઉદ્દેશીને લખાયા છે. પહેલો લેખ જૈનેતર વાચકોને લક્ષમાં રાખીને લખાયો છે. પંડિતજીની ભાવના એવી હતી કે જૈન અભ્યાસીઓ જૈન શાસ્ત્રની બહાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org