Book Title: Pandita Sukhlalji
Author(s): Ramanlal C Shah
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 142
________________ પંડિતજીનું સાહિત્ય • ૧૨૫ આમ, દર્શન અને ચિંતનના બે ભાગનાં પંદરસોથી અધિક પાનાંમાં પ્રસિદ્ધ થયેલા એમના લેખોમાં એમની વિદ્વત્તા, બહુશ્રુતતા, તર્કબદ્ધતા, તટસ્થતા, જિજ્ઞાસા, ન્યાયપ્રિયતા, અર્થઘટનની દષ્ટિ ઈત્યાદિ ગુણો જોવા મળે છે. તેમની વિષયની રજૂઆત વ્યવસ્થિત અને સઘન છે. એમના કેટલાયે લેખો ચિરંજીવ મૂલ્યવાળા છે અને તે તે વિષયના અભ્યાસીઓ માટે માર્ગદર્શક નીવડે એવા છે. પંડિતજીનું સમગ્ર વ્યક્તિત્વ દર્શન અને ચિંતનમાં ઊપસી આવે છે. પંડિતજીના હિંદી ભાષામાં લખાયેલા ચિંતનાત્મક લેખોનો સંગ્રહ દર્શન ઔર ચિંતન'ના નામથી “સન્માન સમિતિ તરફથી પ્રકાશિત થયો છે. આ દળદાર ગ્રંથ બે ખંડમાં પ્રકાશિત થયો છે. પ્રથમ ખંડમાં “ધર્મ અને સમાજ તથા દાર્શનિક મીમાંસા એ નામના બે વિભાગ છે. એમાં પ્રથમ વિભાગમાં ધર્મનું બીજ અને તેનો વિકાસ', ધર્મ અને સંસ્કૃતિ', વિકાસનું મુખ્ય સાધન', બાલદીક્ષા' વગેરે વિશે લેખો છે. દાર્શનિક મીમાંસામાં મુખ્યત્વે હેમચંદ્રાચાર્યકૃત, પ્રમાણમીમાંસા'ના સંપાદનમાં પોતે લખેલ વિસ્તૃત પ્રસ્તાવનાના વિષયો છે. તદુપરાંત દર્શન અને સંપ્રદાય, યોગવિદ્યા ઈત્યાદિ વિષયો ઉપર લેખો છે. આ ગ્રંથના બીજા ખંડમાં જૈન ધર્મ અને દર્શન વિશેના લેખો આપવામાં આવ્યા છે. એમાં ભગવાન પાર્શ્વનાથનો વારસો', 'નિર્ઝન્ય સંપ્રદાય', જૈન સંસ્કૃતિનું હૃદય’, ‘અનેકાન્તવાદ', “સંસ્થાઓ અને અહિંસા જૈન સાહિત્યની પ્રગતિ ઇત્યાદિ લેખો ઉપરાંત કર્મગ્રંથ'ના કેટલાક વિષયો ઉપરના લેખો પણ છે. આમ, ‘દર્શન અને ચિંતનના ગુજરાતી અને હિંદીમાં લખાયેલા લેખોમાં પંડિતજીના જીવનભરના અભ્યાસનો નિચોડ પ્રાપ્ત થાય છે. એને લીધે કેટકેટલા વિષયોમાં નવા અભ્યાસીને ઘણી તૈયાર સામગ્રી ઉપલબ્ધ થાય છે. પંડિતજીના આ લેખો આપણા તત્ત્વચિંતનના સાહિત્યમાં મૌલિક, યશસ્વી, અદકેરું યોગદાન બની રહે એમ છે. પંડિતજીના લેખનકાર્યમાં એમની વિદ્યાનિષ્ઠાની પદે પદે આપણને પ્રતીતિ થાય છે. ધર્મ અને તત્ત્વજ્ઞાનના વિષયમાં એમની વિચારણામાં વિશદતા, મૌલિકતા અને સમન્વયદષ્ટિ સ્પષ્ટ તરવરે છે. એમાં કોઈ સાંપ્રદાયિક સંકુચિતતાની દુર્ગધ નથી. એમણે તટસ્થતાથી, પ્રમાણો સાથે, પોતાના વિચારો રજૂ કર્યા છે. એમણે જીવનભર ધર્મગ્રંથોનું અધ્યયન અને અવલોકન કર્યું છે. એટલે જ એમનું લખાણ વાંચતાં એક બહુશ્રુત વિદ્વાનની છાપ આપણા ચિત્તમાં અંકિત થાય છે. પંડિતજીએ જેમ ધાર્મિક અને આધ્યાત્મિક વિષયોની વિચારણા કરી છે, તેમ પ્રસંગોપાત્ત, સામાજિક વિષયોની વિચારણા કરી છે અને રાજનીતિ તથા શિક્ષણની સમસ્યાઓની છણાવટ પણ કરી છે. એમણે કેટલાયે ગ્રંથોની પ્રસ્તાવના લખી છે અને કેટલાંક ગ્રંથાવલોકનો પણ લખ્યાં છે. એમણે ભિન્ન ભિન્ન સંસ્થાઓના ઉપક્રમે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152