________________
૧૨૬૦ પંડિત સુખલાલજી
વ્યાખ્યાનો આપ્યાં છે, જેમાંનાં કેટલાંક પ્રસિદ્ધ થયાં છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી મુંબઈમાં યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં પ્રમુખ તરીકેની જવાબદારી ત્રણ દાયકા સુધી બજાવવા સાથે એમાં એમણે ભિન્ન ભિન્ન વિષયો પર વ્યાખ્યાનો પણ આપ્યાં હતાં. સમાજ, રાજનીતિ, શિક્ષણ ઇત્યાદિ વિશેના વિષયોમાં એમણે પોતાના મૌલિક સ્વતંત્ર વિચારો દર્શાવ્યા છે, પરંતુ એમનું મુખ્ય અને મહત્ત્વનું યોગદાન તો ધર્મશાસ્ત્ર અને દર્શનશાસ્ત્રના ક્ષેત્રે રહ્યું છે.
પંડિતજીની ભાષા પ્રશિષ્ટ, સંસ્કારી અને તરત અર્થબોધ કરાવનારી છે. એમની લેખનશૈલી સ્વસ્થ અને સમતોલ રહી છે.એમનાં લખાણોમાં વિષયાંતરતા દેખાશે નહિ. વળી તેમાં ક્યાંય દીર્ઘસૂત્રીપણું જોવા મળતું નથી. એમાં પાંડિત્યની સભાનતા નથી. એમનું વક્તવ્ય યોગ્ય શબ્દોમાં યોગ્ય રીતે રજૂ થાય છે. એમાં તર્કબદ્ધતા અને વિશદતા જોવા મળે છે, કારણ કે પંડિતજીનું ચિંતન એટલું ગહન અને વિશદ હતું. એટલે જ તેઓ એક જ બેઠકે એકધારું લખાવી શકતા. શ્રી દલસુખભાઈ માલવણિયાએ પોતાના પુસ્તક પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજી' માં લખ્યું છે, તેમનું કોઈ પણ લખાણ હોય, તેમાં તર્ક, ઇતિહાસ, તુલના, સમન્વય તો હોય જ. ઉપરાંત ભાષાસૌષ્ઠવ એ પણ હોય જ. તેમનું કોઈ પણ વાકય શિથિલ નહિ જણાય, નહિ અતિશયોક્તિ, નહિ અલ્પોકિત, પણ જે કંઈ વક્તવ્ય હોય તે બરાબર કહેવામાં તેમનું ભાષાસામર્થ્ય પ્રગટ થયા વિના રહે જ નહિ.’ પંડિતજીએ એટલું વિપુલ લેખનકાર્ય કર્યું છે કે એના ઉ૫૨ એકથી વધુ શોધપ્રબંધો યુનિવર્સિટીની કક્ષાએ તૈયાર થઈ શકે એમ છે. પંડિતજીએ પોતાના જીવનકાળ દરમિયાન વિદ્યાભ્યાસ અને સંશોધનનો જે પરિશ્રમ ઉઠાવ્યો હતો તેનો લાભ ભવિષ્યની પેઢીઓને દીર્ઘકાળ સુધી મળતો રહેશે. વાડ્ગમયજગત એ માટે પંડિતજીનું હંમેશાં ઋણી રહેશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org