Book Title: Pandita Sukhlalji
Author(s): Ramanlal C Shah
Publisher: Gurjar Granthratna Karyalay
Catalog link: https://jainqq.org/explore/001208/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પંડિત સુખલાલજી રમણલાલ ચી. શાહ Page #2 -------------------------------------------------------------------------- ________________ પંડિત સુખલાલજી રમણલાલ ચી. શાહ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૦૧ Page #3 -------------------------------------------------------------------------- ________________ PANDIT SUKHALALJI: by Ramanlal C. Shah Published by Gurjar Grantha Ratna Karyalaya, Opp. Ratanpolnaka, Gandhi Road, Ahmedabad 380 001 Price Rs. 90.00 પહેલી આવૃત્તિ ડિસેમ્બર, ૨૦૦૩ પ્રત : ૭૫૦ - પૃષ્ઠસંખ્યા : ૧૪ + ૧૩૪ કિંમત રૂ. ૮૦ પ્રકાશક અમરભાઈ ઠાકોરલાલ શાહ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૦૧ ટાઇપસેટિંગ વિક્રમ કમ્યુટર - એ - ૧, વિક્રમ એપાર્ટમેન્ટ, શ્રેયસ ક્રોસિંગની પાસે, આંબાવાડી, અમદાવાદ - ૩૮૦૦૧૫ મુદ્રક ભગવતી ઓફસેટ ૧૫/સી, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ - ૩૮૦ ૦૦૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ અર્પણ કૉલેજકાળના મારા મિત્રો સ્વ. વાડીલાલ ડગલી સ્વ. યશવંત દોશી - ના પુણ્યાત્માને શ્રદ્ધાસુમન સાથે - રમણલાલ ચી. શાહ Page #5 -------------------------------------------------------------------------- ________________ નિવેદન પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી એટલે વીસમી સદીની એક આશ્ચર્યકારક ઘટના. એક નેત્રવિહીન વ્યક્તિ પોતાના જીવનકાળ દરમિયાન અધ્યયન, અધ્યાપન અને લેખનકાર્યના ક્ષેત્રે આટલું બધું કાર્ય કરી શકે તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આટલી બધી ખ્યાતિ પ્રાપ્ત કરી શકે એ તરત માન્યામાં ન આવે એવી વાત છે, પંડિતજીની સિદ્ધિઓ જેવી તેવી નથી. પંડિતજી સાથે મારે અંગત આત્મીય સંબંધ હતો. મારે માટે તેઓ પિતાતુલ્ય હતા. એટલે જ પરિચય ટ્રસ્ટ તરફથી મારા મિત્રો શ્રી વાડીભાઈ ડગલી અને શ્રી યશવંત દોશીએ મને પંડિતજીનું જીવનચરિત્ર લખવા માટે નિમંત્રણ આપ્યું ત્યારે તે મેં સહર્ષ સ્વીકારી લીધું હતું. એ માટે તેઓનો ઋણી છું. છે. આ જીવનચરિત્ર લખવામાં મેં પંડિતજીની પોતાની ઈ. સ. ૧૯૨૪ સુધીની આત્મકથા “મારું જીવનવૃત્ત'નો મુખ્ય આધાર લીધો છે. એમાંની કેટલીયે કાલગ્રસ્ત વીગતો છોડી દીધી છે. આ આત્મકથા ઉપરાંત શ્રી દલસુખભાઈ માલવણિયાકૃત પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી, શ્રી પૂર્ણિમાબહેન મહેતાની પુસ્તિકા “પુણ્યશ્લોક પંડિતજી, શ્રી વાડીલાલ ડગલીની પરિચય પુસ્તિકા પંડિત સુખલાલજી' તથા અન્ય કેટલાક શ્રદ્ધાંજલિ લેખોનો આધાર લીધો છે. મારા આ ગ્રંથમાં પંડિતજીના સમગ્ર જીવનવૃત્તાન્તને આવરી લેવામાં આવ્યો છે અને પંડિતજીના વિપુલ સાહિત્યનો સંક્ષિપ્ત પરિચય આપવામાં આવ્યો છે. પંડિતજીનું સુદીર્ઘ જીવન અને વિપુલ સાહિત્ય એટલું બધું સમૃદ્ધ છે કે એના ઉપર શોધનિબંધો તૈયાર થઈ શકે, મારા મિત્રો સ્વ. વાડીભાઈ ડગલી અને સ્વ. યશવંતભાઈ દોશી આ ચરિત્ર પ્રકાશિત થયેલું જોવાને હયાત હોત તો તેઓને કેટલો બધો આનંદ થાત ! પરિચય ટ્રસ્ટનાં શ્રી ઇંદિરાબહેન ડગલી, શ્રી ચન્દ્રકાન્ત શાહ, શ્રી હંસાબહેન વગેરેનો પણ આભાર માનું છું. - રમણલાલ ચી. શાહ Page #6 -------------------------------------------------------------------------- ________________ પંડિત સુખલાલજી – એક મહાન દાર્શનિક પ્રતિભા – રમણલાલ ચી. શાહ પ્રજ્ઞાચક્ષુ પંડિત શ્રી સુખલાલજી એટલે વર્તમાન ભારતની એક મહાન દાર્શનિક પ્રતિભા. ૯૭ વર્ષની સુદીર્ઘ ઉંમરે અમદાવાદમાં એમનું અવસાન થયું હતું. પંડિતજીનું જીવન એટલે પુરુષાર્થની ભવ્ય ગાથા. સૌરાષ્ટ્રમાં લીમલી-વઢવાણ શહેરના તેઓ વતની. સોળ વર્ષની કિશોરવયે ઈ. સ. ૧૮૯૭માં ઉનાળાના દિવસોમાં તેમને શીતળા નીકળ્યાં અને નેત્રજ્યોતિ વિલીન થઈ. અચાનક આવી પડેલા અંધત્વે એમને ચિંતાતુર બનાવી દીધા. કિશોરવયે તેઓ તરવરાટવાળા હતા, પરંતુ નેત્ર જતાં તેમની શારીરિક પ્રવૃત્તિ મંદ પડી ગઈ. પોતે ખૂબ મૂંઝવણ અનુભવવા લાગ્યા. જાણે જીવનનો રાહ બદલાઈ ગયો. શું કરવું તે સૂઝતું નહિ. એ નાનકડા ગામમાં બીજી પ્રવૃત્તિ તે શી હોઈ શકે? ધર્મ અને એનાં ક્રિયાકાંડો તરફ લોકો વાળે અને પોતાને પણ વળવાનું મન થાય એ સ્વાભાવિક છે. પોતે જેન. જૈન સાધુઓની અવરજવર ચાલુ હોય જ. પોતાના ગામમાં જૈન સાધુઓ આવે, તેમની પાસે જવું, ધાર્મિક અભ્યાસ કરવો અને ક્રિયાકાંડભરી ધર્મપ્રવૃત્તિ કરવી એ તરફ તેઓ દોરવાયા. જૈન સાધુઓ પાસે સમય પણ ઠીક ઠીક હોય અને અંતરમાં કરુણા પણ હોય. એટલે યોગ્ય પાત્ર જણાતાં તેને પ્રેરણા અને માર્ગદર્શન સહજ રીતે આપે. પંડિતજી વખતોવખત જુદા જુદા જૈન સાધુઓના સંપર્કમાં આવ્યા અને એને પરિણામે ધર્મશાસ્ત્રોનું અધ્યયન કરવા માટે જરૂરી એવો પ્રાકૃત અને સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરવાની તાલાવેલી તેમને લાગી. પોતે અંધ હતા એટલે બીજી પ્રવૃત્તિ તો ખાસ રહી નહિ. તેથી મળેલા સમયમાં જે કંઈ જાણવા મળે તે ચિત્તમાં ગ્રહણ કરી લેતા અને તેનું વારંવાર સ્મરણ-રટણ કરતા. એક જૈન સાધુ પાસેથી “રઘુવંશ'ની નકલ આઠ દિવસ માટે મળી તો તેટલા દિવસમાં તેમણે “રઘુવંશ'ના દસ સર્ગના શ્લોકો કંઠસ્થ કરી લીધા. સંસ્કૃત ભાષાના અભ્યાસ માટેની તેમની ભૂખ એ નાનકડા ગામમાં સંતોષાય તેમ નહોતી. તેઓ તે માટે કાશી વિદ્યાભ્યાસ કરવા ગયા. કાશીમાં તેમને ઘણી મુશ્કેલીઓ પડી. ઘણી પરતંત્રતા અનુભવી, પરંતુ ધીરજપૂર્વક તેમણે પોતાની અભ્યાસ પ્રવૃત્તિ ચાલુ રાખી. બુદ્ધિની તેજસ્વિતા, તીવ્ર સ્મરણશક્તિ અને સ્વભાવની Page #7 -------------------------------------------------------------------------- ________________ VI સરળતાને લીધે પંડિતો પણ તેમને વિદ્યાભ્યાસ પ્રેમથી કરાવતા. તેમણે કાશીમાં સંસ્કૃત ભાષાના અભ્યાસ ઉપરાંત દર્શનશાસ્ત્રોનો પણ અભ્યાસ કર્યો. વિદ્યાભ્યાસ પછી વ્યવસાય તરીકે પંડિતજીએ મોટું કાર્ય જે કર્યું તે બનારસ યુનિવર્સિટીમાં પ્રાકૃત અને જૈન દર્શનના વિભાગના અધ્યક્ષ તરીકેનું અધ્યાપનકાર્ય છે. આ સમય દરમિયાન તેમણે હિંદી ભાષામાં ઠીક ઠીક લેખનકાર્ય પણ કર્યું. પંડિતજીએ કેટલોક સમય ગુજરાત વિદ્યાપીઠમાં ગાંધીજી સાથે અને કેટલોક સમય મુંબઈ ભારતીય વિદ્યાભવનમાં કનૈયાલાલ મુનશીજી સાથે રહીને કાર્ય કર્યું. પંડિતજીને એમની વિદ્યાને માટે, એમના ગ્રંથોને માટે સુવર્ણચંદ્રકો, પારિતોષિકો, ડી.લિટ.ની ઉપાધિ વગેરે મળ્યાં, પરંતુ આ બધાં ઔપચારિક સન્માનો હતાં. પંડિતજીએ પોતાના વ્યક્તિત્વ પર એની જરા પણ વિપરીત અસર થવા દીધી નહીં. પંડિતજી સાથેનો મારો પરિચય ઈ. સ. ૧૯૪૪થી. એ સમયે હું કૉલેજમાં વિદ્યાર્થી તરીકે દાખલ થયેલો અને મુંબઈમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં રહેતો. તે સમયે અમારે ધાર્મિક અભ્યાસમાં પંડિતજીએ સંપાદિત કરેલા ગ્રંથ, વાચક ઉમાસ્વાતિકૃત તત્ત્વાર્થસૂત્ર'નું અધ્યયન કરવાનું હતું. પંડિતજીની સૂક્ષ્મ અને ગહન વિદ્વત્તાનો ત્યારે પહેલો પરિચય થયો. એ જ વર્ષે વિદ્યાલયમાં પંડિતજી, કાકાસાહેબ કાલેલકર સાથે મંગળ પ્રવચન માટે પધારેલા. એ સમયે એમનું દર્શન પહેલવહેલું થયેલું. ત્યારે પંડિતજી મુંબઈમાં ભારતીય વિદ્યાભવનના જૂના મકાનમાં રહેતા એટલે કોઈ કોઈ વખત હું તેમને મળવા જતો. તેઓ શ્રી મુંબઈ જૈન યુવક સંઘની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં પ્રમુખસ્થાને બિરાજતા. કોઈ કોઈ વખત તેમાં પોતે પણ એકાદ વિષય ઉપર પ્રવચન આપતા. તે સાંભળી પંડિતજીની વિદ્વત્તાથી હું ઘણો પ્રભાવિત થયો હતો. ઈ. સ. ૧૯૫૧માં સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે મેં કાર્ય કર્યું અને સાથે સાથે જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિમાં પણ જોડાયો. શ્રી પરમાનંદ કાપડિયા તથા મારા સસરા શ્રી દીપચંદભાઈ શાહ સાથે મારે યુવક સંઘની પ્રવૃત્તિઓને અંગે પંડિતજીને મળવા જવાનું વારંવાર બનતું. એ અરસામાં એક વખત શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય ઉપર મારે વ્યાખ્યાન આપવાનું હતું. પ્રમુખસ્થાનેથી ઉપસંહાર કરતાં પંડિતજીએ પર્યુષણ વ્યાખ્યાનમાળામાં આવા મહાન પૂર્વાચાર્યોને સંભારવા માટે આનંદ વ્યક્ત કર્યો. વ્યાખ્યાન પછી એમણે મને ‘ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર' સંસ્કૃતમાં વાંચી જવા ભલામણ કરેલી. એ પ્રસંગથી પંડિતજી સાથે વધુ નિકટના પરિચયમાં આવવાનું થયેલું. આ સમય દરમિયાન પંડિતજી મુંબઈ છોડી કાયમને માટે અમદાવાદ જઈને વસ્યા હતા. Page #8 -------------------------------------------------------------------------- ________________ પંડિત સુખલાલજી જન્મ તા. ૮-૧૨-૧૮૮૦] [અવસાન તા. ૨-૩-૧૯૭૮ Page #9 -------------------------------------------------------------------------- ________________ Page #10 -------------------------------------------------------------------------- ________________ VI ૧૯૫૫માં એક વર્ષને માટે મુંબઈ છોડીને અમદાવાદમાં શરૂ થતી સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં અધ્યાપક તરીકે કાર્ય કરવાનું મારે માટે નક્કી થયું. એથી એ વર્ષ દરમિયાન અગવડો મને સૌથી મોટો લાભ થયો હોય તો તે પંડિતજી અને પ. પૂ. પુણ્યવિજયજી મહારાજના નિયમિત સંપર્કમાં રહેવાનો અને તેમની પાસેથી પ્રેરણા અને માર્ગદર્શન મેળવવાનો. પંડિતજીના વત્સલ સ્વભાવનો ત્યારે ગાઢ પરિચય થયો હતો. અમદાવાદ પહોંચતાંની સાથે પંડિતજીને “સરિતકુંજમાં એમના નિવાસસ્થાને હું મળવા ગયો. પૂછ્યું, “કંઈ કામ હોય તો કહો'. પંડિતજીએ કહ્યું: “સાંજે ફરવા જવું છે, તમને સમય હોય તો આવો.’ હું સાંજે પંડિતજીને ફરવા લઈ ગયો. પછી તો રોજ સાંજે એમને ફરવા લઈ જવાનો કાર્યક્રમ નિશ્ચિત બની ગયો. જેમ જેમ સમય વધુ મળતો ગયો તેમ તેમ ફરવા જવાના કાર્યક્રમ ઉપરાંત કલાક-બે કલાક પંડિતજી પાસે બેસીને તેમને જે વાંચવું હોય તે વાંચવાનો કાર્યક્રમ પણ ચાલ્યો. રોજ સાંજે ઘણુંખરું તેઓ હળવું વાંચતા. છાપાંઓ, સામયિકો વગેરે જે આવ્યાં હોય તે એમણે ગોઠવીને રાખ્યાં હોય. એક પછી એક હું લેતો જાઉં, પ્રથમ શીર્ષક વાંચી સંભળાવું. જો એ વિષયનું લખાણ મારે વાંચવાનું હોય તો તેઓ વાંચવા માટે સૂચન કરતા. “જન્મભૂમિ', પ્રબુદ્ધ જીવન” અને “સંસ્કૃતિ એ ત્રણ તેઓ વધારે વંચાવતા. એ સમયે પંડિતજી માટે વાંચેલા પુસ્તકોમાંનાં બે વિશેષ યાદ છે. એક તો મહામહોપાધ્યાય કાણેનું ધર્મશાસ્ત્રના ઇતિહાસ વિષેનું અંગ્રેજી પુસ્તક. એ વાંચવા માટે સાથે અંગ્રેજી શબ્દકોશ લઈને બેસતો, કારણ કે પોતાને ખબર ન હોય તેવો એક પણ અંગ્રેજી શબ્દ પંડિતજી ચૂકવા ન દેતા. અંગ્રેજી ભાષાનો પોતે વ્યવસ્થિત અભ્યાસ કર્યો ન હોવા છતાં, એ ભાષાની તેઓ કેવી સારી જાણકારી ધરાવે છે તેની તે સમયે પ્રતીતિ થતી. બીજું પુસ્તક તે ઇંદુલાલ યાજ્ઞિકની આત્મકથા. તે સમયે નવું જ બહાર પડેલું તે પુસ્તક હતું. એ પુસ્તકમાં આઝાદીની લડતના અને ગાંધીજી સાથેના કેટલાયે જાહેર અને અંગત પ્રસંગોનું તેમજ ઇંદુલાલના પોતાના અંગત જીવનના એકરારભર્યા કેટલાક પ્રસંગોનું હૃદયસ્પર્શી આલેખન થયું છે. તે વાંચતાં પંડિતજી કેટલીયે વાર અસ્વસ્થ થઈ જતા, આંખમાંથી આંસુ ટપકતાં. કોઈ વાર ગળગળા થઈ જતા અને કહેતા કે “બસ, હમણાં હવે વાંચવાનું બંધ રાખો.” રજાના દિવસો હોય ત્યારે પંડિતજી પાસે વાંચવા માટે સવારે અથવા બપોરે પણ જતો. એમનો નોકર સરજુ અથવા માધુ અમારા બંને માટે ચા બનાવી લાવતો. જ્યારે ગંભીર વાચન ચાલતું હોય અને તે સમયે પંડિતજીને કોઈ મળવા આવ્યું હોય ત્યારે તેઓ લાંબી વાત કરતા નહિ. એકાદ મિનિટમાં પતાવી, મને આગળ વાંચવાની સૂચના કરતા, એટલે આવનાર વ્યક્તિ તરત સમજી જતી. વિદ્યાભ્યાસના સમયમાં મુલાકાતીઓ ખલેલ પહોંચાડે તે એમને ગમતું નહિ. Page #11 -------------------------------------------------------------------------- ________________ VII પંડિતજી આંખે જોઈ શકતા ન હતા; પરંતુ “સરિતકુંજ મકાનમાં વસાવટને કારણે તેઓ પ્રત્યેક વસ્તુથી એટલા પરિચિત થઈ ગયા હતા કે તેમને એ ઘરમાં બેસવા-ઊઠવામાં કે હરવા-ફરવામાં કોઈ અડચણ પડતી નહિ. બધું જ કામ પોતાની મેળે કરી લેતા. પ્રત્યેક વસ્તુ ક્યાં કેટલા અંતરે છે એ એમના ચિત્ત સમક્ષ સ્પષ્ટ રહેતું. એમની શ્રવણશક્તિ ઘણી તીવ્ર હતી. ટેલિફોન પણ જાતે જ લેતા અને વાતચીત કરતા. અવાજને ઓળખી લેવાની તેમની સૂક્ષ્મ ગ્રહણશક્તિ અને સ્મરણશક્તિ પણ એટલી જ સતેજ હતી. પંડિતજી પાસે હું જતો ત્યારે મારે મારો પરિચય આપવાની જરૂર પડતી નહિ. મારો અવાજ એ ઓળખી લેતા. કેટલીક વાર અમે બેઠા હોઈએ ત્યારે તેમને મળવા આવનાર કોઈ માણસો બહારથી વાતો કરતા કરતા આવતા હોય તો પંડિતજી તરત કહેતા કે ફલાણા ભાઈ આવ્યા લાગે છે. પંડિતજીની શ્રવણશક્તિ અને સ્મરણશક્તિ એટલી તીવ્ર હતી કે બૂટ, ચંપલના અવાજ પરથી પણ કોણ આવ્યું છે તે પણ તેઓ જાણી લેતા. એક વાર મુંબઈમાં ‘તાનસેન' નામનું ચલચિત્ર જોવા અમે પંડિતજી સાથે ગયેલા. એમણે પરદા ઉપર ચાલતું ચલચિત્ર જોયું નહોતું. માત્ર સંવાદો અને ગીતો તેમણે સાંભળેલાં. પણ એ ચિત્ર જોઈને પાછા ફર્યા પછી એમણે કેટલાક પ્રશ્નો કર્યા ત્યારે ચલચિત્ર જોનારા જે વાતો ચૂકી ગયા હતા તે શ્રવણશક્તિની એકાગ્રતા વડે તેમણે કેવી સરસ રીતે પકડી લીધી હતી તેની પ્રતીતિ થઈ હતી. ૧૯૫૫-૫૬માં પંડિતજી પાસે આવનારા મહાનુભાવોમાં સાહિત્ય પરિષદના બંધારણ વગેરેની ચર્ચા માટે આવનારા સ્નેહરમિ, ઉમાશંકરભાઈ અને જયંતિ દલાલ મુખ્ય હતા. સાહિત્ય પરિષદના નવેસરથી ઘડાનારા બંધારણની ઘણી વાટાઘાટો પંડિતજીની હાજરીમાં થતી. કેટલીક વાર મતભેદો થતા ત્યારે, ખાસ કરીને જયંતિ દલાલ ઉગ્ર બની ગયા હોય ત્યારે, પંડિતજી થોડુંક જ કહેતા અને વાતનું નિરાકરણ થઈ જતું. પંડિતજી બળવાખોર પંડિત' તરીકે જાણીતા હતા. કેટલાયે ધાર્મિક જડ ક્રિયાકાંડો ઉપર એમણે પ્રહારો કરેલા છે; આમ છતાં પંડિતજી માત્ર બુદ્ધિવાદી નહોતા, શ્રદ્ધાના તત્ત્વને પણ તેમના જીવનમાં પૂરો અવકાશ હતો. મને એક પ્રસંગનું બરાબર સ્મરણ છે. ચોમાસાના દિવસો હતા. પર્યુષણ વ્યાખ્યાનમાળા માટે પંડિતજી મુંબઈ આવવા નીકળતા હતા. હું પંડિતજીને લેવા માટે “સરિતકુંજમાં ગયો. તેઓ તૈયાર જ હતા. મેં તેમનો હાથ પકડી ચાલવા માંડ્યું ત્યાં પંડિતજી કહે, “એક મિનિટ ઊભા રહો'. મને એમ કે કંઈ લેવાનું ભુલાઈ ગયું હશે; પરંતુ પંડિતજીએ મોઢા આગળ હથેળી ધરી નવકાર મંત્ર બોલવાનું શરૂ કર્યું. ત્રણ નવકાર ગણીને એમણે રૂમની બહાર પગ મૂક્યો. મેં પંડિતજીને પૂછ્યું, “આપ પણ આ રીતે નવકાર ગણો છો ?' તેમણે કહ્યું, “શ્રદ્ધા વગર આપણું જીવન ટકી જ ન શકે. બહારગામ જતાં કે કોઈ સારા કામ માટે જતાં હું હંમેશાં મનમાં નવકાર ગણી લઉ છું.” Page #12 -------------------------------------------------------------------------- ________________ IX પંડિતજીએ જ્યારે પોતાની તબિયત સારી હોવા છતાં પર્યુષણ વ્યાખ્યાનમાળાનું પ્રમુખસ્થાન છોડ્યું ત્યારે મેં એમને પૂછેલું; ‘આપે કેમ મુંબઈ વ્યાખ્યાનમાળામાં જવાનું માંડી વાળ્યું ?” એમણે એક જ શબ્દમાં ઉત્તર આપ્યો, “વયોધર્મ’. પંડિતજી કહેતા કે આપણા લોકોમાં ઉંમર પ્રમાણે પોતાના ધર્મો બહુ ઓછા માણસો સમજે છે, ખાસ કરીને જાહેર જીવનમાં. જે પ્રમાણે આપણી ઉંમર ચાલતી હોય તે પ્રમાણે આપણાં રસ અને પ્રવૃત્તિનાં ક્ષેત્ર બદલવાં જોઈએ.’ પંડિતજી મિતભાષી અને મિતાહારી હતા. વાતચીતમાં તેઓ હંમેશાં ટૂંકા અને મુદ્દાસર જવાબ આપતા. એ જવાબમાં પણ એમની વિદ્વત્તા ડોકિયું કરી જતી. તત્ત્વજ્ઞાનની ચર્ચા હોય તો એમની બહુશ્રુતતાની પ્રતીતિ વાતે વાતે થતી. દરેક ધર્મ અને સંપ્રદાયની કે એના મહાન દાર્શનિકોની વાત થતી હોય ત્યારે તેના ગુણપક્ષે શું શું છે અને એની મર્યાદા ક્યાં ક્યાં રહેલી છે તેની સમતોલ વાત પંડિતજી પાસેથી સાંભળવા મળતી. પંડિતજીની સ્મૃતિ ખૂબ સતેજ હતી અને કોઈ પણ વ્યક્તિ કે ગ્રંથનો સંદર્ભ તેઓ ઝીણવટથી તરત આપતા. પંડિતજી મંદ અને મૃદુ અવાજે વાત કરતા. કોઈ વાર ભારપૂર્વક વાત કરવી હોય ત્યારે જમણા (કે ડાબા) હાથની તર્જની ઊંચી કરી તે વડે તેઓ તે દર્શાવતા. પંડિતજી એકલા બેઠા હોય અથવા માત્ર સાંભળવાનું ચાલતું હોય ત્યારે એમના જમણા હાથના અંગૂઠા ઉપર તર્જની સતત ફર્યા કરતી હોય, જાણે માળા ફેરવતા ન હોય ! ક્યારેક ડાબા હાથમાં પણ એ ક્રિયા ચાલતી હોય. (મુનિ જિનવિજ્યજીને પણ એવી ટેવ હતી. જીવ અને શિવના મિલનરૂપ એ મુદ્રા અને આંગળી ફેરવવાની એ ક્રિયા હઠયોગની દૃષ્ટિએ દીર્ઘાયુષ્યમાં સહાયરૂપ મનાય છે.) કિશોરાવસ્થામાં શીતળા થવાને કા૨ણે પંડિતજીના શરીરમાં ગરમી પુષ્કળ રહેતી. આથી ઘરમાં હોય ત્યારે ઘણુંખરું તેઓ ફક્ત ધોતિયું પહેરીને જ બેસતા. ધોતિયું ખાદીનું અને હમેશાં સ્વચ્છ રહેતું. છાતી ઉપર તેઓ વસ્ત્ર સહન કરી શકતા નહિ. બહાર જવું હોય ત્યારે ખાદીનું પહેરણ પહેરી લેતા. આજીવન બ્રહ્મચર્યોપાસનાને કા૨ણે પંડિતજીનું શરી૨ ઓજસ્વી હતું. વૃદ્ધાવસ્થામાં પણ એમના શરીર ઉપર ઉંમર જણાતી નહિ. અવસાનના મહિના પહેલાં હું અને મારાં પત્ની એમને મળવા ગયાં હતાં ત્યારે તેઓ પથારીમાં બેઠા થયા હતા અને ટટ્ટાર બેઠા હતા. પંડિતજીના સાન્નિધ્યમાં મને હંમેશાં એમના વાત્સલ્યનો અનુભવ થતો. હું અમદાવાદ એક વર્ષ માટે ગયો હતો અને લોજમાં જમતો હતો, એટલે મારી તબિયત માટે તેઓ હંમેશાં ફિકર કરતા. એક દિવસ સાંજે ગયો ત્યારે મને કહે, ‘આજે નવરંગપુરા બાજુ ફરવા જઈએ.' સરિતકુંજથી આશ્રમરોડ પર સીધા જ અમે ચાલ્યા, ત્યારે રસ્તે આટલાં મકાનો કે વાહનવ્યવહાર નહિ. (આજે તો હવે ‘સિરતકુંજ’ પણ રહ્યું નથી.) Page #13 -------------------------------------------------------------------------- ________________ X રસ્તો આમ શાંત હતો. અમુક અંતરે ચાલ્યા પછી પંડિતજી કહે, હવે ડાબી બાજુ વળો.’ અમે ડાબી બાજુના રસ્તે ચાલ્યા. પંડિતજી પછી કહે, ‘આપણે અનાજ-કરિયાણાની દુકાન છે ત્યાં જઈએ.' પંડિતજી જોઈ શકતા નહિ, પણ કેટલું અંતર કપાયું છે અને ક્યાં પહોંચ્યા છીએ તેની તેમની સૂઝ ચોકસાઈ ભરેલી હતી. એ દુકાને અમે ગયા. એમના કોઈ સગાની એ દુકાન હતી. પંડિતજીએ બદામ, કાજુ, દ્રાક્ષ, એમ ચાર-પાંચ પડીકાં બંધાવ્યાં; પછી મારા હાથમાં આપીને કહે, રમણભાઈ, આ તમારા માટે બંધાવ્યાં છે. પૈસા આપવાના નથી. આપણી ઘરની જ દુકાન છે.' પંડિતજીએ શા માટે નવરંગપુરા બાજુ ફરવા જવાનું સૂચન કર્યું હતું તે સમજાયું. એમના આગ્રહને છેવટે વશ થવું પડ્યું. એમના વાત્સલ્યના સ્પર્શથી મારું હૃદય આર્દ્રભાવે નમી રહ્યું. પંડિતજીના અવસાનના છએક મહિના પહેલાં મારાં પત્ની સાથે હું મળવા ગયો હતો. વર્ષોજૂના મુંબઈનાં સ્મરણો તાજાં કર્યાં, આટલી ઉંમરે પણ એમની સ્મૃતિ સતેજ હતી. અલબત્ત, વાત કરતાં કરતાં ચિત્ત થાકી જતું તો થોડી વાર શાંત રહેતા. અમારાં બંને સંતાનોને યાદ કર્યાં અને ફરી અમદાવાદ જઈએ તો સંતાનોને લઈ એમને ત્યાં અમારે જવું અને ત્યાં જ જમવાનું રાખવું એવો આગ્રહ કર્યો. કહે, “અહીં જમવાની બધી વ્યવસ્થા થઈ શકે એમ છે, માટે એ ચિંતા કરશો નહિ.’ પંડિતજીએ અમદાવાદને પોતાનું નિવૃત્તિસ્થાન, નિવાસસ્થાન બનાવ્યું તે પછી અમદાવાદ બહાર ખાસ તેઓ ગયા નથી. ‘સરિતકુંજમાંથી મુનિ જિનવિજ્યજીના મકાનમાં, અનેકાંત વિહાર'માં રહેવા ગયા પછીથી તો ઘરની બહાર પણ ખાસ જતા નહિ. છેલ્લાં કેટલાંક વર્ષોમાં તો અલબત્ત, તબિયતને કારણે પણ તેઓ બહાર નીકળતા નહિ. પંડિતજીનું જીવન એટલે આજીવન વિદ્યોપાસના અને આજીવન બ્રહ્મચર્યની પણ ઉપાસના. અલ્પપરિગ્રહી, નિસ્વાર્થ, તપોમય એમનું જીવન હતું. પંડિતજી એટલે જંગમ તીર્થ. ૧૯૫૬માં હું અમદાવાદ છોડી મુંબઈ પાછો આવ્યો ત્યારથી તે તેઓ સ્વર્ગવાસ પામ્યા ત્યાં સુધી જ્યારે જ્યારે અમદાવાદ જાઉં ત્યારે પંડિતજીને મળવા જવાનું, વંદનાર્થે જવાનું તો અચૂક રાખ્યું હતું. છેલ્લે એમના અવસાનના ચારેક મહિના પહેલાં એક વખત મળવા ગયેલો ત્યારે મુનિ જિનવિજ્યજી ત્યાં આવીને રહ્યા હતા. પંડિતજીએ મને કહ્યું, ‘મુનિજીને કેન્સર થયું છે. ડૉક્ટર કહે છે કે હવે એ મહિનાથી વધુ નહિ કાઢે. બહાર સૂતા છે. તમે મળો ત્યારે કેન્સરની વાત કરતા નહિ' હું મુનિજી પાસે ગયો. મુનિજી પ્રસન્ન હતા. ગૂજરાત વિદ્યાપીઠનાં કેટલાંક સંસ્મરણો મને કહ્યાં. સાથે સાથે કહ્યું, “બસ હવે તૈયારી થઈ ગઈ છે. કેન્સર છે. થોડા દિવસનો જ મહેમાન છું. મૃત્યુદેવના આગમનની ઉત્સુક્તાપૂર્વક રાહ જોઉં છું, કેન્સર અને મૃત્યુની વાતે કદાચ મુનિજી અસ્વસ્થ બને એવી પંડિતજીને ભીતિ હતી, પરંતુ મૃત્યુની વાત મુનિજીએ પોતે જ કાઢી Page #14 -------------------------------------------------------------------------- ________________ X અને પ્રસન્નતાપૂર્વક તેની તૈયારી દર્શાવી. મુનિ જિનવિજયજી જતાં પંડિતજીને એક નિકટના સાથી અને આધારસ્થંભ ગુમાવ્યા જેવું લાગ્યું હતું.' પંડિતજીનું સ્મરણ થતાં ચિત્તપટ પર અનેક સંસ્મરણો તરવરી રહે છે. “દર્શન અને ચિંતન', “તત્ત્વાર્થસૂત્ર', “સન્મતિતર્ક વગેરે એમના ગ્રંથોનું વાચન મનન કરીએ છીએ ત્યારે એમની દાર્શનિક પ્રતિભાની ઝાંખી થાય છે. વિપરીત સંજોગોમાં એમણે કરેલી જીવન-સાધના કેવી અનન્ય હતી તેની પ્રતીતિ થાય છે. મહાન વિભૂતિઓ પોતાની ભૌતિક મર્યાદાઓને આત્મબળથી દૂર કરી જીવનને કેવું સરસ અને સાર્થક કરી શકે છે ! [૧૯૭૮માં “નવનીતમાં પ્રકાશિત થયેલો શ્રદ્ધાંજલિ લેખ) Page #15 -------------------------------------------------------------------------- ________________ • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • •.• • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • ..... અનુક્રમણિકા ૧. વીસમી સદીની વિરલ વિભૂતિ. ૨. જન્મ અને કુટુંબ ....... ૩. બાલ્યકાળનાં સંસ્મરણો .. ૪. કિશોરકાળ .. ૫. અંધત્વ. . . . . . . . . . . . • • • • • ૬. ઉપાશ્રયમાં ... ૭. છપ્પનિયો દુકાળ અને સામાજિક પરિસ્થિતિ ૮. સગાઈ તૂટી ૯. ધર્મક્ષેત્રના વિવિધ અનુભવો. .... ૧૦. જૈન સાધુઓનો સંપર્ક અને મંત્રસાધના. ૧૧. કાશી પહોંચ્યા.. ૧૨. કાશીમાં પાઠશાળામાં અભ્યાસ. . . . ૧૩. સમેતશિખરની યાત્રા ....... ૧૪. મૂર્તિપૂજા વિશે... ૧૫. પાઠશાળામાંથી વિદાય....... ૧૬. કાશીમાં સ્વતંત્ર વિદ્યાભ્યાસ... ૧૭. વિશેષ વિદ્યાભ્યાસના અનુભવો ૧૮. પાલનપુરમાં અધ્યાપનકાર્ય.. ૧૯, મહેસાણા અને વિરમગામ. . . ૨૦. આબુ અને પાટણ .. ૨૧. કેસરિયાજીની યાત્રા ...... ૨૨. વડોદરામાં તાવ ર૩. ગાંધીજીના કોચરબ આશ્રમમાં . ૨૪. કાશીમાં લેખનકાર્ય. ૨૫. પૂનાની જેન બોર્ડિંગમાં , , , , , • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • 5 5. ૫ . . . . . • • • • • • • 3. • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • સાવ . . . . . . . . . . . . . . • • • • • • • • • • • • • • • • • • • • • • • . . . . . . . Page #16 -------------------------------------------------------------------------- ________________ XIII . . . ૧૦૨ ૨૬. આગ્રામાં કર્મગ્રંથનો અનુવાદ . . . . . . . . . . ૨૭. વૃંદાવન – મથુરામાં .... ૨૮. પંચ-પ્રતિક્રમણ સૂત્ર . . . . . . . . . . ૨૯. કર્મગ્રંથનું કાર્ય અને શ્રી વિજયધર્મસૂરિજી સાથે મેળાપ...... ૧૦૦ ૩0 પિતાજીની ચિરવિદાય . ૩૧. આગ્રામાં કુટુંબસંસ્કાર.... ૩૨. સન્મતિતર્કના સંપાદનકાર્યમાં અંતરાયો.... ... ૧૦૬ ૩૩. પરિભ્રમણ............. ૧૦૮ ૩૪. ગુજરાત વિદ્યાપીઠમાં “સન્મતિતર્કનું કાર્ય. - ૧૧૦ ૩૫. બનારસ યુનિવર્સિટીમાં ... ૧૧ ૨. ૩૬. અંતિમ વર્ષો .. .. ૧૧૬ ૩૭. પંડિતજીનું સાહિત્ય.............. ........ ૧૨૦ જે و به .. ૧૨૮ પરિશિષ્ટ........... ૧. પંડિતજીના જીવનની સાલવારી..... ૨. પંડિત સુખલાલજીના ગ્રંથો.. ૩. પંડિતજીની સિદ્ધિઓની કદર .............. ૪. પંડિત સુખલાલજી વિશે લખાયેલાં પુસ્તકપુસ્તિકા ....... ૫. પંડિતજી વિશે મહાનુભાવોના ઉદ્દગારો. ............... .. ૧૩૧ به به • • • • • • • • . . . . . ૧ ૩૩ Page #17 -------------------------------------------------------------------------- ________________ જે જીવવાની કળા હસ્તગત કરે છે તેને સાધનો તથા સગવડની ઊણપ વિષે ફરિયાદ કરવાપણું હોતું નથી. તે તો પોતાની સામે જેવાં અને જેટલાં સાધનો હોય, જેટલી અને જેવી સગવડ હોય તેનો એવી સજીવ કળાથી ઉપયોગ કરે છે કે તેમાંથી જ તેની સામે આપોઆપ નવાં સાધનોની સૃષ્ટિ ઊભી થાય છે. તે વણમાગી આવીને ઊભી રહે છે. જે આવી જીવનકળા જાણતો નથી તે હંમેશાં આ નથી, તે નથી, આવું નથી, તેવું નથી એવી ફરિયાદ કર્યા જ કરે છે, અને તેની સન્મુખ ગમે તેટલાં અને ગમે તેવાં સાધનો ઉપસ્થિત હોય તો પણ તેનું મૂલ્ય સમજાતું નથી, કારણ કે તે જંગલમાંથી મંગલ કરવાની કળા જ ધરાવતો નથી. પંડિત સુખલાલજી Page #18 -------------------------------------------------------------------------- ________________ પંડિત સુખલાલજી રમણલાલ શાહ Page #19 -------------------------------------------------------------------------- ________________ દેહ ધારણ કરવો, શ્વાસોચ્છવાસ લેવો, જ્ઞાનેન્દ્રિયોથી જાણવું, કર્મેન્દ્રિયોથી કામ કરવું, એટલું જ માત્ર જીવન નથી, પણ મનની અને ચેતનની જુદી જુદી ભૂમિકાઓમાં જે સૂક્ષ્મ અને સૂક્ષ્મતર અનેક પ્રકારનાં સંવેદનો અનુભવવાં તે પણ જીવન છે. આવા વ્યાપક જીવનનાં પાસાં પણ અનેક છે. એ બધાં પાસાંને દોરવણી આપનાર અને જીવનને ચલાવનાર દૃષ્ટિ છે. જો દષ્ટિ સાચી તો તેનાથી દોરવાતું જીવન ખોડખાંપણ વિનાનું; અને જો દૃષ્ટિ ખોટી કે ભૂલભરેલી તો તેનાથી દોરવાતું જીવન ખોડખાંપણવાળું જ હોવાનું. - પંડિત સુખલાલજી Page #20 -------------------------------------------------------------------------- ________________ વીસમી સદીની વિરલ વિભૂતિ આત્માની શક્તિ અનંત છે, પણ ક્યારેક દેહ આત્માની શક્તિને દબાવી દે છે. વૃદ્ધાવસ્થા આવતાં મનુષ્યની હરવાફરવાની શક્તિ ઓછી થઈ જાય છે. કેટલાકની સ્મરણશક્તિ પણ કુંઠિત બની જાય છે. નાનપણમાં વિકલાંગ બનનાર કેટલીય વ્યક્તિઓ પોતાનો જીવનવિકાસ પોતાની ભાવના કે ઇચ્છા અનુસાર સાધી શકતી નથી. આમ છતાં વખતોવખત એવાં દૃષ્ટાન્તો જોવા મળશે કે જેઓએ પોતાની શારીરિક નિર્બળતાને અતિક્રમીને પોતાનો જીવનવિકાસ સુપેરે સાધ્યો હોય અને બીજા માટે તેઓ ઉદાહરણરૂપ બન્યા હોય. વર્તમાન સમયમાં અપંગો માટે વિવિધ પ્રકારનાં વૈજ્ઞાનિક સાધનો નીકળ્યાં છે અને આધુનિક પદ્ધતિથી એવી સરસ તાલીમ અપાય છે કે અપંગ વ્યક્તિ પણ પોતાના જીવનને સામાજિક, ધાર્મિક અને આધ્યાત્મિક દૃષ્ટિએ ઓસ્વી અને સમૃદ્ધ બનાવી શકે છે. પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી સંઘવી એટલે વીસમી સદીનું એક અનેરું આશ્ચર્ય. કિશોરાવસ્થામાં અંધ થયા પછી એમણે પોતાના દીર્ઘ જીવનકાળ દરમિયાન અપ્રતિમ પુરુષાર્થથી જે સિદ્ધિઓ પ્રાપ્ત કરી તેની વિગતો જાણતાં આશ્ચર્યમુગ્ધ થઈ જવાય છે, આદર-બહુમાનથી એમનાં ચરણોમાં મસ્તક ઝૂકી જાય છે. અંધત્વનું ઓછુંવત્તું પ્રમાણ દુનિયામાં સર્વત્ર રહ્યા કરે છે, પણ લાખો-કરોડો અંધ માણસોમાંથી કોઈક વિરલ વ્યક્તિ જ મહાન કાર્યો કરી, પોતાની તેજસ્વી પ્રતિભા વડે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતનામ બને છે. પંડિત સુખલાલજીને એ કોટિમાં મૂકી શકાય. કદાચ પાશ્ચાત્ય જગતમાં તેઓ હોત અને આટલું કાર્ય કર્યું હોત તો વધુ વિશ્વખ્યાતિ એમને મળી હોત ! વસ્તુતઃ એવી ખ્યાતિ માટે એમણે કાર્ય કર્યું નહોતું કે એ એમનું જીવનધ્યેય નહોતું, પણ આપણને એવી સરખામણી કરવાનું અવશ્ય મન થાય. - પંડિત સુખલાલજી (જન્મ ૮-૧૨-૧૮૮૦ – સ્વર્ગવાસ ૨-૩-૧૯૭૮)ની ૯૭ વર્ષની જીવનયાત્રા ઘટનાસભર, પ્રેરક અને બોધક છે. પંડિતજીનો જન્મ એક જૈન વણિક કુટુંબમાં થયો હતો, પરંતુ એક વિદ્યાવ્યાસંગી બ્રાહ્મણ પંડિતની જેમ એમણે જીવનભર કાર્ય કર્યું હતું. એથી જ કેટલાયે અપરિચિત બ્રાહ્મણ પંડિતો પંડિતજી જન્મે બ્રાહ્મણ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૪ . પંડિત સુખલાલજી છે એમ માનતા અને જ્યારે તેઓ જાણતા કે પંડિતજી વૈશય ખાનદાનના સંતાન છે ત્યારે તેઓને પંડિતજી માટે અહોભાવ થતો. શારીરિક વિકલતાવાળી આવી કેટલીક વિભૂતિઓના જીવનસંઘર્ષની કથા રસિક અને પ્રેરક હોય એ સ્વાભાવિક છે. તેમાં પણ પંડિત સુખલાલજીનો તો સમગ્ર યુગ તેજસ્વી હતો. સ્વાતંત્ર્ય સંગ્રામના એ દિવસો હતા. મહાત્મા ગાંધીજી આખા યુગ પર છવાઈ ગયા હતા. પંડિતજીને મહાત્મા ગાંધી, સરદાર પટેલ, વિનોબાજી, કાકા કાલેલકર, રવિશંકર મહારાજ, શ્રી વિજયધર્મસૂરિ, શ્રી વિજયવલ્લભસૂરિ, મુનિશ્રી જિનવિજયજી, મુનિશ્રી પુણ્યવિજયજી, નાનાભાઈ ભટ્ટ, રસિકલાલ પરીખ, ઈન્દુલાલ યાજ્ઞિક, કનૈયાલાલ મુનશી, વાસુદેવ શરણ અગ્રવાલ, ચહુલ સાંકૃત્યાયન, આનંદશંકર ધ્રુવ, ગુરુદયાલ મલિક વગેરે કેટલા બધા વડીલ કે સમવયસ્ક મહાપુરુષોના તથા કાશી-મિથિલાના પંડિતોના નિકટના સહવાસમાં આવવાનો ઉત્તમ અવસર સાંપડ્યો હતો, એમની છાયામાં પંડિતજીની પ્રતિભા વિશિષ્ટ રીતે પાંગરી હતી. એટલે જ એમણે આટલું બધું કર્યું હતું. પંડિતજી ભારતીય ષડ્રદર્શનના અને વિશેષતઃ જૈન દર્શનના પ્રકાંડ પંડિત હતા. ‘તત્ત્વાર્થસૂત્ર”, “સન્મતિતર્ક, “કર્મગ્રંથ', પંચપ્રતિક્રમણ સૂત્ર', પ્રમાણમીમાંસા જેવા જૈન ધર્મના મુખ્ય ગ્રંથો ઉપર તથા બૌદ્ધ અને ચાર્વાકદર્શનના ગ્રંથો ઉપર એમણે પરિશ્રમપૂર્વક જે સંશોધન – સંપાદન અને અનુવાદનું સંગીન કાર્ય કર્યું છે, તે એમના પ્રબળ પુરુષાર્થની ઝાંખી કરાવે છે. એક મોટી વિદ્યાસંસ્થા કરી શકે એટલું ભગીરથ કાર્ય એમણે એકલે હાથે કર્યું છે. એટલે જ પંડિતજી વ્યક્તિ નહિ પણ સંસ્થા હતા એવું એમને માટે જે કહેવાયું છે તે યથાર્થ છે. પંડિતજીનો “દર્શન અને ચિંતન' ગ્રંથ વાંચીએ તો એમાં પણ પ્રાચીન અને અર્વાચીન એવા અનેકવિધ વિષયોની ગહન, તલસ્પર્શી અને સમતોલ છણાવટ જોવા મળે છે. પંડિતજીની બહુશ્રુત, પૂર્વગ્રહરહિત, નિરાગ્રહી, સત્યાન્વેષી પ્રતિભાનાં એમાં આપણને દર્શન થાય છે. પંડિતજીએ ભારતીય ન્યાયશાસ્ત્રનો ઘણો ઊંડો અભ્યાસ કર્યો હતો. એટલે જ એમની વિચારણા હંમેશ વિશદ, ગહન, માર્મિક, તર્કસંગત અને પક્ષપાતરહિત રહી હતી. પંડિતજીને એમના મર્યાદિત બની ગયેલા જીવનમાં પણ ઘણાં કષ્ટો વેઠવાં પડ્યાં હતાં. વિપરીત સંજોગો વારંવાર ઉપસ્થિત થયા હતા, તેમ છતાં પ્રામાણિકતાથી અને વૈર્યપૂર્વક, પૂરી સ્વસ્થતા સાથે એમણે કામ કર્યું હતું. પંડિતજીની પ્રતિભા તેજસ્વી હતી. તેમનું બૌદ્ધિક સ્તર ઘણું ઊચું હતું. તેમની યાદશક્તિ અને ગ્રહણશક્તિ અતિશય તેજ હતી. એટલે જ “સિદ્ધહેમ શબ્દાનુશાસન' જેવો વ્યાકરણનો કઠિન ગ્રંથ, બૃહદ્રવૃત્તિ સાથે, એમણે આખો કંઠસ્થ કર્યો હતો, જે જવલ્લે જ કોઈ કરી શકે. પંડિતજી જીવનભર સતત ઉદ્યમશીલ રહ્યા હતા. કાર્ય કરવામાં તેઓ હંમેશાં અપ્રમત્ત રહેતા. અંધત્વને કારણે એમને લગ્નજીવન – દામ્પત્યજીવન મળ્યું નહિ, પણ Page #22 -------------------------------------------------------------------------- ________________ વીસમી સદીની વિરલ વિભૂતિ • ૫ તે અન્ય અપેક્ષાએ એમને માટે આશીર્વાદરૂપ નીવડ્યું હતું. એથી એમનો બધો સમય વિદ્યાવ્યાસંગમાં પસાર થયો હતો. અંધત્વને કા૨ણે એમનું જીવન પરાધીન હતું, તો પણ પોતાના પ્રેમાળ અને મૃદુ સ્વભાવ વડે એમણે પોતાના સંપર્કમાં આવનારનાં હૈયાં જીતી લીધાં હતાં. મિત્રો, સંબંધીઓ, કર્મચારીઓ હોંશે હોંશે એમનું કામ ક૨વા તત્પર રહેતા. પંડિતજી પાસે એ માટે અનોખી જીવનકળા હતી. મનુષ્યની પાંચે ઇન્દ્રિયોમાંથી સૌથી મૂલ્યવાન ઇન્દ્રિય તે ચક્ષુ છે. બહેરો કે બોબડો, લંગડો કે ઠૂંઠો માણસ એકલો એકલો આખી દુનિયામાં ઘૂમી શકે છે, પરંતુ અંધ માણસ બીજાની સહાય વિના ઘરનો ઉંબરો પણ ઓળંગી શકતો નથી. બીજી બાજુ અંધ માણસ જો બુદ્ધિશાળી હોય તો એની શ્રવણશક્તિ વધુ સતેજ બને છે. એની ઘ્રાણેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય પણ વધુ સક્ષમ થાય છે. એની સ્મૃતિ તીવ્ર બને છે. પોતાની અવરજવરની મર્યાદા આવી જતાં, એક જ સ્થળે વધુ સમય બેસી રહેવાનું થતાં, એને પોતાને અનુકૂળ પ્રવૃત્તિઓમાં રસ પડે છે. એને વંચાવવું ગમે છે ‘(અથવા બેલિપ વડે વાંચવું ગમે છે.)’ એને સંગીત સાંભળવું ગમે છે. એને ગાવા-વગાડવાનું પ્રિય લાગે છે. એને વાતો ક૨વામાં રસ પડે છે. એને કવિતા સ્ફુરે છે અને પંક્તિઓ કંઠસ્થ કરવાનું ગમે છે. એટલે જ કેટલીક અંધ વ્યક્તિઓની પ્રતિભા બીજી રીતે ખીલી ઊઠે છે. અંધ વ્યક્તિઓમાં મિલ્ટન, સુરદાસ, હેલનકેલ૨ વગેરે જેમ સુપ્રસિદ્ધ છે, તેમ એ હરોળમાં હવે પંડિત સુખલાલજી પણ બેસી શકે એમ છે. કેટલાયે માણસો પોતાને શાપરૂપે મળેલા અંધત્વને વરદાનમાં ફેરવી શકે છે. આવા માણસોમાં આપણા કાળના પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી છે. અંધત્વ અને નિર્ધનતામાંથી આપબળે પોતાનો માર્ગ કાઢી, પોતાના જીવનમાં આંતરબાહ્ય વિકાસ સાધી, ઉચ્ચ કોટિના પંડિત અને દાર્શનિક તથા ક્રાન્તિકારી વિચારક બની, પ્રાચીન અર્વાચીન સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી અને હિંદી સાહિત્યના ક્ષેત્રે મૂલ્યવાન ચિંતન, લેખન, સંશોધન, સંપાદન ઇત્યાદિ કરીને જે સિદ્ધિઓ હાંસલ કરી તેણે એમને વિવિધ યુનિવર્સિટીઓની ડી. લિ.ની માનદ ડિગ્રી અપાવી અને ભારત સરકારનું ‘પદ્મભૂષણ’નું બિરુદ અપાવ્યું. એમની કારકિર્દીના ઘડતરમાં યુવાન વયે એમને કાશી બોલાવીને ભાષાસાહિત્ય અને દર્શનશાસ્ત્ર તરફ વળાંક અપાવનાર એમના ગુરુ કાશીવાળા શ્રી વિજ્યધર્મસૂરિજીનો ફાળો ઘણો મોટો રહ્યો છે. ગુજરાત પંડિત સુખલાલજી માટે હંમેશાં ગૌરવ અનુભવતું રહેશે ! Page #23 -------------------------------------------------------------------------- ________________ જન્મ અને કુટુંબ પંડિતજીના જન્મકાળનાં વર્ષો એવાં હતાં કે જ્યારે ગામડાંઓના એકંદરે ઘણાખરા લોકો પોતાનાં જન્મસ્થળ કે જન્મતિથિની ચીવટપૂર્વક નોંધ રાખતા નહિ. વર્તમાનકાળમાં દસ્તાવેજી વ્યવહારને કારણે જન્મસ્થળ અને જન્મવર્ષ, તિથિ-તારીખ નિશ્ચિતપણે જાણવાનું જરૂરી બન્યું હોવાથી તેવી અધિકૃત નોંધ રાખવી પડે છે. પંડિતજીના જમાનામાં તેવી નોંધ રખાતી નહોતી. લોકો અંદાજે ઉંમરનો ખ્યાલ રાખતા, પણ તારીખ-તિથિનો ખ્યાલ રાખવાની ચીવટ નહોતી. અલબત્ત, કેટલાંક ઉચ્ચવર્ણનાં સુશિક્ષિત કુટુંબોમાં એવી વ્યવસ્થિત નોંધ ત્યારે પણ રખાતી હતી. પંડિતજીને પોતાને પોતાનો જન્મ કયા સ્થળે થયો હતો તે વિશે કશી નિશ્ચિત માહિતી નહોતી, પરંતુ એ જમાનામાં સામાન્ય રીતે સ્ત્રી પ્રસૂતિ માટે કાં તો પોતાને પિયર ગઈ હોય. અથવા અપવાદરૂપ સંજોગોમાં શ્વસુરગૃહે પ્રસૂતિ થઈ હોય. પંડિતજીની માતા ઝાલાવાડમાં ધ્રાંગધ્રા-હળવદ પાસે કોંઢ ગામનાં હતાં. એટલે પંડિતજીના જન્મ સમયે તેઓ પ્રસૂતિ માટે જો કોંઢ ગયાં હોય તો પંડિતજીનો જન્મ કોંઢમાં થયો હોવો જોઈએ, એમ માની શકાય. પંડિતજી ચારેક વર્ષના હતા ત્યારે એમની માતાનું અવસાન થયું હતું, એટલે પણ કદાચ પોતાના જન્મસ્થળ વિશે એમને માહિતી મળી ન હોય. વળી એ કાળે એવી જિજ્ઞાસા પણ એમને નહિ થઈ હોય. પંડિતજીનો જન્મ કયા દિવસે થયો હતો એ વિશે પણ એમને પોતાને કંઈ માહિતી નહોતી. જન્મતિથિ કે તારીખ લખવાની કોઈ આવશ્યકતા પણ ઊભી થઈ નહોતી. પોતે વ્યવસાયમાંથી નિવૃત્ત થયા તે પછી એમણે પોતાના નાના ભાઈ ઠાકરશીને લીમલીની શાળાના દફતરમાંથી જન્મતારીખ મેળવવાનું કહ્યું હતું. અંગ્રેજી શિક્ષણપદ્ધતિ શરૂ થયા પછી દરેક શાળામાં વિદ્યાર્થીઓને જ્યારે દાખલ કરવાના હોય ત્યારે એમની જન્મતારીખ તથા જન્મસ્થળ ચોપડામાં નોંધવાની પ્રથા શરૂ થઈ હતી. જોકે કેટલીયે વાર એમાં સ્મૃતિને આધારે, અંદાજે તારીખ લખાતી; કેટલીક વાર વિદ્યાર્થીઓના વાલીઓને એની ખબર ન હોય તો હેડમાસ્તર કે કારકુન ચોપડામાં પોતાને હાથે તારીખ લખી નાખતા. શાળાના દફતરમાં પંડિતજીના જન્મની જે તારીખ નોંધાયેલી છે. તે છે: માગસર સુદ પાંચમ, વિ. સંવત ૧૯૩૭ તારીખ ૮-૧૨-૧૮૮૦. આ તારીખ સાચી હોવાનો WWW.jainelibrary.org Page #24 -------------------------------------------------------------------------- ________________ જન્મ અને કુટુંબ • ૭ પૂરો સંભવ છે. એમ પંડિતજીને પોતાના અન્ય કુટુંબીજનોના અન્ય જીવનપ્રસંગો સાથે મેળ બેસાડતાં લાગ્યું હતું. પંડિતજીના પ્રપિતામહ તે માવજી મોના સંઘવી હતા. એમને ચાર પુત્રો હતા – ગાંગજી, તળશી, અમરશી અને મોતી. કુટુંબનો વિસ્તાર થતાં ગાંગજીને ચાર દીકરા, તળશીને એક. અમરશીને બે અને મોતીને ત્રણ દીકરા થયા હતા. એમાં તળશી સંઘવીના એક દીકરા તે સંઘજી સંઘવી, પંડિતજીના તે પિતા. સંઘજી બે વાર પરણ્યા હતા. એમને ચાર દીકરા અને બે દીકરી હતાં, એમની પ્રથમ પત્નીથી ખુશાલચંદ અને સુખલાલ થયા. બીજી પત્નીથી છોટાલાલ અને ઠાકરશી થયા. પહેલી પત્નીથી એક પુત્રી અને બીજી પત્નીથી પણ એક પુત્રી થઈ હતી. મોટી પુત્રી મણિ તે પંડિતજીની સગી બહેન હતી. બીજી પુત્રી ચંચળ તે પંડિતજીની સાવકી બહેન હતી. પંડિતજીનું કુટુંબ ધાકડવંશી વિસા શ્રીમાળી જ્ઞાતિનું હતું. હવે જ્ઞાતિપ્રથા લુપ્ત થવા લાગી છે. પરંતુ એ જમાનામાં જ્ઞાતિપ્રથાની પકડ ઘણી દઢ હતી. પંડિતજીનું કુટુંબ સંઘવી કુટુંબ તરીકે ઓળખાતું. એ પરથી અનુમાન થાય છે કે પંડિતજીના કોઈ વડવાએ સંઘ કાઢ્યો હશે. પંડિતજીનું કુટુંબ જેન શ્વેતામ્બર સ્થાનકવાસી સંપ્રદાયનું હતું. જોકે પંડિતજી પોતે એવા કોઈ સંપ્રદાયમાં માનતા ન હતા, પરંતુ એમના કોઈ વડવાએ સંઘ કાઢ્યો હશે તો તે કાળે તેઓ મૂર્તિપૂજક હશે, અને પછીની કોઈ પેઢી સ્થાનકવાસી થઈ ગઈ હશે, એવું અનુમાન પંડિતજીએ કર્યું છે. જ્ઞાતિ અને સંપ્રદાયના આવા સંકુચિત પેટા વિભાગો માત્ર ઐતિહાસિક દૃષ્ટિએ સમજવા માટે જ છે. અન્યથા પંડિતજીના જીવનમાં એનું ખાસ કશું મૂલ્ય નહોતું. માવજી સંઘવીનું કુટુંબ પહેલાં સૌરાષ્ટ્રમાં વઢવાણમાં વસેલું હતું. ત્યાંથી તેઓ લીમલી આવીને વસેલા. તેઓ મૂળ વઢવાણના હતા એની સાબિતી એ હતી કે વઢવાણમાં વાણિયાવાડમાં મયિારી સંપત્તિ તરીકે એમનું ઘર હતું અને દુકાનો પણ હતી. વળી પર્યુષણમાં આગલે દિવસે અંતરવારણાં એમના કુટુંબ તરફથી ત્યારે કરાવવામાં આવતાં હતાં. માવજી સંઘવીના ચાર દીકરામાંથી ગાંગજી અને તળશી લીમલીમાં રહ્યા અને અમરશી અને મોતી લીમલીથી થોડા કિલોમીટર દૂર ખોલડિયાદ નામના ગામે સહકુટુંબ કાયમ રહેવા ચાલ્યા ગયા હતા. ચારે ભાઈઓ વચ્ચે બહુ સંપ હતો. પણ કુટુંબ મોટું થતાં વેપાર અને જીવનવ્યવહારની દૃષ્ટિએ ત્યાં રહેવા ગયા હતા. ગાંગજી સંઘવી અને તળશી સંઘવીનું કુટુંબ લીમલીમાં સંયુક્ત કુટુંબની જેમ સાથે રહેતું હતું. ગાંગજી સંઘવીના સૌથી મોટા પુત્ર ત્રિભુવનદાસ તે ચારે ભાઈઓનાં સંતાનોમાં સૌથી મોટા હતા. બીજે નંબર તળશી સંઘવીના પુત્ર સંઘજી પંડિતજીના પિતાશ્રી) હતા. એટલે ઘરમાં છોકરાઓ ત્રિભુવનદાસને “બાપુ' કહેતા. તેઓ દેખાવડા. Page #25 -------------------------------------------------------------------------- ________________ ૮ • પંડિત સુખલાલજી બુદ્ધિશાળી અને વ્યવહારકુશળ હતા. વેપાર-ધંધામાં પણ એમની હોશિયારી ઘણી હતી. સંઘજી એમને મોટાભાઈ કહેતા. લીમલી ગામના ગરાસિયા-૨જપૂતો બીજા લોકો કરતાં જબરા હતા, પરંતુ તેઓ ત્રિભુવનદાસને માનથી બોલાવતા. માવજી સંઘવીનું કુટુંબ આતિથ્ય સત્કાર માટે ત્યારે બહુ જાણીતું હતું. એમની આર્થિક સ્થિતિ પણ સારી હતી. ઘરે દુધાળાં ઢોર હતાં. એટલે દૂધ-ઘીની જાણે કે નદી વહેતી. ઘરે મહેમાનોની સતત અવરજવર રહેતી. મહેમાનો હોય એટલે મિષ્ટાન્ન ભોજન પણ હોય. ઘરનાં છોકરાંઓને પણ એવા ભોજનમાંથી ભાગ અવશ્ય મળતો. મહેમાનો ઉપરાંત લગ્ન વગેરેના દિવસોમાં તથા પર્વના દિવસોમાં જમણવાર થતા. એને લીધે સંઘવી કુટુંબનો મોભો ઘણો મોટો ગણાતો. પરંતુ મોભાની અને મોટાઈની કુટુંબને પછીથી એવી ટેવ પડી ગયેલી કે જ્યારે આર્થિક સ્થિતિ કથળતી જતી હતી ત્યારે દેવું કરીને પણ તેઓ પોતાનો મોભો સાચવતા. પંડિતજીનાં જન્મદાત્રી માતા તો પંડિતજી ચાર વર્ષના હતા ત્યારે ગુજરી ગયાં હતાં. એ દિવસોમાં તબીબી વિજ્ઞાન એટલું આગળ વધેલું નહોતું અને અકાળ મરણની ઘટનાઓ ઘણી બનતી. એને લીધે યુવાનીમાં ઘરભંગ થનાર યુવાનો બીજી વાર લગ્ન કરે એવી ઘટના સામાન્ય ગણાતી. સંઘજીએ પણ ઘરભંગ થતાં બીજી વાર લગ્ન કર્યા હતાં. પંડિતજીને પોતાની જન્મદાત્રી માતાનું મુખ પણ યાદ રહ્યું નહોતું, કારણ કે એટલી નાની એમની ઉંમર હતી. નવી માતાએ જૂનીનાં ત્રણે બાળકોને સારી રીતે સાચવી લીધાં હતાં. બધાં સંતાનો એમને “નવીમા’ કહીને બોલાવતાં. આ નવીમાં પણ પોતાનાં સંતાનોને પરણાવવાનું સુખ જોવા પામ્યાં નહોતાં. એટલાં વહેલાં એ પણ મૃત્યુ પામેલાં. જે દિવસે સૌથી મોટા પુત્ર ખુશાલચંદના લગ્નનો માંડવો નાખવામાં આવ્યો તે જ દિવસે વિ. સં. ૧૯૫૧માં આ નવીમા મૃત્યુ પામેલાં. એથી લગ્નનો દિવસ શોકમાં પલટાઈ ગયો હતો. આમ, પંડિતજીનાં નવમા પણ અવસાન પામ્યાં, પરંતુ એમના પિતાની માતા ત્યારે હજુ હયાત હતાં. એ વૃદ્ધ ઉંમરે એમની આંખો ગઈ હોવા છતાં ઘરનો બધો કારભાર તેઓ સંભાળતાં હતાં. તેઓ ગાયો દોહતાં, દળણું દળતાં, છાશ વલોવતાં, માખણ કાઢતાં અને રસોઈ કરીને બધાને જમાડતાં. પિતાજીની જેમ ઘરમાં બધાં એમને “મા” કહેતાં. પંડિતજીના મોટા ભાઈ ખુશાલભાઈનાં પત્ની એટલે કે પંડિતજીનાં ભાભી માને ઘરકામમાં મદદ કરતાં. વળી પંડિતજીનાં એક ફોઈને લીમલી ગામમાં જ પરણાવેલાં હતાં એટલે તેઓ પણ ઘરે આવીને પોતાની માતાને મદદ કરવા લાગતાં. Page #26 -------------------------------------------------------------------------- ________________ બાલ્યકાળનાં સંસ્મરણો પંડિતજીના કુટુંબમાં નોકરીએ રહેલા, પણ કુટુંબના જ એક સભ્ય જેવા બની ગયેલા તે મૂળજીકાકા હતા. તેઓ સાયલાના વતની હતા. પિતાજી સંઘજી એમને મૂળજીકાકા કહેતા. તેઓ ઉંમરમાં ગાંગજી અને સંઘજી કરતાં મોટા હતા. એટલે કુટુંબનાં છોકરાંઓ એમને ભાઈજી' કહેતાં. જૂના વખતમાં કેટલાંક મોટાં શ્રીમંત ખાનદાન કુટુંબોમાં એવી કોઈક પુરુષ વ્યક્તિની નિમણૂક કરવામાં આવતી કે જે ઘરનો બધો કારભાર સંભાળે. હિસાબકિતાબ રાખે. શાક-ભાજી, અનાજ વગેરે લાવે, ઘ૨માં જ ખાય અને ઘરમાં જ રહે. સ્થાનિક વ્યક્તિ હોય તો રાત્રે ઘરે સૂવા જાય. જે વ્યક્તિ પ્રામાણિક, નિષ્ઠાવાળી, સદાચારી અને હોશિયાર હોય તેને આવી નોકરી મળતી. તે કરે નોકરી, પણ શેઠ-નોકર જેવો વ્યવહા૨ રહેતો નહિ. કુટુંબના એક સભ્ય જેવો જ વ્યવહાર સૌ એમની સાથે રાખે. કુટુંબના સભ્યોને એ વઢે પણ ખરા અને નાના છોકરાઓને વાંક હોય તો મારે પણ ખરા. પંડિતજીના કુટુંબમાં નવી માના અવસાન પછી છોકરાંઓનું ઘરમાં ધ્યાન રાખવા માટે એક પ્રૌઢ માણસની જરૂર હતી. એટલે મૂળજીકાકાની નિમણૂક થયેલી. તેમણે બધાં છોકરાંઓને માતા જેટલું વાત્સલ્ય આપ્યું હતું. એથી પંડિતજીએ પોતાનાં સંસ્મરણોમાં એમને પુરુષમાતા’ તરીકે ઓળખાવ્યા છે. તેઓ બાળકોને રાત્રે વાંસો પંપાળી, વાર્તા કહી સૂવરાવે. પંડિતજી બાર વર્ષના થયા ત્યા સુધી આ ભાઈજીની સાથે જ હંમેશાં સૂતા. પંડિતજીએ એમની પાસેથી કેટલીયે જૈન ધાર્મિક વાર્તાઓ સાંભળેલી. મૂળજીકાકા પોતે ધૂળી નિશાળમાં ભણેલા, પણ સાંજે રોજ સ્થાનકમાં વ્યાખ્યાન સાંભળવા માટે જતા. એટલે જૈન ધાર્મિક વિષયોમાં એમની જાણકારી ઘણી સારી હતી. કોઈ વાર વ્યાખ્યાતા કંઈ ભૂલે તો મૂળજીકાકા એમને યાદ અપાવતા. નિશાળના માસ્તરો કે ઘરના વડીલો છોકરાંઓને અકારણ વઢે કે ધમકાવે તો મૂળજીકાકા છોકરાંઓનું ઉપરાણું લેતા. આથી કોઈ વઢવા આવે તો છોકરાંઓ એમની પાસે પહોંચી જતાં. તેઓ છોકરાંઓનું એટલું બધું ધ્યાન રાખતા કે કંઈ જરૂર પડે કે કોઈ બોલાવે તો ખાતાં ખાતાં ઊભા થઈ જાય અને એ કામ પહેલું કરે. ક્યારેક તો ભાણા પરથી ખાતાં ખાતાં તેઓ ઊભા થયા હોય, એટલી વારમાં કૂતરું ઘરમાં ઘૂસીને એમના ભાણા સુધી પહોંચી Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૦ • પંડિત સુખલાલજી જાય તો પણ તેઓ ચિડાતા નહિ. વિ. સં. ૧૯૫૫ (ઈ. સ. ૧૮૯૯)માં મૂળજીકાકા નિવૃત્ત થયા અને લીમલી છોડી પોતાના વતન સાયલા ગયા ત્યારે છોકરાંઓએ પોતાની મા ગુમાવી હોય એવું દુઃખ અનુભવ્યું હતું. ઉંમર થતાં મૂળજીકાકા નોકરી છોડીને સાયલા તો ગયા, પણ આજીવિકાનું ખાસ કોઈ સાધન નહોતું એટલે આર્થિક સંકડામણ અનુભવતા. એમની આર્થિક મુશ્કેલીની વાત સાંભળીને પંડિતજીને દુઃખ થતું, છતાં પોતાના દીકરા જેવા સુખલાલે સારી પ્રગતિ કરી છે અને પોતાના ભાવિનો માર્ગ ગોઠવી લીધો છે. એવું જાણીને મૂળજીકાકાને બહુ સંતોષ થયો હતો. કાશીમાં પંડિતજીને એક સ્પર્ધામાં એકાવન રૂપિયાનું ઇનામ મળેલું. એમાંથી એમણે દસ રૂપિયા મૂળજીકાકાને મોકલાવેલા. પંડિતજીને એ વાતનો રંજ રહી ગયેલો કે એકાવન રૂપિયાના ઇનામમાંથી મૂળજીકાકાને ફક્ત દસ રૂપિયા જ પોતે કેમ મોકલાવ્યા? બધા કેમ ન મોકલાવ્યા? પણ એ તો તે વખતની પરિસ્થિતિનું જ પરિણામ હતું. પંડિતજી લીમલીની ગામઠી નિશાળમાં ભણેલા. એમને જ્યારે નિશાળે બેસાડવામાં આવ્યા ત્યારે કિનખાબની ડગલી અને માથે ટોપી પહેરી હતી. તે દિવસે વિદ્યાર્થીઓ સાથે ગીતો ગાતાં ગાતાં તેઓ માસ્તરની આગેવાની હેઠળ નિશાળે ગયા હતા. શાળામાં વિદ્યાર્થીઓને પતાસાં વહેંચવામાં આવ્યાં હતાં. એ દિવસોમાં વિદ્યાર્થીઓને બારાખડી શીખવવા માટે લાકડાનું પાટિયું અને ખડી વપરાતાં હતાં. વિદ્યાર્થીઓને અક્ષર ઘૂંટાવવામાં આવતા. એવી રીતે ચૂંટવાથી પંડિતજીના અક્ષરો સારા થયા હતા. એ દિવસોમાં બાળકોને આંક મોઢે કરાવવામાં આવતા. રોજ સાંજે દરેક ઘરે છોકરાંઓ આંક બોલી જ જાય એવો ત્યારે રિવાજ હતો. વાણિયાના દીકરાઓ એથી ગણિતમાં અને હિસાબ કરવામાં કુશળ રહેતા. કેટલાક હિસાબ કરવામાં પલાખાની ચાવીઓ કામ લાગતી, જેથી હિસાબ ઝડપથી થતો. એ જમાનામાં પાઈ, પૈસો અને આનાનું ચલણ હતું. એક આનાની બાર પાઈ થતી. એટલે ઉદાહરણ તરીકે એક પલાખાની એવી ચાવી હતી કે જેટલે આને ડઝન તેટલી પાઈનું એક નંગ. આવાં પલાખાંની સ્પર્ધાઓ પણ થતી. આંક (દેશી હિસાબ) અને પલાખાંની છાપેલી ચોપડીઓ. આવતી. શિક્ષકો ઉપરાંત ઘરે વડીલો પોતાનાં છોકરાંઓને પલાખા શીખવતા. પંડિતજીને શાહીથી કોપીબુક લખવાનો મહાવરો સારો થયો હતો. એમના અક્ષર સુંદર મરોડદાર થયા હતા. એટલે એમના પિતાજી દુકાનના હિસાબનું નામું એમની પાસે લખાવતા. બહારગામ ટપાલ લખવાની હોય તો તે પંડિતજી પાસે લખાવતા. એ જમાનામાં પાઠ્યપુસ્તકો જલદી બદલાતાં નહિ અને કરકસરની સૌને ટેવ રહેતી. એમાં શરમ કે સંકોચ રહેતાં નહિ. એટલે વિદ્યાર્થીઓ પોતાનાં પાઠ્યપુસ્તકો પૂંઠું ચડાવીને સારી રીતે સાચવતા. આથી એકનું એક પુસ્તક ઉત્તરોત્તર ત્રણ-ચાર વર્ષ Page #28 -------------------------------------------------------------------------- ________________ બાલ્યકાળનાં સંસ્મરણો • ૧૧ સુધી વિદ્યાર્થીઓને કામ લાગતું. ક્યારેક સંયુક્ત કુટુંબમાં તો ભણનાર સભ્યો જ એટલાં બધાં હોય કે એકનું પુસ્તક બીજાને અવશ્ય કામ લાગે જ. પંડિતજીના એ જમાનાનું શહેરોનું અને વિશેષતઃ ગામડાંઓનું જીવન અસ્વચ્છતાથી ભરેલું રહેતું. સ્વચ્છતાનો ખ્યાલ જ પ્રજામાં ઓછો હતો. ધૂળ માટીના રસ્તા, જ્યાં ત્યાં છાણ અને ઉકરડા હોય અને લોકો એનાથી ટેવાઈ ગયા હોય. ઘર સાફ કરીને કચરો ઘરના આંગણામાં જ નખાતો. શેરી વાળવાવાળો કચરો લઈ જાય ત્યાં સુધી એ કચરો ત્યાં જ પડ્યો રહેતો. લોકોનો સ્વચ્છતાનો ખ્યાલ જ ત્યારે અધૂરો અને કાચો હતો. પંડિતજીને નિશાળમાં ભણાવનાર એક શિક્ષકનું નામ હતું ભાઈશંકર. તેઓ અત્યંત પ્રેમાળ હતા. માત્ર વિદ્યાર્થીઓ સાથે જ નહિ, વિદ્યાર્થીઓના વડીલો સાથે પણ તેઓ અને એમનાં ધર્મપત્ની ઘર જેવો સંબંધ રાખતાં. આથી ગામના લોકો પણ એમને બહુ ચાહતા. સારા પ્રસંગે એમને ભેટસોગાદો પણ આપતા. એ દિવસોમાં શિક્ષકોનો પગાર ટૂંકો હતો. છતાં ભાઈશંકર માસ્તર સંતોષી પ્રકૃતિના હતા. એથી જ બહોળો પરિવાર હોવા છતાં તેઓ સુખી હતા. તેમની બદલી થતાં જ્યારે એમને વઢવાણ જવાનું થયું ત્યારે આખું ગામ તેમને વિદાય આપવા એકઠું થયું હતું. પંડિતજીને યાદ રહી ગયેલા બીજા એક શિક્ષકનું નામ હતું દિવેકર. તેઓ ગામમાં ફક્ત ચારેક મહિના રહ્યા હશે. તેમ છતાં પંડિતજીને તેમનું સ્મરણ કાયમ રહી ગયું હતું, કારણ કે એમના દેખાવ અને સ્વભાવમાં વિચિત્રતા હતી. તેઓ કદમાં ઠીંગણા અને મોટા પેટવાળા હતા. તેઓ પોતાના જ્ઞાન માટે બહુ અભિમાની તથા મારકણા સ્વભાવના હતા. વિદ્યાર્થીઓ એમને ચીડવીને નાસી જતા. કોઈક વિદ્યાર્થી પકડાય તો એને એમના હાથનો માર ખાવો પડતો. ઘણાં વર્ષ પછી પંડિતજી જ્યારે કાશીથી ભણીને પાછા આવ્યા હતા અને ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે જોડાયા હતા ત્યારે એક વખત જામનગર જતી ટ્રેનમાં તેમનો આકસ્મિક ભેટો થઈ ગયો હતો. તેઓ પંડિતજીને ઓળખે નહિ. વળી પંડિતજી ત્યાર પછી અંધ થઈ ગયેલા. દિવેકર માસ્તર ટ્રેનમાં અભિમાનપૂર્વક વાતો કરતા હતા. પરંતુ ઓળખાણ નીકળતાં અને પંડિતજી આટલા બધા આગળ વધી ગયા છે એમ જાણતાં તેઓ માનપૂર્વક તેમની સાથે વાત કરવા લાગ્યા હતા. એમના અવાજમાં તરત મૃદુતા આવી ગઈ હતી. લીમલી ગામમાં શૈક્ષણિક વર્ષને અંતે બહારથી એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર પરીક્ષા લેવા આવતા. એમાં કૃષ્ણલાલ નામના એક ઇન્સ્પેક્ટરની સ્મૃતિ એમની કેટલીક લાક્ષણિકતાઓને કારણે પંડિતજીને કાયમ રહી ગઈ હતી. કૃષ્ણલાલ નામ પ્રમાણે વર્ષે શ્યામ હતા, પરંતુ પરણ્યા હતા કોઈ અંગ્રેજી ગોરી મેડમને. એથી એમનો રુઆબ ઘણો Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૨ • પંડિત સુખલાલજી હતો. કૃષ્ણલાલ અને મેડમ બંનેને ઘોડેસ્વારીનો શોખ હતો. એ જમાનામાં સ્ત્રી લાજ કાઢે, ઘોડા પર બેસે નહિ, ટોપી અને બૂટ પહેરે નહિ. પરંતુ મેડમ એવું બધું કરતી હતી. એથી લોકોને બહુ નવાઈ લાગતી. કૃષ્ણલાલ વિલાયતી પોશાક પહેરતા, માથે હેટ રાખતા અને હાથમાં સોટી લઈને ફરતા. રસ્તામાં પોતાની મેડમ સાથે હાથ પકડીને ચાલતા. લોકોને આવું બધું કોઈ નાટક-સિનેમાના કાલ્પનિક દશ્ય જેવું લાગતું હતું. ગામનાં છોકરાંઓ અને બીજાઓ આવું દશ્ય જોવા માટે કુતૂહલવશ થઈ આઘે ઊભા રહેતા. કૃષ્ણલાલ શાળાનું ઈન્સ્પેક્શન કરવા આવે ત્યારે એમના ભોજન અને ઉતારાની સગવડ માટે અગાઉથી દોડાદોડ થતી. ગરમીના દિવસો એટલે ખસની કે જવાસાની ચટાઈની અને એના પર પાણી છાંટવાની વ્યવસ્થા કરવી પડતી. એ માટે ગામના કુંભાર, હજામ વગેરેને વેઠે બોલાવવાની પદ્ધતિ હતી. વળી શાળાના વિદ્યાર્થીઓને વગડામાં જવાસા વીણવા મોકલવામાં આવતા. પંડિતજી પણ એ રીતે જવાસા વીણવા જતા. કૃષ્ણલાલ પરીક્ષા વખતે નિશાળના માસ્તરોને કંઈ ભૂલ હોય તો ટોકતા કે ધમકાવતા. એ જોઈને વિદ્યાર્થીને બહુ આશ્ચર્ય થતું. વર્ગમાં વાઘની જેમ વર્તનાર માસ્તરો કૃષ્ણલાલ આગળ સાવ બિલાડી જેવા થઈ જતા. એથી વિદ્યાર્થીઓને બહુ કુતૂહલ થતું. બહારગામથી પરીક્ષક આવવાના હોય ત્યારે શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ પાસે અભ્યાસની બરાબર તૈયારી કરાવતા. જવાબો મોઢે કરાવતા. એ માટે વિદ્યાર્થીઓને શાળામાં રાતે પણ બોલાવતા અને ત્યાં જ સુવાડતા. ગ્યાસતેલના ફાનસના અજવાળે ઝોકાં ખાતાંખાતાં વિદ્યાર્થીઓ વાંચતા. સવારે વહેલા ઉઠાડવા માટે શિક્ષકો વિદ્યાર્થીઓ ઉપર પાણી છાંટતા કે આંકણીથી મારતા. એ જમાનામાં ઈન્સ્પેક્ટર આવે ત્યારે ગામડાંઓની શાળાનું વાતાવરણ કેવું તંગ થઈ જતું તેનું તાદશ ચિત્ર આવી ઘટનાઓથી નજર સમક્ષ ખડું થઈ શકે છે. પંડિતજીને યાદ રહી ગયેલા બીજા એક શિક્ષક તે ચુનીલાલ દવે. તેઓ શિયાણી ગામથી આવેલા. શાળામાંથી નિવૃત્ત થયા પછી પણ તેઓ લીમલીમાં ઘણાં વર્ષો સુધી રહેલા. પંડિતજી કાશીમાં વિદ્યાભ્યાસ કરીને પાછા આવ્યા ત્યારે પણ તેઓ હજુ લીમલીમાં જ રહેતા હતા. તેઓ પંડિતજી પ્રત્યે માનથી જોતા. તેઓ હંમેશાં ઊજળાં કપડાં પહેરતા અને ચટાકેદાર રંગનો સાફો પહેરતા. ચુનીલાલ માસ્તરના નાના ભાઈનું નામ નાગરદાસ હતું. શાળામાં ભણતા ત્યારે નાગરદાસ સાથે પંડિતજીને ખાસ્સી દોસ્તી થઈ ગઈ હતી. પોતાના મોટા ભાઈ શિક્ષક હતા એટલે નાગરદાસ શિયાણીથી લીમલી ભણવા આવેલા. નાગરદાસ જાતે બ્રાહ્મણ, પણ બહુ કદાવર અને શક્તિવાળા હતા. કૂવામાંથી પાણી કાઢીને બે હાથમાં એક એક બેડું લઈને તેઓ એવા દોડે કે પનિહારીઓ પણ Page #30 -------------------------------------------------------------------------- ________________ બાલ્યકાળનાં સંસ્મરણો - ૧૩ આશ્ચર્યચકિત થઈને જોઈ રહેતી. તેઓ સ્વભાવના આકરા હતા અને વર્ગમાં કોઈ વિદ્યાર્થી સાથે ઝઘડો થાય તો એને બરાબરનો મેથીપાક જમાડતા. બ્રાહ્મણ નાગરદાસને લાડવા ખાવાનો બહુ શોખ હતો. એ જમાનામાં કોઈ જમણવાર હોય તો લાડવા અચૂક ખાવા મળતા. પરંતુ નાગરદાસને ઘરે પણ લાડુ ખાવાની ઇચ્છા થાય ત્યારે તેઓ પંડિતજીને ઘરેથી ઘી, ગોળ અને લોટ લઈ આવવાનું કહેતા. પંડિતજી ઘરેથી છાનામાના તે લઈ જતા. પછી ઘર બંધ કરીને નાગરદાસ લાડવા બનાવતા અને તેઓ બંને આનંદથી ખાતા, આ રીતે બંનેની દોસ્તી સારી જામી હતી. નાગરદાસ હોશિયાર અને બહાદુર હતા. તેઓ પણ પોતાના મોટા ભાઈની જેમ શિક્ષક થવા ઇચ્છતા હતા. એ માટે તેઓ રાજકોટની ટ્રેનિંગ કૉલેજમાં ભણવા ગયા હતા. રાજકોટમાં એક વખત રાતના ચોર આવ્યા હતા. એ વખતે નાગરદાસ ચોરોની પાછળ દોડ્યા હતા અને તેમણે ચોરોને પકડી પાડીને બરાબર માર્યા હતા, એમના આ પરાક્રમની વાત ચારે બાજુ પ્રસરી હતી. ત્યારથી નાગરદાસ બહાદુરી માટે જાણીતા થઈ ગયા હતા. ત્યાર પછી મૂળી રાજ્ય એમના જેવા બહાદુર માણસને ફોજદાર તરીકે નોકરીમાં રાખી લીધા હતા. ફોજદાર નાગરદાસ ઊંટ કે ઘોડા પર બેસી ફરવા નીકળતા ત્યારે એમનો રુબાબ જોવા જેવો રહેતો, તેઓ ક્યારેક એ રીતે લીમલી આવતા અને પંડિતજીને મળતા. અને શાળાનાં પોતાના દિવસોનાં સંસ્મરણો વાગોળતા. આગળ જતાં નાગરદાસ મૂળી રાજ્યના પોલીસ ઈન્સ્પેકેટર બન્યા હતા. લીમલી ગામની એ જમાનાની જે કેટલીક વ્યક્તિઓનાં સંસ્મરણો પંડિતજીને તાજાં રહ્યાં હતાં એમાં ગામના મુખી પ્રેમચંદ હતા. તેઓ ધંધુકાથી લીમલીમાં નોકરી કરવા આવેલા. મુખી હોવાને કારણે મળેલી સત્તાનો ગેરલાભ તેઓ ઉઠાવતા. મુખીનો પગાર તો બાર રૂપિયાનો જ હતો. પોતાના હાથ નીચે બે સિપાઈ અને એક એક હવાલદાર હોવાથી તેઓ ગામમાં બધાં સાથે સખ્તાઈથી વર્તતા. સિપાઈઓને ત્યારે એ પ્રદેશમાં પૂરવાઈયા કહેતા, કારણ કે એવી નોકરી કરવા આવનાર માણસો પૂર્વ ભારતના ભૈયાઓ રહેતા. મુખીને વેઠે બોલાવવાની સત્તા રહેતી, વેઠ એટલે મજૂરીની રકમ ચૂકવ્યા વિના, સત્તાથી મફત કામ કરાવવાની પ્રથા. ઢેડ, ભંગી, કુંભાર, હજામ વગેરેને વેઠે લઈ જવાતા. મુખિયાણી ખેડૂતો પાસેથી લીલા ચણાના પોપટા મફત મગાવતાં, અને મુખી શાળાના હેડમાસ્તરને કહેવડાવતા કે વિદ્યાર્થીઓને પોપટા ફોલવા પોતાને ઘરે મોકલે. ગામના મુખીનો હુકમ હોય તો તેનો અનાદર ન થઈ શકે. એટલે હેડમાસ્તર શાળાના છોકરાઓને મુખીના ઘરે મોકલતા. એવી રીતે મુખીના ઘરે પોપટા ફોલવા જવાના એ દિવસોનું સ્મરણ પંડિતજીને વર્ષો સુધી તાજું રહ્યું હતું. લીમલી ગામમાં એક પીર થઈ ગયા. એ પીરની દરગાહ ગામમાં હતી. એ પીર શેખવા પીર' તરીકે જાણીતા હતા. ગામના લોકોને પીરમાં બહુ શ્રદ્ધા હતી. કેટલાયે Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ૭ પંડિત સુખલાલજી લોકો એમની માનતા માનતા. લોકો શ્રીફ્ળ ચડાવે અને નિવેદ (નૈવેદ્ય) ધરે. પંડિતજીનું સંઘવી કુટુંબ પણ એવી શ્રદ્ધા ધરાવતું હતું. પંડિતજી પાંચમા ધોરણમાં હતા ત્યારે વર્ગમાં શિક્ષક દીવાલ ૫૨ નકશો ટીંગાડી છોકરાઓને વારાફરતી બોલાવી અમુક ગામ, નદી પર્વત વગે૨ે નકશામાં બતાવવાનું પૂછતા. જવાબ ન આવડે તો શિક્ષક કાગળની ભૂંગળી કરી એના વડે નકશામાં એ સ્થળ બતાવતા. આવી રીતે એક વખત પાઠ ચાલતો હતો તે દરમિયાન શિક્ષક થોડી વાર માટે બહાર ગયેલા, તે વખતે પંડિતજીના મનમાં એક કૌતુકભર્યો વિચાર ઉદ્ભવ્યો. તેઓ મનોમન બોલેલા કે જો ‘શેખવા પીર’ સાચા હશે તો નકશો નીચે પડી જશે. બન્યું પણ એવું કે નકશો દીવાલ પરથી પડી ગયો. શિક્ષકે આવીને નકશો પડેલો જોતાં વિદ્યાર્થીઓને પૂછ્યું કે આ કોણે પાડ્યો ? જેના પર શંકા ગઈ એવા વિદ્યાર્થી પાસે જવાબ કઢાવવા માર પણ માર્યો. પણ નકશો તો એની મેળે જ પડી ગયો હતો. વિદ્યાર્થીઓ તો પોતાની બેઠક ૫૨ બેસી જ રહ્યા હતા. પંડિતજીએ પણ કશું કહ્યું નહિ. એટલે શિક્ષકે માની લીધું કે કોઈક કારણસર નકશો નીચે પડી ગયો હશે. ‘શેખવા પી૨'ને પંડિતજીએ યાદ કર્યા અને નકશો પડી ગયો એનો પંડિતજીના મનમાં અર્થ એ થયો કે પીર સાચા છે. આવી ઘટનાથી બાળકના મનમાં શ્રદ્ધા વધી જાય. પંડિતજીએ પોતાના મનની આ વાત શિક્ષકને, બીજા કોઈ વિદ્યાર્થીઓને કે ઘરમાં કોઈને કહી નહોતી. પરંતુ મોટા થયા ત્યારે પંડિતજીને સમજાયું હતું કે એ ઘટના તો માત્ર ‘કાકતાલીય’ ન્યાય જેવી હતી. પંડિતજીએ કિશોરાવસ્થામાં સહજ કુતૂહલથી તમાકુ ખાવાનો અખતરો ચૂપચાપ કરેલો. નિશાળના ચોકમાં એક પૂરવઇયાએ તમાકુનાં પાંદડાં સૂકવવા મૂકેલાં, એ ખાવા માટેનાં પાન છે એમ પંડિતજીએ સાંભળ્યું હતું. એટલે જિજ્ઞાસાને વશ થઈને પંડિતજીએ સૂકવવા મૂકેલાં પાનમાંથી કેટલાંક લઈને છાનામાનાં ખાઈ લીધાં. એથી એમને બેચેની લાગવા માંડી. શિક્ષકની રજા લઈને તેઓ ઘરે જવા નીકળ્યા, પરંતુ રસ્તામાં ચક્કર આવતાં પડી ગયા અને બેભાન થઈ ગયા. બીજાઓ એમને ઊંચકીને ઘરે લઈ ગયા. ભાનમાં આવ્યા ત્યારે ઊલટીઓ થઈ. ઘરનાંએ કોઈક બીમારી સમજી ઉપચાર ચાલુ કર્યાં, પણ પછી પૂરવઇયા દ્વારા ખબર પડી કે કદાચ તમાકુનાં પાન ખાવાને લીધે ચક્કર આવ્યાં હશે. પૂછવામાં આવતાં પંડિતજીને એ વાત કબૂલ કરી લીધી. એ માટે એમને સખત ઠપકો મળ્યો હતો. પણ આ ઘટના પછી તમાકુ ન ખાવાનો એમણે સંકલ્પ કર્યો હતો. પોતે કાશી ભણવા ગયા ત્યારે ત્યાં ભણાવવા આવતા પંડિતોમાંથી કેટલાક પાનતમાકુ ખાતા. તમાકુની તૈયાર કરેલી ગોળીની સુગંધ આકર્ષક હોય છે. પરંતુ પંડિતજીએ તમાકુ ન ખાવાનો સંકલ્પ કર્યો હોવાથી એ વાતમાં મક્કમ રહ્યા હતા. પરંતુ ત્યાર પછી Page #32 -------------------------------------------------------------------------- ________________ બાલ્યકાળનાં સંસ્મરણો – ૧૫ કાશીમાં તમાકુએ જુદા સ્વરૂપે એમને મોહિની લગાડી હતી. પોતે વિદ્યાભ્યાસ કરતા હતા ત્યારે અંધ હોવાને કારણે વાંચવા માટે એક પગારદાર માણસ રાખ્યો હતો. એ વાચક સાંજે આવીને વાંચતો, પંડિતજીને સાંજે પેટ ભરીને ભોજન લીધું હોય એટલે ઊંઘ આવતી. ઊંઘ ઉડાડવા માટે પંડિતજીએ છીંકણીનો પ્રયોગ કર્યો હતો. છીંકણી સૂંઘવાથી ઊંઘ ઊડી જતી. પરંતુ એમ કરતાં કરતાં પંડિતજીને છીંકણી સૂંઘવાનું વ્યસન થઈ ગયું હતું. સાંજે જમ્યા પછી ઊંઘ ન આવે એ માટે ઓછું ભોજન લેવું એ એક, ઉપાય હતો. પછીથી પંડિતજીએ એ ઉપાય અજમાવ્યો હતો. પણ છીંકણીનું વ્યસન છૂટ્યું નહોતું. કાશીમાં વિદ્યાભ્યાસ કર્યા પછી પંડિતજીએ ગુજરાતમાં આવીને કેટલાંક સાધુ-સાધ્વીઓને ભણાવવાનું ચાલુ કર્યું હતું, ત્યારે પણ એમનું છીંકણીનું વ્યસન છૂટ્યું નહોતું. સાધુ-સાધ્વીના કહેવાથી શ્રાવકો પાસેથી મફત છીંકણી પંડિતજીને મળતી હતી. એથી એ વ્યસન ચાલુ જ રહ્યું હતું. ૧૯૨૧માં પોતે કાકા કાલેલકરને અક્ષપાદનાં ન્યાયંસૂત્રો' ભણાવતા હતા, ત્યારે વચ્ચે છીંકણી સૂંઘતાં સંકોચ થતો હતો, તો પણ આ વ્યસન છૂટ્યું નહોતું. ૧૯૨૫ સુધી આ વ્યસન ચાલુ રહ્યું હતું. એક વખત છીંકણી સૂંઘવાથી પંડિતજીને બહુ જ ચક્કર આવ્યાં હતાં. તે દિવસે દૃઢ સંકલ્પપૂર્વક છીંકણીની ડબ્બી એમણે ફેંકી દીધી હતી. એ રીતે એમણે કાયમ માટે છીંકણી છોડી દીધી હતી. કિશોરાવસ્થામાં પંડિતજી એક વખત પોતાના બે મિત્રો સાથે તળાવિકનારે શૌચક્રિયા માટે ગયા હતા. ત્યાંથી આવી તળાવમાં લોટો માંજીને ત્રણેય જણ ત્યાં રમવા લાગ્યા એવામાં એવી શરત બકી કે પાછે પગલે તળાવની બાંધેલી પાળ સુધી જવું અને ત્યાંથી પાછા પગલે નીચે ઊતરવું. ત્રણેએ ચાલુ કર્યું, પરંતુ એમ રમવા જતાં, ગણતરીમાં થોડાંક પગલાંનો ફક પડતાં પંડિતજી નીચે વાડમાં જોરથી પડ્યા અને શરીરે ઘણા બધા કાંટા ભોંકાઈ ગયા. પેલા બે મિત્રો તો પોતાનો વાંક આવશે એમ સમજીને તરત ઘરે ભાગી ગયા. પંડિતજીએ ચીસાચીસ કરી, પણ ત્યાં કોઈ હતું નહિ. એવામાં એમના એક કાકા ઓઘડદાસ ત્યાં આવી પહોંચ્યા. એમણે પંડિતજીને વાડમાંથી બહાર કાઢ્યા અને ઘરે લઈ આવ્યા. ઘરે પહોંચતાં પંડિતજી બેભાન થઈ ગયા. ચાર કલાકે જાગ્રત થયા ત્યારે જોયું કે એમના આખા શરીરે તેલ લગાડી ચીપિયા વડે કાંટા કઢાઈ રહ્યા હતા. ચારેક દિવસ વેદના રહી હતી, પણ પછી ક્રમે ક્રમે મટી ગયું હતું. પરંતુ તે દિવસથી પંડિતજીને ખોટું સાહસ ન કરવાનો સારો બોધપાઠ મળ્યો હતો. એક-બે સૈકા પહેલાં સમગ્ર હિન્દુસ્તાનમાં ચોર-લૂંટારુઓનો અને ધાડપાડુઓનો ઘણો ભય રહેતો. અંગ્રેજોના આગમન પછી અંગ્રેજી હકૂમતના પ્રદેશોમાં એવી બાબતો થોડી અંકુશમાં આવી હતી, તો પણ સૌરાષ્ટ્રનાં દેશી રાજ્યોમાં બહારવિટયાઓનો ભય સતત રહેતો. દિવસે કે રાત્રે ગમે ત્યારે તેઓ ગામમાં ધાડ પાડવા ચડી આવતા. પોતાનાં હથિયારો વડે ગામના લોકોને તેઓ વશ રાખતા. સામે થના૨ને તેઓ મારી નાખતા. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૬ • પંડિત સુખલાલજી ઘરેણાં, ઘરવખરી, ઢોર વગેરે તેઓ ઉપાડી જતા. એવે વખતે કેટલાંક ગામો પોતે સુરક્ષા માટે સજ્જ અને સંગઠિત થયાં હતાં. આખી રાત ગામમાં ચોકીપહેરો ભરાતો. લીમલીની બાજુ વાલિયા નામનો એક ટૂઠો મિયાણો આવી રીતે ધાડ પાડતો હતો. એણે બાજુમાં આવેલા જસાપર ગામમાં ધાડ પાડેલી અને સામે થનાર એક ગરાસિયાને મારી નાખ્યો હતો. આથી લીમલીના લોકો પણ સાવધ થઈ ગયા હતા. આ ડરને કારણે પંડિતજીના પિતાશ્રી ઘરેણાં વગેરે કીમતી વસ્તુઓ વઢવાણમાં પોતાની બહેનના ઘરે મૂકી આવ્યા હતા. ગામના મુખીએ આખા ગામની ફરતે કાંટાની પાકી વાડ કરાવી નાખી હતી. એમાં જ્યાં છીંડાં હતાં તે પણ પુરાવી દીધાં હતાં. ગામમાં આખી રાતની ચોકી માટે પહેરેગીરો મૂકી દીધા હતા. મુખી પોતે પહેરેગીરોને લઈને અડધી રાતે ગામ બહાર આંટો મારવા નીકળતા. એ દિવસોમાં છાપાં નહોતાં. એટલે આવા સમાચાર તો ઊડતા સાંભળવા જે મળે તે જ હોય. રોજ બહારથી કંઈક અફવા આવે અને ગામનું વાતાવરણ તંગ થઈ જાય. પંડિતજી ત્યારે નાના હતા. અને ડરતા હતા. એટલે તેઓ રાતના ભાઈજીની સોડમાં સૂઈ જતા. એ દિવસોમાં મહોબતસિંહ અને એના બીજા બે ભાઈઓ ગરાશિયાનો વેશ પહેરી, તલવાર અને બંદૂક સાથે ગામમાં નીકળતા અને ગામબહાર પણ થોડે સુધી જઈ આવતા. તેઓ ગામબહાર બંદૂક કે બાણવડે નિશાન તાકવાની તાલીમ લેતા, એ જોઈ પંડિતજી પણ બીજા છોકરાઓની સાથે તીરકામઠાં લઈ નિશાન તાકવાનો મહાવરો કરતા. કેટલાક વખત પછી ચોટીલાના પહાડમાં એક ઝપાઝપીમાં વાલિયો ધાડપાડુ માર્યો ગયો. એનો સાથીદાર મિયાણો પણ પકડાયો હતો. ત્યાર પછી લીમલીમાં ધાડપાડુનો ડર ઓછો થયો હતો. મહોબતસિંહે ત્યાર પછી ચૂડા પાસેની ખાઈમાં ભરાઈ ગયેલા કેટલાક મિયાણા ધાડપાડુને માર્યા હતા. રાજ્ય પણ ત્યાર પછી મહોબતસિંહને પોલીસ ખાતામાં ઊંચો હોદ્દો આપ્યો હતો. એ દિવસોમાં બળજબરીથી ચોથમહેસૂલ ખેડૂતો પાસેથી ઉઘરાવવા માટે ગાયકવાડી ધાડાં આવતાં. ત્યારે તેમનો સામનો ગામના વાણિયા, બ્રાહ્મણ પણ કરતા. તેઓ ઘરમાં તલવાર, દેશી બંદૂક વગેરે વસાવતા. કેટલાંક વર્ષ પછી એવા ભયના દિવસો ઓછા થતા ગયા હતા અને વસાવેલાં શસ્ત્રો ઘરમાં કાટ ખાતાં પડી રહ્યાં હતાં. આવી રીતે જ્યારે ભય ઉપસ્થિત થતો ત્યારે ગામના કેટલાક લોકો ગામતરુ કરી જતા, એટલે કે આસપાસના કોઈ સુરક્ષિત નગરમાં વસવાટ માટે ચાલ્યા જતા. પંડિતજીના બાલ્યકાળના જમાનામાં બનતી આવી ઘટનાઓ તત્કાલીન પરિસ્થિતિનો આપણને ખ્યાલ આપે છે. બાલ્યકાળમાં પંડિતજીએ વિવિધ પ્રકારના સામાજિક અને ધાર્મિક સંસ્કાર ઝીલ્યા હતા. એ વખતે લગ્ન, દીક્ષા વગેરે સામાજિક પ્રસંગો દ્વારા વિવિધ પ્રકારની સામાન્ય Page #34 -------------------------------------------------------------------------- ________________ બાલ્યકાળનાં સંસ્મરણો • ૧૭ જાણકારી તેઓ ધરાવતા થયા હતા. એ જમાનામાં વઢવાણમાં જૈનોના સ્થાનકવાસી સમાજના બે નવયુવાનોએ દીક્ષા લીધી હતી. તેઓ વઢવાણથી વિહાર કરી પોતાના ગુરુ ભગવંત શ્રી અમીચંદજી ઋષિ સાથે લીમલી પધાર્યા હતા. અમીચંદજીના શિષ્ય ઉત્તમચંદજી મહારાજને મળવા પંડિતજી ઉપાશ્રયમાં જતા. મહારાજ પંડિતજીને નરકનાં ચિત્રો બતાવીને પાપનો ઉદય આવે ત્યારે કેવાં કેવાં દુઃખો ભોગવવાં પડે છે તે સમજાવતા. એથી પંડિતજીએ ત્યારે કેટલાક નિયમો શ્રદ્ધાપૂર્વક ધારણ કર્યા હતા. એ દિવસોમાં લીમલીમાં મુખ્ય વસતી સ્થાનકવાસીઓની હતી, કેટલીક વાર મૂર્તિપૂજક સંપ્રદાયના સાધુસાધ્વી પણ પધારતાં. ગામના શ્રાવકો બંને ફિરકા તરફ પૂરો આદરભાવ ધરાવતા. એક વખત ખાંતિવિજયજી નામના એક તપસ્વી મહારાજ પધાર્યા હતા. ત્યારે પંડિતજી ઉપર એમનો ઘણો મોટો પ્રભાવ પડ્યો હતો. લીમલીના જૈન કુટુંબોનું ધાર્મિક જીવન ત્યારે મુખ્યત્વે આચાપ્રધાન હતું. લીમલી ગામના લોકો હિંદુ સંન્યાસીઓ તરફ પણ એવો જ આદરભાવ રાખતા. એક વખત એક ગિરનારી બાલા હનુમાનદાસજી લીમલી પધાર્યા હતા. તેઓ ગામ બહાર એક ધર્મશાળામાં ઊતર્યા હતા. ગામના એક ગરાસિયા સજ્જન જીજીભાઈ એમના ખાસ ભગત હતા. જીજીભાઈ લોભી પ્રકૃતિના હતા, પરંતુ હનુમાનદાસજી માટે તેમણે ધર્મશાળા બંધાવી હતી અને સદાવ્રત ખોલ્યું હતું. હનુમાનદાસજી ઊંચી કક્ષાના સંત અને સાધક હતા. તેઓ કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર ઢેઢવાસમાં પણ જતા. પંડિતજીને આ પ્રભાવશાળી અવધૂત બાવા હનુમાનદાસજી પ્રત્યે ઘણો આદરભાવ થયો હતો. Page #35 -------------------------------------------------------------------------- ________________ કિશોરકાળ મનુષ્યના જીવનઘડતરમાં કેટલાંક પરિબળો સહજ રીતે કામ કરતાં હોય છે. બાલ્યકાળ કે કિશોરકાળમાં પડેલી કેટલીક વિશિષ્ટ કે વિચિત્ર ટેવો જીવનભર ચાલ્યા કરે છે. પંડિતજીએ પોતાની આત્મકથામાં લખ્યું છે કે જાતમહેનત, આજ્ઞાંકિતતા, સાહસિકતા, જિજ્ઞાસા વગેરેએ એમના બાલ્યકાળનાં વર્ષોમાં જીવનઘડતર માટે ઘણું મહત્ત્વનું કાર્ય કર્યું હતું. પંડિતજીનું ગામડાનું જીવન હતું અને પોતે ઉચ્ચ વણિક કોમના હતા, છતાં ગમે તે પ્રકારની મહેનત - મજૂરીનું કામ કરતાં તેઓ સંકોચ અનુભવતા નહિ. છાપરા પર ચડીને નળિયાં સંચવાનાં હોય, માટીની ગાર કરીને તગારામાં ભરવાની હોય, દીવાલ ચણવા માટે તગારાં ઊંચકીને આપવાનાં હોય, ઘાસની ગાંસડીઓ વખારમાં ભરવાની હોય, એ ખૂંદીબુંદીને એની થપ્પીઓ કરવાની હોય, ખેડૂતોને ત્યાંથી આવેલું અનાજ સાફ કરવાનું હોય, અનાજ સડે નહિ એ માટે એમાં ચૂનો, રાખ, દિવેલ કે લીમડાનાં પાન ભેળવવાનાં હોય, મોટી મોટી ઊંચી કોઠીઓમાં તે અનાજ ભરવાનું હોય - આવાં બધાં કામ પંડિતજી હોંશે હોંશે કરતા. એમના મોટા ભાઈ આવાં કામ કરવામાંથી મુક્તિપૂર્વક છટકી જતા. વળી એવું કામ કરતાં એમને શરમ પણ આવતી. પરંતુ પંડિતજી એવું કામ પોતાનું હોય કે પારકું હોય, પ્રેમ અને આનંદથી કરતા. એથી તેઓ બધાંને બહુ વહાલા લાગતા હતા. પંડિતજી રમતગમતોના પણ ઉત્સાહી હતા. એમનું શરીર ખડતલ હતું. તેઓ ગેડીદડો, ભમરડો ફેરવવો, ગંજીફો, ચોપાટ, કોડી, નવકાંકરી, હતૃત. દોડકૂદ વગેરે વિવિધ પ્રકારની રમતોમાં પણ પ્રવીણ હતા. ગામના તળાવમાં તેઓ મોટા છોકરાઓ સાથે જઈને તરતાં શીખતા. શરૂઆતમાં ઊંડા પાણીમાં જતાં તેમને ડર લાગતો, પણ પછી પાણીમાં હાથપગ પછાડીને તરતાં આવડી ગયું હતું. ઊંચેથી પાણીમાં હિંમતપૂર્વક તેઓ ભૂસકા પણ મારતા. લીમલીમાં પંડિતજીના ઘરે એમનો પોતાનો એક ઘોડો હતો અને બીજા બે ઘોડા કાકાઓના હતા. ઘોડાઓને પાણી પાવા તથા નવરાવવા માટે તળાવે લઈ જવાનું કામ કરતી વખતે ઘોડેસ્વારીનો સારો મહાવરો કિશોરવયમાં જ એમણે કરી લીધો હતો. ગામડાંમાં ઊછરેલાં છોકરાંઓને કૂદકો મારીને ઘોડા ઉપર ચડતાં ન આવડે એવું બને Page #36 -------------------------------------------------------------------------- ________________ કિશોરકાળ : ૧૯ જ નહિ પંડિતજીને એ પણ આવડતું હતું. વળી એમને ઝાડ પર ચડતાં પણ આવડી. ગયું હતું. પંડિતજીને ઊંટની સવારી કરતાં પણ આવડી ગયું હતું. એમના પિતાજી એમને લીમલીથી વઢવાણ ઉઘરાણી માટે મોકલતા ત્યારે તેઓ ઊંટ પર બેસીને તા. પંડિતજીની સ્મરણશક્તિ અને નવું શીખવાની ઉત્કંઠા શાળામાં વખણાતી હતી. એ જમાનામાં લીમલી જેવા નાના ગામડામાં એવી તક ઘણી ઓછી રહેતી, તેમ છતાં તેવી તક જ્યારે મળે ત્યારે પંડિતજી તે ગુમાવતા નહિ. ગામના ચોરામાં ચોમાસામાં બ્રાહ્મણ પુરાણી કથા કરતા, બાવા-સંન્યાસીઓ તુલસી-રામાયણ વાંચતા, ભાટ ચારણો લોકકથાઓ કહેતા, જેન સાધુસાધ્વીઓ ઉપાશ્રયમાં વ્યાખ્યાન આપતાં, કબીરપંથી સાધુઓ પોતાનાં પદો લલકારતા, ગામબહારની ધર્મશાળામાં સ્ત્રીપુરુષો એકઠાં થઈ ભજનો ગાતાં, શેરીઓમાં કન્યાઓ બુલંદ સ્વરે ગરબા ગાતી. આ બધામાં કિશોર વયના પંડિતજીને બહુ રસ પડતો. પ્રત્યેક વિષયની જાણકારી મેળવવા તેઓ બહુ ઉત્સુક રહેતા. પંડિતજીના કિશોરકાળમાં અંગ્રેજી પદ્ધતિની કેળવણી શહેરોમાં દાખલ થઈ ચૂકી હતી. અંગ્રેજી પ્રત્યેનો મોહ લોકોમાં વધતો જતો હતો, કારણ કે ત્યારે શાસનકર્તા અંગ્રેજો હતા. પંડિતજીના મોટા ભાઈ વઢવાણમાં અંગ્રેજી હાઈસ્કૂલમાં ભણવા ગયા હતા, પરંતુ લહેરી સ્વભાવને કારણે તેઓ મેટ્રિકની પરીક્ષામાં પાસ થયા ન હતા. પંડિતજીને અંગ્રેજી ભણવાનો શોખ હતો. અંગ્રેજી લિપિ લખતાં તેઓ શીખી ગયા હતા. કોઈ અંગ્રેજીમાં બોલે તો તેઓ સમજતા નહિ, પણ મુગ્ધભાવે સાંભળતા. પોતાને એવું ક્યારે શીખવા મળશે તે વિશે તેઓ સ્વપ્નાં સેવતા, પરંતુ પિતાજીને ધંધામાં મદદની જરૂર હતી. એટલે તેમને દુકાને બેસાડવા ઈચ્છતા હતા. કાકાઓનો પણ આગ્રહ એવો હતો કે સુખલાલ હાઈસ્કૂલમાં ભણવા ન જાય અને ધંધામાં મદદ કરે. પરિણામે પંડિતજીને શાળાનો અભ્યાસ છોડવો પડ્યો હતો. વિ. સં. ૧૯૫૨ (ઈ. સ. ૧૮૯૬) માં પંડિતજીનાં મોટી બહેનનાં લગ્ન થયાં એ પ્રસંગે પિતાજીએ પોતાની શક્તિની ઉપરવટ જઈને ખર્ચ કર્યું હતું, કંઈક દેખાદેખીથી, કંઈક મોટાઈના ખ્યાલથી, કંઈક સમય પારખવાની અશક્તિને લીધે. નવો ચીલો પાડવાની હિંમતના અભાવથી પિતાજીએ ઘણું બધું ખર્ચ કરી નાખ્યું, પણ પછી તેઓ માનસિક તાણ અનુભવતા હતા. એ જ વર્ષે કિશોર પંડિતજીનાં લગ્ન લેવાનું પણ વિચારાયું હતું. પંડિતજીની સગાઈ તો થઈ ગઈ હતી અને બાળલગ્નોનો એ જમાનો હતો. પરંતુ વેવાઈએ એક વર્ષ પછી લગ્ન લેવાનો આગ્રહ રાખ્યો, એટલે વાત વિલંબમાં પડી ગઈ હતી. પંડિતજીના કિશોરકાળના ગુજરાત સૌરાષ્ટ્રનું લોકજીવન સામાન્ય પ્રકારનું હતું. એ દિવસોમાં પાણી માટેના નળ નહોતા. કૂવામાંથી પાણી ખેંચીને કાઢવું પડતું. સફાઈ કરવામાં પાણીની કરકસર થતી. ગંદવાડથી લોકો ટેવાઈ ગયા હતા. એંઠા-જૂઠાનો પણ વિવેક ઓછો હતો. એમાં પણ જુદી જુદી કોમમાં જુદી જુદી રહેણીકરણી રહેતી. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ પંડિત સુખલાલજી ઈંટમાટીનાં જૂનાં ઘરો, ધૂળિયા રસ્તા, ગાય, ભેંસ, બળદનાં છાણ વગેરેને કારણે સ્વચ્છતાનું ધોરણ સામાન્ય હતું. કેટલાયે લોકો રોજેરોજ નહાતા નહિ. મેલાં કપડાં બેપાંચ દિવસ સુધી પહેરી રાખતા, શૌચાદિ માટે પણ બહુ ચીવટ નહોતી. કિશોરવસ્થામાં બાર-ચૌદ વર્ષની ઉંમર સુધીમાં પંડિતજીનું પરિભ્રમણ સૌરાષ્ટ્ર પૂરતું સીમિત રહ્યું હતું. એ સમયના પ્રવાસના અનુભવો એમને માટે જીવનભર વધુ તાદશ રહ્યા હતા. તેઓ વઢવાણ, રાણપુર, વાંકાનેર, કોંઢ વગેરે સ્થળે, સગાંસંબંધીઓને મળવા કે લગ્નપ્રસંગે ગયા હતા. એ મુગ્ધ કિશોરાવસ્થામાં પણ એમની નિરીક્ષણશક્તિ તીવ્ર હતી. એમની દૃષ્ટિ વસ્તુ-પરિસ્થિતિને તરત પારખી લેતી. તેઓ મચ્છુકાંઠે ગયેલા. ત્યારે ત્યાંના વાણિયાઓ ધોતિયાને બદલે ચોરણો પહેરતા હતા એ વાત તરત એમના લક્ષમાં આવી હતી. પોતે પાણીથી ભરેલો કુંડ ક્યાં જોયો હતો, વગડામાં એકલા જતાં , ક્યાં ડરી ગયા હતા, જિંદગીમાં પપૈયાં પહેલી વાર ક્યાં ખાધાં હતાં વગેરે બધું એમને યાદ રહી ગયું હતું. પંડિતજીએ કિશોરાવસ્થામાં સૌરાષ્ટ્રમાં ટ્રેનમાં ભાવનગર કે મોરબી સુધીની મુસાફરી કરેલી. એ જમાનામાં ધીમી ગતિએ ચાલતી મીટરગેજ કે નેરોગેજ ટ્રેનનો પ્રવાસ સૌને આશ્ચર્યમુગ્ધ કરી દે તેવો હતો. ગાડામાં કે ઘોડા ઉપર કે ઘોડાગાડીમાં મુસાફરી કરવાના એ દિવસો હતા. એટલે ટ્રેનમાં બેઠાં બેઠાં નજર સામે ઝડપથી પસાર થતાં વૃક્ષો વગેરેનાં દશ્યો તે જમાનાના માણસોને આશ્ચર્યમાં ગરકાવ કરી દે એવાં હતાં. પંડિતજીના જમાનામાં જ્ઞાતિપ્રથા બહુ દઢ હતી. કન્યાને જ્ઞાતિ બહાર પરણાવી શકાતી નહિ. એથી ક્યારેક નાની કન્યા અને વર મોટા હોય એવાં કજોડાં પણ થતાં. કન્યાવિક્રય પણ થતા. વૃદ્ધો બીજી ત્રીજી વાર પણ પરણતા. પંડિતજીનાં એક ફોઈ વઢવાણમાં રહેતાં. પરંતુ ફોઈ નાની ઉંમરમાં ગુજરી ગયાં એટલે ફુઆએ બીજી સ્ત્રી સાથે લગ્ન કર્યા હતાં. એ બંને વચ્ચે ઉંમરનું અંતર મોટું હતું. પૈસા આપીને એમણે એ કન્યા મેળવી હતી. પણ પછી થોડાં વર્ષોમાં જ ફુઆનું અવસાન થતાં નવી ફોઈને યૌવનમાં વૈધવ્ય આવ્યું હતું. એથી સવાર-સાંજ પોક મૂકીને તેઓ રડતાં હતાં. એ જોઈને પંડિતજી વૃદ્ધલગ્ન અને વૈધવ્ય વિશે વિચાર કરતા થઈ ગયા હતા. પંડિતજીના કિશોરકાળના જમાનામાં કેવી પરિસ્થિતિ પ્રવર્તતી હતી એનો ચિતાર એમની આત્મકથામાંથી આપણને જોવા-જાણવા મળે છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ અંધત્વ પંડિતજીના કિશોરકાળમાં આઘાતજનક, એક મોટામાં મોટી આપત્તિરૂપ દુઃખદ ઘટના તે પોતે આંખો ગુમાવી તે છે. પોતાની આત્મકથા “મારું જીવનવૃત્તમાં એમણે એ પ્રસંગ વર્ણવ્યો છે. એની વીગતો નીચે પ્રમાણે છે. વિ. સં. ૧૯૫૩ (ઈ. સ. ૧૮૯૭)ના ઉનાળાનો સમય હતો. પંડિતજીની ઉંમર ત્યારે સોળ વર્ષની હતી. શાળાનો અભ્યાસ પૂરો કરી હવે તેઓ કૌટુંબિક વ્યવસાયમાં જોડાયા હતા. તેઓ લીમલીથી વઢવાણ કેમ્પની દુકાને જઈ કામ કરતા. તથા જિનપ્રેસમાં જઈ કાલા ફોલવાં, કપાસ લોઢાવવા, રૂની ગાંસડીઓ બંધાવવી વગેરે કામ પણ કરતા. વઢવાણમાં એક દિવસ ઉનાળાની બપોરે પંડિતજી શૌચક્રિયા માટે ભોગાવા નદીના સામા કિનારે ગયા ત્યારે એમને ઝાંખું દેખાવા લાગ્યું. બધું ધોળું ધોળું લાગે. બીજે દિવસે સ્ટેશન પર તેઓ કોઈને લેવા માટે ગયા હતા ત્યારે સામે ઊભેલાં પોતાનાં ફોઈને ઓળખી શક્યા નહોતા. વળી કાકાએ એક કાગળ ટપાલમાં નાખવા આપ્યો હતો. તેનું સરનામું વાચતાં આંખને બહુ તકલીફ પડી હતી. આથી એમને લાગ્યું કે આંખે ગરમી ચઢી ગઈ છે. આંખે ઠંડક થાય એ માટે એમણે સૂરમો આંજ્યો, પણ એથી કંઈ ફરક પડ્યો નહિ. વળી તાવ ચઢ્યો. એટલે એમના કાકા સાંજે વઢવાણથી ઘોડાગાડીમાં એમને લીમલી લઈ આવ્યા. ઘરે પહોંચતાં રાતના આઠ વાગી ગયા હતા, પંડિતજીના તાવની અને આંખે ઝાંખપ આવ્યાની વાત કુટુંબમાં અને આસપાસમાં થઈ. તે વખતે એક ડોશીમાએ પંડિતજીનું શરીર જોઈ કહ્યું, “કદાચ આ છોકરાને માતા નીકળે. એ દિવસોમાં ગામમાં શીતળાનો રોગચાળો ચાલુ થયો હતો. માતામાં બે જણ મૃત્યુ પણ પામ્યા હતા. બીજે દિવસે સવારે પંડિતજીના શરીર પર માતાની ફોડલી દેખાઈ. ડોશીમાની વાત સાચી પડી. પંડિતજીને માતા વધતાં ગયાં. આખા શરીરે દાણા દાણા થઈ ગયા. આંખ સૂજીને એટલી મોટી થઈ ગઈ કે નાકના ટેરવા સુધી આવી ગઈ. શરીર પરથી ચામડી ઊખળવા લાગી. આંખનું દરદ દિવસે દિવસે વધતું ગયું. એમ કરતાં આંખનો ડોળો જ આંખની બહાર નીકળી આવ્યો. એ જોઈ વૈદ્યો અને ડોક્ટરો ચિંતામાં પડી ગયા. એ ડોળો આંખની Page #39 -------------------------------------------------------------------------- ________________ રર • પંડિત સુખલાલજી અંદર બેસાડવા માટે વૈદ્ય પોપટભાઈ ભટ્ટ (વૈદ્ય ઝંડુ ભટ્ટના નાના ભાઈ) ઉપચાર કરવા લાગ્યા, પણ તે ઉપચારનું કંઈ પરિણામ આવ્યું નહિ. તે વખતે ધોલેરાના એક વૈદ્ય લીમલી આવેલા. તેમણે આપેલી દવાથી બીજી આંખમાં કંઈક ઠંડક અનુભવાઈ. હવે માતા નમશે એ પછી દેખાતું થશે એવી આશા હતી. પણ એ આશા વ્યર્થ નીવડી. આમ પંડિતજીએ સોળ-સત્તર વર્ષની વયે શીળી નીકળતાં બંને આંખો ગુમાવી. હવે અંધકારનો-કાલિમાનો કલિયુગ એમને માટે બેસી ગયો. કોઈ પણ કુટુંબ પર આવી આપત્તિ જ્યારે ઊતરી આવે ત્યારે એક બાજુ જેમ એનાં તબીબી અને અન્ય પ્રકારનાં કારણો અને ઉપાયો વિચારાય, તેમ બીજી બાજુ દેવદેવીઓની માનતા માનવાની વાત પણ આવે. પંડિતજીના સંઘવી કુટુંબે કેટલીક માનતાઓ માની, પણ તેથી કોઈ ચમત્કાર થયો નહિ. તે વખતે જૂનાગઢના દાક્તર ત્રિભુવદાસ આંખના દાક્તર તરીકે જાણીતા હતા. જૂનાગઢ પહોંચવા માટે દાક્તરને પુછાવ્યું તો એમણે કહ્યું કે પહેલાં વઢવાણના દાક્તર ઠાકોરદાસને બતાવો. જો તેઓ ભલામણ કરે તો જ જૂનાગઢ આવો.” વઢવાણમાં દાક્તર ઠાકોરદાસને બતાવ્યું તો તેમણે એવો અભિપ્રાય આપ્યો કે “આમાં હવે કશું થઈ શકે એમ નથી. માટે જૂનાગઢ જવાનો કશો અર્થ નથી.” એટલે જૂનાગઢ જવાનું માંડી વાળવામાં આવ્યું. આ વખતે ઘરગથ્થુ ઉપચારો પણ વિચારતા હતા. એક વાઘરીએ જંગલમાંથી કશુંક લાવીને પ્રયોગ કરવાનું સૂચન કર્યું. એ પ્રમાણે એને પૈસા આપવામાં આવ્યા. એ ગલમાં જઈ શું લાવ્યો એની પાકી ખબર તો ન પડી, પણ કદાચ કોઈ પ્રાણીની ચરબી હશે એમ લાગ્યું. પરંતુ એ ઉપચારથી પણ કંઈ ફાયદો થયો નહિ. એવામાં નાગા બાવાઓની જમાતનો એક બાવો ગામમાં આવ્યો હતો. એણે એક કલાકમાં દેખતા કરી દેવાની ચમત્કારભરી વાત કરી. એ માટે, એણે નવું કપડું, ચોખા અને સવા રૂપિયો માગ્યો. એ જમાનામાં સવા રૂપિયો એ ઘણી મોટી રકમ ગણાતી. બાવાએ મંત્ર ભણીને પંડિતજીના માથે મીઠું મૂક્યું. અને પછી એ ગામ છોડીને ચાલતો થયો. કલાક પછી આંખે દેખાયું નહિ હતું તેમ જ હતું. બાવામાં રાખેલી શ્રદ્ધા ખોટી ઠરી. બાવો તો ખોટો પડ્યો, પણ હવે એને પકડવો ક્યાં? એ તો ક્યાંય ચાલતો થઈ ગયો હતો. આમ આ રીતે એક અમંગળ ઘટનાએ પીડિતજીના જીવનના પ્રવાહને બદલી નાખ્યો. યૌવનમાં પ્રવેશતાં જ આંખે અંધાપો આવ્યો, પણ પંડિતજીની ચેતનાએ આ પરિસ્થિતિને પડકારરૂપે સ્વીકારી લીધી, એમણે એ માટે ભારે પુરુષાર્થ આદર્યો. પોતે આંખો ગુમાવી એ માટે પંડિતજીના મનમાં એક વાત કેટલાક સમય સુધી વહેમરૂપે રહ્યા કરી હતી. પછી એ વહેમ નીકળી ગયો હતો. પંડિતજીને શીળી નીકળ્યાં Page #40 -------------------------------------------------------------------------- ________________ અંધત્વ • ૨૩ એ શીતળા માતાનો જ પ્રકોપ હતો. એમ ત્યારે તેઓ મનથી માનતા. જૂના વખતથી કેટલાંક દેવદેવીઓનાં નામ અમુક રોગ સાથે સંકળાયેલાં રહ્યાં છે. શીળી અથવા શીતળાના રોગને ગર્દભના વાહનવાળી શીતળા માતા સાથે સંબંધ છે એવી લોકમાન્યતા ચાલી આવે છે. આજે પણ કેટલાય લોકો, ખાસ કરીને બાળકો કે જેને શીતળા નીકળ્યાં હોય તેને શીતળા માતાને પગે લગાડવા લઈ જવામાં આવે છે. શીતળા માતાનાં મંદિરો ભારતમાં ઠેર ઠેર છે. શીતળા એ શરીરની ગરમીનો રોગ છે. શીતળા માતા પ્રસન્ન હોય તો શરીરમાં શીતળતા-ઠંડક કરી આપે છે. શીતળા માતાનો ઉત્સવ શીતળા સાતમના દિવસે કરવામાં આવે છે. એ દિવસે ચૂલામાં શીતળતા જોઈએ એટલે કે ચૂલો સળગાવાય નહિ. બધું ઠંડું ખાવાનું. અગાઉના દિવસે કરી રાખેલી વાનગીઓ ઠંડી ખાવાની હોય છે. જે આ રિવાજનો ભંગ કરે એના ઉપર શીતળા માતા ક્રોધે ભરાય છે. એને શીતળાનો રોગ થાય છે. એવી લોકમાન્યતા છે. કિશોર પંડિતજીને એક વખત કુતૂહલ થયું કે શીતળા માતા ચૂલામાં સૂવા આવે છે, તો ચૂલો સળગાવીને એમને ભગાડવાં જોઈએ. પછી જોઈએ કે તેઓ શું કરી શકે છે ? શીતળા સાતમના દિવસે પોતાના ઘરે તો કશું થઈ શકે એમ નહોતું. એટલે પંડિતજીએ પોતાની ફોઈના દીકરા ચૂનીલાલને ખાનગીમાં આ વાત કરી. તેઓ સંમત થયા. બંને જણે ઘર બંધ કરીને કોઈ ન જાણે એમ ચૂલો સળગાવ્યો. દૂધ ગરમ કરીને એમાં સાકર નાખીને બંને જણે પીધું. આ વાત ફક્ત તેઓ બે જણા જ જાણતા હતા. પરંતુ એ વર્ષે શીતળા માતાએ કશું કર્યું નહિ. પણ ત્રીજે વર્ષ પોતાને શીતળા નીકળ્યાં ત્યારે પંડિતજીના મનમાં એવો પાકો વહેમ બંધાઈ ગયો કે પોતે ત્યારે જે ખોટું કર્યું હતું, એથી શીતળા માતા કોષે ભરાયાં અને હવે આ ઉપદ્રવ કર્યો છે. અલબત્ત, પંડિતજીએ આ વાત પોતાના મનમાં જ વર્ષો સુધી રાખી અને કોઈને પણ કહી નહોતી. લાંબા સમય સુધી તેમની અંધશ્રદ્ધા ચાલુ રહી હતી, પરંતુ ત્યાર પછી તર્ક અને બુદ્ધિથી તેઓ વિચારવા લાગ્યા ત્યારે તેમને સમજાયું કે પોતાનો એ વહેમ સાચો નથી, કારણ કે પોતાને જો શીતળા નીકળ્યાં તો પછી ચૂનીલાલને શીતળા કેમ ન નીકળ્યાં ? અને જેઓ શીતળા સાતમે ચૂલો નથી જ સળગાવતા એવાઓને શીતળા કેમ નીકળે છે ? વળી શીતળા સાતમમાં જેઓ માનતા નથી તેઓનું શું? આવા ઘણા પ્રશ્નો ઉદ્દભવ્યા. વળી શીતળા નીકળવાનાં વૈજ્ઞાનિક કારણો અને ઉપાયો જાણીતાં થયાં છે. એટલે વર્ષો પછી પંડિતજીની એ અંધશ્રદ્ધા આપોઆપ સરી પડી હતી. અંધત્વ આવ્યા પછી પંડિતજીની ઊઠવા-બેસવાની કે હરવાફરવાની મૂંઝવણ વધી જાય એ સ્વાભાવિક છે. અનુમાનથી હાલવાચાલવા જતાં ક્યાંક અથડાઈ જવાના પ્રસંગો પણ બનવા લાગ્યા. હાથમાં લાકડી રાખવાની સલાહ મળેલી, પણ લાકડી રાખવી એમને ગમતી નહિ. એમની સોળ વરસની ઉંમર હતી. એટલે શારીરિક શક્તિ ઊભરાતી હતી. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૪ • પંડિત સુખલાલજી આખો દિવસ શું કરવું તે પ્રશ્ન મૂંઝવતો હતો. એ વખતે ઘરની પાસે જ નવો ઉપાશ્રય થયેલો. ત્યાં સવારના શ્રાવક-શ્રાવિકા આવે અને સામાયિક કરવા બેસે. સામાયિક દરમ્યાન કોઈક સ્તવન, સજુઝાય વગેરે કંઠસ્થ કરે, કોઈ મોટા રાગે ગાય. પંડિતજીને ઉપાશ્રયમાં જઈને સામાયિક કરવાનું અનુકૂળ આવી ગયું. પોતાનો એટલો સમય સારી રીતે પસાર થવા લાગ્યો. વળી સ્તવનો અને સક્ઝાયો કંઠસ્થ થવા લાગ્યાં, જેમ જેમ અનુકૂળતા વધતી ગઈ તેમ તેમ તેઓ વધારે સામાયિક કરવા લાગ્યા. વળી એમ કરવાથી એમનો ધાર્મિક અભ્યાસ પણ વધતો ગયો. યૌવનકાળમાં પ્રવેશતાં જ સમય પસાર કરવા માટે આદરેલી આ પ્રવૃત્તિઓએ પંડિતજીના જીવનમાં પછીથી મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કરી લીધું હતું. ધાર્મિક સાહિત્યમાં એમને રસ પડવા લાગ્યો હતો. ઉપાશ્રયમાં નિયમિત જવાને લીધે જૈન સાધુ-સાધ્વીઓના આચારની એક ઊંડી છાપ પંડિતજીના મન ઉપર કિશોરકાળથી જ પડી ગઈ હતી. જૈન સાધુ-સાધ્વી ઉઘાડે પગે ચાલે, એક સ્થળેથી બીજે સ્થળે જવું હોય તો વાહનનો ઉપયોગ ન કરે, પણ પગપાળા વિહાર કરે, ગોચરી વહોરી લાવે, હંમેશાં ઉકાળેલું પાણી જ વાપરે. તેઓ રાત્રિ-ભોજન ન કરે, વસ્ત્ર કે પાત્રનો ઉપયોગ અને સંગ્રહ જરૂર પૂરતો ઓછામાં ઓછો કરે, તેઓ ક્યારેય સ્નાન ન કરે. પોતાનાં વસ્ત્રો અને પાત્રો હાથે જ ધુએ. તદુપરાંત ગૃહસ્થો અને સાધુ-સાધ્વીઓ અઠવાડિયાના કે પંદર દિવસના કે મહિનાના ઉપવાસ કરે. એ દિવસોમાં લીમલીમાં એક સાધ્વીજીએ બે મહિનાના ઉપવાસ કરેલા. એક મારવાડી સાધુ આવેલા. તેઓ ભોગાવા નદીના તટની રેતીમાં ઉનાળામાં ભર બપોરે ખુલ્લા શરીરે આતાપના લેતા. કિશોરાવસ્થામાં પંડિતજીએ નિહાળેલી સાધુ-સાધ્વીઓની આ આચારસંહિતાએ એમના જીવન ઉપર ઊંડી છાપ પાડી હતી. પંડિતજી ઉપાશ્રયમાં હોય ત્યારે ત્યાંના વાતાવરણને લીધે કુદરતી રીતે જ શાન્ત રહેતા, પણ પછી તેઓ ઘરે આવે ત્યારે કોણ જાણે કેમ પણ એમના સ્વભાવમાં ઉગ્રતા આવી જતી. પોતાનો રોષ ઠાલવવા માટેનું મુખ્ય પાત્ર તે પોતાની ભાભી હતી. પોતાની નવી મા હવે ગુજરી ગઈ હતી. એમનું સ્થાન હવે ભાભીએ લીધું હતું. કિશોરાવસ્થા એટલે કાચી બુદ્ધિના દિવસો. સંયુક્ત કુટુંબમાં રહેવાનું એટલે બધા પરસ્પર અનુકૂળતા કરી લે અને સહન પણ કરી લે. ઉપાશ્રયમાં સામાયિક, પ્રતિક્રમણ, વ્રતનિયમ વગેરેને લીધે પંડિતજીની પ્રતિષ્ઠા બંધાતી જતી હતી. પરંતુ બીજી બાજુ ઘરમાં ભાભી ઉપર અકારણ ઉગ્ર રોષ કરવાનું એમનું વલણ રહેતું એ ખોટું હતું. એટલે પંડિતજીના મનમાં જ એની પ્રતિક્રિયા ચાલવા લાગી હતી. એવામાં એક પ્રસંગે એમના જીવનમાં પરિવર્તન કરાવી દીધું. એમનાં બહેન મણિબહેનનાં સાસુ વઢવાણથી મળવા આવ્યાં હતાં, તેઓ અને પંડિતજીનાં ભાભી વગેરે મહિલા વર્ગ એકબીજાનું માથું ઓળે અને માંહોમાંહે વાતો Page #42 -------------------------------------------------------------------------- ________________ અંધત્વ • ૨૫ કરે. એ વખતે પંડિતજી દૂર ખાટલા પર સૂતા હતા, પણ જાગતા પડ્યા હતા. એવામાં મહિલાઓમાં ચાલતી વાતચીતના શબ્દો પંડિતજીના કાને પડ્યા. ભાભીએ પોતાના અંધા દિયરના ગુસ્સાની વાત કરી હશે, પરંતુ બહેનનાં સાસુએ શિખામણ આપતાં કહ્યું, દિયર એટલે દિયર. દિયરની ગાળ એ તો ઘીની નાળ, મને ય મારા દિયર આડુંઆવડું સંભળાવે પણ હું તો હસી કાઢું છું. પરંતુ પછી દિયર મને જ પૂછતા આવે છે. તારો આ દિયર જો દેખતો હોય તો પાટુ મારી ભોંયમાંથી પાણી કાઢત, આંખ ગઈ એ તો કર્મની ગત છે. તું જ ઘરમાં મોટી, એટલે તારે સહન કરવું જોઈએ.” આ સાંભળીએ ભાભીએ કશો જવાબ ન આપ્યો. પણ ડૂસડાં ભર્યા. પંડિતજીએ બધું દૂર રહ્યા મૂંગે મોઢે સાંભળ્યું. એ સાંભળતાં જ પંડિતજી વિચારમાં પડી ગયા કે મારી બહેનનાં સાસુએ દિયર માટે કશું ન કહ્યું, પરંતુ ભાભીને શિખામણ આપી. અને ભાભીએ પણ રોષ ન ઠાલવતાં માત્ર રડીને જ જવાબ આપ્યો. આમ વિચારતાં વિચારતાં જાણે “બ્રહ્મજ્ઞાન થયું હોય તેમ પંડિતજીએ મનમાં ગાંઠ વાળી કે હવેથી ગુસ્સો કરીને ભાભીને દૂભવવી નથી. ત્યારથી એમનો ભાભી પ્રત્યે સદૂભાવ વધી ગયો. પંડિતજીનાં મોટાં બહેન મણિબહેનને વઢવાણ પરણાવેલાં, એ તેમનાં સગાં બહેન હતાં. તેઓ સાસરેથી આવે ત્યારે ઘરમાં રસોઈ બનાવવાની જવાબદારી તેઓ જ ઉપાડી લેતાં. તેઓ બધા ભાઈઓને પાસે બેસાડીને વહાલથી જમાડતાં. દુર્ભાગ્યે આ મણિબહેનનું ત્યાર પછી નાની વયમાં અવસાન થયું હતું. પંડિતજીની બીજી બહેનનું નામ ચંચળ હતું. તે સાવકી બહેન હતી. તે ઉંમરમાં નાની હતી, પરંતુ તે પણ ભાઈઓનું બરાબર ધ્યાન રાખતી. તે શાન્ત અને હસમુખી હતી. મણિબહેન ગુજરી ગયાં ત્યારે વિધુર થયેલા બનેવી સાથે નાની બહેન ચંચળનાં લગ્ન થયાં હતાં. પંડિતજી બહારગામથી જ્યારે લીમલી પાછા આવે ત્યારે ચંચળ સાસરેથી અચૂક લીમલી મળવા આવે અથવા પોતાને ત્યાં વઢવાણ મળવા બોલાવે. ચંચળબહેન પણ પચાસની ઉંમરે પહોંચતાં પહેલાં અવસાન પામેલાં. તેઓ છેલ્લે બીમાર હતાં અને મરણપથારીએ હતાં ત્યારે સંજોગવશાત પંડિતજી અમદાવાદથી એમની ખબર જોવા નહિ જઈ શકેલા એ વાતનું એમને કાયમ દુઃખ રહ્યા કર્યું હતું. Page #43 -------------------------------------------------------------------------- ________________ ઉપાશ્રયમાં પંડિતજીની પ્રવૃત્તિઓ પોતાના સંજોગાનુસાર ગોઠવાતી જતી હતી. તેમાંની એક મુખ્ય પ્રવૃત્તિ તે ઉપાશ્રયમાં જવાની હતી. લીમલી નાનું ગામ એટલે ચાતુર્માસ માટે જવલ્લે જ સાધુ-સાધ્વી રોકાય, પણ શેષકાળમાં થોડી થોડી અવરજવર રહ્યા કરે. ઈ. સ. ૧૮૯૮ના અરસામાં લીમલીમાં બંધાયેલા નવા સ્થાનકવાસી ઉપાશ્રયમાં પગલાં કરાવવા માટે સંઘે દરિયાપુરી ગચ્છના રૂગનાથજી મહારાજને વિનંતી કરેલી. તેઓ પધાર્યા. જેટલા દિવસ તેઓ રોકાયા તેટલા દિવસ પંડિતજી રોજેરોજ ઉપાશ્રયે જતા. રૂગનાથજી મહારાજની સાથે એમના એક ચેલા કેવળજી મુનિ હતા. તેઓ કથા કહેતા. તેમનો કંઠ મધુર હતો. તેઓ પદો સરસ ગાતા. વક્તવ્યને રસિક રીતે રજૂ કરવાની તેમની પાસે કળા હતી. પંડિતજી એમની પાસે બેસતા અને ધાર્મિક જ્ઞાન મેળવવા માટે ઉત્સાહ બતાવતા. થોડા દિવસ રોકાઈ રૂગનાથજી મહારાજ વિહાર કરી ગયા, પણ સંઘની વિનંતીથી ચાતુર્માસ માટે વયોવૃદ્ધ ઝબકબાઈ મહાસતીજી અને બીજાં કેટલાંક સાધ્વીજીને મોકલેલાં, પંડિતજી એમની પાસે પણ બેસતા અને છંદો, સક્ઝાયો વગેરે કંઈક શીખતા અને કંઠસ્થ કરતા. ચાતુર્માસ દરમિયાન જ ઝબકબાઈ વૃદ્ધાવસ્થાને કારણે લીમલીમાં કાળધર્મ પામ્યાં ત્યારે એમની પાલખી કાઢવામાં આવી હતી. જીવનમાં અંધત્વ આવતાં જ પંડિતજીને પરાધીનતાનો પરિચય થવા લાગ્યો. દર્શનકાળ પૂરો થયો અને જાણે કે હવે અદર્શનકાળનો, અંધકારનો કાળ ચાલુ થયો. એમના જીવનમાં જાણે બીજો તબક્કો શરૂ થયો હતો. પાંચ ઇન્દ્રિયોમાંથી ચક્ષુ ઇન્દ્રિયને પ્રકાશની જરૂર પડે. એ વિના એ સક્રિય ન રહી શકે. નાક, કાન અને જીભ એ ત્રણ ઇન્દ્રિયો પ્રકાશ વિના પણ પોતાનું કાર્ય કરી શકે છે. સ્પર્શેન્દ્રિય પણ એ કાર્ય કરી શકે, પરંતુ પ્રકાશ પંડિતજીના જીવનમાંથી હંમેશને માટે ચાલ્યો ગયો. એટલે હવે જીવનભર અંધકાર સાથે અદ્વૈત સધાતાં, કષ્ટના અનુભવોનું પ્રાધ્યાન્ય એમના જીવનમાં વધી ગયું. ઈ. સ. ૧૮૯૯ વિ. સં. ૧૯૫૫)માં ચાતુર્માસ અર્થે લીમલીમાં કોઈ સાધુ-સાધ્વી પધાર્યા નહોતાં, પણ શેષકાળમાં જે અવર-જવર રહેલી. એ વખતે પંડિતજી ઉપાશ્રયમાં Page #44 -------------------------------------------------------------------------- ________________ ઉપાશ્રયમાં ૦ ૨૭ નિયમિત જતા. કેટલાંક સાધુસાધ્વી પાસેથી શીખીને તેમણે કેટલીક ગુજરાતી સઝાયો કંઠસ્થ કરી લીધી હતી. ત્યાર પછીના વર્ષમાં ચાતુર્માસમાં શ્રી દીપચંદજી મહારાજ નામના એક એકલ વિહારી સાધુ ચાતુર્માસ કરવા લીમલી પધાર્યા હતા. તેઓ વયોવૃદ્ધ હતા. પંડિતજી રોજરોજ એમની પાસે જતા અને એમની વૈયાવચ્ચ કરતા. એટલે બંનેને પરસ્પર અનુકૂળતા આવી ગઈ હતી. શ્રી દીપચંદજી મહારાજ પાસે પંડિતજી દ્રવ્યાનુયોગ અને ગણિતાનુયોગ વિશેના થોકડાઓ’ શીખ્યા અને એમાંના કેટલાક કંઠસ્થ પણ કરી લીધા. પંડિતજીએ તદુપરાંત એમની પાસેથી શીખીને ઉત્તરાધ્યયન સૂત્ર, દશવૈકાલિકસૂત્ર અને સૂત્રકૃતાંગસૂત્રની ઘણી ગાથાઓ કંઠસ્થ કરી લીધી. અલબત્ત, ગાથાઓનો અર્થ સમજાતો નહોતો, તોપણ કંઠસ્થ કરવાનો આનંદ હતો. પંડિતજીને સંસ્કૃત સ્તોત્રો વગેરે કંઠસ્થ કરવાનું ગમે છે અને ફાવે છે એ જાણીને મહારાજે એમને ભક્તામર, સિદૂપ્રકરણ, કલ્યાણમંદિર, શોભનસ્તુતિ વગેરે સ્તોત્રો કિંઠસ્થ કરાવ્યાં. પંડિતજીને લીધે દીપચંદજી મહારાજને લીમલી પધારવાનું વારંવાર મન થતું અને જ્યારે જ્યારે આવતા ત્યારે ત્યારે પંડિતજીને નવું નવું કંઠસ્થ કરાવતા. પંડિતજીને હવે ઘણું કંઠસ્થ હોવાથી ગામમાં એમની સારી છાપ ઊભી થઈ હતી. પંડિતજીએ આગમની ગાથાઓ, ભક્તામર સ્તોત્ર, કલ્યાણમંદિર સ્તોત્ર વગેરે કિંઠસ્થ કરી લીધાં. સંસ્કૃત ભાષામાં બોલાતાં એ સ્તોત્રો એમને બહુ ગમતાં હતાં, પણ એનો અર્થ સમજાતો નહોતો. હવે એમને એનો અર્થ સમજવાની પણ ઉત્કંઠા થવા લાગી. એમણે જાણ્યું કે જ્યાં સુધી સંસ્કૃત ભાષાનું વ્યાકરણ બરાબર ન આવડે ત્યાં સુધી અર્થ ન સમજાય, આથી એમને સંસ્કૃત ભાષાનું વ્યાકરણ ભણવાની તાલાવેલી લાગી. પણ એમને ભણાવે કોણ? પંડિતજીના નાના ભાઈ છોટાલાલ વાંચે અને પંડિતજી સાંભળે, પણ કેટલુંક અશુદ્ધ ઉચ્ચારણ થાય. પંડિતજીના બીજા બે મિત્રો તે પોપટલાલ અને ગુલાબચંદ પણ એમને વાંચી સંભળાવતા. એમાં પોપટલાલ એમના કરતાં ઉંમરે વીસ વર્ષ મોટા હતા. અને ઘણા હોશિયાર હતા. તેઓ ભાવનગરથી પ્રગટ થતું “જૈન ધર્મપ્રકાશ' મંગાવે અને વાંચે તથા પંડિતજીને એમાંથી સંભળાવે. એમણે પ્રશ્નોત્તરચિંતામણિ' નામનો ગ્રંથ મંગાવેલો અને પંડિતજીને વાંચી સંભળાવેલો. પંડિતજીને એમાં સારો રસ પડ્યો હતો. એ દિવસોમાં લીમલીમાં બેઠાં બેઠાં પંડિતજીએ કાલિદાસના મહાકાવ્ય “રઘુવંશના નવ સર્ગના શ્લોકો કંઠસ્થ કરી લીધા હતા. પંડિતજીની સ્મૃતિ એટલી બધી સારી હતી કે રોજના એક સર્ગના હિસાબે નવ દિવસમાં એમણે નવ સર્ગ કિંઠસ્થ કર્યા હતા. એવામાં લીંબડી સંપ્રદાયના પ્રજ્ઞાચક્ષુ સાધુ મહારાજ શ્રી લધાજી સ્વામી લીમલી પધારેલા. તેઓ સંસ્કૃતના જાણકાર હતા. એમણે પોતાના શિષ્ય શ્રી ઉત્તમચંદજી મહારાજ પાસે સંસ્કૃત વ્યાકરણ ભણવાની પંડિતજીને ભલામણ કરી. પંડિતજીએ એ Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૮ • પંડિત સુખલાલજી પ્રમાણે અભ્યાસ ચાલુ કર્યો. ત્યાર પછી તેઓ વઢવાણ જઈને રહ્યા અને તેમની પાસે સારસ્વત વ્યાકરણ, ચંદ્રિકા વગેરે શીખ્યા. તદુપરાંત એ વખતના સુપ્રસિદ્ધ શતાવધાની મહારાજ શ્રી રત્નચંદ્રજીના સંપર્કમાં પણ પંડિતજી આવ્યા. એમની પાસેથી પણ એમને કેટલુંક જાણવા મળ્યું. ઉત્તમચંદજી અને રત્નચંદ્રજી મહારાજ સંસ્કૃત ભાષામાં વાતચીત કરે તો પંડિતજીને પોતાને પણ એવી રીતે સંસ્કૃત ભાષા શીખીને સરસ રીતે વાત કરવાની અભિલાષા થઈ હતી. અંધત્વ આવ્યા પછી પંડિતજીએ સાતેક વર્ષમાં સજ્ઝાયો, સ્તવનો, થોકડા, આગમની ગાથાઓ, સંસ્કૃત સ્તોત્રો, રઘુવંશ, સંસ્કૃત વ્યાકરણ વગેરે જે બધું શીખવા અને કંઠસ્થ કરવા મળ્યું એ બધું ત્યાર પછી કાશીના એમના વિદ્યાભ્યાસમાં બહુ ઉપયોગી નીવડ્યું હતું. પંડિતજીએ નોંધ્યું છે તે પ્રમાણે કાશીના વિશાળ સંસ્કૃત અધ્યયન માટે લીમલી – વઢવાણનું સંસ્કૃત અધ્યયન પૂર્વભૂમિકારૂપ સાબિત થયું હતું. Page #46 -------------------------------------------------------------------------- ________________ છપ્પનિયો દુકાળ અને સામાજિક પરિસ્થિતિ વિ. સં. ૧૯૫૬ (ઈ. સ. ૧૯OO)માં પશ્ચિમ ભારતમાં ઘણો મોટો દુકાળ પડ્યો હતો. છપ્પનિયા દુકાળ તરીકે એ જાણીતો રહ્યો છે. એમાં ઘણા માણસો મૃત્યુ પામ્યા હતા. વળી એને લીધે અનેક લોકોના ધંધારોજગાર ભાંગી પડ્યા હતા. બેકાર નવરા માણસોની સંખ્યા વધી ગઈ હતી. એથી સંયુક્ત કુટુંબની પ્રથાના એ દિવસોમાં ઠેરઠેર કુટુંબકલહ થતો રહ્યો હતો. એ વરસે માવજી સંઘવીના કુટુંબમાં પણ મિલકતની વહેંચણી માટે કલહ ચાલુ થયો. એમના બે પુત્રો ગાંગજી અને તળશીનો પરિવાર લીમલીમાં રહેતો અને બીજા પુત્રોનો પરિવાર ખોલડિયાદમાં રહેતો. ગાંગજી સંઘવીને ચાર દીકરા હતા. તેઓમાં મજિયારી સંપત્તિના ભાગ માટે ઝઘડા ચાલુ થયા. તળશી સંઘવીને માત્ર એક પુત્ર સંઘજી હતા. તેઓ પોતાનો ભાગ લઈ વેળાસર છૂટા થઈ ગયા. તેમને ગાંગજી સંઘવીના મોટા દિીકરા ત્રિભુવનદાસની સાથે આત્મીયતા હતી. આથી ગાંગજી સંઘવીની મિલકતની વહેંચણીમાં જ્યારે બે પક્ષ પડી ગયા હતા ત્યારે પિતાશ્રી સંઘજી તથા પંડિતજીના મોટા ભાઈ ત્રિભુવનદાસના પક્ષે હતા. આમ બીજી રીતે સંઘવી કુટુંબના સભ્યો બહુ ઉદાર અને ક્યારેક તો ઉડાઉ કહેવાય એવી પ્રકૃતિના હતા, પરંતુ મિલકતની વહેંચણીનો વખત આવ્યો ત્યારે તેમના જીવ ફૂંકા થઈ ગયા. જૂના વખતમાં ઘરવખરીની વહેંચણીમાં બહુ તકરાર થતી. તે બધી વેચીને પૈસા સમાન ભાગે વહેંચી લેવાનું વ્યવહારુ નહોતું, કારણ કે વેચવા જતાં મૂલ્ય બહુ ઓછું મળે અને પાછી એ વસ્તુ નવી વસાવવા માટે વધારે રકમ ખર્ચવી પડે. પણ વસ્તુ એક હોય અને જરૂરિયાતવાળા બે કે ત્રણ હોય ત્યારે કોને એ ચીજવસ્તુ મળે એ માટે ક્લેશ થતો. કેટલીક વાર એક વસ્તુની સામે અંદાજે એટલી કિંમતની બીજી વસ્તુ મુકાતી, તો પણ વસ્તુની પહેલી પસંદગીનો હક કોને મળે એ વિશે વિવાદ થતો. કોઈને લવાદ તરીકે નીમવામાં આવે તો ઘણી વાર લવાદના ચુકાદા સામે પણ પડકાર ફેંકાતો અથવા તેનો અસ્વીકાર થતો. તે વખતે મોટી મડાગાંઠ સર્જાતી. લીમલીમાં ગાંગજી સંઘવીને ત્યાં આવા ઝઘડા હજુ શમ્યા નહોતા, ત્યાં ખોડિયાદમાં રહેતા બે ભાઈઓ અને એમના દીકરાઓ વચ્ચે પણ સંપત્તિના ભાગ માટે ઝઘડા ચાલુ થયા હતા. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ પંડિત સુખલાલજી આ બધા કુટુંબકલહ વખતે પંડિતજીની ઉંમર નાની હતી. તેઓ બધું સમજે ખરા, પણ અભિપ્રાય આપવા જેટલી કે તેમનો અભિપ્રાય લેવા જેટલી તેમની ઉંમર નહોતી. એમના મોટા ભાઈ વખતચંદ આ બધી બાબતોમાં રસ લેતા, અભિપ્રાય આપતા અને પક્ષ પણ લેતા. ત્રિભુવનદાસ ચતુર અને વ્યવહારદક્ષ હતા. તેઓ સંઘજીનો લાભ લેતા આથી સંઘજીને પૈસેટકે ઘસાવું પડતું. ઊછીનાં આપેલાં નાણાં પાછાં મેળવવા માટે કહેવાતું નહિ. પરંતુ સંઘજીના મોટા દીકરા વખતચંદને આ બધું ગમતું નહિ. તેઓ એ માટે પિતાશ્રીને ઠપકો પણ આપતા. આમ વિ. સં. ૧૯૫૬ પછીનાં કેટલાંક વર્ષ સંઘવી કુટુંબમાં મજિયારી મિલકતની વહેંચણીના ઝઘડાઓને લીધે ક્લેશ કંકાશ ચાલ્યા કરતો હતો. આ બધી ઘટનાઓની અસર કિશોર વયના પંડિતજીના મન પર પણ થતી હતી. પંડિતજીના કિશોરકાળના જમાનામાં ગામડાંઓમાં છાપાં, ચોપાનિયાં કે વાર્તા વગેરેના ગ્રંથો આવતા નહિ તોપણ ગામડાંના લોકો એવા રસથી સાવ વર્ચિત રહેતા નહિ, કારણ કે વિવિધ જ્ઞાતિઓમાં લડાઈ-ઝઘડા થતા અને એની વાતો પણ રસપૂર્વક થતી અને પ્રસરતી. વિવિધ વયજૂથના લોકો વચ્ચે અને વિવિધ સ્તરના લોકોનાં જૂથોમાં થતી ધર્મ, અર્થ અને કામની વાતો સાંભળવામાં અને નવું કંઈક જાણવામાં પંડિતજીને બહુ રસ પડતો હતો. હેમચંદ્રાચાર્યે કાવ્યાનુશાસનમાં વિવિધ રસની ચર્ચા કરીને વિવિધ રસનાં જે લક્ષણો બતાવ્યાં છે એની પ્રતીતિ પંડિતજીને પોતાના કિશોરકાળના અનુભવોને આધારે થઈ હતી. પંડિતજીનું જીવન કિશોરકાળથી જ અનુભવસમૃદ્ધ બનતું ગયું હતું. - સૌરાષ્ટ્રનાં ગામડાંઓ એ જમાનાનું જીવન વિલક્ષણ પ્રકારનું હતું. સૌરાષ્ટ્રમાં દેશી રાજ્યોની સંખ્યા સમગ્ર ભારતની દષ્ટિએ સૌથી વધારે હતી. રાજાનો પાટવીકુંવર ગાદીએ આવે અને રાજાના બીજા દીકરાઓ-પાટવીકુંવરના ભાઈઓ-ભાયાતોને ભાગે આજીવિકા તરીકે ગ્રામ ગ્રાસ આવતો (ગ્રાસ એટલે કોળિયો એટલે કે આજીવિકા) પોતાના ભાગમાં આવેલાં ગામો પણ બીજીત્રીજી પેઢીએ વહેંચાઈ જતાં અને એમ કરતાં થોડીક જમીન રહેતી. રાજવીકુટુંબ એટલે મૂળ ક્ષત્રિયો અથવા રજપૂતો. મહેનત કરી કમાવાની વૃત્તિ તેમનામાંથી નીકળી ગયેલી. તેમનું જીવન બેઠાડું થઈ ગયું હતું. તેઓ અફીણ વગેરેના વ્યસની થઈ ગયેલા. ગામના ચોરે બેસી તેઓ ગપાટા મારતા અથવા જૂની વાતો માટે ગૌરવ લેતા. પણ એમ કરતાં કરતાં કેટલાયે ગરાસિયાઓનાં જીવન સાવ ગરીબ જેવાં થઈ ગયેલાં. નાના ગામડામાં રહેતા વાણિયાઓમાં બહારગામ જઈ વેપારધંધો કરવાની હિંમત હોશિયારી જો ન હોય તો ગામમાં જ વેપારધંધો કરવો પડે. ગામમાં વેપારને જેટલો અવકાશ હોય તેના કરતાં વેપારીઓ વધુ હોય, એટલે સ્પર્ધા થાય. એમાંથી ઈર્ષ્યા, Page #48 -------------------------------------------------------------------------- ________________ છપ્પનિયો દુકાળ અને સામાજિક પરિસ્થિતિ • ૩૧ કલહ, પ્રપંચ વગેરે ચાલુ થાય. કૌટુંબિક અણબનાવો પણ થાય. એ જમાનામાં ગામડાંનો બ્રાહ્મણ વર્ગ તો દાનદક્ષિણા એ પોતાનો જન્મસિદ્ધ હક્ક છે એમ માનતો. એથી અન્ય સારી રીતે આજીવિકા માટેનો પુરુષાર્થ કરવાનો તેમનામાં અભાવ રહેતો. ક્યાંક જમણવાર હોય અને બ્રહ્મભોજન માટે નિમંત્રણ મળ્યું હોય ત્યારે તેઓ રાજી રાજી થઈ જતા અને પેટ દબાવીને ખાઈ લેતા. | કુંભાર, લુહાર વગેરે કારીગર વર્ગ ઉચ્ચ વર્ગથી દબાયેલો રહેતો. ઢેઢભંગીની જાતિના લોકો ત્યારે ગામડાંઓમાં હતા. તેઓ શ્રીમંત વાણિયાઓ અને સમૃદ્ધ ગરાસિયાઓની દયા પર જીવતા. તેઓ એમના હાથે હડધૂત થતા. ઉચ્ચ વર્ગના લોકો પોતે નીચલા થરના લોકો ઉપર રુઆબ અને જોહુકમી કરવાને ટેવાયેલા હતા. કચડાયેલા નીચલા વર્ગના લોકોએ એ પરિસ્થિતિને સ્વાભાવિકપણે સ્વીકારી લીધી હતી. ગામડાંઓમાં ખેડૂતો ખેતરોમાં કાળી મજૂરી કરીને અનાજ, શાકભાજી, કપાસ વગેરે ઉગાડતા. તેઓ પણ કુદરતની અને સમાજની દયા પર જીવતા. Page #49 -------------------------------------------------------------------------- ________________ સગાઈ તૂટી પંડિતજીની સગાઈ નાની વયમાં થઈ ગયેલી. પંડિતજીનું સંઘવીકુટુંબ મોભાદાર ગણાતું. એ દિવસોમાં બાળલગ્ન અથવા કિશોરલગ્નનું પ્રમાણ વધુ હતું. પંડિતજીનાં મોટી બહેનનાં લગ્ન નક્કી થયાં હતાં, તે વખતે સાથે સાથે સુખલાલનાં લગ્ન પણ લેવાની ઇચ્છા પિતાજીની અને દાદીમાની હતી. પરંતુ લગ્નની એ દરખાસ્ત કન્યા પક્ષે સ્વીકારી નહિ. દરમિયાન પંડિતજીએ શીતળામાં આંખો ગુમાવી. અંધત્વ આવ્યું એટલે હવે લગ્નનો પ્રશ્ન જુદી રીતે વિચારાવો ચાલુ થયો. એમાં પંડિતજીને કંઈ પૂછવામાં આવતું નહોતું. પંડિતજીના પિતાજીની અને મોટા કાકાની ઇચ્છા લગ્ન કરી નાખવાની હતી, પરંતુ કન્યાનાં માતાપિતાની ઇચ્છા લગ્ન ન થાય અને સગાઈ તોડવામાં આવે તો સારું એવી હતી. પરંતુ એ જમાનો એવો હતો કે જ્યારે જ્ઞાતિબંધનો અત્યંત કડક હતાં અને એમ સહેલાઈથી સગાઈ તોડવા દેવાતી નહિ. દરેક પક્ષ પોતાના સ્વાર્થથી વિચારતો. સંઘવી કુટુંબને સગાઈ તોડવામાં પોતાનો મોભો નડતો હતો. વળી વડીલોએ એમ પણ વિચાર્યું હતું કે લગ્ન થશે તો જિંદગીભર અંધ છોકરાને સાચવનાર એક વ્યક્તિ મળી જશે. નહિ તો બિચારો પરાધીન થઈ જશે અને સૌનાં ઠેબાં ખાશે. લગ્ન કરવાથી કન્યાની જિંદગી બગડી જશે એવો વિચાર વરપક્ષના બહુ ઓછા લોકોને આવતો. લોકમાનસ ત્યારે એવું હતું. લોકો એમ કહેતા કે બિચારી કન્યાના નસીબમાં જ એવું દુઃખ લખ્યું હશે, એટલે જ છોકરો અંધ થઈ ગયો. આવાં લગ્ન પરસ્પર હિતમાં નથી એ દૃષ્ટિથી વિચારનાર ત્યારે બહુ ઓછા લોકો હતા. જ્ઞાતિના રિવાજ મુજબ કન્યાનાં લગ્ન કરવાનું બંધન એનાં માતાપિતાને માથે હતું. પરંતુ મનથી તેઓ જરા પણ રાજી નહોતાં, બલકે ચિંતાતુર હતાં. એટલે વાતને તેઓ કંઈક બહાનું કાઢી ઠેલતાં જતાં હતાં. એમ કરતાં કરતાં બે વર્ષ પસાર થઈ ગયાં, તેમનો આશય સ્પષ્ટ થઈ ગયો. છેવટે સંઘવી કુટુંબને નમતું આપવું પડ્યું. સગાઈ તોડવાનો નિર્ણય બંને પક્ષ વચ્ચે થયો. સગાઈ તોડવામાં આવી છે એવી જ્ઞાતિમાં જાહેરાત થઈ. જેમ સગાઈ કરતી વખતે છોકરા કે છોકરીને પૂછવામાં Page #50 -------------------------------------------------------------------------- ________________ સગાઈ તૂટી • ૩૩ આવ્યું નહોતું, તેમ સગાઈ તોડતી વખતે પણ છોકરા કે છોકરીને પૂછવામાં આવ્યું નહોતું. પંડિતજીની ઉંમર ત્યારે અઢાર વર્ષની થઈ હતી. તેઓ પુખ્ત ઉંમરના થયા હતા. પોતાની વાસ્તવિક પરિસ્થિતિનો એમણે સ્વીકાર કરી લીધો હતો. એથી જ જ્યારે એમની સગાઈ તોડવાનો નિર્ણય વડીલોએ જાહેર કર્યો ત્યારે તે સમયે એમણે કોઈ અસ્વસ્થતા અનુભવી નહોતી. Page #51 -------------------------------------------------------------------------- ________________ ધર્મક્ષેત્રના વિવિધ અનુભવો ચૌદ-પંદર વર્ષની ઉંમરે પંડિતજી જૈન સ્થાનકવાસી પરંપરાના સંસ્કાર ધરાવતા વડીલો પાસેથી સાંભળતા કે પોતાનો ધર્મ બહુ સૂક્ષ્મ અને ઘણો ઊંચો છે. એમ છતાં જૈનોને અન્ય ધર્મ પ્રત્યે વૈમનસ્ય ન હતું. નાનાં ગામોમાં તો બધા ધર્મના લોકો એકબીજાના ધર્મપ્રસંગે અને ધર્મસ્થળે જતા. તે રીતે પંડિતજીએ પણ પાસે આવેલા સાયલા ગામ જઈને ત્યાં લાલજી ભગતના મંદિરમાં તથા મૂળીના સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરેલાં. એની વિશાળતા જોઈને અને સંતો તથા ગૃહસ્થોને ‘જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ’ એમ તાળીઓ સાથે પોકારતા જોઈને પંડિતજી મુગ્ધ થઈ જતા. સાયલામાં તે વખતના મહારાજ ભગવાનદાસજીની ગામમાં જ્યારે પધરામણી થાય ત્યારે ભક્તો સામૈયું કરવા જતા અને બધા સાથે ગાતા કે, લાલજી આવો તો વહેલા આવજો. સાથે ત્રિકમ છોગાળાને લાવજો. આવી રીતે વિવિધ ધર્મોના વિવિધ સંસ્કાર કિશોર સુખલાલના ચિતમાં અંકિત થયા હતા. તે જમાનામાં સાયલાના ભગવાનદાસજીના ચમત્કારોની લોકોમાં ચાલતી વાતો પંડિતજી પણ શ્રદ્ધાથી માનતા. કોઈ સાધુબાવાઓ ગામમાં આવ્યા હોય તો તેમની પાસે પણ તેઓ જતા. એમના એક મિત્ર ગુલાબચંદ દ્વારા તેમણે ચમત્કા૨ માટે અભ્રકની ભસ્મનો પ્રયોગ પણ કરેલો. પંડિતજીએ છપ્પનિયો દુકાળ' જોયેલો. તે વખતે પોતે લીમલીમાં જ હતા. લોકોને આશાનું કિરણ કોઈ બતાવે તો બધા એ બાજુ દોડે. એ દિવસોમાં એક ચમત્કારિક બાવો કોઈકના ખેતરમાં આવ્યો છે. એવા સમાચાર ફેલાયા. સૌ એનાં દર્શન કરવા જવા લાગ્યા. પંડિતજી દેખે નહિ, પણ બાવો ગાંજો પીવે. એના ધુમાડાની ગંધ પરથી એમને સમજાઈ ગયું કે બાવો ક્યાં છે. કોઈકે બાવાને પૂછ્યું. “મહારાજ, વરસાદ ક્યારે પડશે ?” બાવાએ કહ્યું, બચ્ચા, પંદર દિન ધીરજ રાખો.' બધાંએ શ્રદ્ધાપૂર્વક બાવાની સારી સરભરા કરી. પંદર દિવસ થયા. થોડા વધારે દિવસ પણ થયા, પણ વરસાદ પડ્યો નહિ. પણ બાવાને પૂછવા જવાનું રહ્યું નહિ. કારણ કે પંદર દિવસ પૂરા થતાં પહેલાં જ એ બાવો ત્યાંથી પલાયન થઈ ગયો હતો. Page #52 -------------------------------------------------------------------------- ________________ ધર્મક્ષેત્રના વિવિધ અનુભવો. ૩૫ લીમલી ગામમાં થઈને જતાંઆવતાં લગભગ તમામ સાધુસાધ્વીઓના પરિચયમાં આવવાની પંડિતજીને સારી તક મળતી, કારણ કે અંધ હોવાને કા૨ણે તેઓ ઉપાશ્રયમાં પૂરો સમય આપી શકતા હતા. ઈ. સ. ૧૯૦૦ના અરસામાં તેઓ બાળકૃષ્ણજી નામના એક જૈનસાધુના સંપર્કમાં આવ્યા હતા. તેઓ સાયલા સંઘાડાના હતા, પણ પછીથી. તેઓ પોતાના સમુદાયથી છૂટા થઈ એકલા વિચરતા હતા. તેમને યોગસાધનાનો નાદ લાગ્યો હતો. એટલે તેઓ હિન્દુ સંન્યાસી બાવાઓનો સંગ કરતા. તેઓ ક્યારેક ગામમાં ઉપાશ્રયમાં ઊતરતા તો ક્યારેક ગામબહારની ધર્મશાળામાં બીજા ધર્મના બાવાઓ સાથે પણ રહેતા. તેમનો કંઠ મધુર હતો. તેઓ આનંદઘનજી, ચિદાનંદજી વગેરે જૈન સંતો ઉપરાંત કબીર અને દાદુપંથી સંતોનાં પદો લલકારતા. તેઓ ગિરનારમાં વસતા સાધુસંન્યાસીઓની વાતો કરતા. એમની સાથે પરિચય ગાઢ થતાં પંડિતજીને યોગસાધનાનો નાદ લાગ્યો હતો. આથી બાળકૃષ્ણજી તેમને ગિરનાર લઈ જવા ઇચ્છતા હતા. પંડિતજી સાથેનો પરિચય ગાઢ થાય એ માટે તેમણે એક ચાતુર્માસ લીમલીમાં પણ કર્યું. તેઓ બંનેની ઇચ્છા ગિરનારમાં જઈ ત્યાં ગુફામાં રહેતા ચિદાનંદજી મહારાજને શોધી કાઢી, એમની પાસે રહેવાની હતી. પરંતુ એ ચાતુર્માસ દરમિયાન જ પંડિતજીને વઢવાણમાં ઉત્તમચંદજી મહારાજ પાસે સંસ્કૃત વ્યાકરણ શીખવા માટે જવાનું થયું. એટલે ગિરનાર જવાની એમની ઇચ્છા મુલતવી રહી હતી. પંડિતજી જ્યારે વઢવાણ કેમ્પમાં રહેતા હતા ત્યારે તેઓ કેવળ જિજ્ઞાસાથી જૈન મંદિરમાં દર્શન કરવા પણ જતા. તેઓ કુળધર્મથી સ્થાનકવાસી સંપ્રદાયના હતા, છતાં નવું જોવાજાણવાની ઇચ્છા એમને પ્રબળ રહેતી. સ્થાનકવાસી સંપ્રદાય મૂર્તિપૂજાનો વિરોધ શા માટે કરે છે તે વિશે જાણવા પણ તેઓ ઉત્સુક હતા. એ વખતે વઢવાણમાં પાઠશાળામાં ધાર્મિક શિક્ષક તરીકે ઉજમશી માસ્તર હતા. પંડિતજીને એમની સાથે પરિચય થયો હતો. તેઓ મૂર્તિપૂજક સંપ્રદાયના હતા. પંડિતજીને મૂર્તિપૂજા વિશે તેઓ સમજાવતા. બીજી બાજુ પંડિતજી સ્થાનકવાસી સાધુ મહારાજ પાસે જતા. તેઓ તેમને મૂર્તિપૂજાની વિરુદ્ધ સમજાવતા. આમ છતાં પંડિતજીએ મંદિરમાં જવાનું ચાલુ રાખેલું. તે અંગે સગાંઓ કે જ્ઞાતિજનો વાંધો ઉઠાવતા નહિ. બીજી બાજુ મૂર્તિપૂજકો પંડિતજીનો દાખલો આપીને બોલતા કે જુઓ સુખલાલ જેવો શાસ્ત્રનો જાણકાર પણ મંદિરે આવે છે. તો શાસ્ત્રોમાં મૂર્તિની માન્યતા હોવી જ જોઈએ.' અલબત્ત, પંડિતજીની મૂર્તિપૂજા વિશેની વિચારધારા એ દિવસોમાં એટલી સ્પષ્ટ નહોતી, તોપણ તેઓ સ્થાનકવાસી હોવા છતાં મૂર્તિપૂજામાં માનતા થઈ ગયા હતા. કાશી ગયા પછી તો મૂર્તિપૂજા વિશે શાસ્ત્રીય આધાર સહિત તેમની માન્યતા વધુ દૃઢ થઈ હતી. Page #53 -------------------------------------------------------------------------- ________________ જૈન સાધુઓનો સંપર્ક અને મંત્રસાધના અંધત્વ પામ્યા પછીનાં કિશોરાવસ્થાનાં વર્ષોમાં પંડિતજીની પ્રવૃત્તિનું એક મુખ્ય કેન્દ્ર તે જૈન ઉપાશ્રય હતો. 1 લીમલી જૈન સાધુસાધ્વીઓના વિહારમાં વચ્ચે આવતું ગામ હોવાથી કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત અને મારવાડ તરફ વિહાર કરનારાં સાધુસાધ્વીઓ ત્યાં મુકામ કરતાં. ઉપાશ્રયમાં સગવડ સારી હતી. લોકોનો આદરભાવ પણ સારો રહેતો. એટલે કેટલાંક સાધુસાધ્વી તો એક મહિનો લીમલીમાં રોકાતાં. અંધત્વને કારણે તથા વિદ્યા તરફ પોતાની વધતી જતી રૂચિને કારણે પંડિતજી રોજેરોજ ઉપાશ્રયમાં જતા અને વખતોવખત ત્યાં પધારતાં સાધુસાધ્વીના સંપર્કમાં રહેતા અને તેમની વૈયાવચ્ચ કરતા. ક્યારેક તેઓ રાતના ઉપાશ્રયમાં જ સૂઈ જતા. દરેક સાધુસાધ્વી પાસેથી તેમને કંઈક નવું જાણવા મળતું. આખો દિવસ તેઓ નવરા હોવાને કારણે તેમને સૂત્રો વગેરે કંઠસ્થ કરવાનું મન થયું હતું. ઉચ્ચ સ્વરે તેઓ સૂત્રો સારી રીતે બોલી શકતા. સૂત્રોની સાથે મંત્રી પણ શીખવાનું એમણે ચાલુ કર્યું. એક એવી માન્યતા છે કે સાધુસંન્યાસીઓની હૃદયપૂર્વક જો આપણે સેવા-ચાકરી કરીએ તો તેઓ આપણને ગુપ્ત વિદ્યાઓ શિખવાડે તથા મંત્રતંત્રની ગુપ્ત સાધના-પદ્ધતિ પણ બતાવે. સાધુઓના નિકટના સંપર્કમાં આવવાને કારણે પંડિતજીને પણ એવી ઈચ્છા થઈ હતી. એમની યોગ્યતા જાણીને જાણકાર સાધુઓ પડિતજીને મંત્ર અને તંત્રની સાધના કેવી રીતે કરવી, તે પ્રત્યેકનું શું ફળ હોય છે વગેરે સમજાવતા, પંડિતજી એ બધામાં એવા નિષ્ણાત થતા ગયા કે વખત જતાં કેટલાંક સાધુસાધ્વીઓ અંધ સુખલાલ પ્રત્યે માનથી જોતાં અને વળી કેટલાંક નવદીક્ષિત સાધુસાધ્વી પંડિતજી પાસેથી શીખવાની ઈચ્છા ધરાવતાં એથી ગામના લોકોમાં પંડિતજીનું માન વધી ગયું હતું. લીમલીમાં પંડિતજીના એક સમયવયસ્ક મિત્ર ગુલાબચંદને પણ આ વિષયમાં રસ પડ્યો હતો. પછીથી તો તેઓ બંને સાથે મળીને કેટલીક મંત્રસાધના કરવા લાગ્યા હતા. એ દિવસોમાં સાયલામાં મેઘરાજજી મહારાજ નામના એક સ્થાનકવાસી વયોવૃદ્ધ સાધુ બિરાજમાન હતા. તેઓ પણ મંત્રવિદ્યાના સારા જાણકાર હતા. એક વખત પંડિતજીએ જાણ્યું કે અક્કલબેરાની માળાથી જો જાપ કરીએ તો વિશેષ લાભ થાય Page #54 -------------------------------------------------------------------------- ________________ જૈન સાધુઓનો સંપર્ક અને મંત્રસાધના • ૩૭ છે. પણ રુદ્રાક્ષની જેમ અક્કલબેરા પણ સાચા છે કે નકલી તેની ખબર કેવી રીતે પડે? પંડિતજીને એક ચારણે જંગલમાંથી અક્કલબેરા લાવી આપ્યા. હવે તેની કસોટી કરવાની હતી. મેઘરાજજી મહારાજે તેનો નુસખો બતાવ્યો. બે જણ પોતાપોતાના હાથમાં ઉઘાડી તલવાર લઈને ઊભા રહે અને વચ્ચે નીચે જમીન પર અલબેરાની માળા મૂકવામાં આવે. જો અલબેરા સાચા હોય તો તલવાર અલબેરા તરફ ખેંચાઈને નીચે વળવા માંડે. પંડિતજી અને ગુલાબચંદે ગુપ્તપણે આ પ્રયોગ કરી જોયો હતો. અને તે પ્રમાણે થતાં ખાતરી થઈ કે અલબેરા સાચા છે. એટલે તેઓએ સાત રૂપિયામાં એ માળા ખરીદી લીધી. એક સરસ ડબ્બીમાં ઘરેણાંની જેમ તેઓ એને સાચવવા લાગ્યા. આ વાત ધીમે ધીમે ગામમાં પ્રસરવા લાગી અને પછી તો એવી હવા બંધાઈ કે સુખલાલ મંત્રવિદ્યાના મોટા જાણકાર છે. લીમલીમાં એક વખત મૂર્તિપૂજક સંપ્રદાયના હિતવિજયજી નામના મુનિ મહારાજ પધાર્યા હતા. એમણે પંડિતજીને નવસ્મરણમાંના તિળયપત્ત નામના સૂત્રના મંત્રની સાધના યંત્ર વડે કેવી રીતે કરવી તે બતાવ્યું હતું. યંત્ર દોરી પછી કપૂર અને ચંદનથી અર્ચન કરી, પછી સાધના કરીને એ યંત્રને ધોઈને એ જલ જેને કંઈ તાવ, દર્દ, વિઘ્ન ઇત્યાદિ હોય તેને પીવા માટે આપવાથી તે મટી જાય છે. આ મંત્ર-યંત્રની સાધનાનો પ્રયોગ પંડિતજીએ ઘણી વાર કર્યો હતો. તદુપરાંત નવસ્મરણમાંથી ભક્તામર સ્તોત્ર અને કલ્યાણમંદિર સ્તોત્રનાં યંત્રોની સાધના પણ એમણે શીખી લીધી હતી. નવકાર મંત્રનો નવ લાખ વાર જાપ કરવાની વિધિ જાણી લઈને તે પ્રમાણે એમણે જાપ પણ કર્યા હતા. પરંતુ મંત્રસાધનાના પંડિતજીના પ્રયોગો દરેક વખતે સફળ થતા નહિ. લીમલીમાં કોઈ એક છોકરીને સાપે દંશ માર્યો હતો. ત્યારે એનું વિષ ઉતારવા એમણે મોટે સ્વરે મંત્ર જપ કર્યો હતો. પરંતુ તેનું કશું પરિણામ આવ્યું નહોતું. એવી જ રીતે બીજો એક પ્રયોગ પણ નિષ્ફળ ગયો હતો. છપ્પનિયા દુકાળ પછી પિતાજી એક ભેંસ મોંઘા ભાવે લાવ્યા હતા. પરંતુ પાડીને જન્મ આપ્યા પછી ભેંસ દૂધ આપતી બંધ થઈ ગઈ હતી. પાડી પણ મરી ગઈ. મોંઘા ભાવની ભેંસ દૂધ ન આપે તો તેથી મોટું નુકસાન થાય. પંડિતજીએ ભેંસને વિજય પટુત્ત'નું પાણી પાયું. એથી એક વખત ભેંસે જરાક દૂધ આપ્યું, પણ પછી ફરીથી પ્રયોગ કરવા છતાં એ ભેંસ કાયમને માટે દૂધ આપતી બંધ થઈ ગઈ હતી. યૌવનમાં પ્રવેશતાં પંડિતજીએ કેટલાંક વર્ષ મંત્રતંત્ર-યંત્રની સાધનાના પ્રયોગો શ્રદ્ધાપૂર્વક કર્યા હતા, પણ પછી શાસ્ત્રાભ્યામાં રસ પડતાં. મંત્રતંત્રની સાધનામાંથી એમનો રસ ઊડી ગયો હતો. Page #55 -------------------------------------------------------------------------- ________________ કાશી પહોંચ્યા ઉપાશ્રયમાં નિયમિત જવાથી અને સાધુસાધ્વીઓના સંપર્કથી પંડિતજીને સંસ્કૃત શ્લોકો અને પ્રાકૃત ગાથાઓ કંઠસ્થ કરવાનો સારો મહાવરો થવા લાગ્યો. અર્થ તરત ન સમજાય, પણ જેમ જેમ મહાવરો વધતો ગયો તેમ તેમ કેટલાયે સંસ્કૃત અને પ્રાકૃત શબ્દોના અર્થ તેમને આવડવા લાગ્યા. પરિણામે સંસ્કૃત ભાષા માટે પંડિતજીને આદર અને રુચિ થવા લાગ્યાં હતાં. - પંડિતજીની આંખે અંધત્વ આવ્યું તે પછીના અરસામાં, વિ. સં. ૧૯૫૯-૬૦ (ઈ. સ. ૧૯૦૩-૦૪)માં ભાવનગરથી પ્રકાશિત થતા જૈન ધર્મપ્રકાશ' નામના સામયિકમાં એવા સમાચાર છપાયેલા કે ગુજરાતમાંથી શ્રી ધર્મવિજ્યજી નામના એક મુનિ મહારાજ પોતાના ચેલાઓ તથા વિદ્યાર્થીઓને લઈને કાશી જવાના છે અને ત્યાં તેઓને રાખીને સંસ્કૃત ભાષા, સાહિત્ય અને શાસ્ત્રોમાં પારંગત કરવાના છે. આ સમાચારની જાણ થતાં પંડિતજીને કાશી જઈ સંસ્કૃત ભાષા-સાહિત્યનો અભ્યાસ કરવાની ઝંખના થઈ. પરંતુ ઠેઠ કાશી સુધી જવું અને રહેવું એ અંધત્વને કારણે પંડિતજી માટે ઘણું મુશ્કેલ હતું. એટલે પોતાની ઈચ્છા પિતાજી કે મોટા ભાઈ આગળ વ્યક્ત કરતાં તેમને સંકોચ થતો હતો. પોતાની અભિલાષાને પંડિતજી મનમાં જ સમાવી રાખતા. પરંતુ ત્યાર પછી પંડિતજીએ વિચાર્યું કે પોતાને આવી સ્થિતિમાં કાશીમાં મુનિ ધર્મવિજયજી રાખે કે કેમ એ પહેલાં જાણી લેવું જોઈએ અને એ પણ ગુપ્ત રીતે જાણવું જોઈએ. જો એમની હા આવે તો તે પછી જ વડીલોને એ વિશે વાત કરવી જોઈએ. એ માટે પંડિતજીએ ગુપ્ત રીતે એક મિત્ર દ્વારા પત્ર લખીને મિત્રના સરનામે જવાબ આવે એ રીતે પત્રવ્યવહાર કર્યો. કાશીથી મુનિ ધર્મવિજયજીનો જવાબ આવ્યો કે “તમે ભલે આંખે ન દેખી શકતા હો, છતાં કાશી આવી શકો છો, વીરમગામથી કેટલાક વિદ્યાર્થીઓ કાશી આવવાના છે. એમની સંગાથે તમે આવજો. એ માટે તમે વીરમગામ જઈને ત્યાં “કાશી જૈન પાઠશાળા'ની ઓફિસમાં એના સેક્રેટરીને મળજો, હું પણ તેમને સીધી સૂચના લખું છું.' મુનિ ધર્મવિજયજીની સંમતિ મળતાં પંડિતજી અત્યંત રાજી થયા અને ઉત્સાહમાં આવી ગયા. મનમાં પાકો નિર્ણય કર્યો કે ઘરનાં લોકો ગમે તેટલો વિરોધ કરે તોપણ તેની દરકાર ન કરતાં અવશ્ય કાશી જવું. Page #56 -------------------------------------------------------------------------- ________________ કાશી પહોંચ્યા • ૩૯ એ દિવસોમાં લીમલીમાં અચાનક મરકી પ્લેગ)નો રોગચાળો ફાટી નીકળેલો. એટલે લીમલી ગામ છોડીને ઘણા લોકો સ્થળાંતર કરી ગયેલા. પંડિતજીના પિતા અને કુટુંબના કેટલાક સભ્યો બાજુમાં મુંજપુર ગામે રહેવા ચાલ્યા ગયા હતા. પંડિતજી અને બીજા બેચાર જણ મૂળી ગામે રહેવા ગયેલા. પંડિતજી મૂળીમાં હતા ત્યારે આ પત્ર આવ્યો. પિતાજીને એ વિશે વાત કરવાની તેઓ તક શોધતા હતા. ત્યાં કોર્ટના કોઈ કામકાજ અંગે પિતાજી એક દિવસ મૂળી આવ્યા હતા. પંડિતજીએ એ દિવસે અનુકૂળ તક જોઈને પિતાજીને ભાવપૂર્વક વાત કરી. વળી પિતાજીને કહ્યું કે “તમે મને ના પાડીને અમંગળ કે અપશુકન કરશો નહિ, કારણ કે હું કાશી જવાનો છું તે જવાનો જ છું એ નિશ્ચિત છે.” પરિસ્થિતિ સમજી જઈને પિતાજીએ ના તો ન પાડી, પણ તેઓ મૂંઝાયા. શું બોલવું તેની એમને સમજ ન પડી, પણ છેવટે એમ કહ્યું કે “તું આજે મારી સાથે ઘરે ચાલ. ત્યાં જઈને વિચારીશું.” પંડિતજી પિતાજી સાથે રાત્રે ઘરે પહોંચ્યા. પિતાજીના મનમાં એમ હતું કે થોડો વખત જરો એટલે ઊભરો શમી જશે. ઘરે ભાભીએ વાત સાંભળી એટલે એ પણ અચંબામાં પડી ગયાં, ઘરના દરેકના મનમાં મુખ્ય ચિંતા એ હતી કે અંધત્વને કારણે પંડિતજી કાશીમાં કેવી રીતે રહી શકશે? એમને કોણ સાચવશે? પરંતુ પંડિતજી પોતાની વાતમાં મક્કમ હતા. એમના એક મોટા ભાઈ ખુશાલચંદ વઢવાણમાં હતા. એટલે પિતાજી, પંડિતજી અને એમના ઘરમાં રહેતા ફઈના દીકરા ચૂનીલાલ એ ત્રણે વઢવાણ આવ્યા. વઢવાણમાં તેઓ ખુશાલચંદને મળ્યા. ખુશાલચંદ તો ગરમ થઈ ગયા. એમણે કહ્યું, ‘તું જાય પછી અમારે ગામમાં, સગાંસંબધીઓમાં મોટું શું બતાવવું? સૌ કોઈ એવો જ અર્થ કરે કે માથેથી ભાર ઉતાર્યો. તારે સંસ્કૃત ભણવું હોય તો અહીં ક્યાં નથી ભણાતું ? એ માટે કોઈ પંડિતની વ્યવસ્થા કરીશું.” પિતાજીનો અને ખુશાલચંદનો વિચાર પંડિતજીને કાશી જતા રોકવાનો હતો, પરંતુ પંડિતજીનો મક્કમ નિર્ધાર જોઈને તેઓએ છેવટે થોડું નમતું આપ્યું અને એમ નક્કી કર્યું કે પહેલાં વિરમગામ જઈને તપાસ કરવી. પછી નિર્ણય લેવો. - વઢવાણથી ખુશાલચંદ સાથે પંડિતજી વીરમગામ જવા નીકળ્યા. વીરમગામ બાજુની ટ્રેનમાં જવાનો પંડિતજીના જીવનમાં આ પહેલો પ્રસંગ હતો. આખે રસ્તે ખુશાલચંદે કાશી ન જવા માટે સમજાવ્યા કર્યું, પરંતુ પંડિતજીએ જાણે એ સાંભળ્યું જ ન હોય તેમ મૌન જ રહ્યા. વીરમગામમાં તેઓ પોતાની ફોઈ પાર્વતીબહેનના ઘરે ઊતર્યા. પંડિતજીની કાશી જવાની વાત સાંભળી ફોઈએ બંને ભાઈઓનો ઊધડો લીધો, આથી મોટા ભાઈને તો જોઈતું હતું તેવું થયું. પણ વીરમગામ આવ્યા છીએ એટલે કાશીની સંસ્થાના સેક્રેટરીઓને Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૦ • પંડિત સુખલાલજી મળવું જોઈએ એમ લાગ્યું. તે વખતે રત્નચંદ્રજી અને છોટાલાલ ત્રિકમલાલ પારેખ એ બે આ સંસ્થાના સેક્રેટરી હતા. પંડિતજી અને ખુશાલચંદ તેઓને મળ્યા. પંડિતજીની અપંગ જેવી સ્થિતિ જોઈને તેઓ નવાઈ પામ્યા. તેઓ બંનેએ માંહોમાંહે અંગ્રેજીમાં વાત કરી. પંડિતજી અંગ્રેજી જાણતા નહોતા, પણ ખુશાલચંદ સમજતા હતા. સેક્રેટરીઓનો આશય પંડિતજીને મોકલવાનો નહોતો, કારણ કે ત્યાં અંધવ્યક્તિ કેવી રીતે રહેશે અને એમની સંભાળ કોણ લેશે? સેક્રેટરીઓએ કહ્યું કે કાશીથી ધર્મવિજયજી મહારાજનો સુખલાલ માટે કોઈ પત્ર આવ્યો નથી. વળી કાશી જવાવાળા બીજા કોઈ વિદ્યાર્થી હજુ આવ્યા નથી. એટલે સંગાથનો પ્રશ્ન પણ ઊભો થાય છે. એટલે અમે કાશી પત્ર લખીએ છીએ. એનો જવાબ આવતાં હજુ થોડા દિવસ લાગશે. માટે તમારે અહીં વિરમગામમાં રહેવું હોય તો અહીં રહો અથવા ઘરે જવું હોય તો ઘરે જઈ શકો છો, જવાબ આવશે એટલે અમે તમને જણાવીશું.” તેઓ ત્યાંથી પાછા ફર્યા. પછી ખુશાલચંદે રસ્તામાં કહ્યું, સુખલાલ, બંને સેક્રેટરીઓની તને મોકલવાની બિલકુલ ઈચ્છા નથી. તેઓની અંગ્રેજીમાં થયેલી વાતચીત પરથી મને એ સ્પષ્ટ સમજાઈ ગયું છે.” આવી પરિસ્થિતિમાં પંડિતજીએ ખુશાલચંદને કહ્યું, “તો પછી આપણે વીરમગામથી વઢવાણ પાછા જઈએ. હું વઢવાણામાં થોડા દિવસ રોકાઈશ. તેમનો જવાબ આવશે તો ઠીક, નહિ તો હું લીમલી ઘરે પાછો ચાલ્યો આવીશ.” પંડિતજી વઢવાણમાં હતા ત્યાં અઠવાડિયામાં વીરમગામથી વઢવાણ તાર આવ્યો કે “સુખલાલને કાશી જવાની સંમતિ મળી ગઈ છે. માટે જલદી વિરમગામ મોકલો.” ખુશાલચંદ અને પંડિતજી તૈયારી કરીને વિરમગામ પહોંચી ગયા. બીજા સ્નેહીઓ પણ વળાવવા આવ્યા, પંડિતજી પોતાના નિર્ણયમાં મક્કમ અને સ્વસ્થ હતા. ખુશાલચંદ અને સ્નેહીઓ ગળગળા થઈ ગયા. પંડિતજી સાથે નાનાલાલ નામના પ્રાંતિજની શાળાના શિક્ષક આવવાના હતા. બંને આ બાજુનો પ્રવાસ પહેલી વાર કરવાના હતા, બંને બિનઅનુભવી હતા. પંડિતજીને વિરમગામ સ્ટેશનેથી છેક કાશીના રાજઘાટ સ્ટેશને પહોંચવાનું હતું. વિ. સં. ૧૯૬૦ના ચૈત્ર મહિનાનો ઉનાળો હતો. ટ્રેન દ્વારા એટલો પ્રવાસ કરવાનું એ દિવસોમાં સરળ નહોતું. ત્રણેક ઠેકાણે ગાડી બદલવી પડતી. દરેક ટ્રેનમાં કુદરતી હાજત માટેની સગવડ હોય જ એવું નહોતું. દેખતા માણસને પણ કંટાળો આવે અને કદાચ ત્રાસ પણ પડે તો પંડિતજીની તો શી સ્થિતિ થાય ? એમની સાથે આવેલા બીજા ભાઈ નાનાલાલ આવા પ્રવાસના બિનઅનુભવી અને સ્વભાવે મોળા તથા ભીરુ હતા. પંડિતજી અને નાનાલાલને એ પણ ખબર નહોતી કે વચ્ચે કયાં કયાં સ્ટેશનો આવે છે. તથા મોટા સ્ટેશનોએ ગાડી કેટલી મિનિટ ઊભી રહે છે. તેઓ જે ગાડીમાં બેઠા હતા એમાં ફક્ત બેસવાની સગવડ હતી. લઘુશંકાદિ માટે સગવડ નહોતી. એ Page #58 -------------------------------------------------------------------------- ________________ કાશી પહોંચ્યા • ૪૧ માટે તો ટ્રેનમાંથી ઊતરી સ્ટેશન પર પ્લેટફોર્મમાં રાખેલી સગવડનો ઉપયોગ કરવાનો રહેતો. પરંતુ એમ કરવા જતાં ટ્રેન ઊપડી જાય તો શું કરવું? પંડિતજી અને નાનાલાલને જુદા જુદા સ્ટેશને મળતી નવી નવી મીઠાઈઓ અને અન્ય વાનગીઓ ખાવાનો રસ લાગ્યો. પરંતુ ત્યાર પછી લઘુશંકાની કુદરતી હાજત દબાવી રાખવી પડી. છેવટે રહેવાય નહિ એટલે મારવાડમાં મોરી બેડા નામના સ્ટેશન પર સામાન સાથે તેઓને ઊતરી જવું પડ્યું. એટલી વારમાં ગાડી તો ઊપડી ગઈ. તેઓ બંને સ્ટેશન માસ્તર પાસે પહોંચ્યા. સ્ટેશન માસ્તર ગુજરાતી હતા. એટલે તેમની વાત સહાનુભૂતિપૂર્વક સાંભળી પછી એક ગાડી જવા દઈ બીજી જે ફાસ્ટ ગાડી હતી તેમાં સંડાસવાળા ડબ્બામાં તેમને બેસાડ્યા. આવી હાડમારીવાળી મુસાફરી કરતાં કરતાં તેઓ બંને આગ્રા પહોંચ્યા. ત્યાં ગાડી બદલીને બીજી ગાડીમાં બેઠા. છેવટે જ્યારે કાશીના રાજઘાટ નામના સ્ટેશને ઊતર્યા ત્યારે રાત પડી ગઈ હતી. એટલે ગામમાં જતાં ડર લાગતો હતો. કારણ કે પંડિતજીએ લલ્લુજી મુનિ પાસેથી સાંભળ્યું હતું કે ‘વારા ધૂર્તવત્'. એટલે કોઈ છેતરી ન જાય એટલા માટે સ્ટેશન પાસેની ધર્મશાળામાં તેઓ રાત રોકાયા, બીજે દિવસે સવારે ઘોડાગાડી કરીને તેઓ યશોવિજયજી જૈન પાઠશાળામાં પહોંચ્યા. ત્યાં પંડિતજી શ્રી ધર્મવિજયજી મહારાજને પહેલી જ વાર મળ્યા અને પોતાનો કૃતજ્ઞતાનો ભાવ દર્શાવ્યો. મહારાજશ્રીએ તેમનું એવું ઉમળકાભેર સ્વાગત કર્યું કે વિરમગામથી કાશી આવવાનું પંડિતજીનું રસ્તાનું કષ્ટ વિસરાઈ ગયું. Page #59 -------------------------------------------------------------------------- ________________ કાશીમાં પાઠશાળામાં અભ્યાસ પંડિતજી જેમનો સંગાથ કરીને કાશી પહોંચ્યા એ નાનાલાલ તો કાશીમાં આવતાંની સાથે જ માંદા પડ્યા. એમની માંદગી એટલી વધી ગઈ કે તરત એમને પોતાને વતન પ્રાંતીજ પાછા મોકલવા પડ્યા. ત્યાં પહોંચ્યા પછી તરત તેઓ ગુજરી ગયા. પંડિતજીએ નોંધ્યું છે કે આ નાનાલાલ જાણે પોતાને કાશી મૂકવા માટે જ આવ્યા હોય એવું થયું. શાસનસમ્રાટ શ્રી વિજ્યનેમિસૂરિ મહારાજના એક ગુરુબંધુ અને શ્રી વૃદ્ધિચંદ્રજીના પ્રખર શિષ્ય જે ‘કાશીવાળા' તરીકે ઓળખાય છે તે શ્રી વિજયધર્મસૂરિ મહારાજે એમના જમાનામાં જે એક ભગીરથ કાર્ય કર્યું હતું તે પોતાના શિષ્યોને લઈ જઈને કાશીમાં શ્રીયશોવિજયજી જૈન પાઠશાળા' સ્થાપવાનું હતું, ગુજરાતમાં માંડલથી ઠેક કાશી સુધીનો વિહા૨ બહુ મુશ્કેલીભર્યો હતો, કારણ કે જંગલોમાંથી જવાનું હતું. મુકામ કરવા માટે કેટલાંક ઠેકાણે મકાનો ન હોય તો ખુલ્લામાં રાત્રિમુકામ કરવો પડતો. જૈનોનાં ઘર નહોતાં,એટલે ગમે તે રીતે ગોચરીની વ્યવસ્થા કરવી પડતી. કાશી તેઓ પહોંચ્યા ત્યારે જૈનોને કોઈ મકાન ભાડે આપવા તૈયાર નહિ. છેવટે દૂરના ઉજ્જડ વિસ્તારમાં ખંડિયેર જેવી એક જર્જરિત ધર્મશાળાનું મકાન ભાડે મળી ગયું. બાબુ ધનપતસિંહની ધર્મશાળાનું એ મકાન હતું. મહારાજશ્રી. એમના છ સાધુઓ અને બાર વિદ્યાર્થીઓ સાથે ત્યાં રહેવા આવ્યા અને પગારદાર પંડિતો પાસે અભ્યાસ કરવા લાગ્યા. ધર્મશાળાનું મકાન પડું પડું થઈ રહ્યું હતું. જ્યારે જોરદાર પવન ફૂંકાય અને ધોધમાર વરસાદ પડે ત્યારે બધા મકાનમાંથી બહાર નીકળી જઈને બીજે આશ્રય લેતા. પાઠશાળાની ખ્યાતિ એવી વધવા લાગી કે ઉત્તર ભારત, મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન વગેરેથી વિદ્યાર્થીઓ આવવા લાગ્યા હતા. અજૈન વિદ્યાર્થીઓને પણ મહારાજશ્રી દાખલ કરતા. પંડિતજી જ્યારે ભણવા આવ્યા ત્યારે પાઠશાળામાં પચીસથી વધુ વિદ્યાર્થીઓ થઈ ગયા હાત. પંડિતજી કાશી પહોંચ્યા ત્યારે ચૈત્ર મહિનો ચાલુ થયો હતો. હવે સુદ પાંચમનો દિવસ આવ્યો. પંચમીનો દિવસ વિદ્યારંભ માટે સારો ગણાય છે. તે દિવસ જ શ્રી. ધર્મવિજ્યજી મહારાજના શિષ્ય શ્રી અમીવિજ્યજી મહારાજે અભિધાન Page #60 -------------------------------------------------------------------------- ________________ કાશીમાં પાઠશાળામાં અભ્યાસ • ૪૩ ચિંતામણિ'નો પહેલો શ્લોક પંડિતજીને ઉચ્ચારાવી વિદ્યાભ્યાસનો આરંભ કરાવ્યો હતો. પંડિતજીએ કયા વિષયનો અભ્યાસ કરવો તેની વિચારણા થતાં અમીવિજયજી મહારાજે કહ્યું કે તમે હેમચંદ્રાચાર્યકત સિદ્ધહેમ શબ્દાનુશાસન' નામનું વ્યાકરણ ભણો.” પંડિતજીએ એ વ્યાકરણનું નામ જિંદગીમાં પહેલી વાર સાંભળ્યું. તેમણે પાણિનિના સિદ્ધાન્ત કૌમુદી'નું નામ સાંભળ્યું હતું. એટલે એમની ઇચ્છા એ વ્યાકરણ ભણવાની હતી. પણ શ્રી અમીવિજયજી મહારાજે કહ્યું કે “સિદ્ધહૈમ વ્યાકરણ તો સર્વાગીણ છે. એ પૂરું કરવું સહેલું નથી. તમારા જેવા જૈન જો આ વ્યાકરણ નહિ ભણે, તો શું બ્રાહ્મણો એ ભણશે? બીજા બધા “સિદ્ધહૈમ સાત હજાર શ્લોક પ્રમાણે લઘુવૃત્તિ સાથે ભણે છે. તમે અઢાર હજાર શ્લોક પ્રમાણ બ્રહદ્રવૃત્તિ સાથે ભણી શકશોશ્રી અમીવિજયજી મહારાજની ભલામણ અનુસાર પંડિતજીએ એ પ્રમાણે “સિદ્ધહૈમ' વ્યાકરણ બ્રહવૃત્તિ સાથે ભણવાનું ચાલુ કર્યું. પાઠશાળામાં બૃહદ્રવૃત્તિ સાથે ભણનાર માત્ર તેઓ એકલા જ હતા. વળી પાઠશાળાના બધા વિદ્યાર્થીઓમાં ઉંમરમાં તેઓ સૌથી મોટા હતા. ચોવીસ વર્ષની ઉમરે એમણે વ્યાકરણ ચાલુ કર્યું. એટલે પાઠશાળામાં એમનું માન ઘણું વધી ગયું. શ્રી વિજયધર્મસૂરિજીએ પાઠશાળાના વિદ્યાર્થીઓ અને સાધુઓના અભ્યાસ માટે સારો પગાર આપીને બે પંડિતો રાખ્યા હતા. એક પંડિત તે અંબાદત્ત શાસ્ત્રી અને બીજા તે હરિનારાયણ તિવારી. અંબાદત્ત શાસ્ત્રી તે સમયના કાશીના સુપ્રસિદ્ધ નૈયાયિક સીતારામ શાસ્ત્રીના શિષ્ય હતા. હરિનારાયણ તિવારી તે સમયના ભારત વિખ્યાત વૈયાકરણી શિવકુમાર શાસ્ત્રીના શિષ્ય હતા. બંને પંડિતો પોતાના વિષમાં પારંગત હતા. અંબાદત શાસ્ત્રી ન્યાયદર્શન અને કાવ્યસાહિત્ય ભણાવતા હતા. હરિનારાયણ તિવારી વ્યાકરણ ભણાવતા. તેઓ બંને ભણાવવા માટે ઉત્સાહી હતા. અંબાદત્ત શાસ્ત્રી પાસે બધા સાધુઓ ભણવા બેસતા. શ્રી વિજયધર્મસૂરિ પોતે પણ ભણવા બેસતા. હરિનારાયણ તિવારી પાસે પંડિતજી વ્યાકરણ ભણતા. પોતાને હરિનારાયણ તિવારી જેવા સમર્થ ગુરુ પાસે વ્યાકરણ ભણવાનો અવસર સાંપડ્યો એને પોતાના જીવનના એક ઉત્તમ યોગ તરીકે પંડિતજીએ ઓળખાવ્યો છે. પંડિતજીએ “સિદ્ધહેમ' વ્યાકરણ શીખવાનું ચાલુ કર્યું ત્યારે શ્રી અમીવિજયજી મહારાજે પંડિતજીને પ્રોત્સાહિત કરીને એવી બાધા લેવડાવી હતી કે જ્યાં સુધી વ્યાકરણનો અભ્યાસ પૂરો ન થાય ત્યાં સુધી બીજો કોઈ વિષય શીખવો નહિ. જેથી એમનું ચિત્ત બીજા વિષયો માટે ચંચલ ન થતાં પોતાના વિષયમાં બરાબર કેન્દ્રિત થાય. ભણનારનું વિવિધ વિષયો ભણવા માટે મન લલચાય એ સ્વાભાવિક છે. પણ એમ વિષયો બદલવાથી એક વિષયમાં વિદ્યાર્થી, પારંગત જલદી ન થઈ શકે. શ્રી અમીવિજયજીએ જ્યારે બાધા લેવડાવી તે વખતે પંડિતજીને માટે કેટલીક મુશ્કેલીઓ હતી, પણ તે નજીવી હતી. વસ્તુતઃ એથી પંડિતજીને એકંદરે લાભ થયો છે. જો બાધા Page #61 -------------------------------------------------------------------------- ________________ જ • પંડિત સુખલાલજી ન લીધી હોત તો ત્રણ વર્ષમાં વ્યાકરણમાં તેઓ જે રીતે પારંગત થઈ ગયા તેવા ન થઈ શક્યા હોત. પાઠશાળાના મકાનમાં ચોમાસામાં છાપરામાંથી અંદર પાણી વધુ ટપકવા લાગ્યું હતું. એટલે પાઠશાળા માટે નવું મકાન લેવાની આવશ્યકતા ઊભી થઈ હતી. પરંતુ એ માટે નાણાંની જરૂર હતી. મહારાજશ્રીએ એ માટે જે ફંડ એકત્ર કર્યું હતું તેમાં શ્રી વેણીચંદ સુરચંદે સારો ઉમેરો કરી આપ્યો હતો. તદુપરાંત મુંબઈના શ્રી વીરચંદ દીપચંદ અને શ્રી ગોકુલચંદ મૂળચંદે પણ આર્થિક સહાય કરી હતી. તેઓએ કાશીમાં અંગ્રેજી કોઠી નામનું જાણીતું પાંચ માળાનું મકાન પોતાના નામે ખરીદીને પાઠશાળા ચલાવવા મહારાજશ્રીને સોંપ્યું. આ એક ઐતિહાસિક મકાન હતું કે જેમાં થિયોસોફિટ શ્રીમતી એની બેસન્ટે કાશીમાં શિક્ષણ આપવું શરૂ કર્યું હતું. આ પાંચ માળાના નવા મકાનમાં જગ્યાની વિશાળતાને કારણે વિદ્યાર્થીઓને રહેવા તથા ભણવાની સગવડ વધી. વળી બીજી નવી નવી પ્રવૃત્તિઓ માટે પણ અવકાશ સાંપડ્યો. આ મકાનમાં ત્રીજે માળે પંડિતજીને એક રૂમ આપવામાં આવી હતી. પંડિતજીની રૂમમાં શાન્તિલાલ કસ્તુરચંદ ઉપરાંત પોપટલાલ નામના એક વિદ્યાર્થી હતા. પંડિતજીને એમની સાથે સારો મનમેળ થયો હતો. પરંતુ પોપટલાલને વાતાવરણ ફાવતું નહિ. વળી તેમને શ્રમ ભરેલા શાસ્ત્રાભ્યાસને બદલે યોગાભ્યાસમાં વિશેષ રસ હતો. તેઓ પંડિતજીને ખાનગીમાં કહેતા કે “સુખલાલભાઈ, સંસ્કૃત ભણવામાં ઘણી માથાકૂટ છે. મને એમાં જરાય રસ પડતો નથી. આના કરતાં યોગાભ્યાસ સાવ સહેલો છે. માટે ચાલો આપણે વતનમાં પાછા જઈને ત્યાં યોગાભ્યાસ કરીએ.” પંડિતજી પણ જ્યારે વતનમાં હતા ત્યારે એમને ગિરનારમાં જઈને યોગાભ્યાસ કરવાની ઇચ્છા થયેલી. એટલે યોગાભ્યાસની વાત સાંભળીને એમનું મન પીગળ્યું. એ માટે મનોમંથન ચાલ્યું. પણ છેવટે સમગ્રપણે વિચારતાં તેમને લાગ્યું કે એમ પાઠશાળા અને વ્યાકરણનો અભ્યાસ છોડીને દેશમાં ચાલ્યા જવાનું યોગ્ય નથી. એટલે તેઓ પોપટલાલની સાથે વતનમાં પાછા ન જતાં કાશીમાં જ રોકાયા. પંડિતજીની સાથે કાશીની એ પાઠશાળામાં ભણવા માટે વઢવાણવાળા ઉજમશી માસ્તર અને એમના ભાઈ ખીમચંદ માસ્તર આવ્યા હતા. તદુપરાંત મઢડાવાળા શિવજી દેવશી હતા. એમની સાથે એમના બે કચ્છી સહચારીઓ હતા. પંડિત બેચરદાસ, પંડિત હરગોવિંદદાસ, પંડિત શાન્તિલાલ કસ્તુરચંદ વગેરે પણ હતા. પંડિતજીની એક બાજુની રૂમમાં શ્રી મોહનવિજયજી મહારાજ અને બીજી બાજુની રૂમમાં શ્રી અમીવિજયજી મહારાજ હતા. પંડિતજી અંધ હતા એટલે બધા એમની સંભાળ બરાબર રાખતા. એમાં પણ વઢવાણવાળા ઉજમશી માસ્તર અને એમના ભાઈ તો સ્વજનની જેમ જ પંડિતજીનું ધ્યાન રાખતા. Page #62 -------------------------------------------------------------------------- ________________ કાશીમાં પાઠશાળામાં અભ્યાસ • ૪૫ પાઠશાળામાં પંડિતજીને સંસ્કૃત ભણાવવા આવનારા પંડિતોમાં જનાર્દન નામના એક દક્ષિણી પંડિત પણ હતા. તેઓ પાઠશાળામાં રોજ પાંચ કલાક ભણાવતા. એમનો પગાર ત્યારે મહિને સાત રૂપિયા હતો. પંડિતજીની તૈયારી અને જરૂરિયાત જોઈ વિજયધર્મસૂરિજીએ એમને માટે વધારે પગાર આપીને એ પંડિતનો એક કલાક વધારી આપ્યો હતો. જનાર્દન પંડિતના ઉચ્ચારો અત્યંત સ્પષ્ટ હોવાથી પંડિતજીને એમની પાસે ભણવાનું ફાવતું અને ગમતું. પંડિત એક કલાક નવું ભણાવતા અને એક કલાક જૂનું કિંઠસ્થ કરેલું, હોય તેનો મુખપાઠ લેતા, આમ બે કલાકમાં કામ પતી જતું. પંડિતજી જાતે વાંચી શકે નહિ, એટલે એમની એવી ઈચ્છા હતી કે તેમને માટે કોઈ પગારદાર વાચક રાખવામાં આવે તો સારું કે જેથી પોતાનો સમય અને શક્તિનો બરાબર લાભ ઉઠાવાય. પરંતુ સંકોચને કારણે તેઓ એ માટે મહારાજશ્રીને કહી શકતા નહોતા. તેમને વ્યાકરણનાં સૂત્રો વગેરે ગોખવાની એવી ધૂન લાગી હતી કે ખાતાં-પીતાં, ઊઠતા-બેસતાં બસ એનું રટણ જ ચાલતું. પુનરાવર્તન કરતી વખતે તેઓ સૂત્રોનું અર્થચિંતન પણ કરતા. કોઈ અર્થ ન સમજાય તો તેઓ અધ્યાપક તિવારીજીને પૂછી લેતા. “પંડિતજીએ હેમચંદ્રાચાર્યનું વ્યાકરણ બૃહદ્રવૃત્તિ સાથે ચારેક વર્ષમાં એવી સરસ રીતે કંઠસ્થ કરી લીધું અને એના પુનરાવર્તનના સંસ્કાર એટલા બધા દઢ બન્યા હતા કે જીવનના અંત સુધી ગમે ત્યારે કોઈ કંઈ પૂછે તો તેઓ અધ્યાય, પાદ અને સૂત્ર ઉદાહરણ સહિત તરત કહી શકતા. પંડિતજીની આ કંઈ જેવી તેવી સિદ્ધિ નહોતી. પંડિતજીએ સંસ્કૃત વ્યાકરણ અર્થ સાથે એવું બરાબર કર્યું હતું કે હેમચંદ્રાચાર્યના એ વ્યાકરણના છેલ્લા આઠમા અધ્યાયમાં આપેલું પ્રાકૃત ભાષાનું વ્યાકરણ પણ એમને જાતે જ કરતાં આવડી ગયું હતું. આમ હેમચંદ્રાચાર્યના વ્યાકરણનો ચાર વર્ષ સુધી સતત અભ્યાસ કરવાને કારણે પંડિતજીને સંસ્કૃત ભાષામાં અસ્મલિત બોલવાનો મહાવરો પણ થઈ જ ગયો હતો. તદુપરાંત ત્યાર પછી પ્રાકૃત - અર્ધમાગધીમાં પણ તેઓ પ્રવાહબદ્ધ બોલી શકતા હતા. આ અભ્યાસને પરિણામે પંડિતજીની એવી પાકી શ્રદ્ધા થઈ ગઈ હતી કે સર્વ શાસ્ત્રોના અભ્યાસ માટે વ્યાકરણનો અભ્યાસ અનિવાર્ય છે. ભારતીય પરંપરાના ઋષિઓ અને વિદ્વાનોની જે માન્યતા છે કે વ્યાકરણના જ્ઞાનથી બાકીનાં બધાં શાસ્ત્રો સારી રીતે સમજવાની ચાવી મળી જાય છે તે વાત સાચી છે. પંડિતજીને અનુભવે એ સમજાઈ ગયું હતું. પંડિતજીએ સંસ્કૃત વ્યાકરણ શીખવાનું શરૂ કર્યું ત્યારે શ્રી અમીવિજયજી મહારાજે યોગ્ય રીતે વિચારીને જ એમને બાધા આપી હતી કે જ્યાં સુધી વ્યાકરણનો અભ્યાસ ચાલતો હોય ત્યાં સુધી બીજા વિષય શીખવા તરફ ચિત્ત ન દોડાવવું. બીજા વિષયોમાં Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૬ • પંડિત સુખલાલજી જો વધુ રસ પડે તો સંસ્કૃત વ્યાકરણના અધ્યયનમાંથી રસ ઊડી જાય, કારણ કે વ્યાકરણનો વિષય માથાકૂટવાળો હોય છે. પંડિતજીએ એ બાધાનું બરાબર પાલન કર્યું. એથી એમને લાભ જ થયો. ત્યાર પછી ફાજલ સમયમાં અંબાદત્ત શાસ્ત્રી પાસે ન્યાયશાસ્ત્ર શીખવામાં એમને રસ પડ્યો. એક દિવસ એક અંગ્રેજ પાદરી પાઠશાળામાં આવેલા. એમની સાથે અંબાદત્ત શાસ્ત્રીએ સંસ્કૃતમાં વાર્તાલાપ કર્યો. પંડિતજીને પણ એવી રીતે સંસ્કૃતમાં બોલવાની મહત્ત્વાકાંક્ષા થઈ એટલે એમણે વ્યાકરણ શાસ્ત્રના અધ્યયનની સાથે સાથે ન્યાયશાસ્ત્રના ગ્રંથો તર્કસંગ્રહ, મુક્તાવલી', પંચવાદ વગેરેનો પણ અભ્યાસ શરૂ કર્યો. ન્યાયશાસ્ત્રમાં પંડિતજીને બહુ રસ પડ્યો. અંબાદત શાસ્ત્રી પાસે જે વિદ્યાર્થીઓ ન્યાયશાસ્ત્ર શીખી રહ્યા હતા તેના કરતાં પંડિતજીમાં વધુ ગ્રહણશક્તિ હતી. એટલે તેજસ્વી વિદ્યાર્થી મળતાં શિક્ષકનો જીવ ખીલી ઊઠે તેવો અનુભવ અંબાદત્ત શાસ્ત્રીને થયો હતો. પછીથી તો પંડિતજી પણ અંબાદત્ત શાસ્ત્રીની સૂચના અનુસાર પાઠશાળામાં બીજા વિદ્યાર્થીઓને શીખવવા લાગ્યા હતા. ન્યાયશાસ્ત્રના અધ્યયનની સાથે સાથે પંડિતજી સંસ્કૃત મહાકાવ્યોના અધ્યયન તરફ વળ્યા. “રઘુવંશ', “કિરાતાર્જુનીય', “શિશુપાલવધ, નૈષધીયચરિત' વગેરે મહાકાવ્યોનું અધ્યયન એમણે પંડિતો પાસે કરી લીધું. પ્રાકૃત મહાકાવ્યોનું અધ્યયન તો એમણે જાતે જ કરી લીધું હતું. મહાકાવ્યનો સારી રીતે આસ્વાદ મેળવવો હોય તો અલંકારશાસ્ત્રનો અભ્યાસ કરવો જોઈએ. એટલે એમણે અધ્યાપક પાસે અંલકારશાસ્ત્રના ગ્રંથ “સાહિત્યદર્પણનો અભ્યાસ કર્યો. એ અભ્યાસમાં પાઠશાળાના વ્રજલાલ નામના એક બ્રાહ્મણ વિદ્યાર્થી પણ જોડાયા હતા. પંડિતજી કરતાં વ્રજલાલ ઉંમરમાં નાના હતા, પણ તેજસ્વી હતા, પંડિતજીને એમની સાથે સારી આત્મીયતા થઈ ગઈ હતી. આમ, વિ. સં. ૧૯૬૦થી ૧૯૬૪ (ઈ. સ. ૧૯૦૪થી ૧૯૦૮) સુધીનાં ચાર વર્ષના ગાળામાં પંડિતજીએ પાઠશાળામાં રહીને સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનો, તર્કશાસ્ત્રનો, વ્યાકરણનો અને એના સાહિત્યનો ઘણો સંગીન અભ્યાસ કરી લીધો હતો. Page #64 -------------------------------------------------------------------------- ________________ સમેતશિખરની યાત્રા કાશીમાં પાઠશાળાનું કાર્ય હવે વ્યવસ્થિત ગોઠવાઈ ગયું હતું. મહારાજશ્રીને લાગ્યું કે જૈન સાધુ તરીકે પોતે અને શિષ્યોએ વિહાર પણ કરવો જોઈએ. એ માટે એમણે સમેતશિખરની યાત્રાનો વિચાર કર્યો. મહારાજશ્રી યુવાન હતા, અદમ્ય ઉત્સાહી હતા, વિહારનાં કષ્ટ સહન કરવાની તત્પરતાવાળા, અનુભવવાળા હતા, ધર્મપ્રચારની ધગશવાળા હતા, તીર્થયાત્રાની ભાવનાવાળા હતા. એટલે એમણે બિહાર અને બંગાળમાં જઈ સમેતશિખર, પાવાપુરી, રાગૃહી વગેરે તીર્થોની યાત્રા માટે આયોજન કર્યું. થોડાક સાધુઓ અને થોડાક વિદ્યાર્થીઓ કાશીમાં રહે અને થોડાક યાત્રામાં જોડાય એ રીતે એમણે આયોજન કર્યું હતું. એમની સાથે એમના ચાર સાધુ શિષ્યો હતા. પગપાળા આવી શકે એવા વીસ વિદ્યાર્થીઓ પસંદ કરવામાં આવ્યા હતા. બીજા વીસ વિદ્યાર્થીઓ ટ્રેનમાં પટના આવી એમની સાથે જોડાય એમ રાખ્યું હતું. કાશીનરેશે અને એક શ્રીમંત જૈન શ્રેષ્ઠીએ તમામ ખર્ચની રકમની જોગવાઈ કરી આપી હતી. મહારાજશ્રીનો પ્રભાવ એટલો બધો હતો કે ગોરા કલેક્ટરે રાત્રિમુકામ દરમિયાન તેઓને રક્ષણ મળે એ માટે પોલીસખાતા ઉપર ભલામણપત્ર લખી આપ્યો હતો. રાત્રિમુકામ માટે કોઈ મકાન ન મળે તો તંબૂઓ તાણીને રાત્રિમુકામ કરવા માટે તંબૂઓ આપવામાં આવ્યા હતા. રોજનો વીસ પચીસ માઈલનો વિહાર હતો. જે વિદ્યાર્થીઓને તીર્થયાત્રામાં ન જોડાવું હોય તેઓને માટે પાઠશાળામાં વધુ વિદ્યાભ્યાસ કરવા માટેની જોગવાઈ પણ રાખી હતી. પંડિતજીના મનમાં દ્વિધા હતી કે આગળ અભ્યાસ કરવો કે તીર્થયાત્રા કરવી. તેઓ તીર્થયાત્રામાં જોડાય તો એમને માટે બધી વ્યવસ્થા બરાબર કરવામાં આવશે એવી વાત મહારાજશ્રીએ પંડિતજીને કરી હતી. છેવટે પંડિતજીએ સમેતશિખરની યાત્રામાં જોડાવાનો નિર્ણય કર્યો. - ચાતુર્માસ પૂર્ણ થતાં મહારાજશ્રીએ કાર્તિક પૂર્ણિમાને દિવસે સમેતશિખરની યાત્રા માટે પ્રસ્થાન કર્યું. સાધુઓ, વિદ્યાર્થીઓ, નોકરો અને ગાડાંવાળાઓ એમ પચાસેક માણસનો કાફલો હતો. ચાલતાં જે થાકી જાય તે ગાડામાં બેસે એવી છૂટ હતી. મહારાજશ્રી સાથે એમના સાધુ શિષ્યોએ તો વિહાર જ કરવાનો હતો, પણ ઘણાખરા વિદ્યાર્થીઓ પણ પગપાળા જ યાત્રા કરવાના હતા. પંડિતજીને ચાલવાનું કે ગાડામાં Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૮ • પંડિત સુખલાલજી બેસવાનું ન શકે, એટલે એમના માટે જુદો એક્કો કરવામાં આવ્યો હતો. પંડિતજીને અછબડા નીકળી ગયા પછી નવી આવેલી ચામડીવાળા પગે લાંબું ચાલવાનું ફાવતું નહિ. મહારાજશ્રી પંડિતજીની ઘણી કાળજી લેતા. પંડિતજી પોતાનો અભ્યાસ છોડીને યાત્રામાં જોડાયા હતા. એટલે મહારાજશ્રી તેમની વધારે દરકાર રાખતા. પંડિતજીનું મન કાશીમાં હતું અને તન યાત્રામાં હતું, તો પણ યાત્રાથી જે લાભ થયો તેણે અભ્યાસનું સાટું વાળી દીધું હતું. તેઓ આ વિહારયાત્રામાં ન જોડાયા હોત તો ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધની આ વિહારભૂમિનો અને એના ઇતિહાસનો એમને આવો સરસ પરિચય કરવાની તક જિંદગીમાં ફરી મળત નહિ એમ એમને લાગ્યું હતું. રેલવે દ્વારા પ્રવાસ અને પગપાળા વિહાર એ બંનેના અનુભવો અનોખા છે. વિહારનો અનુભવ એકલદોકલ ગૃહસ્થ વ્યક્તિને જલદી મળી શકતો નથી. મહારાજશ્રીએ કાશીથી વિહાર કરી પહેલો પડાવ સારનાથ પાસે સિંહપુરી તીર્થમાં નાખ્યો. ત્યાર પછી ચન્દ્રાવતી, ત્યાર પછી ગંગા-ગોમતીનું સંગમસ્થાન, પછી, ગાજીપુર, આરા, સોણનદ, પટણા, રાજગૃહી, વૈભારગિરિ, નાલંદા વગેરે સ્થળે વિચારવાનો, નદીમાં સ્નાન કરવાનો કે તરવાનો, મહાનુભાવોનું આતિથ્ય માણવાનો, ચાંદની રાતે નદીકિનારે ફરવાનો અને શિખરજીમાં પગે ચાલી પહાડ પરની યાત્રા કરવાનો આનંદ પંડિતજીએ અનુભવ્યો હતો. પોતાના જીવનનો આ એક અદ્વિતીય અણમોલ અનુભવ હતો. એવી તક પોતાને પૂરી પાડનાર પોતાના ગુરુ શ્રી વિજયધર્મસૂરિ પ્રત્યે તેઓ પોતાની કૃતજ્ઞતા અનુભવતા હતા. પોતાની એ લાગણી એમણે મહારાજશ્રી સમક્ષ વ્યક્ત કરી હતી. સમેતશિખરની યાત્રા પૂરી થઈ. પહાડની તળેટીમાં થોડા દિવસ રોકાણ થયું, એ દરમિયાન કલકત્તાના જૈન સંઘના આગેવાનો ત્યાં આવ્યા. તેઓએ મહારાજશ્રીને કલકત્તા ચાતુર્માસ અર્થે પધારવા વિનંતી કરી. એ દિવસોમાં ગુજરાત-રાજસ્થાન બાજુથી સાધુઓ વિહાર કરી સમેતશિખર સુધી પણ જવલ્લે જ જતા. એટલે કલકત્તાના જેનોને સાધુ-સાધ્વીઓનો લાભ મળતો નહિ. એથી જ સંઘે શ્રી વિજયધર્મસૂરિ મહારાજને એ માટે આગ્રહ કર્યો. છેવટે મહારાજશ્રીએ સંમતિ આપી અને શિખરજીથી વિહાર કરી કલકત્તા પહોંચવાનો નિર્ણય કર્યો. પરંતુ પંડિતજી માટે દ્વિધા ઊભી થઈ હતી. તેમને પોતાના અભ્યાસનું સાતત્ય તૂટ્યું હતું એ ગમ્યું ન હતું. મહારાજશ્રીએ બીજા વિદ્યાર્થીઓની સાથે તેમને પણ કલકત્તા આવવા કહ્યું. દરમિયાન કાશીથી એમના મિત્ર વ્રજલાલ શિખરજી આવ્યા. એમની સાથે વિચારણા કરતાં પંડિતજીને લાગ્યું કે પોતે વ્રજલાલની સાથે કાશી પહોંચી અધ્યયનમાં લાગી જાય તે જ વધારે સારું છે. મહારાજશ્રીની ઇચ્છા હતી કે પંડિતજી કલકત્તા સાથે આવે અને રોકાય. કલકત્તામાં પંડિતજીના અધ્યયન માટે કોઈ સારા પંડિતને રોકવાની દરખાસ્ત પણ એમણે કરી, પરંતુ પંડિતજીએ પોતાનો નિર્ણય જણાવ્યો અને એ રીતે તેઓ કાશી પાછા ફર્યા. Page #66 -------------------------------------------------------------------------- ________________ સમેતશિખરની યાત્રા - ૪૯ કાશીમાં પાછા ફરી પંડિતજી પોતાના અધ્યયનમાં લાગી ગયા. હવે પાઠશાળામાં આઠેક વિદ્યાર્થીઓ જ હતા. એટલે ભણાવનાર પંડિતનો એમને પૂરેપૂરો લાભ મળતો. વળી મિત્ર વ્રજલાલ સાથેનો સંબંધ ગાઢ થતો ગયો. વચ્ચે રજાના દિવસો મળતાં પંડિતજીએ પોતાના વતનમાં જઈ આવવાનો વિચાર કર્યો, કારણ કે ત્રણ વર્ષથી તેઓ ગયા નહોતા. તેઓ કાશીથી નીકળી લીમલી પહોંચ્યા. ત્યાં એક મહિનો રોકાયા. વચ્ચે તેઓ પાલીતાણા જઈ શત્રુંજય તીર્થની જાત્રા પણ કરી આવ્યા. પોતે સ્થાનકવાસી હોવા છતાં શત્રુંજય તીર્થની પગે ચઢીને ભાવપૂર્વક યાત્રા કરવામાં એમને ઉપાધ્યાય શ્રી યશોવિજયજીના શત્રુંજય વિશેના સ્તવનની નીચેની પંક્તિઓની યથાર્થતાની પ્રતીતિ થઈ. - ઉજ્વલ જિનગૃહમંડલી, તિહાં દીપે ઉત્તેગા; માનું હિમગિરિ વિભ્રમે આઈ અંબર ગંગા. પાલીતાણાની આ યાત્રામાં તેમણે આદીશ્વર ભગવાનની ભાવપૂર્વક પૂજા કરી. મૂર્તિપૂજા વિશેના પંડિતજીના વિચારો હવે સ્પષ્ટ થઈ ગયા હતા. તેઓ મૂર્તિપૂજામાં માનવા લાગ્યા હતા. Page #67 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા વિશે પંડિતજીનો જન્મ જૈન ધર્મમાં મૂર્તિપૂજામાં નહિ માનવાર સ્થાનકવાસી સંપ્રદાયમાં થયો હતો.એમના જમાનામાં સંપ્રદાયની ચુસ્તતા ઘણીબધી હતી. સ્થાનકવાસીઓ અને તેરાપંથીઓ પોતે મૂર્તિમાં કે એની પૂજામાં માને નહિ. વડીલો મંદિરમાં ન જાય અને પોતાનાં બાળકોને પણ મંદિરમાં જતાં રોકે. કેટલાક તો મંદિરવાળી શેરીમાંથી પસાર પણ ન થાય કે મંદિરની ધજા સામે નજર સુધ્ધાં કરે નહિ. તેઓ બાળકોને અટકાવે એટલે બાળકોને કુતૂહલ થાય. પંડિતજી કિશોર હતા અને આંખે દેખતા હતા ત્યારે વઢવાણમાં કેટલીક વાર કોઈ ન દેખે એ રીતે મંદિરમાં ચૂપચાપ જઈ આવતા. મંદિરમાં ભક્તો કેસર સુખડ કેવી રીતે ઘસે છે તથા ભગવાનની પૂજા કેવી રીતે કરે છે તે નિહાળી આવતા. ક્યારેક એવી રીતે જતાં પકડાઈ જતા તો ઘરનાં સ્વજનોનો કે જ્ઞાતિના આગેવાનોનો ઠપકો પણ તેમને મળતો. અંધાવસ્થા આવ્યા પછી પંડિતજીના જીવનમાં જે એક મહત્ત્વની ઘટના બની તે વિદ્યાભ્યાસ માટે કાશી જવાની હતી. સંજોગવશાતુ જે મુનિની પ્રેરણાથી અને આશ્રયથી કાશી જવાનું એમને પ્રાપ્ત થયું એ મુનિ શ્રી વિજયધર્મસૂરિ મહારાજ મૂર્તિપૂજક સમુદાયના હતા. કાશીમાં જઈને પંડિતજીએ એમની પાઠશાળામાં રહીને શાસ્ત્રાભ્યાસ કર્યો હતો. શ્રી વિજયધર્મસૂરિ મૂર્તિપૂજક હતા, પરંતુ પાઠશાળામાં દર્શન-પૂજા વગેરે બધા વિદ્યાર્થીઓ માટે ફરજિયાત નહોતાં. પંડિતજી કોઈ કોઈ વાર દેખાદેખીથી બીજા વિદ્યાર્થીઓ સાથે મંદિરમાં જતા અને સ્તુતિપાઠ કરતા. મૂર્તિ તો માત્ર પાષણ છે. પથ્થરની ગાય દૂધ આપી શકતી નથી. મૂર્તિ જડ છે અને મૂર્તિપૂજા એ તો માત્ર જડની પૂજા છે. એવી એવી દલીલો સ્થાનકવાસીઓ તરફથી જે થતી એના સંસ્કાર પંડિતજીના બાળમાનસ પર પડેલા હતા. પણ તે એટલા દઢ નહોતા. બીજી બાજુ મૂર્તિ માટે જેમ એમને દ્વેષ નહોતો, તેમ ખાસ રૂચિ પણ નહોતી. વિ. સં. ૧૯૫૯માં વઢવાણમાં પાઠશાળાના ઉજમશી માસ્તર સાથે મૂર્તિપૂજા વિશે ચર્ચાવિચારણા થઈ હતી. એ વખતે ઉજમશી માસ્તરના સમજાવ્યાથી મૂર્તિપૂજા વિશેની જન્મગત સ્થાનકવાસી દઢ માન્યતા કંઈક મોળી પડી હતી. પરંતુ પંડિતજીની મૂર્તિપૂજા Page #68 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા વિશે • ૫૧ વિશેની સ્થાનકવાસી માન્યતા મૂળમાંથી નીકળી જવાનો પ્રસંગ એમને કાશીમાં પ્રાપ્ત થયો હતો. એ વિશે એમણે પોતાની આત્મકથામાં સવિગત નોંધ્યું છે.. તેઓ કાશીની પાઠશાળામાં હતા ત્યારે મધ્યપ્રદેશમાં એક સ્થાનકવાસી સાધુએ પોતાના વ્યાખ્યાનમાં મૂર્તિપૂજા વિરુદ્ધ ખંડન ચાલુ કર્યું હતું. તેથી ત્યાંના મૂર્તિપૂજક જૈન સમાજમાં ઊહાપોહ ચાલુ થયો હતો. એ વખતે ત્યાંના સમાજના આગેવાનોએ શ્રી વિજયધર્મસૂરિને બરાબર શાસ્ત્રાર્થ કરી શકે એવી કોઈક વ્યક્તિને મોકલવા વિનંતી કરી. વળી એમની સાથે સંસ્કૃત ભાષા જાણનાર બીજા એક વિદ્યાર્થીને મોકલવાનું કહ્યું. સંસ્કૃત ભાષા માટે પંડિતજીને મોકલવાનું નક્કી થયું. એટલે પંડિતજીએ મૂર્તિપૂજા વિશે શાસ્ત્રીય અધ્યયન શરૂ કર્યું, તે વખતે એમના વાંચવામાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત પ્રતિમાશતક' નામનો ગ્રંથ આવ્યો. ઉપાધ્યાયજી મહારાજની તર્કયુક્ત દલીલો પંડિતજીના ચિત્તમાં બરાબર ઠસી ગઈ. એટલે મૂર્તિપૂજા શાસ્ત્રોક્ત છે અને યથાર્થ છે એ વિશે એમને પ્રતીતિ થઈ હતી. પંડિતજીએ પોતાની આત્મકથામાં લખ્યું છે, “ઇસ્લામની પેઠે સ્થાનકવાસી પરંપરાનો આત્યંતિક મૂર્તિવિરોધ એ તો મૂર્તિમાન્યતાની વિકૃત અતિશયતાની પ્રતિક્રિયા માત્ર છે. સ્થાનકવાસી પરંપરાએ મૂર્તિપૂજામાં દાખલ થયેલ વિકૃતિઓ અને અતિશયતાઓના દોષને નિવારવાનો વિવેકી પુરુષાર્થ કરવાને બદલે મૂર્તિ, મંદિર અને સંસ્થાઓનો, તેના ઇતિહાસનો અને તેને આશ્ચર્ય ઉદ્દભવેલી કલામય સંસ્કૃતિનો એવો છેદ ઉડાવ્યો કે તેને લીધે એ પરંપરામાં અનેક અસ્વાભાવિકતાઓ જન્મી છે અને વધારામાં હજારો વર્ષ થયાં વિકસતા શાસ્ત્રજ્ઞાનના વારસાનો મોટો સારભાગ પણ ગુમાવ્યો છે.' Page #69 -------------------------------------------------------------------------- ________________ પાઠશાળામાંથી વિદાય કાશીની પાઠશાળામાં સૌથી મોટામાં મોટો વિદ્યાર્થી તે પંડિતજી હતા. તે પછી ઉંમરમાં એમનાથી નાના તે એમના મિત્ર વ્રજલાલ હતા. તેઓ બંને અધ્યયનમાં પણ . બીજા વિદ્યાર્થીઓ કરતાં આગળ હતા. વિ. સં. ૧૯૬૩ (ઈ. સ. ૧૯૦૭) નું ચાતુર્માસ મહારાજ શ્રી વિજયધર્મસૂરિજીએ કલકત્તામાં કર્યું ત્યારે એમણે કાશીથી પંડિતજી અને વ્રજલાલને કલકત્તા બોલાવ્યા હતા. તેઓ બંને પાસે મહારાજશ્રીએ ઉપાશ્રયમાં જાહેર વ્યાખ્યાન પણ કરાવ્યાં હતાં. જાહેરમાં બોલવાનો પંડિતજી માટે આ પહેલો જ પ્રસંગ હતો. એમાં તેમને સારી સફળતા મળી હતી. કલકત્તાના આ ચતુર્માસ દરમિયાન મહારાજશ્રીને કાને એવી વાત આવી હતી. કે પંડિતજી જ્યારે પાલિતાણાની યાત્રાએ ગયા હતા તે દરમિયાન ત્યાં મળેલા પાઠશાળાના એક મંત્રી આગળ પંડિતજીએ પાઠશાળાની વ્યવસ્થા વિશે ફરિયાદ કરી હતી. પાઠશાળાના પાલિતાણાના એક વિદ્યાર્થી દ્વારા મહારાજશ્રીને એ વાતની જાણ થઈ હતી. મહારાજશ્રીએ કલકત્તામાં પંડિતજીને એ વિશે પૂછ્યું તો પંડિતજીએ જે પ્રમાણે બન્યું હતું તે પ્રમાણે કહ્યું. પરંતુ પાઠશાળાનો મફત લાભ લેનાર પુખ્ત ઉંમરનો એક વિદ્યાર્થી પાઠશાળાની વિરુદ્ધ ફરિયાદ કરે એ મહારાજશ્રીને ગમ્યું નહિ. આથી મહારાજશ્રી અને પંડિતજી વચ્ચે મનદુઃખ થયું અને અંતર પડી ગયું. - પંડિતજી અને વ્રજલાલે કલકત્તાથી કાશી પાછા પાઠશાળામાં આવીને પોતાનો વિદ્યાભ્યાસ ચાલુ કરી દીધો. ચાતુર્માસ પૂરું થતાં કલકત્તાથી વિહાર કરી મહારાજશ્રી પણ શિષ્યો સાથે કાશી પાછા પધાર્યા. મહારાજશ્રી પાઠશાળામાં પાછા પધાર્યા તે પછી પંડિતજીએ સંસ્થાની વિરુદ્ધ મંત્રી આગળ વાતો કરી છે એ બાબત મહારાજશ્રીના સાધુ શિષ્યો અને અન્ય વિદ્યાર્થીઓ પણ હવે જાણી ગયા હતા. તેથી તેઓનો પંડિતજી સાથેનો વ્યવહાર હવે પહેલાં જેવો પ્રેમભર્યો રહ્યો નહિ. એમાં પંડિત હરગોવિંદદાસ વગેરે કેટલાક તેજસ્વી વિદ્યાર્થીઓ પણ હતા. તેઓ પણ પંડિતજી સાથે સંમત નહોતા. પંડિતજી હવે અઠ્ઠાવીસ વર્ષના થવા આવ્યા હતા. તેઓ વિદ્યાર્થી અવસ્થા ક્યારના વટાવી ચૂક્યા હતા. એમને હવે પાઠશાળાનું વાતાવરણ પોતાને માટે પ્રતિકૂળ લાગ્યું. Page #70 -------------------------------------------------------------------------- ________________ પાઠશાળામાંથી વિદાય - ૫૩ એક પક્ષે મહારાજશ્રી, એમના સર્વ સાધુઓ અને બધા જ વિદ્યાર્થીઓ હતા. અન્ય પક્ષે પંડિતજી અને માત્ર એમના બ્રાહ્મણ મિત્ર વ્રજલાલ હતા. આવા વાતાવરણમાં પંડિતજીને પાઠશાળામાં રહેવાનું ગમે એવું નહોતું. આ સંજોગોમાં પંડિતજી અને વ્રજલાલે પાઠશાળા છોડી જવાનો નિર્ણય કર્યો. તેઓએ મહારાજશ્રીને પોતાના નિર્ણયની જાણ કરી. મહારાજશ્રી કશું જ બોલ્યા નહિ. એમને તાવ આવ્યો હતો. વ્રજલાલનાં માતા ત્યારે કાશીમાં રહેતાં હતાં. એટલે પાઠશાળા છોડીને તેઓ બંને એમને ત્યાં રહેવા ચાલ્યા ગયા. પંડિતજીના જીવનમાં આ એક અપ્રિય ઘટના બની ગઈ, જે વિશે એમને કાયમ વસવસો રહી ગયો હતો. પંડિતજી આંખે દેખતા ન હતા એટલે જ આવું બન્યું હતું. બીજાઓ એમને એમની રૂમમાં જે કંઈ કહી ગયા એને આધારે એમનો વ્યવસ્થા વિશે અભિપ્રાય બંધાયો હતો. તેઓ કદાચ આંખે દેખતા હોત તો બીજાઓ સાથે વાતચીત કરી હોત એથી તેમને વાસ્તવિકતાનો યથાર્થ ખ્યાલ આવત અને તો કદાચ એમનો અભિપ્રાય જુદો હોત. વળી પોતાનો અભિપ્રાય મંત્રીઓને જણાવવામાં ડહાપણ નથી તે એમને સમજાયું હોત. પંડિતજીએ પાઠશાળા તો છોડી, પણ સ્વતંત્ર અભ્યાસ કરવા માટે અને જીવનનિર્વાહ માટે નાણાં તો હતાં નહિ. એટલે ગુજરાતમાં જઈને કોઈકની પાસેથી નાણાંની સહાય મેળવવાનું તેમણે વિચાર્યું. એટલે કાશી છોડી તેઓ અમદાવાદ આવવા નીકળ્યા. રસ્તામાં વચ્ચે પંડિતજી આગ્રામાં શ્રી કરવિજયજી (સન્મિત્ર)ને મળવા ઊતર્યા. તેઓ તેમને મળ્યા અને વાતચીત પણ કરી, પરંતુ વધુ અભ્યાસ માટેની બધી આર્થિક જવાબદારી સન્મિત્રજી લઈ શકે એમ નહોતા. દરમિયાન ત્યાંના વેપારી બાબુ ડાલચંદજીનો મેળાપ થયો. પંડિતજી આગ્રામાં રહીને અભ્યાસ કરે તો જ એના ખર્ચની જવાબદારી ઉઠાવવા માટે એમણે સંમતિ દર્શાવી, પણ પંડિતજીને તો કાશીમાં રહીને જ વધુ અભ્યાસ કરવો હતો. એટલે એ દરખાસ્ત કામ ન લાગી. આગ્રાથી નીકળી પંડિતજી અમદાવાદ પહોંચ્યા અને ત્યાં શેઠ શ્રી હીરાચંદ કકલચંદને ત્યાં ઊતર્યા. તેમણે પંડિતજીના વિદ્યાભ્યાસ માટે શેઠ મનસુખભાઈ ભગુભાઈને વાત કરી. શેઠ મનસુખભાઈનું એ જમાનામાં ઘણું મોટું નામ હતું. શાસનસમ્રાટ શ્રી નેમિસૂરિજીના તેઓ પરમભક્ત હતા અને શ્રી નેમિસૂરિની નિશ્રામાં તેમણે એ જમાનામાં અમદાવાદથી પાલિતાણાનો જેવો વિશાળ સંઘ પોતાના તરફથી કાઢ્યો હતો. એવો સંઘ હજુ સુધી કોઈએ કાઢ્યો નથી. પંડિતજી શેઠ મનસુખભાઈને મળ્યા. તેઓ તેમને ભાવનગર લઈ ગયા. ત્યાં કુંવરજી આણંદજી તેમને શ્રી નેમિસૂરિજી પાસે લઈ ગયા. શેઠ મનસુખભાઈએ એવી દરખાસ્ત મૂકી કે પંડિતજી અને વ્રજલાલ જો મહારાજ શ્રી નેમિસૂરિજીની નિશ્રામાં રહીને અથવા અમદાવાદમાં પોતાને બંગલે. Page #71 -------------------------------------------------------------------------- ________________ પ૪ ૦ પીડિત સુખલાલજી રહીને કાશીના પંડિતો બોલાવી અભ્યાસ કરે તો તેની આર્થિક જવાબદારી સ્વીકારવા પોતે તૈયાર છે. પરંતુ પંડિતજીનો આગ્રહ તો કાશીમાં રહીને જ અભ્યાસ કરવાનો હતો. એટલે એ વાત પણ અટકી પડી. કાશીમાં જઈને પોતાનો આગળનો વિદ્યાભ્યાસ કેવી રીતે કરવો એની ચિંતામાં પંડિતજી અને વ્રજલાલ હતા, ત્યાં અચાનક ગુજરાનવાલાથી આવેલો એક પત્ર મળ્યો. એમાં વ્રજલાલને ત્યાં બોલાવવામાં આવ્યા હતા. ત્યાં એવું બન્યું હતું કે શ્રી આત્મારામજી મહારાજે વૈદિક માન્યતા વિરુદ્ધ પોતાના ગ્રંથોમાં જે લખ્યું હતું તે સાબિત કરી આપવા માટે વિવાદ ઊભો કરવામાં આવ્યો હતો. આત્મારામજી મહારાજ તો કાળધર્મ પામ્યા હતા અને એમના પટ્ટશિષ્ય શ્રી વિજયવલ્લભસૂરિજી તો ઘણે દૂર હતા. અને વિહાર કરીને પહોંચતાં વાર લાગે એવું હતું. ગુજરાનવાલામાં શ્રી વિજયકમલસૂરિજી અને ઉપાધ્યાય શ્રી વીરવિજયજી હતા, પણ તેઓ એવા વિવાદમાં ભાગ લેવા સમર્થ નહોતા. એટલે શ્રી વીરવિજયજી મહારાજે પંડિત વ્રજલાલને ત્યાં બોલાવ્યા. તેઓ ત્યાં ગયા. વિવાદમાં ભાગ લીધો. કલેક્ટર અને મેજિસ્ટ્રેટની ઉપસ્થિતિમાં આ બધું થયું. પંડિત વ્રજલાલને આત્મારામજી મહારાજનાં લખાણોનો શાસ્ત્રીય બચાવ કરવામાં ફતેહ મળી. એ વાત જાણીને શ્રી વિજયવલ્લભસૂરિજી પણ પ્રભાવિત થયા. તેઓ વ્રજલાલને મળ્યા અને કાશીમાં વધુ વિદ્યાભ્યાસ માટે સગવડ કરાવી આપી. એ માટે બધી આર્થિક જવાબદારી બાબુ ડાલચંદજીએ ઉપાડી લીધી. વ્રજલાલ તરફથી આ સમાચાર મળતાં પંડિતજી તેમની સાથે જોડાવા આગ્રા પહોંચી ગયા. Page #72 -------------------------------------------------------------------------- ________________ કાશીમાં સ્વતંત્ર વિદ્યાભ્યાસ કાશીમાં આવીને પંડિતજી અને વ્રજલાલે જૈન દર્શન ઉપરાંત અન્ય દર્શનોના અભ્યાસ માટે પ્રયાસો કર્યા, પરંતુ તેઓને તેમાં ધારેલી સફળતા મળી નહિ. કાશીમાં રહેઠાણનો પ્રશ્ન તો ઊકલી ગયો, પરંતુ અભ્યાસનો પ્રશ્ન ઊકલતો નહિ. પંડિતજી પોતે પગાર આપીને પંડિત પાસે વૈદિક દર્શનોનો અભ્યાસ કરવાની દરખાસ્ત મૂકતા, પણ કોઈ પંડિત જૈન વ્યક્તિને ભણાવવા તૈયાર થતા નહિ. એ કાળે બ્રાહ્મણો અને જનો વચ્ચેનો વિસંવાદ પ્રમાણમાં તીવ્ર હતો. કાશીમાં જૈનોની એટલી વસતી નહોતી. બીજી બાજુ બ્રાહ્મણ પંડિતોને એ કાળે જૈન દર્શન પ્રત્યે એટલો આદર નહોતો. પંડિતજી વૈદિક દર્શન ભણવાની દરખાસ્ત મૂકે તો તેઓ વહેમાતા કે “આ ભાઈ જૈન હોવા છતાં શા માટે વૈદિક દર્શન ભણવા માગે છે? એમનો આશય ભણીને વૈદિક દર્શનનું ખંડન કરવાનો જ હોવો જોઈએ, એટલે એને વૈદિક દર્શન કેમ ભણાવાય ?' વ્રજલાલ બ્રાહ્મણ હતા એટલે એમને વૈદિક દર્શન ભણાવવામાં શો વાંધો હોઈ શકે ? પરંતુ બ્રાહ્મણ વ્રજલાલ અને જેન પંડિતજી બંને ગાઢ મિત્રો હતા અને સાથે જ રહેતા હતા. વ્રજલાલને વૈદિક દર્શનો ભણાવવાથી તેનો લાભ સુખલાલ ઉઠાવે તો ? આથી કાશીમાં કોઈ પંડિતો વ્રજલાલ અને પંડિતજી બંનેને ભણાવવા ઉત્સુક નહોતા. આ પરિસ્થિતિમાં કાશીને બદલે અન્ય સ્થળે રહીને ત્યાંના કોઈ પંડિત પાસે અભ્યાસ કરવાની શક્યતા કેવી છે તેનો વિચાર તેઓએ કર્યો. તેઓ બંને આગ્રાથી ગ્વાલિયર અને વૃંદાવન જઈ તપાસ કરી આવ્યા. ગ્વાલિયર ગયા પણ ત્યાંના પંડિતો વિદ્યાભ્યાસ માટે પોતાને અનુકૂળ લાગ્યા નહિ. ત્યાંથી તેઓ વૃંદાવન ગયા. ત્યાં રામાનુજી પંડિત સુદર્શનાચાર્ય એક પ્રકાંડ પંડિત હતા. પરંતુ હવે તેઓ વયોવૃદ્ધ થઈ ગયા હતા. તેમણે હવે વિદ્યાર્થીઓને ભણવવાનું બંધ કર્યું હતું. આમ આ પ્રયત્નોમાં તેમને સફળતા ન મળી, એટલે કાશીમાં જ રહીને ભણવાનો વિચાર કરવો પડે તેમ હતો. કાશીમાં પંડિતોની સંખ્યા મોટી હતી. એટલે કોઈક રસ્તો નીકળી આવશે એવી તેઓને શ્રદ્ધા હતી. બહારગામથી કોઈ પંડિતને કાશીમાં બોલાવીને એમની પાસે અધ્યયન કરી શકાય કે કેમ તે વિશે પણ તેઓએ પ્રયાસ કરી જોયો. પોતાને જેમની પાસે ભણવું ગમે એવા Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૬ પંડિત સુખલાલજી બે પ્રતિષ્ઠિત પંડિતો હતા. એક તો મિથિલાના ચુંબે ઝા અને બીજા પટણાના હરિહર કૃપાળુ, પરંતુ તેઓ બંને પંડિતો પોતાનું વતન છોડી કાશી આવવા તૈયાર નહોતા અને વ્રજલાલ તથા પંડિતજીને ત્યાં જઈને અને રહીને અધ્યયન કરવાની અનુકૂળતા નહોતી. આ પ્રયાસો ચાલતા હતા તે દરમિયાન એક વિકલ્પ થયો. કાશીમાં જ ચાર માઈલ દૂર સુપ્રસિદ્ધ વેદાન્તી લક્ષ્મણ શાસ્ત્રી દ્રવિડે વ્રજલાલને ભણાવવાની સંમતિ આપી. આથી પંડિતજી અને વ્રજલાલે એવો રસ્તો કાઢ્યો કે વ્રજલાલ શાસ્ત્રીજી પાસે જઈને વેદાન્ત દર્શનનો અભ્યાસ કરે અને પંડિતજી ન્યાય દર્શનનો અભ્યાસ ઘરે રહીને સ્વયમેવ આવડે એવો કરે. સાંજે વ્રજલાલ ઘરે આવે ત્યારે બંને એકબીજાને પોતે કરેલા અધ્યયનથી પરિચિત કરી દે. વ્રજલાલ રોજ ચાર માઈલ ચાલીને લક્ષ્મણ શાસ્ત્રી પાસે આ રીતે અભ્યાસ કરવા લાગ્યા. આ ક્રમ કેટલોક વખત સુધી સારી રીતે ચાલ્યો. દરમિયાન કોઈ યોગ્ય પંડિત બંનેને અભ્યાસ કરાવે એની શોધ તો ચાલુ જ હતી. એવામાં બાલકૃષ્ણ મિશ્ર નામના વિદ્યાર્થી વ્યાકરણ તથા ન્યાયનું અધ્યયન કરીને પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને પંડિત તરીકે તૈયાર થયા હતા. તેઓ ભણાવવાનું કામ શોધતા હતા. તેમણે પંડિતજી અને વ્રજલાલને તેમની પાસે આવીને ભણાવવાનું સ્વીકાર્યું. તેમણે પ્રાચીન ન્યાય અને સાંખ્યયોગમાં ભાષ્યોનું અધ્યયન કરાવ્યું. વળી પંડિતજી તેમની પાસે નવ્ય ન્યાય પણ શીખતા. પંડિતજી અને એમના મિત્રની ઇચ્છા બધાં જ દર્શનોનાં ભાષ્યો શીખવાની હતી કે જેથી બિનસાંપ્રદાયિક દષ્ટિ ખીલે. તેઓ બંનેને અધ્યયન કરવામાં રસ પડતો ગયો અને પંડિત બાલકૃષ્ણ મિશ્રને યોગ્ય અધિકારી વિદ્યાર્થીઓ મળ્યા એથી આનંદ થયો. પંડિતજીને પોતાના આ વિદ્યાગુરુ પ્રત્યે ઘણો આદર થયો હતો. પંડિતજીનો શ્રી વિજયવલ્લભસૂરિજી સાથેનો સંપર્ક ચાલુ હતો. શ્રી વિજયવલ્લભસૂરિજી પોતે પંજાબમાંથી વિહાર કરીને ગુજરાત તરફ જવાના હતા અને ચાતુર્માસ પાલનપુરમાં કરવાના હતા. એમની ઈચ્છા એવી હતી કે પંડિતજી પાલનપુર આવીને ચાતુર્માસ દરમિયાન રહે. પંડિતજીનો પોતાનો કાશીમાં અભ્યાસ ચાલતો હતો. એ અભ્યાસ છોડવો નહોતો એટલે શ્રી વિજયવલ્લભસૂરિજીએ પંડિતજીને પોતાને ભણાવનાર પંડિતજીને સાથે લઈને પાલનપુર આવવાનું જણાવ્યું. પંડિતજી એ રીતે પોતાના પંડિતોને લઈને પોતાના મિત્ર શ્રી વ્રજલાલની સાથે પાલનપુર આવી પહોંચ્યા. ત્યાં આવીને એમણે “કાવ્યપ્રકાશનો અભ્યાસ ચાલુ રાખ્યો. વળી પંડિતજી પોતે શ્રી વિજયવલ્લભસૂરિજીના શિષ્ય શ્રી લલિતવિજયજીને અધ્યયન કરાવવા લાગ્યા. એ દિવસો સ્વરાજ્યની ચળવળના હતા. કેટલાંક દેશી રાજ્યો પોતાના રાજ્યમાં એવી કોઈ ચળવળ ન થાય તે માટે સાવધ રહેતાં. દેશી રાજ્યોમાં તો રાજા કહે તે કાયદો. તેનો પડકાર કોઈ કરી શકે નહિ. પાલનપુર રાજ્ય નવાબી રાજ્ય હતું. કેટલાક જૈન અગ્રણીઓ રાજ્યમાં અમલદાર પણ હતા. એટલે એક વખત શ્રી વ્રજલાલ ઉપાશ્રયમાં Page #74 -------------------------------------------------------------------------- ________________ કાશીમાં સ્વતંત્ર વિદ્યાભ્યાસ • ૫૭ પોતાના વક્તવ્યમાં લોકમાન્ય ટિકળનો ઉલ્લેખ કર્યો તો તે વખતે ઉપાશ્રયમાં ખળભળાટ મચી ગયો હતો. પાલનપુરના નિવાસ દરમિયાન દિવાળીના દિવસોની રજા આવતી હતી. એટલે પાસે આવેલા આબુ તીર્થની યાત્રા કરી આવવાનું પંડિતજીને મન થયું. એમને ભણાવવા આવેલા પંડિતોને પણ આબુ જોવું હતું. એટલે તેઓ બધા આબુ-દેલવાડા ગયા. ત્યાંથી ઘોડા પર બેસી અચલગઢ પણ ગયા. પંડિતજીએ નાની ઉંમરમાં ઘોડેસ્વારી કરી હતી. તે હજુ ભુલાઈ નહોતી. એમની સાથે આવેલા મૈથિલી પંડિત અને એમનાં પત્ની બંને જુદા જુદા ઘોડા પર બેઠેલાં, પણ ઘોડેસ્વારીનો અનુભવ નહિ, એટલે બંને ગભરાઈ ગયાં હતાં અને પડતાં પડતાં બચી ગયાં હતાં. આબુ જઈ તેઓ પાછા પાલનપુર આવ્યા. - પાલનપુરમાં શ્રી વિજયવલ્લભસૂરિજી સાથે ચાતુર્માસ રહ્યા પછી વ્રજલાલ અને પંડિતજીએ પોતાના વિદ્યાભ્યાસ માટેનો આગળનો કાર્યક્રમ એવો નક્કી કર્યો કે વ્રજલાલે કલકત્તા જઈને અને પંડિતજીએ કાશી જઈને પોતપોતાનો અભ્યાસ આગળ ચાલુ રાખવો. તે પ્રમાણે તેઓ બંને પોતપોતાના નિર્ધારિત સ્થળે પહોંચી ગયા. - કાશીમાં પહોંચ્યા પછી પંડિતજીએ નક્કી કર્યું કે કિવન્સ કૉલેજમાં ન્યાયના વિષયની મધ્યમાની પરીક્ષા આપવી. એ માટે એમણે ફોર્મ ભર્યું અને પરીક્ષાની તૈયારી શરૂ કરી. જે ગ્રંથો વાંચ્યા હતા તે પણ પરીક્ષાને નિમિત્તે તેઓ ફરીથી વાંચી ગયા. તેમણે પરીક્ષાની તૈયારી એટલી સરસ કરી હતી કે પ્રથમ વર્ગ મળે જ. પંડિતજી આંખે દેખતા નહિ, એટલે યુનિવર્સિટીઓના નિયમ પ્રમાણે તેમને લહિયો (water) આપવામાં આવ્યો. યુનિવર્સિટીનો સામાન્ય રીતે નિયમ એવો હોય છે કે લખનાર (witer) તે વિષયનો નિષ્ણાત ન હોવો જોઈએ, કારણ કે તે પોતે જ વિદ્યાર્થીવતી બધા સવાલોના જવાબ સારી રીતે લખી નાખે. લખનારને વિદ્યાર્થીના બોલ્યા પ્રમાણે વાર લગાડ્યા વગર લખતાં બરાબર આવડવું જોઈએ, પંડિતજી માટે જે લહિયો નક્કી કરવામાં આવ્યો હતો તે ન્યાયના વિષયનો જાણકાર ન હતો. તે જ્યોતિષના વિષયનો હતો. તેને શુદ્ધ સંસ્કૃત ભાષા લખતાં આવડતી નહોતી. વળી તે બંગાળી હતો. એટલે પંડિતજી ‘વ’ બોલે અને તે “બ” લખે તથા સ બોલે તો શ લખે. સંસ્કૃતના ઉત્તર પત્રમાં આવી અશુદ્ધિ ચાલે નહિ. જવાબ ખોટો ગણાય. પરીક્ષામાં પંડિતજી જે લખાવતા હતા અને લખનાર જે પ્રમાણે લખતો હતો તે ભટ્ટાચાર્ય નામના એક સુપરવાઈઝર જોતા હતા. તેમને થયું કે આ લહિયો તો ખોટું લખે છે. સુપરવાઈઝરે પંડિતજીને વાત કરી. એટલે પંડિતજીએ અંગ્રેજ પ્રિન્સિપાલ વેનિસ સાહેબને લેખિત ફરિયાદ આપી. વેનિસ સાહેબ સંસ્કૃતના જાણકાર હતા. પંડિતજીએ સંસ્કૃત ભાષામાં જ ફરિયાદ લખી હતી. પંડિતજીની ફરિયાદ સાચી છે એ જણાતાં વેનિસ સાહેબે એવો નિર્ણય આપ્યો કે હવેથી પંડિતજીની લેખિત નહિ, પણ મૌખિક Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૮ • પંડિત સુખલાલજી પરીક્ષા લેવાશે. વળી જે પ્રશ્નપત્રો થઈ ગયા છે. તેમાં પણ ફરીથી મૌખિક પરીક્ષા લેવામાં આવશે. મૌખિક પરીક્ષા માટે પંડિતોની જોગવાઈ થઈ. તેમાં એક પ્રસિદ્ધ નૈયાયિક વામાચરણ ભટ્ટાચાર્ય હતા. આ રીતે પરીક્ષા લેવાતાં પંડિતજી તેમાં પ્રથમ વર્ગમાં પાસ થયા. એનો એમને આનંદ તો થયો જ, પણ આ મૌખિક પરીક્ષા નિમિત્તે પંડિતોનો પરિચય થયો એ એમને માટે વધારે આનંદની વાત હતી. એમાં પણ પંડિત નામાચરણ ભટ્ટાચાર્યે પોતાને ઘરે પંડિતજીને ન્યાયનો વિષય ભણાવવાની તત્પરતા પણ બતાવી. એથી પંડિતજી બહુ રાજી થયા. પ્રખર તૈયાયિક નામાચરણ ભટ્ટાચાર્ય પાસે ન્યાયનો વિષય ભણવાનું પંડિતજીએ શરૂ કર્યું. પંડિતજીએ ન્યાયના વિષયમાં મધ્યમા પરીક્ષાનો ચાર વર્ષનો કોર્સ તો કરી લીધો હતો. એટલે હવે આગળ ભણવાના ધ્યેયથી તેમણે નામાચરણના ઘરે બપોરે જવાનું વિચાર્યું. રોજ પ્રખર તડકામાં તેઓ ચાલીને જતા. એ માટે ઘણું કષ્ટ વેઠતા. પણ એના પ્રમાણમાં જેટલો સમય આપવો જોઈએ તેટલો વામાચરણ આપી શકતા નહિ. એથી પંડિતજીને સંતોષ થતો નહિ. અભ્યાસ માટેની એમની ભૂખ ઘણી હતી, પરંતુ વામાચરણની ગતિ મંદ હતી. તેમ છતાં નવ્ય ન્યાયના સૂત્રધાર ગંગેશ ઉપાધ્યાયકૃત તત્ત્વચિંતામણિ ગ્રંથ. માથુરી ટીકા સહિત, એમની પાસે ભણવામાં પંડિતજીને ઘણું નવું જાણવા મળ્યું હતું અને ભર ઉનાળામાં વેઠેલું કષ્ટ સંતોષકારક શીતળતા આપતું હતું. પંડિતજીને ન્યાયના વિષયમાં ઝડપથી વધુ અભ્યાસ કરવો હતો. એટલે એમણે વામાચરણને પૂછીને બીજા એક મૈથિલી તૈયાયિકને ત્યાં પણ સાંજે ભણવા જવાનું ચાલુ કર્યું, એમ બપોરે અને સાંજે મળીને આઠેક માઈલ ચાલવાનું થતું. એથી થાક ઘણો લાગતો. ક્યારેક એક્કા-ગાડીમાં બેસીને જવાનું મન થતું, પણ તેમ ન કરતાં પંડિતજી પૈસા બચાવતા અને એ પૈસાની મલાઈ કે રબડી લઈને ખાતા કે જેથી પગમાં તાકાત આવતી. લાંબું ચાલવાનો મહાવરો તો સમેતશિખરની વિહારયાત્રાના સમયથી પંડિતજીને થઈ ગયો હતો. પંડિતજીને બાલ્યકાળથી કુળ પરંપરાના સંસ્કારરૂપે ચોવિહારનો નિયમ હતો. એમને રાત્રિભોજનનો ત્યાગ હતો. કાશીમાં પાઠશાળામાં તો એ ફરજિયાત હતું, પરંતુ કાશીમાં સ્વતંત્ર રીતે રહેવાનું-ભણવાનું ચાલુ કર્યું. અને ગરમીના દિવસોમાં રાત્રે ભણાવનાર પંડિતના ઘરે ચાલીને જવા આવવામાં તરસ ઘણી લાગતી હતી. એથી આરોગ્ય બગડતું હતું. એટલે ત્યારથી પંડિતજીએ રાત્રે પાણીની છૂટ રાખી હતી. પંડિતજી ન્યાયદર્શનમાં વિશેષ ઉચ્ચતર અભ્યાસ કરવા ઇચ્છતા હતા. પણ કાશીમાં તેઓને અભ્યાસ કરવાની શક્યતા ઓછી જણાતી હતી. એવામાં તેમને ચંદ્રશેખર નામના એક પંડિત મળી ગયા. પંડિત ચંદ્રશેખરે કહ્યું, ‘તમે મારા ગામમાં Page #76 -------------------------------------------------------------------------- ________________ કાશીમાં સ્વતંત્ર વિદ્યાભ્યાસ - ૫૯ આવીને જો રહો તો હું તમને ભણાવું.’ તેઓ દરભંગાથી કેટલાક માઈલ દૂર પિખલવાડ નામના ગામમાં રહેતા હતા. પંડિતજી એમની સાથે એમના ગામે ગયા. પંડિતજી પોતાની સાથે રસોઈ વગેરે કામો કરી આપે એવા લાભચંદ બ્રહ્મચારીને પોતાના સહાયક તરીકે લઈને ગયા અને પિખલવાડમાં રહ્યા. એ સાવ નાનું ગામડું હતું. પંડિત ચંદ્રશેખર અત્યંત ગરીબ હતા. શિયાળાની સખત ઠંડીના એ દિવસો હતા. જાજમ પાથરીને સૂવાનું હતું, પરંતુ પંડિતજી ઘાસ-પાળ પર સૂતા અને ઠંડીમાં જાજમ ઓઢતા, પાસે પોખરામાં ઠંડા પાણીથી ન્હાય ત્યારે વીંછી ચટકા મારતો હોય એવો અનુભવ થતો. એવા કપરા એ દિવસો હતા. પંડિત ચંદ્રશેખર પોતાના મામાને ત્યાં રહેતા. એ મામા પણ એટલા જ નિર્ધન હતા. તેમની પાસે કોઈ ગ૨મ વસ્ત્ર નહોતું. એટલે પંડિતજીએ પોતાનું સ્વેટર મામાને આપી દીધું. ભણાવવાની ફી ઉપરાંત બીજા વધારાના પૈસા પણ આપ્યા કે જેથી ગુરુજી ભણાવવામાં પ્રસન્ન રહે. ગુરુજીનું ભણાવવાનું ઘણું સારું હતું, પણ એમના ઘરે રહેવાનું બહુ કષ્ટભર્યું હતું. ગુરુજી એ જોઈ શકતા હતા. એથી એમણે પાસે આવેલા પોતાના નાનકડા ગામ સિંહવાડામાં જઈને પંડિતજીને ભણાવવાનું ઠરાવ્યું. દરભંગાથી પાંચ ગાઉ દૂર એ ગામ હતું, કેટલોક વખત પંડિતજી પંડિત ચંદ્રશેખ૨ પાસે સિંહવાડામાં રહ્યા. પણ ત્યાં પણ રહેવા માટે ઘાસનું ઘર હતું અને જીવાત ઘણી હતી. એટલે થોડો વખત ત્યાં ભણીને પંડિતજી દરભંગા પાછા આવી ગયા. Page #77 -------------------------------------------------------------------------- ________________ વિશેષ વિદ્યાભ્યાસના અનુભવો પંડિતજી દરભંગા ગયા ત્યારે ત્યાંના સંસ્કૃત રાજકીય વિદ્યાલયના પ્રિન્સિપાલ મહામહોપાધ્યાય ચિત્રધર મિશ્રને મળવા ગયા હતા. પંડિતજીને પોતાના અભ્યાસ માટે વાંચી આપે એવો એક વાચક જોઈતો હતો. એની તપાસ માટે તેઓ એમને મળવા ગયા હતા. ચિત્રધર મિશ્ર મોટા મીમાંસક હતા. તેઓ વયોવૃદ્ધ થયા હતા. પંડિતજી તેમને જ્યારે મળવા ગયા ત્યારે તેઓ વિદ્યાર્થીઓને ભણાવતા હતા. પંડિતજી ત્યાં જઈને બેઠા. ચિત્રધર મિશ્ર ભણાવતા હતા. ત્યારે વચ્ચે વચ્ચે થોડી થોડી વારે ટપટપ અવાજ થતો હતો. પંડિતજી જોઈ શકતા ન હતા એટલે પોતાના સાથીને પૂછ્યું કે આ ટપટપ અવાજ શાનો આવે છે ? સાથીદારે ધીમેથી કાનમાં કહ્યું, “અહીં માખીઓ ઘણી ઊડે છે. એટલે તેને મારવા ચિત્રધર મિટે લાંબા તાવેથા જેવું સાધન રાખ્યું છે. તેના વડે પાસે આવેલી માખીઓને તેઓ મારે છે.' જન્મ જૈન એવા પંડિતજીને ચિત્રધર મિશ્રની માખી મારવાની આ ટેવ પ્રત્યે અણગમો થયો. એમનું દિલ દુભાયું. વળી એમને થયું કે પ્રાચીન સમયમાં મીમાંસકો પશુઓને યજ્ઞમાં હોમતા એ પરંપરા મીમાંસક ચિત્રધર મિશ્ર માક્ષિકાયજ્ઞના રૂપમાં ચાલુ રાખી હોય તેમ જણાય છે. પંડિતજી ત્યાં હતા. એવામાં કોઈક માણસ ચિત્રધર પાસે પ્રાયશ્ચિત્ત લેવા આવેલો. એણે પોતાનું પાપ વર્ણવતાં કહ્યું કે એણે પોતાના નાના વાછરડાના ગળામાં દોરી ભરાવીને બાંધેલું. પણ ગળે ભીંસ આવતાં વાછરડું મરી ગયું. એટલે એ પ્રાયશ્ચિત્ત લેવા આવ્યો હતો. ચિત્રધરે એ માણસને કેટલાક માઈલ દૂર આવેલી ગંગા નદી સુધી ઉઘાડા પગે જઈ, ગંગાજીમાં સ્નાન કરીને દાન કરવું એવું પ્રાયશ્ચિત્ત આપેલું. એ દિવસોમાં મિથિલા અને બંગાળનાં ગામડાંઓના હિંદુઓમાં ડગલે ને પગલે પ્રાયશ્ચિતની વાત આવતી. પંડિતો પ્રાયશ્ચિત્ત બતાવવા અને બદલામાં દાનદક્ષિણા માગતા. ઉત્તર ભારતના નાનામોટા અનેક પંડિતો ત્યારે આવાં પ્રાયશ્ચિત્તો દ્વારા પોતાની આજીવિકા મેળવતા, અને એના ઉપર નભતા હતા. મિથિલામાં પંડિતજીને ન્યાયનો અભ્યાસ કરવો હતો. પંડિતજી એક દિવસ ચિત્રધર મિશ્રના ઘરેથી પાછા ફરતા હતા ત્યાં રસ્તામાં બીજા એક પંડિતજી મળ્યા. Page #78 -------------------------------------------------------------------------- ________________ વિશેષ વિદ્યાભ્યાસના અનુભવો તેમણે પંડિતજીને કેટલીક વિગત પૂછીને જાણી લીધું કે પંડિતજી ન્યાય દર્શનનો વધુ અભ્યાસ કરવાની ઇચ્છા ધરાવે છે. પોતાના વિદ્યાલયમાં પંડિતજી જોડાય એવી એમણે ઇચ્છા દર્શાવી, પણ પોતાનાથી ઉંમરના નાના તે પંડિત શું ભણાવશે એવી પંડિતજીને મનમાં શંકા થઈ, તે પંડિત આ શંકા સમજી ગયા. એમણે સામેથી કહ્યું, ‘તમારા કરતાં હું નાનો છું, પણ તમે પહેલાં મારી પરીક્ષા કરી જુઓ, જો સંતોષ થાય તો જ મારી પાસે ભણજો.’ પંડિતજીએ ન્યાય દર્શન વિશે મનમાં સંઘરી રાખેલા અઘરામાં અઘરા સવાલો તેમને પૂછ્યા. તે દરેકના એમણે વિસ્તા૨થી બરાબર સંતોષકારક જવાબ આપ્યા. એથી પંડિતજી આશ્ચર્યચકિત થઈ ગયા અને તરત જ એમના ચરણમાં નમી પડ્યા. એ પંડિતે પણ કહ્યું, ‘સારું થયું કે તમે મને પ્રશ્નો પૂછ્યા. તમે તમારી શંકાનું નિરસન કર્યું એથી મને સંતોષ થયો.’ એ પંડિતના કહેવાથી પંડિતજીએ એમની પાસે જ ભણવાનું નક્કી કર્યું. ત્યાં વિદ્યાર્થીઓ માટેના છાત્રાલયની બાજુમાં એક બગીચામાં કાચું મકાન હતું. તેમાં તેમણે રહેવાનું અને હાથે રસોઈ બનાવવાનું નક્કી કર્યું. એ પ્રમાણે ઘણા દિવસ ત્યાં વિદ્યાભ્યાસ ચાલ્યો, પરંતુ કાચા મકાનમાં વરસાદનું પાણી અંદર પડતું હતું અને બગીચામાં સાપ નીકળતા હતા. એટલે એ ઘર છોડવાનો તેઓ વિચાર કરતા હતા. દરમિયાન કાશીથી પંડિત બાલકૃષ્ણજી મિશ્રનો પત્ર આવ્યો. એટલે પંડિતજી મિથિલા છોડીને કાશી ગયા. મિથિલામાં પંડિતજીને એક એવા ભાઈનો મેળાપ થયેલો કે જેમનું કુટુંબ વૈષ્ણવ હતું, પરંતુ તેઓ એમ માનતા હતા કે પોતે જૈન છે, કારણ કે એમના પૂર્વજો જૈન હતા. છોકરા-છોકરીની સગાઈ ક૨વામાં પડતી મુશ્કેલીઓને કારણે તથા અન્ય સામાજિક કારણોને લીધે કેટલીક પેઢી પહેલાં જૈનોએ એ પ્રદેશમાં વૈષ્ણવ ધર્મ અંગીકાર કરી લીધો હશે એમ મનાય છે. એ જૈન ભાઈ સાથેની વાતચીત પછી આ વાતનો અભ્યાસ કરતાં પંડિતજીને એમની વાતમાં તથ્ય જણાયું હતું, ભગવાન પાર્શ્વનાથનો ધર્મ એ પ્રદેશમાં સૈકાઓ પૂર્વે પ્રસર્યો હશે એમ ઇતિહાસકારો સ્વીકારે છે. આજે પણ એ પ્રદેશમાં જે ‘સરાગ’ લોકો છે. તેઓ મૂળ શ્રાવક જ હતા. ‘શ્રાવક’ શબ્દ ૫૨થી જ ‘સરાગ’ અથવા ‘સેરાક’ શબ્દ આવેલો છે. મિથિલામાં પંડિતજી એક વર્ષ રહ્યા હતા. ત્યાંના ફળદ્રુપ પ્રદેશની છાપ એમના મન ૫૨ દૃઢપણે અંકિત થઈ ગઈ હતી. મિથિલામાં ચોખાનો પાક વધારે થાય અને લોકો ભાત વધારે ખાય, ચોખાની પણ ત્યાં ઘણી જુદી જુદી જાત થાય છે. મિથિલામાં રહેવાને કા૨ણે પંડિતજી પોતે ‘ભાત ખાઉ’ થઈ ગયા હતા. મિથિલામાં ત્યારે અને હજુ પણ ઘી કરતાં દહીં ખાવાનો રિવાજ વધારે છે. દહીં પણ ત્યાં ઘટ્ટ અને ચીકાશવાળું હોય છે, કારણ કે કઢેલા દૂધનું દહીં બનાવવામાં આવે છે. મિથિલાના બ્રાહ્મણો ક્યાંક બ્રહ્મભોજન માટે ગયા હોય ત્યારે કેટલું દહીં ખાધું એ વિશે એકબીજાને પૂછે. મિથિલામાં . Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ૦ પંડિત સુખલાલજી લાડુ નહિ પણ દહીં વિશે પૂછવાનો રિવાજ પડી ગયેલો. પંડિતજી પણ મિથિલામાં રહ્યા પછી વધુ દહીં ખાતા થઈ ગયા હતા. - મિથિલા બ્રાહ્મણ-પ્રધાન પ્રદેશ ગણાતો આવ્યો છે. ત્યાંના સનાતની બ્રાહ્મણો બહુ ચુસ્ત હોય છે. વિદ્યા તો જાણે મિથિલાના બ્રાહ્મણોને વરી ન હોય ! થોડાં ઘરોનું નાનું ગામ હોય, તો પણ બેચાર વિદ્વાનો તો મળી જ આવે. કાવ્ય, વ્યાકરણ, ન્યાય, દર્શનો, જ્યોતિષ, આયુર્વેદ વગેરેના અધ્યયન સાથે ત્યાં તંત્રવિદ્યાની ઉપાસનાનું પ્રમાણ પણ ઠીકઠીક છે. અક્ષપાદ ગૌતમના તેઓ વંશજ છે. વૈદિક વિરુદ્ધ કોઈ પણ ગ્રંથ લખાય કે તેનો પ્રતિવાદ મિથિલામાં થયો જ હોય. પંડિતજી પોતાની આત્મકથામાં લખે છે : “બુદ્ધ મહાવીરના સમયના કે કદાચ તેથી યે પહેલાંના સમયના વેદવિરોધી વિદ્વાનો મિથિલાના વૈદિક ધર્મ સામે ફાવ્યા ન હતા. આગળ જતાં મિથિલા અને મગધનો પ્રદેશ બે વિરોધી છાવણીઓમાં વહેંચાઈ ગયો. નાલંદા, ઉદન્તપુરી કે વિક્રમશિલા આદિ બૌદ્ધ વિદ્યાપીઠોમાં કોઈ બૌદ્ધ વિદ્વાને વૈદિક દર્શનની મીમાંસા કરી કે તેનો ઉત્તર મૈથિલી પંડિતો આપે જ. લગભગ પંદરસો વર્ષમાં એવો ભાગ્યે જ કોઈ ગ્રંથ હશે કે જેનો પ્રતિવાદ મૈથિલી વિદ્વાનોએ તરત જ ન કર્યો હોય. ખરી રીતે આ કાળના સાહિત્યમાં એક બાજુ બૌદ્ધ અને બીજી બાજુ મૈથિલી દાર્શનિકો એમ સામસામે ઊભા છે. તે બંને પક્ષો એકમેક ઉપર સરસાઈ ભોગવવાનો પ્રયત્ન કરે છે. પ્રાચીન કાળથી આજ લગી જનક વૈદેહીની મિથિલામાં જેટલું સાહિત્ય ઉદ્દભવ્યું છે ને હયાત છે, તેને જો છોડી દેવામાં આવે તો ભારતીય દર્શનોમાં પ્રાણ જ ન રહે. અતિ ગરીબીમાં પણ મિથિલાના બ્રાહ્મણો આ વિદ્યાપરંપરા સાચવી રહ્યા છે.' મિથિલામાં પંડિતજીને બ્રાહ્મણોની લગ્નપ્રથા વિશે પણ અવલોકન કરવાની તક મળી હતી. આઝાદી પહેલાંનો એ જમાનો હતો. એક પત્નીનો કાયદો ત્યારે આવ્યો ન હતો. પંડિતજી જેમની પાસે ભણવા માટે ખિલવાડામાં રહ્યા હતા તે ગરીબ બ્રાહ્મણ પંડિતને અગિયાર પત્ની હતી. ઘર નાનું હતું, અને કુટુંબ ગરીબ હતું, તો પણ અગિયાર પત્નીનો સમાવેશ અને પોષણ કેવી રીતે થતાં હશે એ વિશે પંડિતજીને આશ્ચર્ય થયું હતું. પણ પછીથી ખબર પડી કે મિથિલામાં તો એક સિવાય બીજી પત્નીઓ પોતપોતાનાં પિયરમાં જ રહે. પતિ વારાફરથી એ દરેકને ઘરે થોડા થોડા દિવસ રહી આવે. અને દક્ષિણા ઉઘરાવી લાવે. એ દિવસોમાં મા-બાપ કન્યાને નવ-દસ વર્ષની થાય તે પહેલાં પરણાવી દેતાં. આઝાદી મળ્યા પછી એક પત્નીનો કાયદો આવી ગયો. પરંતુ ત્યાંનાં ગામડાંના કેટલાયે લોકો નજીક આવેલા નેપાળની સરહદમાં જઈને લગ્ન કરી લે છે કે જેથી કાયદાની દૃષ્ટિએ ગુનો ન ગણાય. પંડિતજી અને વ્રજલાલ પાઠશાળા છોડી કાશીમાં જુદા રહેવા ગયા ત્યારે તેઓને લાગ્યું કે પોતાના અભ્યાસ અંગે તથા જીવનવ્યવહાર અંગે કોઈક વડીલ વિદ્વાન વ્યક્તિનું Page #80 -------------------------------------------------------------------------- ________________ વિશેષ વિદ્યાભ્યાસના અનુભવો . ૬૩ માર્ગદર્શન મળતું રહે તો સારું. એ વખતે તેઓને એક પારસી વિદ્વાન પ્રોફેસર ઊનવાલાનો પરિચય થયેલો. મદ્રાસમાં આદ્યાર થિયોસોફી સોસાયટીનું મુખ્ય કેન્દ્ર છે. એ કેન્દ્રમાં શ્રીમતી એની બેસન્ટ કામ કરતાં. કાશીમાં એમના કામમાં સહાય કરવા માટે પ્રોફેસર ઊનવાલા પણ જતા. તેઓ કાશીમાં આવેલી સેન્ટ્રલ હિન્દુ કૉલેજમાં પુરાતત્ત્વ વિષયના અને અવેસ્તા ભાષાના પ્રાધ્યાપક હતા. તેઓ અગાઉ ભાવનગરની શામળદાસ કૉલેજમાં પ્રિન્સિપાલ હતા. તેઓ ત્યાંથી નિવૃત્ત થઈને કાશી આવ્યા હતા. પંડિતજી અને વ્રજલાલને તેમની સાથે પરિચય વધતો ગયો અને તેઓ વખતોવખત માર્ગદર્શન આપતા. તેઓ પારસીસહજ રમૂજવૃત્તિના પણ હતા અને પોતાના વિષયના ઊંડા અભ્યાસી હતા. પંડિતજી કાશીમાં ભદૈની ઘાટ પર જૈન ધર્મશાળાના મકાનમાં રહેવા ગયા હતા. ગંગાઘાટે રહેવા જવાને પરિણામે પંડિતજીને જે કેટલાક લાભ થયા એમાંનો એક મુખ્ય તે સાંપ્રદાયિક સંકુચિતતામાંથી બહાર નીકળવાનો હતો. ગંગાઘાટે જૈન શ્વેતામ્બર મંદિર અને ધર્મશાળા છે. તેની પાસે જ દિગંબર મંદિર અને ધર્મશાળા છે. ત્યાં દિગંબર પાઠશાળામાં રહીને કેટલાક દિગંબર વિદ્યાર્થીઓ ભણતા હતા. પાસે પાસે રહેવાને કારણે પંડિતજીને તેઓનો સંપર્ક થયો. આરંભમાં તો સાંપ્રદાયિક સંકુચિતતાને લીધે અતડાપણું રહ્યું, પણ પંડિતજીનું હૃદય વિશાળ હતું. તેઓ વિવિધ શાસ્ત્રોના જાણકાર હતા. આ વાત જાણતાં દિગંબર વિદ્યાર્થીઓ એમની પાસે ભણવા આવવા લાગ્યા. પંડિતજી તેઓને ઉત્સાહ અને ખંતથી ભણાવતા. પંડિતજીને આ નિમિત્તે દિગંબર શાસ્ત્રો વાંચવા મળ્યાં. દિગંબર શાસ્ત્રગ્રંથો સાથેનું તેમનું તાદાસ્ય પણ વધ્યું ને આગળ જતાં તુલનાત્મક લેખનકાર્યમાં એ તેમને બહુ ઉપયોગી લાગ્યું. સમય જતાં દિગંબર સમાજમાંથી પણ તેમને પંડિત મિત્રો મળતા રહ્યા હતા. ભદૈનીના ઘાટ પરના નિવાસ દરમિયાન પંડિતજીને કાશીનાં કેટલાંક બ્રાહ્મણ સંસ્કારી કુટુંબો સાથે પણ સંબંધ બંધાયો હતો. તેવાં બ્રાહ્મણ કુટુંબોમાં જઈને રહેવાના પ્રસંગો પણ પ્રાપ્ત થયા હતા એથી પંડિતજીને અને તે તે બ્રાહ્મણકુટુંબોને પરસ્પર સંસ્કાર-વિનિમયનો લાભ મળ્યો હતો. એકબીજાને સમજવાની અને અપનાવવાની તક તેઓને મળી હતી એથી તેમના પરસ્પરના સાંપ્રદાયિક પૂર્વગ્રહો મોળા પડતા ગયા હતા. લગભગ પાંચેક વર્ષના ગંગાઘાટના નિવાસથી પંડિતજીને પોતાના જીવનઘડતરમાં ઘણો લાભ થયો હતો. કાશીમાં ગંગાતટે રહેવાને લીધે વિવિધ ઋતુઓમાં ગંગામૈયા કેવાં કેવાં સ્વરૂપ ધારણ કરે છે અને સ્થાનિક રહેવાસીઓ અને નવા નવા આવતા યાત્રિકોને કેવા કેવા અનુભવો થાય છે તે વિશે પંડિતજીને જાણવા મળ્યું. મોટાંમોટાં પૂર આવે ત્યારે તેમાં પશુઓ, વૃક્ષોની ડાળીઓ, સૂકાં લાકડાં વગેરે તણાતાં હોય. નદી શાંત હોય ત્યારે તેમાં નાવડામાં બેસી લોકો રામધૂન જમાવતા હોય કે રામાયણની ચોપાઈઓ લલકારતા હોય, Page #81 -------------------------------------------------------------------------- ________________ ૬૪ ૦ પંડિત સુખલાલજી સંધ્યાવંદન થતું હોય, આરતી ઊતરતી હોય, લોભી પંડાઓ શ્રાદ્ધ અને અન્ય ધાર્મિક વિધિ માટે યાત્રિકોની પાછળ પડતા હોય, આવી આવી ઘટનાઓની વાતો પંડિતજીને સાંભળવા મળતી. એમના જીવન સાથે આ રીતે ગંગામૈયા વણાઈ ગયાં હતાં. આગળ જતાં પોતાને એકાંતમાં મંત્રસાધના કરવી હતી, તે પણ આ જ સ્થળે રહીને એમણે કરી હતી. પંડિતજીએ ઈ. સ. ૧૯૧૦માં ક્વિન્સ કૉલેજની ન્યાયના વિષયની મધ્યમાની પરીક્ષા આપી હતી. અને એમાં ઉત્તીર્ણ થયા હતા. હવે ન્યાયના આચાર્યની પરીક્ષાની તૈયારી કરવાની હતી. એ પરીક્ષાના છ ખંડ હતા અને તે પરીક્ષા છ વર્ષમાં પૂરી થતી હતી. પંડિતજીએ ૧૯૧૩ સુધીનાં ત્રણ વર્ષમાં ત્રણ ખંડની પરીક્ષા આપી હતી. પરંતુ એ છેલ્લી પરીક્ષા વખતે એવી ઘટના બની કે જેથી પંડિતજીનું વધુ પરીક્ષા આપવામાંથી મન ઊડી ગયું. તે વખતે કૉલેજના પ્રિન્સિપાલ અંગ્રેજ હતા. તેઓ સંસ્કૃતના જાણકાર હતા. પણ ન્યાયના વિષયના એટલા જાણકાર નહોતા. એમની હાજરીમાં એમના જ કમરામાં મૌખિક પરીક્ષા લેવાની હતી, કારણ કે પંડિતજી અંધ હતા. પરીક્ષા લેનાર બે નૈયાયિકો હતા, જગજીવન મિશ્ર અને વામાચરણ ભટ્ટાચાર્ય. છપાયેલો પ્રશ્નપત્ર આવ્યો એટલે તેઓને આપવામાં આવ્યો. એ જોઈને પરીક્ષકોએ પ્રશ્નો પૂછવાના હતા. પરંતુ પંડિતજીને વહેમ પડ્યો કે બંને પરીક્ષકો ઇરાદાપૂર્વક પ્રશ્નપત્રમાં ન છપાયા હોય એવા પણ પ્રશ્નો વચ્ચે વચ્ચે પૂછે છે. એ બંને પરીક્ષકોનો આ પ્રકારનો કુટિલ વ્યવહા૨ પંડિતજીને ગમ્યો નહિ. મૌખિક પરીક્ષા તો પૂરી થઈ, પણ રૂમમાંથી બહાર નીકળતાં દ૨વાજામાં જ પંડિતજીએ નિર્ણય કર્યો કે આવી પરીક્ષામાં હવે બેસવું નથી. પંડિતજીએ પોતાના એ નિર્ણયની દૃઢતા માટે રૂમની બહાર નીકળતાં ઉંબરામાં જોરથી પગ પછાડ્યો હતો. આ રીતે પોતે રોષ કર્યો હતો અને પગ પછાડ્યો હતો એ વાત પંડિતજી જીવનપર્યંત ભૂલી શક્યા નહોતા. પંડિતજીએ નક્કી કર્યું કે હવેથી પરીક્ષાઓ ન આપવી, પણ પરીક્ષાઓ જેટલી સજ્જતા તો અવશ્ય કેળવવી જોઈએ. પોતાની સજ્જતા કેટલી વધી છે એનું માપ પોતે જ કાઢતા. શ્રી હર્ષનું ‘ખંડનખંડખાદ્ય’, મધુસૂદન સરસ્વતીકૃત અદ્વૈત-સિદ્ધિ’અને ચિત્સ્વરૂપાચાર્યકૃત. ચિત્સુખી’ – એ ત્રણ વેદાન્તના અંતિમ ગણાતા ગ્રંથોનું પંડિતજીએ જાતે અધ્યયન કરી લીધું હતું. કાશીમાં રહીને નયન્યાયનો અભ્યાસ ક૨વાનો પંડિતજીનો મનોરથ હવે સિદ્ધ થઈ ગયો હતો. એટલે આજીવિકા અર્થે કંઈક કાર્ય ક૨વા ત૨ફ તેમનું મન વળ્યું હતું. પંડિતજીના મિત્ર વ્રજલાલ કલકત્તામાં રહીને વેદાન્ત ભણતા હતા. તેઓ વચ્ચે વચ્ચે કાશી આવી જતા. એમની માતા અને ભાઈ સાથે પંડિતજી કાશીમાં રહેતા હતા. Page #82 -------------------------------------------------------------------------- ________________ વિશેષ વિદ્યાભ્યાસના અનુભવો • ૬૫ પંડિતજીનું લક્ષ્ય હવે અન્ય ગ્રંથો વાંચવા તરફ અને જીવનના વ્યાપક વિષયો વિશે જાણવા તરફ વળ્યું હતું. તેઓ ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત “ન્યાયાલોક' જેવો અઘરો ગ્રંથ વાંચી ગયા અને પાશ્ચાત્ય ચિતંકો મિલ, હર્બર્ટ સ્પેન્સર જેવાના ગ્રંથોના હિંદી અનુવાદો પણ વાંચી ગયા. - કાશીમાં રાજકીય, ધાર્મિક, સામાજિક, ઈત્યાદિ ક્ષેત્રની જાહેર સભાઓમાં પણ તેઓ જવા લાગ્યા અને જુદા જુદા વિષય પર વક્તાઓને સાંભળવા લાગ્યા, આર્યસમાજી, સનાતની, થિયોસોફિસ્ટ વગેરે સંસ્થાના કાર્યક્રમોમાં પણ તેઓ ઉપસ્થિત રહેવા લાગ્યા અને અંગ્રેજી આવડતું ન હોવા છતાં અંગ્રેજીમાં થતાં વ્યાખ્યાનો સાંભળવા પણ જતા. આ પ્રવૃત્તિઓની સાથે સાથે પોતે હિંદીમાં વ્યાખ્યાનો આપવાનો મહાવરો કેળવવા લાગ્યા. પંડિતજીને હજુ લેખનકાર્ય કરવાની ફાવટ આવી નહોતી, પણ એમના મિત્ર વ્રજલાલ હિંદીમાં લેખો લખતા થઈ ગયા હતા. આ રીતે પંડિતજીના વ્યક્તિત્વનું ઘડતર વ્યાપક ધોરણે થવા લાગ્યું હતું. Page #83 -------------------------------------------------------------------------- ________________ પાલનપુરમાં અધ્યાપનકાર્ય પંડિતજીએ પોતાનો વિદ્યાભ્યાસ પૂરો કર્યો હતો. તેઓ ત્રીસની ઉંમર વટાવી ચૂક્યા હતા. આજીવિકા માટે હવે કંઈક કરવું જોઈએ એમ તેમને લાગતું હતું. પોતે અંધ એટલે કેટલીક મર્યાદાઓ આપોઆપ આવી ગઈ હતી. તેમને માટે પંડિત તરીકે ભણાવવાનો વ્યવસાય જ વધુ અનુકૂળ હતો. એ માટે તેઓ તપાસ કરતા હતા. અગાઉ કાશીથી ગુજરાત જતાં પંડિતજી આગ્રા ઊતર્યા હતા. એ વખતે ત્યાંના ડાલચંદજીના નાના ભાઈ ચાંદમલજીનો અને એમના મિત્ર કન્નોમલજીનો પંડિતજીને પરિચય થયો હતો. કન્નોમલજી સુશિક્ષિત હતા, વેદાન્તી હતા અને વિવિધ વિષયો પર હિંદીમાં લેખો લખતા હતા. તેમના સાથેની મૈત્રીથી પંડિતજીને સ્વામી વિવેકાનંદ અને સ્વામી રામતીર્થનાં લખાણોનો પરિચય થયો હતો. કન્નોમલજી ગ્રંથ વાંચતા અને પંડિતજીને સંભળાવતા. આગ્રામાં એક વખત ચાંદમલજીએ પંડિતજીને અને વ્રજલાલને લાલા વૈજનાથનો પરિચય કરાવ્યો. લાલા વૈજનાથ ન્યાયાધીશ હતા. નિવૃત્ત થઈને તેઓ પોતાનું જીવન ગામથી દૂર એક ખેતરમાં લીમડા નીચે ગાળતા હતા. તેઓ પંડિતજી અને વ્રજલાલની સાથે વાતચીત કરતાં જ પ્રભાવિત થયા. પંડિત તરીકે તૈયાર થયેલા અને આજીવિકા માટે કામ શોધતા આ બે પંડિતોને પોતાની પાસે જ રાખી લેવાની ઇચ્છા એમણે દર્શાવી. લાલા વૈજનાથ સ્વામી રામતીર્થના ચુસ્ત ભક્ત હતા. સ્વામી રામતીર્થે હૃષીકેશમાં જીવનની અંતિમ અવસ્થામાં ગંગાજીમાં જળસમાધિ લીધેલી. લાલા વૈજનાથે એમની સ્મૃતિમાં હૃષીકેશમાં એક આશ્રમ બંધાવેલો. લાલાજીએ આ બંને પંડિતો સમક્ષ દરખાસ્ત મૂકી કે તેઓ બંનેએ હૃષીકેશમાં રહેવું, વિદ્યાર્થીઓ આવે તેને ભણાવવા, પુસ્તકાલય ચલાવવું તથા આગંતુક મહેમાનોને વાચન પૂરું પાડવું. એમણે વળી કહ્યું કે જો તેઓ બંને આ નોકરી સ્વીકારી લે તો પોતાની મિલકતનો અડધો ભાગ તેમને આપવા માટે પોતાના વસિયતનામામાં પણ લખાણ કરવા તૈયાર છે. લાલાજીની આ દરખાસ્ત લલચાવનારી હતી. પરંતુ ચાંદમલજીએ બંનેને વિચારવા સમજાવ્યું, કારણ કે વ્રજલાલ તો વેદાંતી હતા. પણ પંડિતજી તો કોઈ જૈન વિદ્યાસંસ્થાને જ પોતાની સેવાઓ Page #84 -------------------------------------------------------------------------- ________________ પાલનપુરમાં અધ્યાપનકાર્ય - ૬૭ આપવા ઇચ્છતા હતા. એટલે વિચાર કરીને હૃષીકેશની સંસ્થામાં જોડાવાનું તેઓએ માંડી વાળ્યું. દરમિયાન પાલનપુર ભણાવવા માટે જવાનો પ્રસંગ પ્રાપ્ત થયો. એ દિવસોમાં મૂર્તિપૂજક જૈન સંપ્રદાયમાં શ્રી વિજયવલ્લભસૂરિજી પ્રગતિશીલ વિચારો ધરાવતા હતા. જૈન ગૃહસ્થોમાં વિદ્યાનું તેજ ઓછું હતું એટલે તેઓને ધાર્મિક શિક્ષણ સારું આપી શકે એવા પંડિતોની આવશ્યકતા હતી. બીજી બાજુ જૈનોએ વ્યાવહારિક કેળવણીમાં પણ આગળ વધવું જોઈએ એમ તેઓ માનતા હતા. આમ, વ્યાવહારિક અને ધાર્મિક એવી બંને પ્રકારની કેળવણી વિદ્યાર્થીઓને સારી રીતે આપવી હોય તો જ્યાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો રાત્રિ-દિવસ સાથે રહેતા હોય એવાં ગુરુકુળોની સ્થાપના કરવી જોઈએ એવો એમનો મત હતો. શ્રી વિજયવલ્લભસૂરિજીએ પંજાબના પોતાના વિચરણ દરમિયાન નિહાળ્યું હતું કે આર્યસમાજીઓનાં ગુરુકુળોમાં વિદ્યાભ્યાસનું ઘણું કાર્ય થઈ રહ્યું છે. એટલે એમણે જૈન સમાજ પાસે એવી સંસ્થાઓનું નિર્માણ કરવા માટે ભલામણ કરી હતી. એમની પ્રેરણાથી જ પછી મુંબઈમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના થઈ હતી.) વિ. સં. ૧૯૬૯માં શ્રી વિજયવલ્લભસૂરિજી એ પોતાની આ યોજનાને વેગ આપવા મુંબઈમાં ચાતુર્માસ કર્યું હતું. એ વખતે વ્રજલાલ અને પંડિતજી કાશીમાં વિદ્યાભ્યાસ કરીને પંડિત તરીકે તૈયાર થયા હતા. એમની સેવાનો લાભ લેવાનું શ્રી વિજયવલ્લભસૂરિજીએ વિચાર્યું અને વ્રજલાલને મુંબઈ બોલાવ્યા હતા. એમની સાથેની વાતચીતથી એવો નિર્ણય લેવાયો કે પંડિતજી જો કાશી છોડીને આવી શકે અને તેઓ શ્રી વિજયવલ્લભસૂરિજીના શિષ્યોને ચાતુર્માસમાં પાલનપુરમાં આવીને ભણાવી શકે તો એ માટે રહેવા-જમવા વગેરેની બધી વ્યવસ્થા ગોઠવી શકાય. - પંડિતજીએ એ નિમંત્રણ સ્વીકાર્યું અને તેઓ પાલનપુર પહોંચ્યા. પરંતુ પાલનપુરની સાંપ્રદાયિક સ્થિતિ થોડી જુદી હતી. ત્યાં સ્થાનકવાસી અને મૂર્તિપૂજક બંને સંપ્રદાયનાં ઘર ઠીક ઠીક સંખ્યામાં હતાં. બંને સંપ્રદાયો બહુ ચુસ્ત અને પરસ્પર દ્વેષ અને દુરાગ્રહવાળા હતા. એ વખતે મૂર્તિપૂજકોમાં શ્રી હંસવિજયનું ચાતુર્માસ હતું, તો સ્થાનકવાસીઓમાં સુપ્રસિદ્ધ શતાવધાની કવિ અને પ્રખર વ્યાખ્યાતા એવા શ્રી રત્નચંદ્રજીનું ચાતુર્માસ હતું. રત્નચંદ્રજી ઘણા ઉદાર દષ્ટિવાળા હતા, પણ એમના અનુયાયીઓ ઉગ્ર હતા. પંડિતજી પાલનપુર આવ્યા ત્યારે એમનું કાર્ય શ્રી હંસવિજયજીને વિશેષાવશ્યક ભાષ્ય' ભણાવવાનું અને એમના એક શિષ્યને હેમચંદ્રાચાર્યના વ્યાકરણની બૃહદ્રવૃત્તિ શીખવવાનું હતું. જૈન સાધુઓ જ્ઞાની ગુરુ ભગવંતોનો જો યોગ ન હોય તો ગૃહસ્થ પંડિતો પાસે અભ્યાસ કરે એ પરંપરા જૂના વખતથી ચાલી આવે છે. વળી ગૃહસ્થ Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬૮ • પંડિત સુખલાલજી પંડિતોને સંઘ તરફથી સારું મહેનતાણું પણ અપાય છે. વિદ્યાભ્યાસ વખતે ચાલી આવતી સુંદ૨ પ્રણાલિકા પ્રમાણે ગૃહસ્થ પંડિત મુખ્યસ્થાને બેસે અને અધ્યયન કરનાર સાધુસાધ્વીઓ સન્મુખ બેસે છે. વળી ભણાવનાર પંડિતનું પછીથી જાહેરમાં બહુમાન પણ ક૨વામાં આવે છે. પરંતુ પાલનપુરની પરિસ્થિતિમાં કેટલીક વિષમતા ઊભી થઈ હતી. પંડિતજીને નિમંત્રણ મળ્યું હતું મૂર્તિપૂજક સમુદાય તરફથી, પરંતુ પંડિતજી પોતે સ્થાનકવાસી હતા. વળી શ્રી રત્નચંદ્રજી મહારાજ સાથે એમને ગાઢ સંબંધ હતો. એમાં વળી સ્થાનકવાસી આગેવાનોએ પંડિતજીને પોતાને ત્યાં જમવા નોતરીને બહુ આદરમાન આપવા માંડ્યું. પંડિતજી મૂર્તિપૂજક સાધુને ભણાવે છે એ વાત તેઓને ગમતી ન હતી. બીજી બાજુ સ્થાનકવાસી સંપ્રદાયની ખેંચતાણ મૂર્તિપૂજક સંપ્રદાયને પણ ગમતી નહોતી. બંને સંપ્રદાયના સાધુઓને પક્ષે ઉદારતા હતી, પણ કેટલાક શ્રાવકો આ વાતને વિવાદાસ્પદ બનાવવાની વૃત્તિવાળા હતા. આ બધું ચાલતું હતું તેમાં વળી એક નવી ઘટના બની. શ્રી વલ્લભસૂરિજીના એક શ્રીમંત ભક્ત હતા. એમના કુટુંબમાં વિધવા પુત્રવધૂ હતાં લાડુબહેન. એમને સંસ્કૃતપ્રાકૃતભાષા અને શાસ્ત્રના અભ્યાસ માટે ભારે રુચિ હતી. પંડિતજી પાસે તેમણે અધ્યયન ક૨વા માટે ઇચ્છા દર્શાવી. પંડિતજી આમ તો સાધુઓને ભણાવવા માટે પાલનપુર પધાર્યા હતા. વળી સમય અને પરિશ્રમનો સવાલ પણ હતો. એમણે વચલો રસ્તો કાઢ્યો. પોતે શ્રી હંસવિજયજીને વિશેષાવશ્યક ભાષ્ય’ શીખવે છે તે વખતે તે શ્રાવિકાબહેન પણ આવીને સાથે બેસી શકે. પંડિતજીનો જૈન સાધુઓને ભણાવવાનો આ પહેલો અનુભવ હતો. એટલે તેમને માટે પરિસ્થિતિ નવી હતી. આ પરિસ્થિતિમાં બે મુખ્ય મુદ્દા ઊભા થયા. એક તો એ કે જૈન સાધુઓની સાથે ભલે થોડે આઘે બેસીને એક મહિલા અભ્યાસ કરી શકે કે નહિ ? બીજો મુદ્દો એ કે એ સ્ત્રીને આગમિક શાસ્ત્રોનો અભ્યાસ કરાવી શકાય કે નહિ ? મૂર્તિપૂજક સમુદાયમાં તો ગૃહસ્થ પુરુષોને પણ આગમિક શાસ્ત્રોનો અભ્યાસ કરવાની મનાઈ છે. તે જમાનામાં તો આ વાત ઘણી જ કડક હતી. એટલે સ્ત્રીને આગમિક અભ્યાસ કરાવવાની વાત સમાજમાં ન સ્વીકારાય એ દેખીતું છે. જૈન સાધુઓ ગૃહસ્થ પંડિતો પાસે એકાંતમાં બેસીને વિદ્યાભ્યાસ કરતા હોય છે કે જેથી તેમને જે કંઈ શંકા સમાધાન મેળવવું હોય તે મેળવી શકે. ‘સાધુ થયા અને આટલું પણ નથી આવડતું' એવો પ્રશ્ન ક્યારેક ગૃહસ્થોને થાય અને ક્યારેક એ માટે સાધુ પોતાના વેશને કારણે ક્ષોભ પણ અનુભવે એવું બનવાનો સંભવ છે. મનુષ્યસહજ નબળાઈ પણ એમાં કામ કરી જાય છે, અન્ય પક્ષે મોટા વિદ્વાન આચાર્યો પણ ગૃહસ્થોની મંડળી વચ્ચે બેસીને ગૃહસ્થ પંડિત પાસે શાસ્ત્રાભ્યાસ કરતા હોય છે. ન્યાય, Page #86 -------------------------------------------------------------------------- ________________ પાલનપુરમાં અધ્યાપનકાર્ય - ૬૯ વ્યાકરણ, કાવ્યાલંકાર, જ્યોતિષ વગેરેના ગ્રંથોનો અભ્યાસ પણ તેઓ પંડિત પાસે જ કરતા હોય છે અને છતાં એ વિષયના પોતાના અજ્ઞાન માટે જરા પણ ક્ષોભ અનુભવતા નથી. શ્રાવિકાબહેનને ઉપાશ્રયમાં સાધુઓ સાથે વિદ્યાભ્યાસ કરાવવા માટે શ્રી હંસવિજયજીની સંમતિ લેવાની પંડિતજીને કોઈ જરૂર જણાઈ નહિ. શ્રી હંસવિજયજીએ એનો વિરોધ ન કર્યો, પરંતુ શ્રાવકોમાં કચકચ ચાલી એટલે કેટલાક સમય પછી એમણે મૃદુતાથી સૂચન કર્યું કે વિદ્યાભ્યાસમાં બીજા કોઈ ન આવે તો સારું. આથી પંડિતજીએ એ શ્રાવિકાબહેનને એમના ઘરે જઈને “વિશેષાવશ્યક ભાષ્ય” ભણાવવાનું ચાલુ કર્યું. પરંતુ એથી સમાજમાં વિવાદ થયો હતો. આવી કેટલીક નાજુક બાબતોનો વિવાદ જ્યારે સમાજમાં ઊપડે છે, ત્યારે જાણે મધપૂડો છંછેડ્યો હોય એવી સ્થિતિ સર્જાય છે. પાલનપુરમાં તો એની ચકચાર ચાલી. પણ ઠેક મુંબઈમાં પણ શ્રી વિજયવલ્લભસૂરિજી સામે પણ સ્થાપિત હિતોએ ભારે ઊહાપોહ જગાડ્યો, આવા વિવાદમાં આ અધ્યાપનકાર્ય છોડી દેવાની પંડિતજીની ઇચ્છા હતી, પરંતુ તેઓ જ્યારે મુંબઈ શ્રી વિજયવલ્લભસૂરિજીને મળવા ગયા ત્યારે શ્રી વલ્લભસૂરિજીએ એમને સમજાવ્યા. જુનવાણી માનસ ધરાવનાર માણસોની ટીકાની ચિંતા ન કરતાં કુશળતાથી બાકીના બાર-પંદર દિવસમાં આ અધ્યાપનકાર્ય પૂરું કરવા કહ્યું, પંડિતજીએ પાલનપુર આવી એ કાર્ય પૂરું કર્યું. પણ એમને માટે માનપત્રનો કાર્યક્રમ સંઘ તરફથી યોજવાનું જે વિચારાયું હતું અને બધી તૈયારીઓ થઈ ચૂકી હતી તે સ્વીકારવાની એમણે સ્પષ્ટ ના કહી દીધી એટલે એવો કોઈ કાર્યક્રમ પછીથી યોજાયો નહિ. સાધુઓને વિદ્યાભ્યાસ કરાવવાના પાલનપુરના આ કટુ અનુભવે પંડિતજી પાસે કેટલાક વ્યવહારુ અને દઢ સંકલ્પો કરાવ્યા હતા. Page #87 -------------------------------------------------------------------------- ________________ મહેસાણા અને વીરમગામ અધ્યાપન કરાવવાને નિમિત્તે પંડિતજીને જુદે જુદે સ્થળે જવાનું થતું અને વિવિધ અનુભવો થતા હતા. એમને જે કેટલાક સાધુઓનો પરિચય થયેલો તેમાંના બીજા એક * તે શ્રી લબ્ધિવિજયજી મહારાજ પણ હતા. શ્રી વિજયવલ્લભસૂરિજીની ગુરુકુળની વિચારણાનો સ્વીકાર થાય અને એમાં પંડિતજીને અધ્યાપક તરીકે કાર્ય કરવાની જવાબદારી પ્રાપ્ત થાય એવી સંભાવના તો ઘણી દૂર હતી. વળી તે યોજના ક્યારે કેવો આકાર લેશે તે પણ અનિશ્ચિત હતું. આ સંજોગોમાં આજીવિકા અર્થે આગ્રાનું કેન્દ્ર પંડિતજીને યોગ્ય લાગ્યું હતું. એટલે પોતે વતનમાંથી આગ્રા પહોંચ્યા. ત્યાં તેમને વિવિધ પ્રકીર્ણ કામ મળ્યું હતું. આગ્રામાં પરિચિતોની સંખ્યા પણ વધતી જતી હતી. ક્યાંક જાહેર કાર્યક્રમોમાં, મેળાવડાઓમાં ભાષણ કરવાના પ્રસંગો પણ પ્રાપ્ત થયા હતા. આગ્રાથી દિલ્હી નજીક હતું એટલે ક્યારેક એવા જાહેર કાર્યક્રમો માટે તેમને દિલ્હી જવાનું નિમંત્રણ પણ મળતું હતું. એક વખત પોતાના પરિચયમાં આવેલા શ્રી લબ્ધિવિજયજીએ અધ્યયન કરાવવા માટે પંડિતજીને દિલ્હી આવવા કહ્યું, પરંતુ પંડિતજીએ નિર્ધાર કરી લીધો હતો કે પોતાને સ્થાને જે સાધુ આવી શકે એમ હોય તેમને ભણાવવા. એટલે એમણે શ્રીલમ્બિવિજયજીની એ દરખાસ્તનો અસ્વીકાર કર્યો. પણ શ્રી લબ્ધિવિજયજીને અધ્યયનની તાલાવેલી હતી. એટલે ચાતુર્માસ પૂર્ણ થતાં વિહાર કરીને તેઓ આગ્રા આવી પહોંચ્યા અને ત્રણેક મહિના રહી ત્યાં અધ્યયન કર્યું હતું. શ્રી વિજયવલ્લભસૂરિજીના શિષ્ય શ્રી હંસવિજયજીને ભણાવવાનો અનુભવ પંડિતજીને પાલનપુરમાં થઈ ગયો હતો. પંડિતજી પાલનપુરથી લીમલી ઘરે જઈ, પાછા આગ્રા પોતાના કેન્દ્રમાં પહોંચી ગયા હતા. એવામાં એમને મુંબઈથી શેઠ હેમચંદભાઈનો તાર મળ્યો. હેમચંદભાઈ શ્રી વિજયવલ્લભસૂરિજીના ભક્ત હતા. એટલે તાર એમણે જ કરાવ્યો હશે એવું અનુમાન થયું અને તે સાચું પડ્યું. પંડિતજી મુંબઈ પહોંચ્યા. જર્મન સ્કોલર હર્મન યાકોબી ભારતમાં ફરીને જર્મની પાછા જઈ રહ્યા . હતા. શ્રી વિજયવલ્લભસૂરિજીએ પંડિતજીનો તેમની સાથે પરિચય કરાવ્યો. Page #88 -------------------------------------------------------------------------- ________________ મહેસાણા અને વીરમગામ • ૭૧ વળી, શ્રી વિજયવલ્લભસૂરિજીએ દરખાસ્ત મૂકી કે પંડિતજી જો એમના કેટલાક શિષ્યોને મહેસાણાની પાઠશાળામાં રહીને અભ્યાસ કરાવી શકે એમ હોય તો તેઓ એ શિષ્યોનો વિહાર મહેસાણા તરફ કરાવે. પંડિતજીએ આગલા વર્ષના અનુભવની વાત કરી અને પોતાના કેન્દ્રમાં સાધુઓ આવે તો જ ભણાવવાના સંકલ્પની વાત કરી. શ્રી વિજયવલ્લભસૂરિજીએ કહ્યું કે પંડિતજીની સ્વતંત્રતામાં કોઈ બાધા નહિ આવે. વળી એ શિષ્યોના સ્વભાવથી પંડિતજી પરિચિત છે. એટલે છેવટે પંડિતજીએ એ દરખાસ્ત સ્વીકારી લીધી કે જેથી મહેસાણાની સુપ્રસિદ્ધ શ્રી યશોવિજયજી જૈન પાઠશાળામાં રહેવાભણાવવાનો પોતાને પણ અનુભવ મળે. પણ વિશેષ એક કારણ તો એ હતું કે મુનિશ્રી જિનવિજયજી પણ ત્યાં મહેસાણા ભણવા આવવાના હતા. પંડિતજીએ મુનિશ્રી જિનવિજયજીનું નામ સાંભળ્યું હતું. એમની સાથેના પત્રવ્યવહારથી એમને માટે માન પણ થયું હતું. એટલે મહેસાણા જવાની આ દરખાસ્ત એમણે સ્વીકારી લીધી. પંડિતજીએ મહેસાણામાં શેઠ શ્રી વેણીચંદ સુરચંદની પ્રેરણાથી સ્થપાયેલી શ્રી યશોવિજયજી જૈન પાઠશાળામાં ભણાવવાનું સ્વીકાર્યું એથી એમને અને વિદ્યાર્થીઓને ઘણો લાભ થયો. મહેસાણાની પાઠશાળામાં જે કેટલાક સાધુઓ પંડિતજી પાસે ભણવા આવ્યા હતા તેમાં શ્રી વિજયવલ્લભસૂરિજીના એક મુખ્ય શિષ્ય તે શ્રી લલિતવિજયજી હતા. બીજા હતા મુનિ શ્રી જિનવિજયજી. પંડિતજી તેઓને સવારે અને સાંજે મળી સાતેક કલાક ભણાવતા. આ પાઠશાળામાં તૈયાર થયેલા તે કાળના ત્રણ મોટા પંડિતો તે પંડિત ભગવાનદાસ હરખચંદ, પંડિત હીરાચંદ અને પંડિત પ્રભુદાસ બેચરદાસ પારેખ. એમાં પંડિત ભગવાનદાસ લગભગ સમવયસ્ક જેવા હતા. પંડિતજી એમને કાવ્યાલંકારનો સવિશેષ અભ્યાસ કરાવતા. એમની સાથે પંડિતજીને ગાઢ મૈત્રી થઈ ગઈ હતી. સાંજે તેઓ ગામ બહાર જઈ ખુલ્લામાં કુસ્તીના દાવ પણ ખેલતા. બંને સાથે જમતા અને સાથે ફરવા જતા. ચાતુર્માસ પૂરું થતાં સાધુઓ વિહાર કરી ગયા. પણ બીજા વિદ્યાર્થીઓ રોકાયા. આ સમય દરમિયાન શ્રી સાગરાનંદજી મહારાજ ત્યાં પધાર્યા હતા અને તેમણે ત્યાં આગમ વાચના ચાલુ કરી હતી. પંડિતજીને એમની સાથે આ પહેલો પરિચય થયો હતો, જે આગળ જતાં ગાઢ બન્યો હતો. મહેસાણાની પાઠશાળામાં પંડિતજીએ જે કાર્ય કર્યું તેથી પ્રભાવિત થઈ પાઠશાળાના સૂત્રધાર શ્રી વેણીચંદભાઈએ પંડિતજીને ત્યાં કાયમ રોકાઈ જવા નિમંત્રણ આપ્યું. પરંતુ વિરમગામની પાઠશાળા તરફથી વધારે સારી દરખાસ્ત આવતાં પંડિતજી વીરમગામ ભણાવવા ગયા. પંડિતજીએ મહેસાણાથી આગ્રા પાછા ન ફરતાં વીરમગામની પાઠશાળામાં કાર્ય કરવાનું સ્વીકાર્યું, કારણ કે એ ક્ષેત્રથી તેઓ પરિચિત હતા. વળી પંડિત ભગવાનદાસ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૨ • પંડિત સુખલાલજી વગેરે ભણવા માટે આગ્રા સુધી આવી શકે એમ નહોતા. પણ વીરમગામ જરૂર આવી શકે એમ હતા. પંડિતજીને જ્યારે વર્ષો પહેલાં કાશીની પાઠશાળામાં જવાનું થયું હતું ત્યારે શ્રી વિજયધર્મસૂરિજીની સૂચનાથી વીરમગામની પાઠશાળાના માસ્તર પંડિત જટાશંકરે એમની પરીક્ષા લીધેલી અને એમને માટે ભલામણ કરેલી. એ બ્રાહ્મણ પંડિત પંડિતજી કરતાં ઉંમરમાં ઘણા મોટા હતા, પરંતુ એમનો વિદ્યારસ પણ મોટો હતો. એમની નમ્રતા પણ એટલી જ મોટી હતી. તેમણે જ્યારે જોયું કે પંડિત સુખલાલજી કાશી જઈને ઘણું બધું ભણી આવ્યા છે, ત્યારે વિરમગામમાં તેમણે પણ સંકોચ વગર પંડિતજી પાસે વધુ અધ્યયન કરવાનું ચાલુ કર્યું હતું. મુનિ શ્રી જિનવિજયજીને મહેસાણાની પાઠશાળામાં પંડિતજી પાસે અભ્યાસ કરવાનો જે સ્વાદ ચાખવા મળ્યો એથી તેઓ પણ વધુ અભ્યાસ કરવા માટે વિરમગામ આવી પહોંચ્યા. બીજા કેટલાક સાધુઓ પણ ત્યાં અભ્યાસ કરવા આવ્યા. એથી વિરમગામ જેવા સ્થળમાં પણ મહેસાણા જેવું જ વાતાવરણ બની રહ્યું હતું. Page #90 -------------------------------------------------------------------------- ________________ આબુ અને પાટણ પંડિતજી પાલનપુર હતા ત્યારે ત્યાંથી એક વખત આબુ જઈ આવ્યા હતા. આ વખતે વીરમગામમાં અને પછી અમદાવાદમાં ઉનાળાના દિવસોમાં અધ્યયનઅધ્યાપનના કાર્યના અતિશય પરિશ્રમને કા૨ણે તેમના સ્વાસ્થ્ય પર અસર થઈ હતી. એટલે હવાફેર માટે એમણે આબુ જવાનું વિચાર્યું. એ દિવસોમાં મોટરગાડી ન હતી. બળદગાડામાં કે ઘોડા ઉપર આબુ પર્વત પર જવાતું. પંડિતજી સાથે બીજા બે મિત્રો પણ હતા. ખરેડી (આબુ રોડ) સ્ટેશને ઊતરી ત્યાંથી આબુ પર્વત પર જવા માટે બળદગાડું નક્કી કર્યું, પણ પંડિતજીએ બળદગાડામાં બેસવા કરતાં પગે ચાલીને પર્વત પર ચડવાનો વિચાર કર્યો. એ માટે એક સોબતી પણ મળી ગયો. ઉનાળાની અજવાળી રાત્રિ હતી. એટલે ચડવામાં વાંધો ન લાગ્યો. પણ થોડાક માઈલ ચડ્યા ત્યાં તરસ બહુ લાગી. રસ્તામાં એક પાણીની પરબ આવી, પણ પરબવાળો ત્યાં નહોતો. પંડિતજી અને એમના મિત્રે હાથે પાણી લઈને પીધું. એ દિવસોમાં લોકો એઠજૂઠની બાબતમાં બહુ કડક હતા. તેઓ પાણી પીતા હતા ત્યાં પરબવાળો ભૈયો આવી પહોંચ્યો. હાથે પાણી લઈને પાણી અભડાવવા માટે તે પંડિતજી ઉ૫૨ બહુ ચિડાયો અને ગાળો દેવા લાગ્યો. પણ એને ઉત્તર આપવામાં સાર નહોતો. એટલે તેઓ ચૂપ રહ્યા અને આગળ ચાલ્યા. ફરી તરસ લાગી, આગળ જતાં મ્યુનિસિપાલિટીની પાણી છાંટવાની ટાંકીવાળી ગાડી પડેલી જોઈ. પણ એમાં પાણી સાવ ઓછું હતું. અંદર હાથ પહોંચતો નહોતો. બીજું કશું સાધન પાસે નહોતું, પંડિતજી પાસે એક ધોતિયું હતું. તેમણે ટાંકીમાં ધોતિયું નાખી ભીનું કરી બહાર કાઢ્યું અને એ નિચોવીને પાણી પીધું. આ રીતે તરકીબ પાર પડી અને તૃષા મટી. આબુમાં આ રીતે સોળ માઈલ જેટલું ચાલવાનું અને તે પણ ચઢાણવાળું હતું, પંડિતજીએ જિંદગીમાં પહેલી વાર એ કર્યું. વળી રાતનો ઉજાગરો હતો. રસ્તામાં એક ભીલનું ઘર આવ્યું. તેના આંગણામાં તેઓ ઊંઘી ગયા અને સવારે નવ વાગે ઊઠ્યા. તે દરમિયાન પોતાની બળદગાડી આવી પહોંચી. તેઓ તેમાં બેસી આગળ વધ્યા, દેલવાડાની જૈન ધર્મશાળામાં તેઓ ઊતર્યાં અને એક અઠવાડિયું ત્યાં રોકાયા. તેઓ Page #91 -------------------------------------------------------------------------- ________________ જ • પંડિત સુખલાલજી દેરાસરમાં દર્શન કરતા અને આસપાસનાં સ્થળોમાં પરિભ્રમણ કરતા. આબુનો આ બીજી વખતનો પ્રવાસ પંડિતજી માટે વધારે યાદગાર બન્યો હતો. પંડિતજી અમદાવાદ આવ્યા. હવે પછી શો કાર્યક્રમ કરવો એની વિમાસણમાં હતા ત્યાં નવસારી પાસે કાલિયાવાડીથી શ્રી વિજયવલ્લભસૂરિજીએ પત્ર લખીને તેમને મળવા બોલાવ્યા હતા. પંડિતજી કાલિયાવાડી પહોંચીને તેમને મળ્યા. મહારાજશ્રીએ એમને પાટણમાં પ્રવર્તક શ્રી કાગ્નિવિજ્યજીના શિષ્યોને ભણાવવાનું કામ સોંપ્યું. પંડિતજી પાટણ ગયા અને ભણાવવાનું કાર્ય એમણે સ્વીકાર્યું. પંડિતજીએ અગાઉ એવો નિર્ણય કર્યો હતો કે કોઈ સાધુસાધ્વીની પાસે સામેથી જઈને તેમને ભણાવવાં નહિ. પરંતુ પછીથી એમાં ફેરફાર કરીને એવો નિર્ણય કર્યો કે મહેસાણાની પાઠશાળામાં જે આવે તે સાધુસાધ્વીને ભણાવવાં. મહેસાણાના સારા અનુભવથી સાધુસમાજમાટેનો એમનો પૂર્વગ્રહ મોળો પડ્યો હતો. હવે એવો પ્રસંગ ઊભો થયો કે સાધુઓની પાસે જઈને એમને ભણાવવાનું કાર્ય એમણે સ્વીકાર્યું, કારણ કે તેમણે પ્રવર્તક શ્રી કાન્તિવિજયજીની પ્રશંસા સાંભળી હતી. વળી મુનિશ્રી જિનવિજયજીએ પણ પ્રવર્તકની પ્રશંસા કરી હતી અને હવે પછીના ચાતુર્માસમાં તેઓ પાટણમાં શ્રી પ્રવર્તકજીની સાથે જ રહેવાના હતા. આથી પંડિતજીએ પાટણ જવાનું નિમંત્રણ સ્વીકારી લીધું અને ચાતુર્માસ શરૂ થાય એ પહેલાં તેઓ ત્યાં પહોંચી ગયા. પાટણમાં પંડિતજીએ પ્રવર્તકજીના શિષ્ય શ્રી ચતુરવિજયજી અને એમના શિષ્ય શ્રી પુણ્યવિજયજીને “કાવ્યાનુશસન” અને “તિલકમંજરી” એ બે ગ્રંથોનું અધ્યયન કરાવ્યું. એ કાળે આ બે ગ્રંથો પ્રસિદ્ધ થયેલા નહોતા. એટલે હસ્તપ્રતને આધારે ભણાવવાના હતા. પંડિતજી આવા ગ્રંથો અગાઉ જ્યારે જ્યારે ભણાવતા ત્યારે વિદ્યાર્થીના હાથમાં હસ્તપ્રત ન હોય. પાટણમાં હસ્તપ્રતો સુલભ હતી. એટલે શ્રી ચતુરવિજયજી અને શ્રી પુણ્યવિજયજી એમ બંને એક એક હસ્તપ્રત લઈને બેસતા. એથી જ્યાં જ્યાં પાઠફેર હોય ત્યાં તરત ધ્યાન દોરતા. ક્યાંક હસ્તપ્રતમાં અશુદ્ધિ હોય તો તેનું શુદ્ધિકરણ પણ તરત થતું. પંડિતજીને આ અનુભવ પરથી લાગ્યું કે જુદી જુદી હસ્તપ્રતોના પાઠાંતરો જોવાથી કર્તાને કયો પાઠ અભિપ્રેત હોઈ શકે તેની વિચારણા કરી શકાય. એવું સંશોધન પ્રાચીન ગ્રંથો માટે અનિવાર્ય છે એમ તેમને લાગ્યું. શુદ્ધિકરણ અને પાઠનિર્ણય કરતાં કરતાં આગળ વધવાને લીધે અધ્યયનની ગતિ મંદ રહેતી. પણ એકદરે તો એથી લાભ જ થયો હતો. પાટણમાં એ ચાતુર્માસમાં શ્રી સાગરાનંદજી મહારાજ પણ પોતાના વિશાળ સમુદાય સાથે પધારેલા અને એમણે આગમ વાચનાનો કાર્યક્રમ પણ રાખ્યો હતો. પંડિતજી રોજેરોજ સાગરાનંદજી મહારાજ પાસે જતા અને એમના મુખ્ય શિષ્ય WWW.jainelibrary.org Page #92 -------------------------------------------------------------------------- ________________ આબુ અને પાટણ • ૭૫ શ્રી માણેકસાગરજીને ન્યાય દર્શનનો અભ્યાસ કરાવતા. પાટણના આ નિવાસ દરમિયાન જ પંડિતજીએ લોકમાન્ય ટિળકનું ગીતારહસ્ય” વાંચ્યું અને એથી બહુ પ્રભાવિત થયા હતા. પાટણના નિવાસ દરમિયાન અધ્યાપનકાર્ય પછી પંડિતજીને જે ફાજલ સમય મળતો તેનો તેઓ વિવિધ રીતે સદુપયોગ કરતા. પાટણમાં સંગીત શીખવાની પંડિતજીને ઈચ્છા થઈ હતી. એમના મિત્ર વ્રજલાલ સિતાર સરસ વગાડતા. ત્યારથી પંડિતજીને એકાદ વાદ્ય વગાડતાં શીખવાની રુચિ થઈ હતી. પંડિતજીએ મહારાષ્ટ્રના હરિકીર્તનકારોને સાંભળેલા અને આર્યસમાજની ભજનમંડળીઓમાં પણ ગયેલા. એટલે સંગીત સાંભળવાનો એમને પહેલેથી રસ હતો. પરંતુ વાજિંત્ર વગાડવા માટેની પ્રવૃત્તિ થયેલી નહિ, પાટણમાં એમને એક સંગીતશિક્ષક સાથે પરિચય થયેલો. તેઓ પાટણની ટ્રેનિંગ કૉલેજમાં અભ્યાસ કરવા આવેલા. ટ્રેનિંગ કૉલેજના પ્રિન્સિપાલ શ્રી પંડ્યા હતા. પંડિતજીને શ્રી પંડ્યાનો પરિચય થયો. શ્રી પંડ્યાની કૉલેજમાં ભણતા સંગીતના શિક્ષકને સંસ્કૃત શીખવાની ઇચ્છા હતી. પંડિતજીએ એમને સંસ્કૃતનું અધ્યયન કરાવ્યું અને સંગીત શિક્ષકે પંડિતજીને હાર્મોનિયમ વગાડતાં શીખવ્યું. પંડિતજી પોતે પાટણ રહ્યા એ ચાર મહિના સંગીતનો આ અભ્યાસ ચાલ્યો. પરંતુ પાટણ છોડ્યા પછી હાર્મોનિયમ વગાડવાનું કાયમ માટે છૂટી ગયું હતું. Page #93 -------------------------------------------------------------------------- ________________ કેસરિયાજીની યાત્રા પંડિતજી વિદ્યાભ્યાસ કરાવવા પાટણમાં ચાર મહિના રહ્યા. તે દરમિયાન જાહેરાત થઈ કે પ્રવર્તક શ્રી કાંતિવિજયજીની નિશ્રામાં પાટણથી કેસરિયાજીની યાત્રાનો સંઘ નીકળવાનો છે. એ જમાનામાં એકલદોકલ માણસ જવલ્લે જ દૂરનાં તીર્થોની જાત્રા કરી શકતો. પગપાળા જવાનું, રસ્તામાં ચોરલૂટારું અને ન્ગલી જાનવરોનો ભય, ભૂલા પડવાની ચિંતા, હાથે રસોઈ કરવાની જંજાળ, એ માટે સાધનસામગ્રી સાથે લેવાની, રસ્તામાં ગામડાંઓમાં મુકામ શોધવાના વગેરે ઘણી માથાકૂટ હતી. સંઘ નીકળે તો આવી ચિંતા નહિ. એટલે ઘણા એમાં જોડાય. બધાંના ખર્ચની જવાબદારી સંઘપતિ ઉપાડે સાથે રસોઈયા અને નોકરી હોય, ચોકીપહેરો કરનારા હોય, બળદગાડાં હોય. તંબુઓ હોય, રોજેરોજના મુકામ નક્કી હોય, મોટો સમુદાય હોય એટલે સારસંભાળ લેવાય અને ઉલ્લાસનું ધર્મમય વાતાવરણ હોય. આંખ જવાને લીધે પરાવલંબી બનેલા પંડિતજીને માટે કેસરિયાજીની તીર્થયાત્રાની આ તક બહુ આવકારદાયક હતી. પંડિતજીએ એમાં જોડાવાની સંમતિ પ્રવર્તકજીને જણાવી. પ્રવર્તકજીએ પંડિતજી માટે સંઘયાત્રામાં સવિશેષ સગવડ કરાવી આપી કે જેથી એમને કોઈ તકલીફ ન પડે. એમને માટે જુદું ગાડું, જુદો તંબૂ અને જુદો રસોઇયો રાખવામાં આવ્યાં. રસોઇયા તરીકે પ્રવર્તકજીના લહિયા તરીકે કામ કરતા બ્રાહ્મણ ગોવર્ધનને લેવામાં આવેલો. આ સંઘમાં મુનિશ્રી જિનવિજયજી પણ હતા. પ્રવર્તકશ્રી કાન્તિવિજયના શિષ્ય શ્રી ચતુરવિજયજી અને એમના શિષ્ય શ્રી પુણ્યવિજયજી પણ હતા. એટલે પંડિતજી માટે સોબત પણ સારી હતી. સંઘ પાટણથી ચારૂપ, તારંગા, ઈડર એમ જુદાં જુદાં તીર્થોની યાત્રા કરતો. કેસરિયાજી પહોંચ્યો. તારંગામાં કુમારપાલ મહારાજાએ બંધાવેલ મંદિરમાં પંડિતજીએ ભાવદર્શન કર્યા અને નિસરણી દ્વારા ઉપરના માળ પર પણ જઈ આવ્યા. ઈડરમાં તેઓ એક પહાડ ઉપર શ્રી શાન્નિનાથજીના મંદિરમાં તથા શ્રીમદ્ રાજચંદ્ર જ્યાં ધ્યાન ધરતા તે ઘંટિયા પહાડ પર પણ જઈ આવ્યા. પંડિતજી આ યાત્રામાં જ્યાં ચલાય ત્યાં ચાલતા અને સાંકડા કઠિન પહાડી માર્ગમાં બળદગાડામાં બેસતા. તેઓ કેસરિયાજી પહોંચવા આવ્યા તે પહેલાં એમના ગાડાના બળદનો અચાનક પગ ભાંગી ગયો અને ગાડું નમી પડ્યું. સદ્ભાગ્યે ગાડામાં બેઠેલા Page #94 -------------------------------------------------------------------------- ________________ કેસરિયાજીની યાત્રા - ૭૭ યાત્રીઓને ઈજા થઈ નહિ, પણ બળદનો પગ ભાંગવાની ઘટનાથી પંડિતજીને દુ:ખ થયું. બધાંએ બળદને ઊભો કરી જેમ તેમ કરીને કેસરિયા સુધી પહોંચાડ્યો. સંઘ કેસરિયાજી પહોંચ્યો. પંડિતજીએ કેસરિયાજીની યાત્રા આ પહેલી વાર જ કરી. કેસરિયાજી જૈનોનું મોટું તીર્થ છે. ઘણા જૈનેતરો, વિશેષતઃ એ વિસ્તારના ભીલો પણ એ તીર્થમાં શ્રદ્ધા ધરાવે છે. કેટલાયે લોકો ત્યાં કેસર ચડાવે છે. એટલે ત્યાંના મૂળનાયક શ્રી ઋષભદેવ ભગવાન ‘કેસરિયાજી દાદા’તરીકે ઓળખાય છે. કેસરિયાજીની યાત્રા કરવાની પોતાને તક મળી એથી પંડિતજીને ઘણો આનંદ થયો. કેસરિયાથી નીકળી પંડિતજી પગપાળા ઉદયપુર પહોંચ્યા. રસ્તામાં આવતાં નિર્જન જૈન મંદિરો પરથી એક કાળે મેવાડમાં જૈનોની કેવી જાહોજલાલી હશે તેનું અનુમાન થયું. ઉદયપુરથી પંડિતજી ટ્રેનમાં બેસી અમદાવાદ આવી પહોંચ્યા. અમદાવાદ આવીને પંડિતજીએ કર્મગ્રંથનો સટીક અભ્યાસ કરી લેવાનું વિચાર્યું. કર્મગ્રંથના પહેલા અને બીજા ભાગનો એમણે અભ્યાસ કરી લીધો હતો. દરમિયાન એમણે ‘કર્મપ્રકૃતિ’નું વાચન પણ ચાલુ કરી દીધું. જૈન પરંપરામાં ‘કર્મપ્રકૃતિ' (કમ્મપયડી) એ ઘણો કઠિન અને અંતિમ પ્રમાણરૂપ ગ્રંથ ગણાય છે. સંસ્કૃત ભાષા અને ન્યાયદર્શનનો જેમણે બરાબર અભ્યાસ કર્યો હોય એવી વ્યક્તિને આ ગ્રંથ અન્ય લોકો કરતાં વધુ સ્પષ્ટતાથી સમજાય એવો છે. કેટલાક દાર્શનિક પ્રશ્નોનો ખુલાસો એમાંથી મળી રહે છે. પંડિતજી અમદાવાદમાં ઝવેરીવાડમાં વિદ્યાશાળાના મકાનમાં રહીને અભ્યાસ કરતા હતા. તેઓ ‘મલયગિરિ'ની અને ઉપાધ્યાય શ્રી યશોવિજયજીની સંસ્કૃત ટીકા સાથે એ ગ્રંથ વાંચતા હતા. પંડિતજી ન્યાયદર્શનના જાણકાર હતા, છતાં કોઈ શંકા થાય તો પોતાના મિત્ર પંડિત હીરાચંદ દેવચંદ એમને મદદરૂપ થતા. Page #95 -------------------------------------------------------------------------- ________________ વડોદરામાં તાવ ત્યાર પછી શ્રી કાન્તિવિજયજીનું ચાતુર્માસ વડોદરામાં નક્કી થયું. એટલે પંડિતજી એ ચાતુર્માસ દરમિયાન વડોદરા ગયા. ત્યાં મુનિ શ્રી જિનવિજ્યજી પણ હતા. પરંતુ આ વખતે પંડિતજીએ ત્યાં ફકત મુનિ શ્રી પુણ્યવિજયજીને ભણાવવાનું હતું. એટલે ફાજલ સમય ત્યાં ઘણો મળતો હતો. પંડિતજી વડોદરામાં બધે ફર્યા અને ગાયકવાડી રાજ્યના એ મુખ્ય શહેરનાં જોવા જેવાં સ્થળોની મુલાકાત લીધી. વડોદરામાં ગાયકવાડ સરકારે ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી હતી. એના ત્યારે ડાયરેક્ટર ચીમનલાલ ડાહ્યાભાઈ દલાલ હતા. તેઓ “સી.ડી.” તરીકે વધુ જાણીતા હતા. તેઓ પ્રાચીન હસ્તપ્રતોને આધારે સંશોધન – સંપાદનનું કાર્ય કરતા હતા. પાટણ ગાયકવાડી રાજ્યનું નગર હતું. એટલે સંશોધન કાર્ય માટે પાટણથી હસ્તપ્રતો વગેરે સારી સામગ્રી મળી રહેતી. એમણે “ગુર્જર રાસાવલી' નામની ગ્રંથમાળા પણ પ્રકાશિત કરવી ચાલુ કરી હતી. પંડિતજીને સી. ડી. દલાલનો પરિચય થયો. વારંવાર પરસ્પર જ્ઞાનગોષ્ઠી પણ થતી. સી.ડી. દલાલ ત્યારે રાષ્ટ્રૌઢવંશ મહાકાવ્ય', નરનારાયણ કાવ્ય.” “કાવ્યમીમાંસા' વગેરે ગ્રંથોનું સંપાદન કરતા હતા. એની હસ્તપ્રતોમાં સંસ્કૃતમાં જ્યાં અશુદ્ધ પાઠ હોય ત્યાં પંડિતજી તે શુદ્ધ કરી આપતા. આથી સી.ડી. દલાલે પ્રસ્તાવ મૂક્યો કે પંડિતજી જેવા બૌદ્ધ દર્શનના જાણકાર બૌદ્ધ તત્ત્વવેત્તા શાંતરક્ષિતના દુર્લભ ગ્રંથ “તત્ત્વસંગ્રહનું જો સંશોધન – સંપાદન કરી આપે તો પોતાની શ્રેણીમાં તેઓ પ્રકાશિત કરવા તત્પર છે. પરંતુ એ વખતે પંડિતજીનું મન અધ્યયન – અધ્યાપનમાં જેટલું લાગેલું હતું તેટલું સંશોધન – સંપાદનમાં લાગ્યું નહોતું. એટલે એમણે સી. ડી. દલાલની એ વાત સ્વીકારી નહિ. જોકે પંડિતજીને પાછળથી લાગેલું કે જીવનની આ એક ઉમદા તક પોતે ગુમાવી દીધી હતી. ગાયકવાડી રાજ્ય હતું એટલે મરાઠી ભાષાને પણ વડોદરામાં સ્થાન હતું. પંડિતજી લોકમાન્ય ટિળકના મરાઠીમાં લખાયેલા ગીતારહસ્ય' નામના ગ્રંથથી સુપરિચિત હતા. અહીં એમણે મરાઠી ભાષામાં મહાન સ્ત્રી-કેળવણીકાર મહર્ષિ કર્વેની આત્મકથા વાંચવાનો અવસર પ્રાપ્ત થયો હતો. પોતે સંસ્કૃત – પ્રાકૃતના જાણકાર એટલે મરાઠી વાંચવામાં એમને એટલી અગવડ લાગી નહોતી. Page #96 -------------------------------------------------------------------------- ________________ વડોદરામાં તાવ • ૭૯ વડોદરામાં પંડિતજી નિશ્ચિત કરેલા સમય સુધી રોકાઈ ન શક્યા, કારણ કે એમને તાવ આવ્યો અને લીધેલી દવા ગરમ પડવાથી હરસની પીડા પણ થવા લાગી હતી. એ વખતે ઘડિયાળી પોળની જાની શેરીના ઉપાશ્રયે તેઓ હતા. તેઓ ભારે તાવમાં પટકાયા હતા અને પથારીવશ હતા. પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી પોતે સાધુ હોવા છતાં પંડિતજીનું માથું દબાવી આપતા. ત્યારે ચૌદશનો દિવસ હતો. કેટલાક શ્રાવકો આવ્યા અને એમણે પ્રવર્તકજીને માથું દબાવતા જોયા કે તરત જ એ કાર્ય પોતે ઉપાડી લીધું. ગૃહસ્થોએ પોતાનો વિનય દાખવ્યો હતો. પંડિતજીને એ વખતે પ્રવર્તક શ્રી કાન્તિવિજયજીની ભવ્યતાનાં દર્શન થયાં હતાં. કાશીવાળા શાસ્ત્રીજીએ અને હર્મન યાકોબીએ કરેલી પ્રવર્તકજીની પ્રશંસા પોતે જે સાંભળી હતી. તે યથાર્થ હતી તેની પોતાને આ વખતે પ્રત્યક્ષ પ્રતીતિ થઈ હતી. Page #97 -------------------------------------------------------------------------- ________________ ગાંધીજીના કોચરબ આશ્રમમાં પંડિતજી વડોદરામાં પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી સાથે હતા ત્યારે એક વિદ્વાન એમને મળવા આવેલા. એમનું નામ રમણીકલાલ મોદી. તેઓ એ જમાનામાં બી.એ. સુધી ભણેલા અને ચરોતરમાં ઓડ ગામમાં હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે કામ કરતા હતા. પંડિતજી જ્યારે પાટણમાં શ્રી પ્રવર્તકજીની સાથે હતા ત્યારે શ્રી રમણીકલાલ મોદીનો એમને પરિચય થયેલો. રમણીકલાલને શાસ્ત્રગ્રંથોના અધ્યયનમાં ઘણો રસ હતો. એમને એમના પિતા તરફથી જૈન ધર્મની જાણકારીનો સારો વારસો મળ્યો હતો. તદુપરાંત એમને વૈદિક દર્શનોના તથા બૌદ્ધ દર્શનના અભ્યાસમાં રસ હતો. પંડિતજી જૈન દર્શન અને અન્ય દર્શનોના પંડિત હતા. એટલે રમણીકલાલને પંડિતજી સાથે મૈત્રી કેળવવાનું મન થયું. રમણીકલાલ અને એમનાં પત્ની તારાબહેન તદ્દન નિઃસ્વાર્થ સેવાપરાયણ અને ઉદાર હતાં. પંડિતજી “કર્મગ્રંથ'નું અધ્યયન કરતા અને કરાવતા હતા. એટલે કમપ્રકૃતિ’ જેવો કઠિન ગ્રંથ સમજવા માટે રમણીકલાલને અભિલાષા થઈ, પણ એ ગ્રંથ વિક્ષેપ વગરના કોઈ એકાન્ત સ્થળમાં સાથે રહીને એકાગ્ર ચિત્તે વાંચવો જોઈએ એવો એમનો અભિપ્રાય હતો. એવું સ્થળ ક્યાં શોધવું ? એ દિવસોમાં ગાંધીજીએ આફ્રિકાથી આવી અમદાવાદમાં કોચરબ – પાલડી પાસે આશ્રમની સ્થાપના કરી હતી. ત્યાં રહેવાની અને ભોજનની સગવડ પણ હતી. ત્યાં એકાન્ત પણ હતું. પંડિતજીને ગાંધીજી સાથે થોડો પરિચય થયેલો. એટલે તેમણે આશ્રમમાં રહેવા માટે ગાંધીજીને પત્ર લખ્યો. આશ્રમના નિયમોના પાલનની શરતે ગાંધીજીએ એ માટે સંમતિ આપી. એટલે પંડિતજી અને રમણીકલાલ મોદી કોચરબ આશ્રમમાં જઈને રહ્યા. આશ્રમના અંતેવાસીઓએ થોડુંક કામ ઉપાડી લેવું જોઈએ એવો નિયમ હતો. રમણીકલાલ તો કોઈ પણ કામ કરી શકે એમ હતા પણ પંડિતજી તો દેખે નહિ. એટલે એમને એક સ્થળે બેસીને કોઈ કામ કરવાનું હોય તો જ ફાવે. એટલે એમણે ગાંધીજી પાસે અનાજ દળવાનું કામ માગ્યું. ગાંધીજીએ એ મંજૂર રાખ્યું. ગાંધીજીએ પંડિતજીને પોતાની પાસે બેસાડીને અનાજ દળવાનું શિખવાડ્યું. પંડિતજીને આરંભમાં બરાબર આવડતું નહિ અને હાથે ફોલ્લા પડી જતા. પણ પછી ધીરે ધીરે એ કામ આવડી ગયું અને ફાવી ગયું. Page #98 -------------------------------------------------------------------------- ________________ ગાંધીજીના કોચરબ આશ્રમમાં • ૮૧ પંડિતજી ઉપ૨ ગાંધીજીનો પ્રભાવ વધતો જતો હતો. આશ્રમમાં ગાંધીજી સાથે રહેવાનો અવસર મળતાં આ પ્રભાવ ઘણો વધી ગયો હતો. વિચારસરણી અને રહેણીકરણી એ બંનેમાં એમના ઉપર ગાંધીજીની અસર પડી હતી. પંડિતજી ગાંધીજીના આશ્રમમાં હતા એ અરસામાં અમદાવાદમાં ગુજરાત કેળવણી પિરષદ અને ગુજરાત રાજકીય પરિષદ એમ બે પરિષદો યોજાઈ હતી અને એમાં જવાનો અને વક્તાઓને સાંભળવાનો અવસર પંડિતજીને મળ્યો હતો. મહમદઅલી ઝીણા તથા સ૨ ચિમનલાલ સેતલવાડ જેવા સમર્થ મહાનુભાવોએ એમાં ભાગ લીધેલો. અલબત્ત, તેઓનાં વક્તવ્યો અંગ્રેજી ભાષામાં થયેલાં, ફક્ત ગાંધીજી જ એક એવા હતા કે જે ગુજરાતીમાં બોલેલા. ગાંધીજીને ત્યાં સાંભળ્યા પછી પંડિતજીની ગાંધીજી પ્રત્યેની ભક્તિ વધી ગઈ હતી. એ વખતે એમણે એવો સંકલ્પ કરેલો કે સાદું જીવન જીવવું, જાતમહેનત કરવી, ઓછામાં ઓછા ખર્ચે જીવન નભાવવું અને ઓછામાં ઓછી વસ્તુઓનો પરિગ્રહ રાખવો. આ સાદાઈનો નિયમ પંડિતજીના જીવનના અંત સુધી સચવાઈ રહ્યો હતો. આશ્રમમાં સમય મળે ત્યારે રમણીકલાલ અને પંડિતજી કોઈ એકાન્ત સ્થળમાં બેસીને ‘કર્મપ્રકૃતિ’ ગ્રંથ પહેલાં સાથે વાંચતા. પછી પંડિતજી તે સમજાવે. એક વાર ફરતાં ફરતાં ગાંધીજી ત્યાં આવી ચડ્યા. અને હસતાં હસતાં પૂછ્યું ‘શું વાંચો છો ?” ‘કર્મપ્રકૃતિ’નામનો ગ્રંથ, પંડિતજીએ કહ્યું. “એમાં શું આવે છે ” ગાંધીજીએ પૂછ્યું. પંડિતજીએ એમાં આવતા વિષયની વાત કરી. ગાંધીજીએ ‘એમ કે ” માત્ર એટલું જ કહ્યું અને થોડી વાત કરી ચાલ્યા ગયા. પંડિતજી અને રમણીકલાલને ક્ષોભ થયો કે ગાંધીજીના આશ્રમમાં આવીને આવો શાસ્ત્રગ્રંથ વાંચવા બેસી જવું તે આશ્રમની પ્રવૃત્તિઓને અનુરૂપ ન ગણાય એટલે તેઓએ નક્કી કર્યું કે અન્ય કોઈ સ્થળે જઈને આ ગ્રંથ વાંચવો. એકાન્ત સ્થળની દૃષ્ટિએ પંડિતજીને પોતાનું વતન લીમલી ઠીક લાગ્યું. એટલે તેઓ આશ્રમમાં થોડા દિવસ રોકાઈ ગાંધીજીની રજા લઈને લીમલી ગયા. ત્યાં ગ્રંથનું અધ્યયન પૂરું કર્યું. આમ પંડિતજીને રમણીકલાલ મોદી સાથે શાસ્ત્રીય મૈત્રી બંધાઈ. ઉત્તરોતર આ મૈત્રી ગાઢ થતી ગઈ. Page #99 -------------------------------------------------------------------------- ________________ કાશીમાં લેખનકાર્ય કાશીમાં અને મિથિલામાં વિદ્યાભ્યાસ કર્યા પછી પંડિતજીએ વ્યવસાય તરીકે અધ્યયન કરાવવાનું કાર્ય પસંદ કરેલું એ માટે ક્ષેત્ર તરીકે આગ્રા રાખ્યું હતું. ચાતુર્માસ દરમિયાન તેઓ સાધુઓને ભણાવવા માટે ગુજરાતમાં જઈ આવતા. એવી રીતે ચાર જેટલાં ચાતુર્માસ થઈ ગયાં. દરમિયાન શ્રી કપૂરવિજયજી (સન્મિત્ર)એ એક મિત્રને સાવ નિર્દોષભાવે નિખાલસતાથી કહ્યું, “તમે હિંદીમાં સારું લખી શકો છો તો ‘હિંદી જેન સાહિત્યનો ઇતિહાસ તૈયાર કરો. સુખલાલને આંખો નથી. એમની અવસ્થા એવી પરાધીન છે કે તેઓ લેખનકાર્ય નહિ કરી શકે. માટે તેઓ ભણાવવાનું કામ કરે તો તેમાં વધુ સફળ થશે.' એ મિત્રે પંડિતજીને સન્મિત્રની આ ભલામણની વાત કરી. સન્મિત્રની એ વાત પંડિતજીને સાચી લાગી. પરંતુ એમની એ વાત પંડિતજીને બીજી રીતે ખટકી. પોતે દેખતા નથી માટે લેખનકાર્ય નહિ કરી શકે એ વાત એમને બરાબર ન લાગી એટલે ગમે તેમ કરીને પણ લેખનકાર્ય કરવું એવો એમણે ત્યારે મનમાં દઢ સંકલ્પ કર્યો. પરંતુ આવું લેખનકાર્ય ક્યાં રહીને કરવું? પંડિતજીને તરત ઉપાધ્યાય યશોવિજયજી યાદ આવ્યા. એમણે કાશીમાં ગંગા નદીના કિનારે રહીને મંત્રસાધના સાથે સરસ્વતી દેવીની ઉપાસના કરી હતી. કાશીથી પંડિતજી પૂરા પરિચિત હતા. વળી ત્યાં ભદૈનીમાં ગંગાકિનારે તેઓ પહેલાં રહ્યા પણ હતા. એટલે એમણે પણ પોતાની મંત્રસાધના અને લેખનકાર્ય માટે કાશીનું એ જ સ્થળ પસંદ કર્યું. પોતે કાશી છોડ્યું હતું ત્યારે ત્યાં કેટલાક ગ્રંથો એક ટૂંકમાં મૂકીને આવ્યા હતા. એ ગ્રંથો હજુ ત્યાં જ હતા. એટલે તેઓ આગ્રાથી કાશી પહોંચ્યા. ત્યાં વ્રજલાલની માતા હજુ રહેતાં હતાં. વળી પંડિતજીની સાથે અગાઉ જે લક્ષ્મીનારાયણ નામનો બ્રાહ્મણ હતો તે હજુ ત્યાં કાશીમાં જ જૈન મંદિરમાં પૂજારી તરીકે કામ કરતો હતો. એટલે પંડિતજીને કાશીનું એ સ્થળ બધી રીતે અનુકૂળ લાગ્યું. કલકત્તાવાળા બાબુ ડાલચંદજી પંડિતજીને કર્મગ્રંથના ભાગોનું હિંદીમાં ભાષાન્તર કરવાનું કામ સોંપ્યું હતું. એટલે પંડિતજીએ કાશીમાં રહીને એ ગ્રંથોના ભાષાન્તરનું કામ ઉપાડ્યું. તેઓ પોતાની સાથે પોતાના ભત્રીજા હરજીવનને લઈ ગયા. તદુપરાંત પોતાના કામમાં મદદરૂપ થાય એવા મહેસાણાની પાઠશાળાના પરિચિત Page #100 -------------------------------------------------------------------------- ________________ કાશીમાં લેખનકાર્ય ૦ ૮૩ વિદ્યાર્થી હરખચંદને પણ સાથે લીધા. તેઓ બધા ત્યાં સાથે રહેવા લાગ્યા અને પંડિતજીનું કર્મગ્રંથનું કાર્ય ચાલુ થયું. પંડિતજીએ એ વખતે આઠ મહિના ત્યાં રહીને કામ કર્યું. તેઓ પાંચ જણ હતા અને તેઓનો રહેવાના તથા ખાવાપીવાના ખર્ચનો પ્રબંધ બાબુ ડાલચંદજી તરફથી થયો હતો. પંડિતજીએ પોતાના આ નિવાસને બને તેટલો કરકસરવાળો બનાવ્યો હતો. તેઓ અનાજ હાથે દળતા. કપડાં વાસણનું કામ હાથે જ કરતા. વળી દૂધ, દહીં અને ઘીની બધાએ બાધા રાખી હતી. એકંદરે બધા એનાથી ટેવાઈ ગયા હતા. પંડિતજીના ભત્રીજા હરજીવનની તબિયત સારી રહેતી હતી. દૂધ-દહીં, ઘીને બદલે રોજેરોજ તાજા શેકેલા ચણા સાંજે ખાવાનું ચાલુ કર્યું હતું. વ્રજલાલની માતાને તથા એક પાળેલા કૂતરાને પણ તેઓ ચણા ખવડાવતા. પછી તો કૂતરાને પણ સાંજે ચણા ખાવાની એવી ટેવ પડી ગયેલી કે જો ચણા ન મળે તો આખી રાત ભસાભસ કરી મૂકે. પંડિતજીએ જ્યારે આઠેક મહિના પછી કાશી છોડ્યું, ત્યારે એ કૂતરાને ચણા ખવડાવવાનો પ્રબંધ કરી આપ્યો હતો. પંડિતજીની ઇચ્છા હિંદી ભાષામાં લેખનકાર્ય કરવાની હતી. કાશીમાં ઘણાં વર્ષ રહેવાને લીધે હિંદી બોલવાનો તો એમને સારો મહાવરો હતો, પણ હિંદીમાં લખવાનો મહાવરો નહોતો. જ્યારે પોતે લખવાનું ચાલુ કર્યું ત્યારે જ લેખનકાર્યની મર્યાદા એમને સમજાઈ ગઈ. હવે લેખનકાર્ય સુધારવું હોય તો શું કરવું? એ માટે પૂર્વતૈયારી રૂપે પંડિતજીએ સારા ગ્રંથોના સરસ હિંદી અનુવાદો વાંચી જવાનું ચાલુ કર્યું. હિંદી વ્યાકરણના ગ્રંથોનો પણ તેમણે અભ્યાસ કર્યો. હિંદીમાં સાહિત્યિક સામયિકો, નવલકથાઓ વગેરે વાંચવાનું શરૂ કર્યું. સાથે સાથે ઉપાધ્યાય શ્રી યશોવિજયજીના “જ્ઞાનસાર' ગ્રંથનો હિંદી અનુવાદ એક મહાવરા તરીકે કરવાનું એમણે ચાલુ કરી દીધું. થોડાં પાનાં લખ્યાં અને કાચાં લાગ્યાં તો તે ગંગાજીમાં પધરાવી દીધાં. પછી ફરીથી અનુવાદનાં પાનાં લખ્યાં અને ફરીથી પધરાવી દીધાં. એમ ઘણી વાર કર્યું એમ કરતાં કરતાં હિંદીમાં લખવાનો (એટલે કે લહિયા પાસે લખાવવાનો) એમનો મહાવરો વધતો ગયો. આવી રીતે ધીમેધીમે પંડિતજીને હિંદીમાં લખવાની સારી ફાવટ આવી ગઈ. કાશીના આઠ મહિનાના નિવાસ દરમિયાન ચોથા “કર્મગ્રંથના ભાષાન્તરનું કાર્ય પતી જવા આવ્યું હતું. હવે પાંચમો કર્મગ્રંથ તૈયાર કરવાનો હતો. એ કામ થોડું ગહન હતું. એવામાં પૂનાથી એક ભાઈનો પત્ર આવ્યો. પૂનામાં કૉલેજમાં ભણતા જૈન વિદ્યાર્થીઓને રહેવા માટે એક છાત્રાવાસ હતો. એ જૈન છાત્રાવાસમાં ધાર્મિક શિક્ષકની જરૂર હતી. મુનિશ્રી જિનવિજયજીએ એ માટે પંડિતજીના નામની ભલામણ કરી હતી. એટલે પંડિતજીને એમાં જોડાવા માટે વિનંતી કરતો શ્રી જિનવિજયજીનો પત્ર આવ્યો. કાશી પછી ભારતમાં વિદ્યાધામ તરીકે પૂનાની ગણના થતી. એ દિવસોમાં પૂનામાં Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૪૦ પંડિત સુખલાલજી ભાંડારકર, ગોખલે, ટિળક, કર્વે વગેરે મહાનુભાવો હતા. તેમનો પણ લાભ મળશે અને એક નવા ક્ષેત્રનો અનુભવ થશે, તથા પેશ્વાના સમયના અવશેષોનું અધ્યયન કરવાની તક સાંપડશે એમ સમજીને પંડિતજીએ પૂનાની એ જવાબદારી સ્વીકારી લેવા માટે સંમતિ દર્શાવતો પત્ર લખી દીધો અને કાશીનું ઘર સમેટી લઈને તેઓ પૂના જવા ઊપડ્યા. કાશીના આ આઠ મહિનાના નિવાસ દરમિયાન પંડિતજીને ત્યાં આવેલા ત્રણ ગુજરાતીઓ સાથે પરિચય થયો હતો. એ ત્રણ વ્યક્તિઓ હતી : (૧) શિવલાલ પાનાચંદ, જેઓ આઈ.સી.એસ.ઓફિસર હતા અને ત્યારે કાશીમાં રહેતા હતા. (૨) નરોત્તમ ભાણજી અને (૩) પરમાનંદ કુંવરજી કાપડિયા. તેઓએ પંડિતજીને શિવલાલભાઈના બંગલે જ્ઞાનગોષ્ઠી માટે પધારવા નિમંત્રણ આપ્યું હતું. પંડિતજી ત્યાં ગયાં. વિલાયત જઈ અભ્યાસ કરીને આવેલા આઈ.સી.એસ. ઓફિસરની રહેણીકરણી આધુનિક થઈ ગઈ હતી. તેઓ ટેબલ-ખુરશી પર જમવા બેઠા અને પંડિતજી “ચોકાધર્મી હશે અને ખુરશ-ટેબલ પર નહિ બેસે એમ સમજી એમને માટે રસોડામાં પાટલા પર બેસીને જમવાનું ગોઠવ્યું હતું. પંડિતજી એ રીતે જુદા જમ્યા, પરંતુ બપોરે ચાપાણી વખતે પંડિતજીએ ખુલાસો કર્યો કે પોતાને ટેબલ ખુરશી પર બેસવામાં કંઈ વાંધો નથી, ત્યારે શિવલાલભાઈને આશ્ચર્ય થયેલું, તેઓ વાચનના શોખીન હતા અને જેન ધર્મ વિશેનાં કેટલાંક પુસ્તકો પણ એમના ઘરમાં હતાં. પંડિતજીનો શિવલાલભાઈ સાથેનો તથા નરોત્તમભાઈ સાથેનો પરિચય વધતો ગયો હતો. એમાં પણ પરમાનંદભાઈ સાથે તે સવિશેષ વધતો હતો. પંડિતજી મુંબઈમાં ચાલતી પર્યુષણ વ્યાખ્યાનમાળાના ત્રીસેક વર્ષ પ્રમુખ રહ્યા હતા. પરમાનંદભાઈ વ્યાખ્યાનમાળાના મુખ્ય સંચાલક હતા. બંનેની વિચારસરણી મળતી આવતી હતી. એટલે બંનેનો સંબંધ પરસ્પર ગાઢ થયો હતો. Page #102 -------------------------------------------------------------------------- ________________ પૂનાની જૈન બોર્ડિંગમાં પૂનામાં જૈન બોર્ડિંગમાં ધાર્મિક શિક્ષક તરીકે નોકરી કરવાની દરખાસ્ત આજીવિકા અને અનુભવ બંને દૃષ્ટિએ પંડિતજીએ સ્વીકારી લીધી. તે મુજબ ૧૯૧૭ના અષાઢ મહિનામાં તેઓ કાશીથી હરજીવન અને હરખચંદ સાથે પૂના જવા નીકળ્યા. એ બાજુ પ્રવાસ ક૨વાનો આ તેમનો પહેલો જ અનુભવ હતો. કેટલાંક વર્ષ પહેલાં પંડિતજી જ્યારે વતન છોડીને કાશી જઈ રહ્યા હતા ત્યારે એક સ્થાનકવાસી સાધુએ એમને શિખામણ આપી હતી કે કાશીમાં ધ્યાન રાખજો, કા૨ણ કે ‘વારાણસી ધૂર્તવત્’ કહેવાય છે. ત્યાં લુચ્ચા, છેતરપિંડી ક૨ના૨ા માણસોથી સાચવવું’ પંડિતજીએ વારાણસી ગયા ત્યારે એ અંગે બરાબર સંભાળ લીધેલી. એટલે કોઈ એવો માઠો અનુભવ ત્યાં નહિ થયેલો. પણ પૂના પહોંચતાં સ્ટેશને જ મજૂર અને ટિકિટ ચેકરે પુસ્તકોના વજન માટે પૈસા કઢાવવા જે હેરાનગતિ પંડિતજીને પહોંચાડી તેથી પૂના ધૂર્તવ’નો એમને અનુભવ થયો હતો. પૂનાના જૈન બોર્ડિંગમાં ધાર્મિક શિક્ષક તરીકેનું પંડિતજીનું કાર્ય કસોટી કરે એવું હતું. બોર્ડિંગમાં જે વિદ્યાર્થીઓ રહેતા હતા તે જુદી જુદી કૉલેજમાં જુદા જુદા વિષયનો અભ્યાસ કરનારા હતા. એમાં ઇજનેરી, ખેતીવાડી કે વિજ્ઞાનના વિષયના વિદ્યાર્થીઓ વધુ હતા. કોઈને સંસ્કૃત ભાષાની જાણકારી નહોતી અને તત્ત્વજ્ઞાનમાં કોઈને રસ નહોતો. આવા વિદ્યાર્થીઓને ભણવામાં ક્યાંથી રસ પડે ? ભેંસ આગળ ભાગવત જેવું થાય, પરંતુ પંડિતજીએ એનો રસ્તો એવી રીતે કાઢ્યો કે જે વિદ્યાર્થીને સંસ્કૃત ભાષા શીખવી હોય તેને જુદો સમય આપવો, અને જેને ધર્મતત્ત્વજ્ઞાનનો કોઈ ગ્રંથ વાંચવો હોય તેને માટે પણ જુદો સમય ફાળવવો. એટલે એવા વિશિષ્ટ વિદ્યાર્થીઓની જિજ્ઞાસા અને અભિરુચિ સંતોષાય. એ પછી વર્ગનું ધોરણ પંડિતજીએ સર્વસાધારણ કરી નાખ્યું. એ જમાનામાં ચાલતી રાષ્ટ્રીય ચળવળની અને છાપાંઓમાં આવતા સમાચારોની વાતો વર્ગમાં ક૨વાનું રાખ્યું. છેલ્લી થોડી મિનિટોમાં તેઓ તત્ત્વાર્થસૂત્રની સાથે એનો વિનિયોગ કરી લેતા. પરિણામે વિદ્યાર્થીઓમાં ધાર્મિક વર્ગમાં હાજર રહેવાનો અને તેમાં રસ લેવાનો ઉત્સાહ જળવાઈ રહ્યો. બીજી બાજુ પંડિતજીને પણ ‘કેસરી’, ‘જાગૃતિ’ વગેરે સામયિકોમાં આવતા વિવિધ વિષયો વાંચવાનો અવકાશ પણ સાંપડ્યો. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૬ ૦ પંડિત સુખલાલજી પૂનામાં એક વાર ગોખલેના ભારત સેવક સમાજમાં ગાંધીજી આવ્યા હતા. પંડિતજી બોર્ડિંગમાં જે વિદ્યાર્થીઓને ભણાવતા હતા તે વિદ્યાર્થીઓએ એમને વિનંતી કરી કે તમારે ગાંધીજી સાથે પરિચય છે, તો અમને તેમની પાસે લઈ જાઓ.’ પંડિતજી ત્યારે બોર્ડિંગના વિદ્યાર્થીઓને લઈને ગાંધીજીને મળવા ગયા હતા. પંડિતજી ગાંધીજીને મળ્યા ત્યારે ગાંધીજીએ પૂછ્યું કે તમે અહીં પૂનામાં શું કામ કરવા આવ્યા છો ?” પંડિતજીએ કહ્યું કે પોતે અહીં છાત્રાલયમાં વિદ્યાર્થીઓને જૈન ધર્મ વિશે ભણાવવા આવ્યા છે. એ વખતે ગાંધીજીએ જૈન ધર્મ પ્રમાણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ વિશે જાણવાની ઈચ્છા દર્શાવી હતી. એટલે પંડિતજીએ એમને એ વિશે સમજાવ્યું હતું. પછી ગાંધીજીએ પોતાની થેલીમાંથી જૈન સિદ્ધાન્ત વિશે એક પુસ્તિકા કાઢીને બતાવી. ગાંધીજી ત્યારે જૈનધર્મ પ્રવેશિકા નામની એક પુસ્તિકા વાંચી રહ્યા હતા. ' એ વખતે ગાંધીજીએ પંડિતજીને એક પ્રશ્ન કર્યો હતો કે મોટરનો ત્યાગ કર્યો હોય અને છતાં અપવાદરૂપે મોટરનો ઉપયોગ કરવો પડે એવી સ્થિતિ ઊભી થાય તો એ વિશે જૈન ધર્મ શું કહે છે ? પંડિતજીએ એમને એ વિશે પણ સમજાવ્યું. ગાંધીજીએ ત્યારે અમુક દિવસ સુધી મોટરમાં ન બેસવાનો નિયમ લીધો હતો. પરંતુ પરિસ્થિતિ એવી ઊભી થયેલી કે મિસિસ પોલાકને રેલવે સ્ટેશન પર મળવા જવું હતું. પરંતુ મોટરનો પોતે ઉપયોગ કરે તો જ જઈ શકાય એમ હતું. પંડિતજીએ ગાંધીજીને સિદ્ધાન્ત અને વ્યવહાર એમ બંને દૃષ્ટિએ આ વાત સમજાવી હતી. અને મોટું કારણ હોય તો લીધેલા નિયમમાં અપવાદ કરી શકાય છે. એમ બતાવ્યું હતું. એટલે ગાંધીજીએ ત્યારે અપવાદરૂપે મોટરનો ઉપયોગ કર્યો હતો. પૂનામાં પંડિતજીને એક અત્યંત ઘનિષ્ઠ પરિચય થયો તે પ્રો. રામચંદ્ર આથવલેનો. તેઓ ત્યારે કૉલેજમાં સંસ્કૃત વિષયમાં ફેલો હતા. પંડિતજીનો એમને જ્યારે પહેલવહેલો પરિચય થયેલો ત્યારે બંનેએ પરસ્પર વાતચીત સંસ્કૃત ભાષામાં કરી હતી. એને લીધે જ બંનેને એકબીજા પ્રત્યે આત્મીયતા બંધાઈ ગઈ હતી. પંડિતજી ઉંમરે મોટા અને ભાષાવિદ્ તથા શાસ્ત્રજ્ઞ હતા. એટલે પણ આથવલેને એમની વાતોમાં વધુ રસ પડ્યો. પછીથી જ્યારે પ્રો. આથવલે અમદાવાદની એલ.ડી.કૉલેજમાં સંસ્કૃતના પ્રાધ્યાપક તરીકે જોડાયા અને પંડિતજી પણ અમદાવાદમાં રહેતા હતા ત્યારે તેઓ પંડિતજી પાસે અધ્યયન માટે આવતા. તેમણે હેમચંદ્રાચાર્યનું પ્રાકૃત વ્યાકરણ', “રસગંગાધર', ‘વિશેષાવશ્યક ભાષ્ય' વગેરે ગ્રંથોનું અધ્યયન પંડિતજી પાસે કર્યું હતું. બીજી બાજુ પ્રો. આથવલે પંડિતજીને અંગ્રેજી ભાષામાં લખાયેલા ઉપનિષદો વગેરે વિશેના ગ્રંથો વાંચી Page #104 -------------------------------------------------------------------------- ________________ પૂનાની જૈન બોર્ડિંગમાં ૦ ૮૭ સંભળાવતા હતા. આમ પ્રો. આથવલે સાથે પંડિતજીનો સંબંધ જીવનસભર ઘનિષ્ઠ રહ્યો હતો. પૂનાના નિવાસ દરમિયાન પંડિતજીને બીજી બે વ્યક્તિઓનો પણ પરિચય થયો હતો કે જેમની સાથેની મૈત્રી જીવનભર રહી હતી. આ બે મિત્રોમાંના એક તે શ્રી ત્રિકમભાઈ મહાસુખલાલ શાહ હતા. તેઓ અમદાવાદના વતની હતા. અને પૂનામાં ફર્ગ્યુસન કૉલેજમાં ગણિતનો વિષય લઈ અભ્યાસ કરતા હતા. ત્યાં અભ્યાસ કર્યા પછી તેઓ અમદાવાદ આવીને ગાંધીજીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે જોડાયા હતા. ત્યાર પછી તેઓ વિદ્યાપીઠના મહામાત્ર થયા હતા. પંડિતજી પછીથી જ્યારે વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે જોડાયા હતા ત્યારે ચારેક વર્ષ ત્રિકમભાઈ સાથે રહેવાનું પ્રાપ્ત થયું હતું. બંનેના વિષય જુદા હતા, પરંતુ ત્રિકમભાઈનો સ્વભાવ બહુ મળતાવડો અને પંડિતજીને પ્રેમ આપનારો હતો.) પૂનાના મળેલા બીજા મિત્ર તે રસિકલાલ છોટાલાલ પરીખ હતા. તેઓ પણ અમદાવાદથી પૂના ભણવા આવ્યા હતા. તેમણે બી.એ.માં સંસ્કૃત ભાષાનો વિષય લીધો હતો. પંડિતજી પોતે સંસ્કૃતના જાણકાર હતા. એટલે બંનેનો રસ સમાન હતો. બંનેને નવું નવું વાંચવાની અને જાણવાની ઇચ્છા રહેતી. વળી કૉલેજમાં રસિકલાલ પરીખના સંસ્કૃતના અધ્યાપક તે પ્રો. ગુણે હતા. રસિકલાલ તેમની પાસે પ્રવચનસાર’ શીખતા હતા. એટલે પંડિતજી પાસે તે તાત્ત્વિક ગ્રંથ વાંચવાથી તેમને વિશેષ લાભ થતો. પંડિતજીને પૂનામાં રસિકલાલે પોતાના પ્રોફેસર ગુણેનો પરિચય કરાવ્યો હતો. પ્રો. ગુણે મોટા વિદ્વાન તો હતા જ, પણ સાથે વિનમ્ર, ભલા અને જિજ્ઞાસુ હતા. પંડિતજી પૂના છોડવાનો વિચાર કરતા હતા ત્યારે ગુણે એમને પૂનામાં જ રોકાઈ જવા આગ્રહ કરતા. છાત્રાવાસને બદલે અન્ય કોઈ સંસ્થામાં પણ કામ મળી રહે એમ હતું. પૂનામાં પંડિતજીને તદુપરાંત પ્રો. રામકૃષ્ણ ભાંડારકરને મળવાની તક મળી હતી તથા પ્રો. ધર્માનંદ કૌસાંબી સાથે ગાઢ પરિચય થયો હતો. પ્રો. કૌસાંબી ત્યારે ફર્ગ્યુસન કૉલેજમાં પાલિ ભાષાના અધ્યાપક હતા. એમને મળતાં જ પંડિતજીની એમની સાથે મૈત્રી બંધાઈ હતી. પંડિતજીએ બૌદ્ધ દર્શનનો એટલો ઊંડો અભ્યાસ કરેલો નહિ, એટલે કૌસાંબી પાસેથી શીખવાની એમને ઘણી ઇચ્છા હતી. પરંતુ પૂનામાં એટલી તક ન મળી, પણ ઈ. સ. ૧૯૨૨માં ધર્માનંદ કૌસાંબી જ્યારે ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા ત્યારે પંડિતજી પણ તેમાં જોડાયા હતા એ વર્ષો દરમિયાન બંનેની મૈત્રી ઘણી વધી. પંડિતજી ‘તત્ત્વાર્થસૂત્ર’ વિશે લેખનકાર્ય કરી રહ્યા હતા. એટલે બૌદ્ધ દર્શનમાં આવતા સમાન્તર વિષયોની તુલનાત્મક સમીક્ષા કરવામાં પ્રો. કૌસાંબી એમને સહાય Page #105 -------------------------------------------------------------------------- ________________ ૮૮ • પંડિત સુખલાલજી કરતા. બીજી બાજુ પ્રો. કૌસાંબી પણ જે કંઈ લખે તે પંડિતજીને બતાવતા. પાછલા દિવસોમાં પંડિતજી જ્યારે બનારસ યુનિવર્સિટીમાં જોડાયા હતા, ત્યારે પ્રો. કૌસાંબી પણ ત્યાં છ મહિના માટે આવી ગયા હતા. તે વખતે કૌસાંબીએ લખેલાં બે પુસ્તકો પાર્શ્વનાથનો ચાતુર્યમ’ અને ‘બોધિસત્ત્વ’ પંડિતજીએ તપાસી આપ્યાં હતાં. પૂનાના નિવાસ દરમિયાન એક દિવસ ધર્માનંદ કૌસાંબીના ઘરે પંડિતજીને આચાર્ય શ્રી જે. બી. કૃપાલાનીજીનો પરિચય થયો. તે વખતે તેઓ ગાંધીજીની સાથે પૂના આવ્યા હતા. પરિચય થતાં અને પંડિતજી જૈન છે એ જાણતાં શ્રી કૃપાલાનીજીએ અહિંસા વિશે ચર્ચા કરી હતી. પંડિતજીની સાથે વાતચીત કરતાં શ્રી કૃપાલાનાજીને એમને માટે ઘણો આદર થયો. ત્યાર પછી પંડિતજી જ્યારે ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા ત્યારે કૃપાલાનીજી ત્યાં આચાર્ય તરીકે કામ કરતા હતા. એથી તેઓનો પરસ્પર પિરચય વધુ ગાઢ થયો હતો. ગૂજરાત વિદ્યાપીઠ છોડ્યા પછીનાં વર્ષોમાં પંડિતજી જ્યારે બનારસ યુનિવર્સિટીમાં જૈન દર્શનના અધ્યાપક તરીકે જોડાયા ત્યારે શ્રી કૃપાલાનીજી પોતાનાં વાગ્દત્તા શ્રી સુચેતાબહેનને પંડિતજી પાસે લઈ આવ્યા હતા અને એમને સંસ્કૃત ભાષાસાહિત્ય શીખવવા ભલામણ કરી હતી. પંડિતજીએ એ મુજબ બના૨સમાં સુચેતાબહેનને સંસ્કૃત ભાષાનું અધ્યયન કરાવ્યું હતું. સુચેતાબહેને શ્રી કૃપાલાનીજી સાથેનાં લગ્ન પહેલાં કાશીમાં સંસ્કૃત વિષયનાં અધ્યાપિકા તરીકે કામ કર્યું હતું. પૂનાના નિવાસ દરમિયાન ત્યાંની તે સમયની વર્ષાઋતુ એટલે આકાશમાં વાદળાં છતાં ક્યારેક ઝરમર ઝરમર વરસાદ વ૨સે અને શીતલ પવન લહેરાતો હોય. પંડિતજીને પોશાક, આહાર, આરોગ્ય અને વાચનની દૃષ્ટિએ પૂનાનું રોકાણ બહુ જ ગમી ગયેલું. ટેકરીઓ વચ્ચે ભવાની મંદિર અને ચતુર્ભુજ મંદિર આવેલાં. ત્યાં તેઓ ફરવા જતા અને એકાંતમાં કોઈક સ્થળે બેસી કેસરી', ‘જાગૃતિ’ વગેરે સામયિકો વાંચતા તથા કાલે, કેલકર, બાપટ, ટિળક વગેરે સુપ્રસિદ્ધ લેખકોનાં ચિંતનાત્મક પુસ્તકો વાંચતા. એ રીતે પૂનાના દિવસોએ પંડિતજીના જીવનને વધુ સમૃદ્ધ બનાવ્યું હતું. પૂનાની નોકરી છોડીને પંડિતજી આગ્રા ગયા. આ બાજુ અભ્યાસ પૂરો કરીને રસિકલાલ પરીખ અમદાવાદ ગયા. પરંતુ બંનેની મૈત્રી ઉત્તરોત્તર વધતી ગઈ. ૧૯૨૧માં જ્યારે રસિકલાલ પરીખ ગૂજરાત વિદ્યાપીઠમાં પુરાતત્ત્વ વિભાગના મંત્રી તરીકે જોડાયા ત્યારે પંડિતજીને પણ વિદ્યાપીઠમાં જોડાવાનો યોગ સાંપડ્યો હતો. એથી પંડિતજીનો રસિકલાલ સાથેનો સંબંધ ઘ૨ જેવો થઈ ગયો હતો. રસિકલાલનાં માતા ચંચળબહેન પંડિતજીને બહુ જ સારી રીતે રાખતાં. એટલે પંડિતજીને તો પોતાની સગી બહેન Page #106 -------------------------------------------------------------------------- ________________ પૂનાની જૈન બોર્ડિંગમાં ૦ ૮૯ ચંચળનું જ જાણે એમણે સ્થાન લીધું હોય એવું લાગતું હતું. ગૂજરાત વિદ્યાપીઠ છોડીને પછી રસિકલાલ પરીખ અમદાવાદમાં ભોળાભાઈ જેસિંભાઈ વિદ્યાભવનમાં ડાયરેક્ટર તરીકે જોડાયા હતા. પંડિતજી જે કંઈ લખતા તે રસિકભાઈને અચૂક બતાવતા અને એમની ઝીણી નજર ફરી જાય તે પછી જ છાપવા આપતા. પંડિતજીએ પોતાના ગ્રંથો “તત્ત્વાર્થસૂત્ર'ના ગૂજરાતી વિવેચનમાં તથા “સન્મતિતર્કના સંપાદન – વિવેચનમાં રસિકલાલ પરીખની ઘણી મદદ લીધી હતી. Page #107 -------------------------------------------------------------------------- ________________ આગ્રામાં કર્મગ્રંથનો અનુવાદ પંડિતજીએ પૂના છોડી પાછા આગ્રા જવાનો નિર્ણય કર્યો કારણ કે અનુભવે એમ લાગ્યું કે પોતાનું કર્મગ્રંથના અનુવાદનું અધૂરું કામ આગ્રામાં જ સારી રીતે થઈ શકશે. પંડિતજી અષાઢી બીજના દિવસે પૂના આવ્યા અને પૂના છોડી વિજયા દશમીને દિવસે આગ્રા પહોંચી ગયા. આમ પંડિતજીને પૂનામાં જૈન બોર્ડિંગના ધાર્મિક શિક્ષક તરીકે ચોમાસાના દિવસોમાં ત્રણેક મહિના રહેવાનું બન્યું. ચોમાસામાં પંડિતજીને પૂનાની રમણીયતાનો આનંદ માણવા મળ્યો હતો, પરંતુ પોતાના કામને માટે હવે પૂના છોડવાનું અનિવાર્ય થઈ પડ્યું હતું. પંડિતજી સાથે હરજીવન અને હરખચંદ પણ પૂના આવ્યા હતા. પણ એ બેની સહાયથી કર્મગ્રંથ અંગે જોઈએ તેટલું કામ થતું નહિ. એવામાં રમણીકલાલ મોદીને મળવાનું થયું. તેમને કર્મગ્રંથ'ના કાર્યમાં રસ હતો. પંડિતજીએ એમને આગ્રા આવવા માટે પૂછ્યું. તેમણે આગ્રા આવવાનું અને પંડિતજી સાથે કર્મગ્રંથનું કામ કરવાનું સ્વીકાર્યું. તેઓ વતનમાં જઈ પોતાનાં પત્ની તારાબહેનને લઈને આગ્રા આવી પહોંચ્યા. પૂનાના નિવાસ દરમિયાન પંડિતજી પ્રૌઢ વ્યક્તિઓ માટે ધર્મ અને તત્ત્વજ્ઞાનના વર્ગો ચલાવતા. તેમાં ત્યાંના કેટલાક નામાંકિત અને જુદાં જુદાં ખાતાંઓમાં ઊંચો હોદ્દો ધરાવનાર સજ્જનો પણ આવતા હતા. એ બધાંને પંડિતજીની સાથે સારી મમતા બંધાઈ ગઈ હતી. એ વ્યક્તિઓમાં વાલજી ગાંધી નામના એક ભાઈ પંડિતજીના જ્ઞાનથી અને શીખવવાની પદ્ધતિથી પ્રભાવિત થયા હતા. તેઓ દિગંબર સંપ્રદાયના હતા અને દિગંબર શાસ્ત્રોનો તેમણે થોડો અભ્યાસ પણ કર્યો હતો. પંડિતજી શ્વેતામ્બર સંપ્રદાયના હતા, છતાં દિગંબર શાસ્ત્રો વિશે સારો પ્રકાશ પાડતા હતા. એટલે વાલજીભાઈએ પોતાના મોટા ભાઈ નેમચંદ ગાંધી જે સોલાપુર રહેતા હતા, તેમને પૂના બોલાવ્યા. નેમચંદ ગાંધી પોતાની સાથે પોતાના વયોવૃદ્ધ બ્રાહ્મણ પંડિતને પણ લાવ્યા હતા. એ બ્રાહ્મણ પંડિત પોતાને થયેલી કેટલીક શંકાઓનું સમાધાન પંડિતજી પાસેથી મેળવીને આનંદ વ્યક્ત કર્યો, એટલું જ નહિ પંડિતજી પાસે આગ્રા આવીને ભણવાની દરખાસ્ત મૂકી હતી. પંડિતજીએ એ વાત માન્ય રાખતાં નેમચંદ ગાંધી, એ વયોવૃદ્ધ બ્રાહ્મણ પંડિતને લઈને Page #108 -------------------------------------------------------------------------- ________________ આગ્રામાં કર્મગ્રંથનો અનુવાદ ૦ ૯૧ સપરિવાર આગ્રા આવ્યા હતા. આગ્રામાં એમનો અભ્યાસ સારો ચાલવા લાગ્યો. દરમિયાન સોલાપુરથી એક દિગંબર પંડિત આગ્રા આવી પહોંચ્યા હતા. એથી નેમચંદ ગાંધી શ્વેતામ્બર સંપ્રદાયના પંડિતજી પાસે અભ્યાસ કરવા માટે શરમાયા અને પોતે જાત્રાએ નીકળ્યા છે. અને રસ્તામાં આગ્રામાં રોકાયા છે એવું ખોટું બહાનું કાઢ્યું. પંડિતજી આ નાટક સમજી ગયા. તેઓ કશું બોલ્યા નહિ, પણ એમને દુઃખ થયું. વળી વધારે દુઃખ તો પછીથી એ વાતનું થયું કે વયોવૃદ્ધ બ્રાહ્મણ પંડિતને નેમચંદ ગાંધી ભણવા લઈ આવ્યા હતા. તેમનું આગ્રામાં અવસાન થયું. પંડિતજી પૂનાથી આગ્રા આવીને રોશન મહોલ્લાની જાણીતી જૈન ધર્મશાળામાં ઊતર્યા હતા. બાજુમાં શ્રી શીતલનાથ ભગવાનનું મંદિર અને ઉપાશ્રય હતાં. આ ઉપાશ્રયવાળી જગ્યા બાદશાહ અકબરે શ્રી હીરવિજયસૂરિને ભેટ આપી હતી એમ મનાય છે. આ મંદિરમાં શ્રી શીતલનાથની ભવ્ય મૂર્તિ ઉપરાંત ઈન્દ્રની પણ એક કલાકારીગીરીવાળી રમણીય મૂર્તિ છે. આગ્રામાં આ વખતે કર્મગ્રંથના કામ માટે પંડિતજી અને રમણીકલાલ મોદી ઉપરાંત પંદર માણસોનો સમુદાય એકઠો થયો હતો. એટલે દેખીતું છે કે ખર્ચ વધારે આવે. સમાજ ઉપર વધારે બોજો ન પડે એ માટે પંડિતજીએ ખાનપાનમાં સાદાઈ દાખલ કરી હતી. પંડિતજીને પોતાને ઘી-દૂધ વગરના આહારથી સ્કૂર્તિ સારી રહેતી અને વાચનલેખનનું કામ સારું થતું. ઓછા ખર્ચે રસોડું ચલાવવાનું હતું એટલે તેઓએ જુદાં જુદાં કામ વહેંચી લીધાં હતાં. પંડિતજી અને રમણીકલાલ મોદીએ વાસણ માંજવાની જવાબદારી લીધી હતી. એથી શ્રમનું ગૌરવ પણ વધતું. આ અનુભવે પંડિતજીને લાગ્યું હતું કે ફાજલ સમયમાં આવાં શારીરિક કામ કરવાથી બૌદ્ધિક કામમાં વિક્ષેપ પડતો નથી. પંડિતજીએ કર્મગ્રંથ'ના ત્રણ ભાગનો હિંદીમાં જે અનુવાદ કર્યો હતો તે છપાવવાનું કામ આગ્રામાં ચાલુ થયું હતું. રમણીકલાલ મોદીના આગ્રા આવવાથી એ કામ પાછું વેગથી ચાલવા લાગ્યું. પંડિતજીએ કર્મગ્રંથની વિસ્તૃત પ્રસ્તાવના લખવાનું વિચાર્યું. એ માટે એમણે શ્વેતામ્બર અને દિગંબર પરંપરાના કર્મસિદ્ધાન્ત વિશેના ઉપલબ્ધ બધા જ ગ્રંથો વાંચી લીધા. એ માટે ઘણી બધી નોંધો પણ કરી લીધી. એમણે પ્રસ્તાવના લખવા માટે લોકમાન્ય ટિળકે “ગીતા રહસ્ય' નામના પોતાના ગ્રંથમાં જે સવિસ્તર પ્રસ્તાવના લખી છે, તે નમૂનારૂપે નજર સામે રાખી હતી, પરંતુ પછીથી પોતાના અંગત સંજોગો જોતાં લાગ્યું કે એટલી બધી વિસ્તૃત પ્રસ્તાવના પોતાનાથી નહિ લખી શકાય. એટલે મધ્યમ કદની પ્રસ્તાવના લખવાનું એમણે વિચાર્યું. એ લખવા માટે એમણે આગ્રામાં એક શાંત અને શીતળ સ્થળ પસંદ કર્યું. તદુપરાંત ભરતપુરના મહારાજાની કોઠીમાં Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૨ • પંડિત સુખલાલજી બેસીને લખવાનું પણ ગોઠવ્યું. આ રીતે એમણે પ્રસ્તાવનાનું લેખનકાર્ય શરૂ કર્યું. એમાં તેઓ વખતોવખત સુધારાવધારા પણ કરતા ગયા. આમ કરતાં કરતાં પોતાની લેખનશક્તિ માટે એમનામાં આત્મવિશ્વાસ વધતો ગયો. પોતે હવે સ્વતંત્ર રીતે લેખનકાર્ય કરી શકે છે એવી પોતાને ખાતરી થઈ. - પંડિતજી માટે “સન્મિત્ર શ્રી કપૂરવિજયજીએ જે અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે અંધત્વની પરાધીનતાને લીધે સુખલાલ લેખનકાર્ય નહિ કરી શકે, એ અભિપ્રાય ખોટો ઠરાવવાનું સદ્ભાગ્ય પોતાને સાંપડ્યું છે, એથી પંડિતજીને ઘણો આનંદ થયો હતો. “કર્મગ્રંથ'ના પહેલા ભાગની પ્રસ્તાવના લખાઈ ગઈ એટલે બીજા અને ત્રીજા ભાગની પ્રસ્તાવના લખવાનું સરળ થઈ ગયું. ત્યાર પછી એનાં પરિશિષ્ટો પણ તૈયાર થયાં. લેખનકાર્યનો આ જ સરસ અનુભવ થયો એથી તેમનો ઉત્સાહ એટલો બધો વધી ગયો કે કર્મગ્રંથ'ના ચોથા ભાગના પોતે તૈયાર કરેલા અનુવાદનું જે લખાણ એમણે પ્રેસને આપ્યું હતું તે લખાણ તેમણે રદ કર્યું અને નવેસરથી નવી શૈલીથી એ લખાણ એમણે તૈયાર કર્યું. પરિશિષ્ટોમાં પણ અનેક પારિભાષિક શબ્દોના અર્થ તેમણે વિસ્તારથી સમજાવ્યા. આથી કર્મસિદ્ધાન્તના અભ્યાસીઓ માટે આ એક પ્રમાણભૂત ગ્રંથ તૈયાર થયો. એટલે જ પંડિતજીનો આ અનુવાદ હજુ આજે પણ એટલો જ મહત્ત્વનો ગણાયછે. પંડિતજી અને રમણીકલાલ મોદી જ્યારે કર્મગ્રંથનાં પરિશિષ્ટો તૈયાર કરતા હતા, ત્યારે વિવિધ જૈન પારિભાષિક શબ્દો વિશે એટલી બધી સામગ્રી ઉપલબ્ધ થવા લાગી હતી કે તેઓને એમ લાગ્યું કે કર્મગ્રંથોનું કાર્ય પૂર્ણ કર્યા પછી જૈન પારિભાષિક કોશ પણ તૈયાર કરવો જોઈએ એમાં શબ્દોના અર્થ અને વ્યુત્પત્તિ આપવા ઉપરાંત બૌદ્ધ અને વૈદિક દર્શનોમાં આવતા એવા અથવા સમાન્તર શબ્દોનું ઐતિહાસિક તેમ જ દર્શનિક દૃષ્ટિએ તુલનાત્મક અધ્યયન પણ તેમાં આપવું જોઈએ. તેઓએ એ માટે સાથે મળી કામનો આરંભ તો કર્યો, પરંતુ જેમ જેમ આગળ વધતા ગયા તેમ તેમ લાગ્યું કે એકલે હાથે આ કામ જલદી થઈ શકે એવું નથી. એમાં સહાયકોની જરૂર પડે એમ છે. એ બધું ખર્ચ ઉઠાવવા કોઈ તૈયાર થાય તો જ તે કામ થઈ શકે. એટલે તત્કાલ પૂરતું એ કામ એમણે મુલતવી રાખવાનું વિચાર્યું. પંડિતજી અને રમણીકલાલ મોદીએ પારિભાષિક કોશ માટે જુદા જુદા પ્રકારના પારિભાષિક કોશોનું અવલોકન કર્યું તથા કેટલીક કાચી સામગ્રી તૈયાર પણ કરી લીધી હતી. પરંતુ જાણે એ યોજના પાર પડવાની ન હોય એમ એ વખતે ભારતના ઘણા ભાગોમાં ઇન્ફલૂએન્ઝાના તાવનો ચેપ મોટા પાયે ફેલાયો. આગ્રામાં પણ તે આવ્યો. કેટલાયે લોકો મૃત્યુ પામ્યા. પંડિતજીની સાથે વર્ષોથી સહાયક તરીકે કામ કરનાર ભાઈ Page #110 -------------------------------------------------------------------------- ________________ આગ્રામાં કર્મગ્રંથનો અનુવાદ • ૯૩ હરખચંદ પણ ફુલુમાં સપડાયા અને થોડા દિવસમાં મૃત્યુ પામ્યા. એમના અવસાનથી પંડિતજીએ જાણે પોતાનો આધાર ગુમાવ્યો હોય એવું અનુભવ્યું. આ ફૂલ પંડિતજી સિવાય સૌને થયો હતો. એમાંથી ઊગરવા માટે શું કરવું? પંડિતજીએ અને બીજાં બધાંએ લીમડાનાં પાન ચાવવાનું અને લીમડાનાં પાન વાટીને એનો ઉકાળો કરી પીવાનું ચાલુ કર્યું. લીમડાની કડવાશથી સૌએ રાહત અનુભવી. ફલુનો ઉપદ્રવ શમી ગયો. પરંતુ પારિભાષિક કોશના કામમાં સહાયક બની શકે એવી વ્યક્તિઓ મળી નહિ. એટલે છેવટે એ યોજના પડતી મૂકવી પડી. Page #111 -------------------------------------------------------------------------- ________________ વૃંદાવન – મથુરામાં પંડિતજીને ભિન્ન ભિન્ન સ્થળે જઈ ત્યાંની સંસ્થાઓનું અવલોકન કરવામાં અને ત્યાંની પ્રતિષ્ઠિત વ્યક્તિઓનો પરિચય કરવાની પ્રવૃત્તિમાં રસ પડતો હતો. તેઓ આગ્રામાં હતા ત્યારે ૧૯૧૮માં ત્યાંથી વૃંદાવન અને મથુરા જઈ આવ્યા હતા. શ્રી રમણીકલાલ મોદી અને એમનાં પત્ની તારાબહેન તેમની સાથે હતાં. વૃંદાવનમાં આર્યસમાજ તરફથી યમુના નદીના કિનારે ચાલતા ગુરુકુળમાં તેઓ ઊતર્યાં હતાં. ગુરુકુળમાં શૂદ્ર વિદ્યાર્થીઓને પણ પ્રવેશ અપાતો હતો એ જાણીને એમને આનંદ થયો હતો. વૃંદાવનમાં પ્રેમ વિદ્યાલય' નામની એક સંસ્થાની પણ તેમણે મુલાકાત લીધી હતી. ત્યાં જીવનલક્ષી વ્યાવહારિક કેળવણી અપાતી હતી. એ સંસ્થાના મંત્રી નારાયણ પ્રસાદ પંડિતજીના પરિચિત હતા. વૃંદાવનમાં પંડિતજીને પોતાના એક પરિચિત આચાર્ય શ્રી સુદર્શનાચાર્ય ઘણાં વર્ષો પછી મળી ગયા એથી બહુ આનંદ થયો હતો. સુદર્શનાચાર્યે ત્યાં એમને શ્રીરંગજીનું મંદિર બતાવ્યું. જાણવા જેવી વાત તો એ હતી કે આ મંદિર લક્ષ્મીચંદ નામના એક જૈન ધનાઢ્ય બંધાવ્યું હતું અને એના નિભાવ માટે પણ સારી રકમ મૂકી હતી. એમણે મથુરામાં પણ જૈન મંદિર અને ધર્મશાળા બંધાવ્યાં હતાં. તેઓ જેન – વૈષ્ણવ એમ બંને ધર્મને અનુસરતા હતા. સુદર્શનાચાર્યે કહ્યું હતું કે વૈષ્ણવોનો વિશિષ્ટાદ્વૈત એ અનેકાન્તવાદનું જ એક સ્વરૂપ છે. - વૃંદાવનમાં ફરીને પંડિતજીએ ત્યાંના આચાર્યો, ગોસ્વામીઓ વગેરે વિશે માહિતી મેળવી હતી. વૈષ્ણવ સંપ્રદાયના નાનામાં નાના પંથો પણ વૃંદાવનમાં જોવા મળે છે. રાધા – રમણની શાખા પણ ખરી અને રાધાવલ્લભની શાખા પણ ખરી. ચૈતન્યની શાખા પણ ત્યાં બહુ વિકસેલી છે. એ શાખાનાં કેટલાંક મંદિરોમાં શૂદ્રોને પણ દાખલ થવાનો અધિકાર હતો. જોકે આજે હવે એ જાતની સમસ્યા કાયદેસર પણ રહી નથી. પણ એટલી પ્રગતિશીલતા એ જમાનામાં ત્યારે ત્યાં હતી. વૃંદાવનથી મથુરા આવી ત્યાનાં વૈષ્ણવમંદિરો, જૈનમંદિરો, ઐતિહાસિક સંગ્રહસ્થાનો વગેરે પંડિતજીએ જોયાં. પ્રાચીન સમયમાં મથુરા એ જૈન ધર્મનું પણ એક Page #112 -------------------------------------------------------------------------- ________________ વૃંદાવન – મથુરામાં • ૯૫ મોટું કેન્દ્ર હતું. અહીં આર્ય સ્કંદિલાચાર્યની નિશ્રામાં જે આગમવાચના થઈ હતી એનું સ્મરણ પણ તાજું થયું હતું. આમ મથુરા વૃંદાવનનો પ્રવાસ કરીને પંડિતજી આગ્રા પાછા આવ્યા. Page #113 -------------------------------------------------------------------------- ________________ પંચ-પ્રતિક્રમણસૂત્ર આગ્રામાં પંડિતજીનું કર્મગ્રંથનું કામ પૂરું થવા આવ્યું હતું ત્યાં એક નવી દરખાસ્ત આવી. કલકત્તામાં બાબુ ડાલચંદજી સિંધી ધનાઢ્ય તેમજ ધર્મપ્રેમી અને વિદ્યાપ્રેમી હતા. એમને એવો ભાવ થયો કે પંચ-પ્રતિક્રમણ - સૂત્રોનો સરસ હિંદી અનુવાદ કરાવીને તેની નકલો મફત વહેંચવી જોઈએ, પરંતુ તે ગ્રંથ સુંદર અને સુઘડ હોવો જોઈએ. એ કામ પંડિતજીને સોંપવાનું તેઓએ વિચાર્યું. કલકત્તાના શ્રી દયાલચંદજી ઝવેરીએ પંડિતજીને એ માટે પત્ર લખ્યો. પંડિતજીએ એ કામ તરત સ્વીકારી લીધું, કારણ કે એ નિમિત્તે પ્રતિક્રમણનાં સૂત્રોના ઐતિહાસિક ચિંતનની તક મળતી હતી. વળી તાત્ત્વિક ચિંતનને માટે પણ એમાં અવકાશ હતો. પંડિતજીની ઇચ્છા આ ગ્રંથમાં બધા જ ગચ્છોની પરિપાટીને સમાવી લેવાની હતી. એટલે નિર્ણય થતાં એમણે એ કામ શરૂ કરી દીધું. બાબુ ડાલચંદજીની એવી ભાવના પણ હતી કે નવકાર મંત્રના પંચપરમેષ્ઠી વિશે પણ સામાન્ય માણસોને રસ અને સમજ પડે એ રીતે લખી શકાય તો સારું. પંડિતજીએ એ દરખાસ્ત પણ સ્વીકારી અને એ વિશેનું લેખનકાર્ય પણ શરૂ કરી દીધું. એ વખતે આગ્રામાં ઉનાળામાં ગ૨મી સખત પડતી હતી. એટલે ધાર્યું કામ થતું નહિ. એવામાં ડાલચંદજી ઝવેરીના ભાઈ ચાંદમલજીએ સૂચવ્યું કે આગ્રા શહેરમાં ગરમીમાં રહેવા કરતાં યમુના નદીના કિનારે તેઓ જો રહે તો ત્યાં ગ૨મી ઓછી લાગશે અને કામ વધુ થશે. એ સૂચન પંડિતજીને ગમ્યું. તેમણે તથા શ્રી રમણીકલાલ મોદીએ સાતેક માઈલ દૂર, અકબરના મકબરા સિકંદરાથી એકાદ માઈલ દૂર કૈલાસ’ નામના તીર્થધામમાં એક મકાન ઉનાળા માટે ભાડે રાખી લીધું. ત્યાં ગરમી ઓછી લાગતી હતી. એ મકાનના ભોંયરાનો એક ભાગ તો સીધો જમનાના જળ પાસે જ હતો. વળી નદીમાં પાણી તો કમર સુધીનું હતું, એટલે પાણીમાં નહાવા-તરવાનો આનંદ પણ સવારસાંજ માણી શકાતો. આ રીતે કૈલાસ તીર્થધામમાં પંચ-પ્રતિક્રમણના લેખનનું કાર્ય સારી રીતે થયું. પંચ-પ્રતિક્રમણ સૂત્રોના આ ગ્રંથની પ્રસ્તાવનામાં પંડિતજીએ તુલનાત્મક અધ્યયન આપ્યું છે. સનાતનીઓની સંધ્યા, મુસલમાનોની નમાજ, બૌદ્ધોનો નિત્યપાઠ, Page #114 -------------------------------------------------------------------------- ________________ પંચ-પ્રતિક્રમણસૂત્ર - ૯૭ પારસીઓના ખોરદેહ અવસ્તા વગેરેની તુલનાત્મક સમીક્ષા આ પ્રસ્તાવનામાં કરવામાં આવી છે. જિજ્ઞાસુ વાચકને એ ઘણી ઉપયોગી થઈ પડે એવી છે. આ રીતે પંચ-પ્રતિક્રમણ – સૂત્રોના અનુવાદના ગ્રંથનું લેખનકાર્ય પૂરું થયું અને એ છાપવા માટે પ્રેસમાં આપવામાં આવ્યું. એવામાં બાબુ બહાદુરસિંહજી સિંધી આગ્રા આવ્યા, એમણે ગ્રંથ પ્રકાશનમાં કરકસર ન કરવા કહ્યું. પંડિતજી સારા પ્રેસની તપાસમાં હતા. એવામાં પૂનાથી શ્રી જિનવિજયજીનો પત્ર આવ્યો કે તમે પૂના આવો તો ત્યાં સારું મુદ્રણકાર્ય થઈ શકશે, એટલે પંડિતજી અને રમણીકલાલ મોદી પૂના ગયા. પરંતુ પૂનામાં તપાસ કરતાં લાગ્યું કે એ કામ જોઈએ તેવું સરસ રીતે થશે નહિ. એટલે તેઓ આગ્રા પાછા ફ્યુ. પછી ચર્ચાવિચારણા કરતાં તેમણે એવો ઉકેલ કાઢ્યો કે ટાઈપ મુંબઈથી નિર્ણયસાગર પ્રેસના મંગાવવા, કારણકે તે જમાનામાં સારામાં સારા દેવનાગરી ટાઈપ નિર્ણયસાગર પ્રેસના ગણાતા. વળી કાગળ કલકત્તાથી મંગાવવા અને તે પણ બાબુ બહાદુરસિંહજી પોતે જ પસંદ કરીને મોકલાવે. આ રીતે ટાઈપ અને કાગળ મંગાવીને ગ્રંથ આગ્રામાં જ ગીતા પ્રેસમાં છપાવવો એમ નક્કી કર્યું. ટાઇપ અને કાગળ આવી જતાં મુદ્રણકાર્ય ચાલુ થયું અને સરસ ગ્રંથ તૈયાર થઈ ગયો. એ જોઈને બાબુ ડાલચંદજીને તથા તેમના પુત્ર બાબુ બહાદુરસિંહજીને અતિશય આનંદ થયો. આ સમય દરમિયાન પૂનાથી મુનિશ્રી જિનવિજયજીએ પંડિતજીને પત્ર લખ્યો કે પૂનામાં લેખનસંશોધનનું સારું કામ થઈ શકે એમ છે. તો તમે બધા આગ્રા છોડીને પૂના રહેવા આવો. મુનિ શ્રી જિનવિજયજીએ શ્રી હરિભદ્રસૂરિના સમય-નિર્ણય વિશે સંશોધનલેખ તૈયાર કર્યો હતો. પૂનામાં યોજાનાર ઓરિએન્ટલ કોન્ફરન્સમાં તેઓ તે રજૂ કરવાના હતા. વળી પૂનામાં ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટનું ઉદ્ઘાટન હતું. પંડિતજીને આ બંને પ્રસંગોમાં ઉપસ્થિત રહેવા માટે મુનિશ્રી જિનવિજયજીએ કહેવડાવ્યું. મુનિ જિનવિજયજી હવે પોતાની ભિન્ન વિચારસરણીને કારણે સાધુ-સમુદાયમાંથી સ્વેચ્છાએ નીકળી ગયા હતા. હવે તેમણે એકલા રહેવાનું અને વાહનનો ઉપયોગ કરવાનું ચાલુ કર્યું હતું. શ્રી જિનવિજયજી સાથે પોતાને સારી આત્મીયતા હોવાથી પંડતિજીએ પૂના જવાનું નક્કી કર્યું. પૂના જવાનું નક્કી તો થયું, પરંતુ આગ્રાથી ટ્રેન દ્વારા સીધા પૂના પહોંચી જવાને બદલે રાજસ્થાન અને ગુજરાતમાં જઈને પછી પૂના જવાનું પંડિતજીએ ગોઠવ્યું, કારણ કે સાદડીમાં ચાતુર્માસ અર્થે બિરાજમાન શ્રી વિજયવલ્લભસૂરિજીને અને પોતાના વતન લીમલીમાં જઈને સ્વજનોને મળવાની તેમની ઇચ્છા હતી. ગોઠવેલા કાર્યક્રમ પ્રમાણે તેઓ આગ્રાથી નીકળી સાદડી જવા માટે ફાલના સ્ટશને ઊતર્યાં. બીજાં બધાં ફાલના રોકાયાં અને પંડિતજી તથા રમણીકલાલ સાદડી જવા નીકળ્યા. અષાઢ મહિનો ચાલતો હતો અને ધોધમાર વરસાદ વરસતો હતો. ફાલનાથી Page #115 -------------------------------------------------------------------------- ________________ ૯૮ • પડિત સુખલાલજી સાદડી છ માઈલ ચાલતા જવાનું હતું. તેઓ બંને મહારાજશ્રીને મળવા માટે નીકળ્યા. રસ્તામાં ઢીંચણ સુધીનાં પાણી હતાં. ચાલતાં ચાલતાં પાણીના જોરદાર પ્રવાહને લીધે. પંડિતજીએ પગમાં પહેરેલા જોડા પણ નીકળી ગયા. ઉઘાડા પગે પાણીમાં ચાલતાં ખેતરોમાંથી તણાઈ આવેલી બાવળની ઘણી બધી શૂળો એમના પગમાં ભોંકાઈ ગઈ અને વેદના અસહ્ય થવા લાગી. તેઓને રસ્તામાં એક ગામમાં રાતે રોકાઈ જવું પડ્યું. બધી શૂળો પગમાંથી કાઢવામાં આવી. પગે પાટા બાંધવામાં આવ્યા. ત્યાર પછી તેઓ બંને બીજે દિવસે સાદડી પહોંચ્યા અને શ્રી વિજયવલ્લભસૂરિજીને મળ્યા અને વંદન કર્યા. મહારાજશ્રીએ પંડિતજીની જૈન ધાર્મિક સાહિત્યની પ્રવૃત્તિ વિશે ઘણો ઉત્સાહ દાખવ્યો અને એ માટે આશીર્વાદ આપ્યા. સાદડીમાં શ્રી વિજયવલ્લભસૂરિજીને મળ્યા પછી તેઓ ત્યાંથી પાસે આવેલા રાણકપુરના સુપ્રસિદ્ધ જૈન મંદિર “ધરણ વિહારનાં પગે ચાલીને દર્શન કરી આવ્યા. દર્શન અને એક વિશિષ્ટ વાતાવરણના અનુભવથી તેઓ બંનેએ કૃતકૃત્યતા અનુભવી હતી. પંડિતજી સાદડીથી ફાલના થઈ પોતાના વતન લીમલીમાં આવ્યા. પગમાં વાગેલા કાંટાની ત્યાં સારવાર પણ કરાવવી હતી. એ જમાનામાં લીમલી જેવા નાના ગામમાં દાક્તર તો હોય નહિ. હજામ જ આવા ઉપચારો કરતા હતા. પંડિતજીએ હજામ પાસે કાંટા તો કઢાવ્યા, પણ પગે રૂઝ આવી નહોતી. તેઓ લીમલીથી અમદાવાદ આવ્યા. ત્યાં શ્રી વિજયવલ્લભસૂરિજીની ભલામણ અનુસાર શ્રી મંગળભાઈ ઝવેરીને ત્યાં ઊતર્યા. ત્યાં દાકતરે પગમાંથી બાકી રહેલા ઝીણા કાંટાઓ પણ કાઢ્યા અને યોગ્ય ઉપચારો કર્યા, પરંતુ સાથે સાથે સલાહ આપી કે “ત્રણ અઠવાડિયાં સુધી ક્યાંય હરફર કરશો નહિ.” એટલે પંડિતજીને ન છૂટકે મંગળભાઈ ઝવેરીને ત્યાં રોકાઈ જવું પડ્યું. એમણે રમણીકલાલ મોદીને પૂના રવાના કરી દીધા. અમદાવાદના આ નિવાસ દરમિયાન પંડિતજી ગાંધીજીના નવા તૈયાર થયેલા સાબરમતી આશ્રમમાં બે દિવસ પોતાના પરિચિત મિત્રોની સાથે રહી આવ્યા. શ્રી મંગળભાઈ ઝવેરીને ત્યાં આરામ કરી રહ્યા હતા તે દરમિયાન પંડિતજીને બે વ્યક્તિઓનો પરિચય થયો. એક તે ડૉ. જીવરાજ ઘેલાભાઈ. તેઓ આગમગ્રંથોને પ્રસિદ્ધ કરવામાં રસ લેતા હતા. બીજા તે કેશવલાલ ખેમચંદ વકીલ. તેઓ જૈન ધર્મના જાણકાર હતા. જૈન સાહિત્ય વધુ પ્રસિદ્ધિમાં આવે એ માટે તેઓ કાર્ય કરતા હતા. ડૉ. જીવરાજ રોજ આવીને પંડિતજીને પગે દવા લગાડી, નવો પાટો બાંધી આપતા હતા. પંડિતજીના જૂના મિત્રોમાં પ્રો. આથવલે રોજ આવતા અને પંડિતજીની પાસે હેમચંદ્રાચાર્યના પ્રાકૃત વ્યાકરણનો અભ્યાસ કરતા. તદુપરાંત પંડિત ભગવાનદાસ પણ વારંવાર મળવા આવતા. શેઠ મંગળભાઈના આતિથ્યભર્યા સ્વભાવને કારણે રોજ એમને Page #116 -------------------------------------------------------------------------- ________________ પંચ-સ્પ્રતિક્રમણ સૂત્ર : ૯૯. ઘણા જુદા જુદા માણસો મળવા આવતા. એ બધાંને મળવાનો લાભ પંડિતજીને પણ મળતો. આથી આરામખુરશીમાં બેસીને આરામ કરવાના દિવસો પણ પંડિતજી માટે આનંદથી સભર બની ગયા હતા. આ આરામના દિવસો દરમિયાન પર્યુષણના દિવસો પણ આવી પહોંચ્યા. એ વખતે ત્યાં ઝવેરીવાડમાં શ્રી વિજયનેમિસૂરિજીનું ચાતુર્માસ હતું. પંડિતજી એમને મળવા ગયા હતા. પૂનાને બદલે અમદાવાદમાં રહી સંશોધનનું કામ કરવા માટે શ્રી વિજયનેમિસૂરિજીએ પંડિતજી આગળ પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ પંડિતજીને અમદાવાદમાં રહીને કામ કરવાનું ફાવે એમ ન હતું. અમદાવાદમાં પગની સારવાર કરાવ્યા પછી પંડિતજી ઓરિએન્ટલ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે પૂના ગયા. ત્યાં પોતાના ગ્રંથો છપાવવા માટે એમણે પોતાનું લખાણ સાથે લીધું હતું. પરંતુ ત્યાં કોઈ પ્રેસની અનુકૂળતા જણાઈ નહિ. એટલે એ વિચાર પડતો મૂકવો પડ્યો હતો. ત્યાર પછી પંડિતજી તથા રમણીકલાલ મોદીએ “કર્મગ્રંથની પ્રસ્તાવના અને પરિશિષ્ટો તૈયાર કરવાનું કામ ઉપાડ્યું. ઓરિએન્ટલ કોન્ફરન્સમાં પંડિતજીને જુદા જુદા વિદ્વાનોને સાંભળવાની સરસ તક મળી. તદુપરાંત રામકૃષ્ણ ભાંડારકર, હરિસત્ય ભટ્ટાચાર્ય, સતીશચન્દ્ર વિદ્યાભૂષણ, મહામહોપાધ્યાય લક્ષ્મણ શાસ્ત્રી દ્રવિડ વગેરે વિદ્વાનોનો એમને પ્રત્યક્ષ સરસ પરિચય થયો. પંડિતજી માટે આ એક મોટો લાભ હતો. Page #117 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથનું કાર્ય અને શ્રી વિજયધર્મસૂરિજી સાથે મેળાપ પંડિતજી પૂનામાં હતા ત્યારે એક વખત એમને પાલનપુરના શ્રી લાડુબહેનનો પત્ર મળ્યો. તેમણે પત્રમાં લખ્યું હતું કે “તમને કર્મગ્રંથ' છપાવવા માટે મણિબહેન કાપડિયા નામનાં એક બહેન આર્થિક મદદ કરવા માગે છે. માટે મુંબઈ આવીને તેમને મળી જશો.' મણિબહેન મુંબઈમાં દાદરમાં પોતાના બંગલામાં રહેતાં હતાં. પંડિતજી અને રમણીકલાલ મોદી દાદર સ્ટેશને ઊતરી મળવા માટે તેમના બંગલે પહોંચ્યા. મણિબહેનનું કુટુંબ સંયુક્ત કુટુંબ હતું. તેમાં તેઓ જ મુખ્ય કર્તાહર્તા હતાં. તેમણે પંડિતજીને એમનો ચોથો “કર્મગ્રંથ' છપાવવા માટે એક હજાર રૂપિયા જેવી એ જમાનામાં ઘણી મોટી રકમ, કોઈ પણ પ્રકારની શરત વિના આપી. એથી પંડિતજીને ઘણો હર્ષ થયો. ત્યાર પછી મણિબહેનની સાથે સંપર્ક ઉત્તરોત્તર વધતો ગયો હતો. પંડિતજીએ નોંધ્યું છે કે પોતાનાં સગાં બહેનનું નામ પણ મણિબહેન હતું. એમની ખોટ આ મણિબહેન કાપડિયાએ પોતાના વાત્સલ્યભાવથી પૂરી દીધી હતી. મણિબહેન કાપડિયાને મળવા દાદરમાં એમના ઘરે જવામાં એક બીજી સુખદ અને આશ્ચર્યકારક ઘટના એ બની કે તે વખતે પંડિતજીના ગુરુભગવંત કાશીવાળા શ્રી વિજયધર્મસૂરિજી પોતાના શિષ્યો સાથે ત્યાં બિરાજમાન હતા. પંડિતજીએ ઈ. સ. ૧૯૧૮માં કાશીમાં શ્રી યશોવિજયજી જૈન પાઠશાળા છોડીને સ્વતંત્ર રહેવાનું ચાલુ કર્યું. ત્યારથી એ વાતને અગિયાર વર્ષ થઈ ગયાં હતાં. કાશીની પાઠશાળા છોડ્યા પછી આચાર્યશ્રીને ફરી મળવાનું પંડિતજીને ક્યારેય પ્રાપ્ત થયું નહોતું. પંડિતજીએ જે રીતે પાઠશાળા છોડી હતી એ શ્રી વિજયધર્મસૂરિજીને ગમ્યું નહોતું. પંડિતજીને “કાશી બોલાવીને તૈયાર કરનાર તથા એમના અંધકારમય ભાવિમાં પલટો આણનાર એવા શ્રી વિજયધર્મસૂરિજીને એ બાબતમાં જો કદાચ ઓછું આવ્યું હોય તો એ સ્વાભાવિક હતું. એટલે શ્રી વિજયધર્મસૂરિજી મણિબહેનને ઘરે વિરાજમાન છે. એ જાણતાં ત્યાં જવામાં પંડિતજીને થોડા સંકોચ થયો. પરંતુ શ્રીવિજયધર્મસૂરિજીએ તો જોતાંવેંત જ પંડિતજીને “સુખલાલ આવો' એમ ભાવથી સત્કાર્યા. એથી પંડિતજીનો સંકોચ હટી ગયો. Page #118 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથનું કાર્ય અને શ્રી વિજયધર્મસૂરિજી સાથે મેળાપ • ૧૦૧ એમની ભલામણથી જ મણિબહેને હજાર રૂપિયાની સહાય કરવાનો નિર્ણય કર્યો હતો. એ જાણીને પંડિતજીને આનંદાશ્ચર્ય થયું. ભૂતકાળની ઘટના વિશે આચાર્યશ્રીએ મનમાં કોઈ ગાંઠ રાખી નહોતી. પોતાના એકાંત હિતૈષી અને સહાયક એવા શ્રી વિજયધર્મસૂરિજીને વંદન કરતાં પંડિતજીએ કૃતજ્ઞતાની લાગણી અનુભવી. શ્રી વિજયધર્મસૂરિજીની તબિયત ત્યારે બરાબર રહેતી નહોતી. તેઓ ત્યાંથી પાછા ઉત્તર ભારત તરફ વિહાર કરી જવાના હતા. એટલે પંડિતજીની આ મુલાકાત છેલ્લી મુલાકાત હતી. પંડિતજી નોંધે છે કે કાશીમાં છૂટા પડ્યા પછી પોતાના ગુરુ શ્રી વિજયધર્મસૂરિજીને ફરી વાર મળવાનું બન્યું એનો આનંદ મણિબહેનના હજાર રૂપિયા કરતાં પણ ઘણો બધો હતો. પંડિતજીને કર્મગ્રંથનાં લેખન-પ્રકાશન માટે આર્થિક સહાયની અત્યંત જરૂર હતી. પૂનામાં જ્યારે એમનું આ કાર્ય ચાલી રહ્યું હતું ત્યારે ખંભાતથી એક સગૃહસ્થ રૂપિયા ચાર હજાર જેટલી માતબર રકમ મોકલાવી હતી. આ વણમાગી અને અણધારી મદદ મળવાથી પંડિતજીના અને એમના મિત્ર રમણીકલાલના મનમાં આનંદ અને ઉત્સાહનું મોજું ફરી વળ્યું. આવી મોટી રકમ આવે એટલે જવાબદારી પણ વધે. પોતાની પાસે બધી રકમ રાખવી એના કરતાં બાબુ ડાલચંદજી પાસે એ રકમ રહે એ વધુ સારું એમ માનીને પંડિતજીએ એ બધી રકમ એમની પાસે જમા કરાવી દીધી. Page #119 -------------------------------------------------------------------------- ________________ પિતાજીની ચિરવિદાય પોતે પૂનામાં હતા તે સમય દરમિયાન પંડિતજીના વતન લીમલીથી એમના ભાઈઓના પત્રો આવ્યા કે “પિતાજીની તબિયત બગડતી જાય છે. અશક્તિ વધતી જાય છે. આ મંદવાડમાંથી તેઓ બેઠા થાય એવી બિલકુલ આશા નથી. માટે તમે જલદી લીમલી આવી જાવ. પિતાશ્રી તમને બહુ યાદ કરે છે. આથી પંડિતજી પૂનાથી લીમલી જવા રવાના થયા, પરંતુ પોતે પૂના સ્ટેશને પહોંચે તે પહેલાં જ તાર મળ્યો કે પિતાજીનું અવસાન થયું છે. પંડિતજી શોકમગ્ન બની ગયા. તેઓ લીમલી પહોંચ્યા. પિતાજીને અંતિમ ઘડીએ મળી ન શકાયું એનું મનમાં દુઃખ રહી ગયું. - પંડિતજી લીલી ચારેક દિવસ રોકાયા. એ જમાનામાં મોટી ઉંમરની વ્યક્તિના મૃત્યુ પછી કારજ કરવાનો રિવાજ હતો. જ્ઞાતિના માણસોને મરણ પછી જમાડવા પડતા. એ માટે મોટું ખર્ચ થતું. જ્ઞાતિમાં એવો ફરજિયાત રિવાજ પડી ગયેલો. એટલે સાધારણ સ્થિતિના લોકોને પણ એમાં ખેંચાવું પડતું. ક્યારેક તો દેવું કરીને પણ કારજ કરવું પડતું. સગા સંબંધીઓ તરફથી દબાણ થતું. મૃત્યુના બારમા દિવસે કે તેરમા દિવસે આવી રીતે જ્ઞાતિજનોને જમાડતા. મોટી ઉંમરે થયેલું મૃત્યુ એ શોકનો નહિ પણ ઉત્સવનો પ્રસંગ છે એવી ભાવનામાંથી અને શોકસંવેદના ઓછી થાય એવા આશયથી આવો રિવાજ ચાલુ થયો હશે, પણ તે ઠીક ઠીક કાળ સુધી પ્રચલિત રહેલો. આજે પણ ક્યાંક તે રિવાજ જોવા મળે છે. કેટલાક તો પોતાના મૃત્યુ પછી કરવાની કારજની ક્રિયા પોતાની હયાતીમાં જ કરાવી લેતા કે જેથી પાછળ રહેલાં સ્વજનો જમાડવાની એ ક્રિયા બરાબર કરે કે ન કરે એની ચિંતા નહિ. “જીવતા જગતિયું એને કહેવામાં આવે છે. પંડિતજીના કુટુંબની આર્થિક સ્થિતિ એટલી બધી સારી નહોતી. વળી આ રિવાજ અનિષ્ટ છે એવી માન્યતાવાળા સુધારાવાદીઓ તરફથી એનો વિરોધ પણ થવા લાગેલો. પંડિતજીના બે નાના ભાઈ કંઈક સારું કમાયેલા એટલે જ્ઞાતિપ્રતિષ્ઠા ખાતર એમની ઈચ્છા કારજ કરવાની હતી. પંડિતજીની અને એમના મોટા ભાઈની ઇચ્છા કારજ કરવાની નહોતી. મોટા ભાઈની સ્થિતિ જરાય સારી નહોતી, પણ લોકનિંઘથી ડરતા. એટલે પોતાનો મત પ્રગટ કરતા નહિ. પંડિતજીએ એક સૂચન મૂક્યું કે Page #120 -------------------------------------------------------------------------- ________________ પિતાજીની ચિરવિદાય • ૧૦૩ કારજ કરવું હોય તો ભલે કરવું, પણ હાલ ઘીના ભાવ વધારે છે. એટલે થોડા દિવસ પછી ઘી સસ્તું થાય ત્યારે કારજ કરવું. એમની એ દરખાસ્તને મોટા ભાઈએ ઝીલી લીધી. નક્કી થયું કે ઘી સસ્તું થાય ત્યારે કારજ કરવું. પંડિતજી ચારેક દિવસ લીમલીમાં રોકાઈને પછી ત્યાંથી નીકળીને આગ્રા પહોંચી ગયા, પરંતુ એક વખત વિલંબમાં પડી ગયેલું કારજનું કાર્ય ત્યાર પછી ક્યારેય થયું નહિ. એથી મોટા ભાઈને ઘણી રાહત થઈ. Page #121 -------------------------------------------------------------------------- ________________ આગ્રામાં કુટુંબસંસ્કાર પંડિતજીને લાગ્યું કે પોતાનો ભત્રીજો અને બે ભત્રીજીઓ લીમલી જેવા પછાત ગામમાં જ રહે તો તેમના સંસ્કારઘડતરનું કાર્ય જેવું જોઈએ તેવું થશે નહિ. ભાઈઓની સ્થિતિ સામાન્ય હતી અને જેમતેમ ગુજરાન ચાલતું હતું. એટલે ભાઈઓની સંમતિથી તેઓ પોતાની બે ભત્રીજી અને એક ભત્રીજાને લઈને આગ્રા જવા ઊપડ્યા કે જેથી પોતાની દેખરેખ નીચે તેઓ ઘડાય અને સંસ્કાર પામે. રસ્તામાં પંડિતજીને જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સના અધિવેશન માટે ફાલના સ્ટેશને ઊતરવું હતું. એ દિવસોમાં રેલવેમાં રિઝર્વેશન જેવી પ્રથા નહોતી. જ્યારે જવું હોય ત્યારે સ્ટેશન પરથી ટિકિટ લઈને ટ્રેનમાં બેસવાનું રહેતું. ક્યારેક ટ્રેનમાં બહુ ગિરદી પણ રહેતી. ડબ્બામાં દાખલ થવાની જ મુશ્કેલી રહેતી. દાખલ થયા પછી બેઠક મેળવવાની તકલીફ રહેતી. એમાં પણ અસ્પૃશ્યતા-આભડછેટના એ દિવસો હતા. ઉચ્ચ કુટુંબના લોકો નીચલા થરના લોકોને પોતાની બાજુમાં બેસવા ન દે. એકબીજાને તરત ન્યાતજાત પૂછવાનો રિવાજ હતો. પૂછે તો કહેવું જ પડે. કોઈક તોછડાઈથી પણ વર્તે. પંડિતજીને આ વખતે ટ્રેનમાં એનો વિચિત્ર અનુભવ થયો હતો. વઢવાણથી વીરમગામ થઈ મહેસાણા પહોંચવાનું હતું. ત્યાંથી ગાડી બદલી આબુ મારવાડ તરફની ગાડી પકડવાની હતી. મહેસાણા સ્ટેશને ગાડી આવી, પણ કોઈ એમને ડબ્બામાં બેસવા ન દે. પોતે દેખે નહિ, તેમ છતાં બારીમાંથી તેઓ ડબ્બામાં ઘૂસ્યા તો ખરા, પણ પાંચ વર્ષના ભત્રીજાને બારીમાંથી લેવા જતાં તે નીચે પ્લેટફોર્મ અને ગાડીની વચ્ચે પાટા પર પડી ગયો. ગાડી ઊપડવાને હજુ વાર હતી અને સદ્દભાગ્યે તે બચી ગયો. ટ્રેનમાં પણ પંડિતજીને બધા એમની ન્યાતજાત પૂછતા, પણ પંડિતજી કોઈને કંઈ જવાબ આપતા નહિ. પોતાની જાત માણસની છે એટલું જ કહ્યું. આગળ જતાં જ્યારે મુસાફરોએ જાણ્યું કે તેઓ મોટા પંડિત છે ત્યારે બધાંને બહુ આશ્ચર્ય થયું અને માનપાનથી તેમની સાથે વાત કરવા લાગ્યા. આ રીતે લીમલીથી આગ્રા જવાના આ વખતના પ્રવાસમાં પંડિતજીને રેલવેમાં આવો વિલક્ષણ અનુભવ થયો હતો. પંડિતજી ફાલના સ્ટેશને ઊતર્યા. ત્યાંથી તેઓ સાદડી જવાના હતા. કારણ કે ત્યાં શ્રી વિજયવલ્લભસૂરિજીની નિશ્રામાં કૉન્ફરન્સનું અધિવેશન હતું. પંડિતજી જ્યારે Page #122 -------------------------------------------------------------------------- ________________ આગ્રામાં કુટુંબસંસ્કાર • ૧૦૫ ફાલના ઊતર્યા ત્યારે એમને ગુલાબચંદજી ઢઢાનો ત્યાં મેળાપ થયો. એ વખતે એમ. એ. સુધી ભણેલા, જાતિસ્મરણ જ્ઞાન જેમને થયેલું એમ કહેવાતું એ ગુલાબચંદજી ઢઢાનું નામ રાજસ્થાનમાં ઘણું મશહૂર હતું. ફાલનાથી પંડિતજી સાદડી પહોંચ્યા. ત્યાં તેઓ શ્રી વિજયવલ્લભસૂરિજીને મળ્યા. એથી પરસ્પર આનંદ થયો. અધિવેશનમાં માત્ર હાજરી આપવાના આશયથી જ તેઓ સાદડી ગયા હતા. એટલે પહેલે દિવસે જ અધિવેશનની પહેલી ઉદ્ઘાટન બેઠકમાં ઉપસ્થિત રહીને તથા શ્રી વિજયવલ્લભસૂરિજીને મળીને પંડિતજી પાછા ફાલના સ્ટેશને આવી પહોંચ્યા. ત્યાં તેમને કૉન્ફરન્સના કાર્યકર્તાઓ શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ, શ્રી દેવકરણ મૂળજી, શ્રી મકનજી બેરિસ્ટર, વગેરે મળ્યા હતા. ફાલનાથી પંડિતજી આગ્રા પહોંચી ગયા. ત્યાં રમણીકલાલ મોદી અને એમનાં પત્ની તારાબહેન પૂનાથી આવી ગયાં હતાં. આગ્રામાં પંડિતજીના પંચપ્રતિક્રમણસૂત્ર, ગ્રંથનું કાર્ય પૂરું થવા આવ્યું હતું. એમનો ભત્રીજો અને બે ભત્રીજીઓ પણ સાથે હતાં એટલે વાતાવરણ ભર્યું ભર્યું લાગતું હતું. વળી છોકરાંઓએ ગુજરાત બહારની દુનિયા પહેલી વાર જોઈ અને પંડિતજી સાથે રહેવાનું મળ્યું એટલે વિદ્યાધ્યયનના વાતાવરણમાં તેમને સારા સંસ્કાર મળ્યા હતા. Page #123 -------------------------------------------------------------------------- ________________ સન્મતિતર્કના સંપાદનકાર્યમાં અંતરાયો પંચ-પ્રતિક્રમણ સૂત્રના અનુવાદનો ગ્રંથ પ્રેસમાં છપાવા ગયો. હવે પંડિતજી બીજું કિંઈક કામ હાથ પર લેવા વિચારતા હતા. એવામાં કાશીમાં પોતાની સાથે અભ્યાસ કરતા હતા તેમાંથી બે મુનિઓ આગ્રા પંડિતજીને મળવા આવ્યા. એમાંના એક તે શ્રી ક્ષમામુનિ સંસ્કૃત ભાષાના સારા જાણકાર હતા. એમણે પંડિતજી સાથે રહી કંઈક કામ કરવાની તત્પરતા બતાવી. પંડિતજીને થયું કે જો પોતાના કામની કેટલીક જવાબદારી રમણીકલાલ મોદી ઉપરાંત શ્રી ક્ષમામુનિ ઉપાડી લેતા હોય તો સિદ્ધસેન દિવાકરકૃત સન્મતિતર્કનું કામ કરવા જેવું છે. શ્રી ક્ષમામુનિએ એ કામ સ્વીકારવાની સંમતિ દર્શાવી એટલે પંડિતજીએ સન્મતિતર્કનું સંશોધન સંપાદન અને હિંદી ભાષાન્તર કરવાનું નક્કી. કર્યું. એ માટે જોઈતી પોથીઓ પણ મંગાવી લીધી. તે દરમિયાન અમદાવાદથી પંડિત ભગવાનદાસ પણ આવી પહોંચ્યા. “સન્મતિતર્કનું કામ ચાલુ થયું, પંડિતજી માર્ગદર્શન આપતા જાય તે પ્રમાણે શ્રી ક્ષમામુનિ, પંડિત ભગવાનદાસ અને રમણીકલાલ કાર્ય કરતા હતા. આગ્રામાં આ કાર્ય ચાલતું હતું તે દરમિયાન શ્રી ક્ષમામુનિને થોડા દિવસ બહાર જવાનું થયું. આગ્રાથી ફતેપુર સિકીને રસ્તે દાદા સાહેબનો બગીચો છે. આ બગીચો શહેનશાહ અકબરે શ્રી હીરવિજયસૂરિજીને સમર્પિત કર્યો હોવાનું કહેવાય છે. આ બગીચામાં એક જિનમંદિર છે. એમાં મૂર્તિની પુન:પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાયો હતો. અને પ્રતિષ્ઠા શ્રી ક્ષમામુનિની નિશ્રામાં ગોઠવાઈ હતી. શ્રી ક્ષમામુનિ ત્યાં ગયા, પ્રતિષ્ઠાવિધિ સારી રીતે સંપન્ન થઈ ગઈ. પરંતુ ત્યાંથી શહેરમાં પાછા ફર્યા પછી મુનિને તાવ આવ્યો. થોડા દિવસમાં તો એ તાવ એટલો વધી ગયો કે શ્રી ક્ષમામુનિ કાળધર્મ પામ્યા. એથી પંડિતજીને ઘણો આઘાત લાગ્યો, એવામાં પંડિત ભગવાનદાસને ભગંદરનો રોગ થયો અને હોસ્પિટલમાં ઓપરેશન કરાવવું પડ્યું. તે પછી તેઓ અમદાવાદ ઘરે આરામ માટે ચાલ્યા ગયા. “સન્મતિતર્કનું કાર્ય મંદ પડી ગયું. એ વખતે આગ્રામાં ટાઈફોઈડ તાવનો વાયરો હતો. પંડિતજી, રમણીકલાલ મોદી, એમનાં પત્ની અને પંડિતજીની બે ભત્રીજીઓ બધાં તાવમાં સપડાયાં. પંડિતજીના મિત્ર વ્રજલાલજી મળવા આવેલા. તે પણ તાવમાં પટકાયા. એટલે સન્મતિતર્કનું કાર્ય ખોરંભે પડી ગયું. Page #124 -------------------------------------------------------------------------- ________________ સન્મતિતર્કના સંપાદનકાર્યમાં અંતરાયો • ૧૦૭ દરમિયાન શ્રી રમણીકલાલ મોદી આગ્રા છોડી ગાંધીજીના આશ્રમમાં ચાલ્યા ગયા. એટલે પંડિતજીને પોતાના વાચનમાં સહાય કરે એવી કોઈ વ્યક્તિ આગ્રામાં એમની સાથે રહી નહિ. બધું જ એકલે હાથે કરવાનું થયું. તે સમયે પંડિતજીને સંસ્કૃત અને પ્રાકૃતના જાણકાર એક પંડિત રામનારાયણજી મળવા આવ્યા. તેમણે પંડિતજીના ગ્રંથનાં પ્રૂફ તપાસી આપવાનું સ્વીકાર્યું. એટલે પંડિતજીને આ કાર્યમાં થોડીક રાહત મળી. આગ્રામાં પંડિતજીને જે તાવ આવ્યો તે કેમે કરી ઊતરતો નહોતો. એટલે તેઓ અજમેર, ફાલના વગેરે સ્થળે હવાફેર અને ઔષધોપચાર માટે ગયા. થોડા દિવસ ત્યાં રોકાઈ પંડિતજી પાછા આગ્રા આવી પહોંચ્યા હતા. પંડિતજીને પોતાના કાશીના એક વિદ્યાર્થી કે જે પંડિત તરીકે ભણાવતા હતા તે ભામંડળદેવનો મેળાપ થયો. પંડિતજીએ એમને પોતાના કામમાં જોડાવા માટે પૂછી જોયું. એમણે એ વાત સ્વીકારી અને આગ્રા આવીને રહ્યા. પંડિતજીના ગ્રંથોના કાર્યમાં તેઓ સહાય કરવા લાગ્યા, પરંતુ એ કામ પછી સ્થગિત કરવું પડ્યું. કારણ કે પંડિતજીને તાવ ઊતર્યો, પણ એમને હરસની પીડા થવા લાગી; લોહી પડવા લાગ્યું, એટલે ઉપચાર અને આરામ માટે તેઓ પોતાના ભત્રીજા-ભત્રીજી સાથે વઢવાણ આવી ગયા. વઢવાણમાં એક દિવસ પંડિતજી પોતાના કાકાની દુકાને હતા ત્યાં અચાનક ચક્કર આવતાં તેઓ બેભાન થઈને નીચે પડ્યા. તે વખતે સ્વજનોને ખ્યાલ આવ્યો કે પંડિતજીની તબિયત ઘણી બધી કથળી ગઈ છે. વઢવાણથી પંડિતજીને એમના વતન લીમલી લાવવામાં આવ્યા. કેટલાક દિવસ ત્યાં એમણે આરામ કર્યો. ત્યાં તેમની તબિયત સારી થવા લાગી એટલે વધુ દિવસ રોકાયા. ઘણાં વર્ષો પછી પંડિતજીએ પોતાના વતન લીમલીમાં દિવાળી અને નૂતન વર્ષના પર્વના દિવસો માણ્યા. Page #125 -------------------------------------------------------------------------- ________________ પરિભ્રમણ પોતે જ્યારે પૂનામાં હતા ત્યારે પંડિતજીને વઢવાણના એક ડૉક્ટર અમરશીભાઈ મળવા આવેલા. તેઓ પંડિતજીના મોટા ભાઈના મિત્ર હતા. પંડિતજીએ એમનું સારું સ્વાગત કરેલું, કારણ કે ડૉક્ટરે પંડિતજીની લીમલીમાં સારવાર કરેલી, પંડિતજી એમને કાર્લાની ગુફાઓ જોવા લઈ ગયેલા. અને પૂનાના જૈન સંઘના સ્વામિવાત્સલ્યમાં પોતાની સાથે લઈ જઈ, પોતાની બાજુમાં બેસાડી જમાડેલા. ડૉક્ટર જાતના દરજી હતા. પરંતુ પંડિતજીના આ ઉદાર વલણથી પ્રભાવિત થયા હતા, કારણ કે સામાન્ય રીતે એવી છાપ ત્યારે પ્રવર્તતી હતી કે કાશીના પંડિતો જાતિવાદમાં અને આભડછેટમાં બહુ કટ્ટર હોય છે. ડૉક્ટર પોતે પણ ગાંધીજીની અસર હેઠળ આવેલા અને અસ્પૃશ્યતામાં માનતા નહોતા. પુનાની મુલાકાત પછી ડૉક્ટર અમરશીભાઈને પંડિતજી પ્રત્યે ઘણો આદરભાવ થયો હતો. પંડિતજી પોતાની દવા કરાવવા વઢવાણવાળા ડૉ. અમરશીભાઈને ત્યાં ઊતર્યાં. અને એમને રસોડે જમવાનું રાખ્યું. પંડિતજી જૈન વાણિયા અને ડૉ. અમરશીભાઈ જાતના દરજી, બંને સુધારક હતા. એ જમાનામાં અસ્પૃશ્યતા અને જ્ઞાતિભેદનાં બંધનો અત્યંત દૃઢ હતાં. ગાંધીજીએ અસ્પૃશ્યતા સામે સમગ્ર ભારતમાં ઘણી મોટી ઝુંબેશ ઉપાડેલી અને એથી કેટલેય ઠેકાણે જ્ઞાતિબંધનોનો ભંગ કરવાના બનાવો સુધારકો દ્વારા બનતા. પંડિતજી અમરશીભાઈને ત્યાં જમતા એ ઘટનાએ એ દિવસોમાં થોડી ચકચાર ગાડેલી, પરંતુ પંડિતજીને એની દરકાર નહોતી. એમણે નોંધ્યું છે કે ‘પોતાને’ ક્યાં દીકરા-દીકરી પરણાવવાનાં હતાં કે જ્ઞાતિથી ડરવું પડે ?” લીમલીમાં પંડિતજી તબિયત સુધારવા રોકાયા હતા. અને એક દિવસ પોતાના કુટુંબની દુકાનના ઓટલે બેઠા હતા. ત્યારે અચાનક કોઈનો અવાજ આવ્યો. ‘કેમ છો પંડિતજી ” પંડિતજી અવાજ પરથી તેમને ઓળખી શક્યા નહિ. એ પૂછનાર વ્યક્તિ તે મુનિ શ્રી જિનવિજ્યજી હતા. પંડિતજીને આશ્ચર્ય થયું કારણ કે શ્રી જિનવિજ્યજી તો હાલ પૂનામાં છે, ત્યાંથી તેઓ વિહા૨ કરીને આટલા જલદી કેવી રીતે આવે ? શ્રી જિનવિજયજીએ ખુલાસો કર્યો કે પોતે સ્વેચ્છાએ, ગુરુભગવંતની સંમતિથી મુનિપણું છોડી દીધું છે અને રેલવેનો પ્રવાસ Page #126 -------------------------------------------------------------------------- ________________ પરિભ્રમણ - ૧૦૯ ચાલુ કર્યો છે. તેઓ પૂનાથી નીકળી અમદાવાદ ગાંધીજીના આશ્રમમાં આવ્યા હતા. અમદાવાદમાં પંડિતજીની નાદુરસ્ત તબિયત વિશે જાણવા મળતાં. શ્રી જિનવિજયજીને થયું કે લીમલી પંડિતજીની ખબર જોવા માટે જઈ આવવું જોઈએ. આથી તેઓ પંડિત બેચરદાસ સાથે આવ્યા હતા. તે વખતે ડો. અમરશીભાઈ પણ વઢવાણથી પંડિતજીની ખબર જોવા આવ્યા હતા. બધા એક દિવસ રોકાઈ નિરાંતે ઘણીબધી વાતો કરીને પાછા વિદાય થયા. તબિયત સારી થતાં પંડિતજી શ્રી જિનવિજયજીને મળવા અમદાવાદ આવ્યા. શ્રી જિનવિજયજી ત્યારે કોચરબ પાલડી પાસે એક બંગલામાં થોડા દિવસ રહ્યા હતા. પંડિતજી ત્યાં ઊતર્યા. શ્રી જિનવિજયજીએ અને બીજા મિત્રોએ પંડિતજીને અમદાવાદ ખાતે કાયમ માટે રોકાઈ જવા આગ્રહ કર્યો, પણ પંડિતજીને તો આગ્રા જ જવું હતું. જતાં પહેલાં પંડિતજી ધોળકા પાસે વૌઠામાં કાર્તિકી પૂર્ણિમાનો મેળો ભરાય છે, ત્યાં ગયા હતા અને મદ્યપાન ન કરવા વિશે ત્યાં ભાષણ પણ આપ્યું હતું. વૌઠાથી તેઓ આગ્રા પહોંચી ગયા. મુનિશ્રી પૂના પહોંચી ગયા. પંડિતજી આગ્રા તો પહોંચ્યા, પરંતુ કર્મગ્રંથ' અને પંચ-પ્રતિક્રમણ'ના મુદ્રણકાર્યમાં સંતોષકારક પ્રગતિ થતી નહોતી એટલે એમણે કાશીમાં લક્ષ્મી નારાયણ પ્રેસમાં ગ્રંથો છપાવવાનો નિર્ણય કર્યો. એ માટે પોતાના સહાયકો સાથે તેઓ થોડા દિવસ માટે કાશી આવીને રહ્યા. દરમિયાન પૂનાથી મુનિ શ્રી જિનવિજયજીનો પત્ર આવ્યો. એમણે લખ્યું હતું કે પૂનાનો સંઘ સમેતશિખરની યાત્રાએ નીકળે છે અને પોતે તેમાં જોડાવાના છે. મુનિજીએ એ યાત્રામાં જોડાવા માટે પંડિતજીને આગ્રહ કર્યો અને પંડિતજી પણ તેમાં જોડાયા. પંડિતજીને પ્રવાસની દૃષ્ટિએ આ અવસર અનુકૂળ લાગ્યો હતો. શ્રી જિનવિજયજીએ હવે મુનિપદ છોડી દીધું હતું. રેલવેના પ્રવાસની એમણે છૂટ લીધી હતી. તેઓ રેલવેમાં સંઘ સાથે શિખરજી પહોંચી ગયા હતા. પંડિતજી પોતાના મોટા ભાઈના પુત્ર વખતચંદ, બંને ભત્રીજીઓ અને બીજાં સ્નેહીઓ સાથે આગ્રાથી નીકળી જ્યારે શિખરજી પહોંચ્યા ત્યારે પૂનાનો સંઘ આવી ગયો હતો. પંડિતજી શ્રી જિનવિજયજીને મળ્યા. એથી પરસ્પર ઘણો આનંદ થયો. શિખરજીથી નીકળી સંઘ સાથે પંડિતજી કલકત્તા પહોંચ્યા. ત્યાં યોજાયેલી સભામાં શ્રી જિનવિજયજીએ અને પંડિતજીએ સામાજિક વિષયો પર વ્યાખ્યાનો આપ્યાં હતાં. કલકત્તાના આ પ્રવાસ દરમિયાન પંડિતજીને કાશીની પાઠશાળાના પોતાના ત્રણ સહવિદ્યાર્થીઓને મળવાનું થયું એ દૃષ્ટિએ આ પ્રવાસ એમને માટે યાદગાર બન્યો હતો. આ ત્રણ મિત્રોમાં એક તે પંડિત હરગોવિંદદાસ, બીજા પંડિત વીરભદ્ર અને ત્રીજા તે લાભચંદ બ્રહ્મચારી. પંડિત હરગોવિંદદાસ કલકત્તામાં પંડિત તરીકે કાર્ય કરી રહ્યા હતા. Page #127 -------------------------------------------------------------------------- ________________ ગૂજરાત વિદ્યાપીઠમાં “સન્મતિતર્કનું કાર્ય સમેતશિખરની યાત્રા કરીને પંડિતજી આગ્રા પાછા આવ્યા. અહીં એમનું લેખનનું તથા ગ્રંથપ્રકાશનનું કાર્ય ચાલતું હતું. એવામાં મુનિ શ્રી જિનવિજયજીનો અમદાવાદથી પત્ર આવ્યો. તેઓ ગાંધીજીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠમાં પુરાતત્ત્વ વિભાગમાં કાર્ય કરવા માટે નિયામક તરીકે જોડાઈ ગયા હતા. તેમણે પંડિતજીને અમદાવાદ આવીને ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાવા માટે અનુરોધ કર્યો, કારણ કે સંશોધનના કામ માટે ત્યાં સારો અવકાશ હતો. પંડિતજીને મુનિશ્રી સાથે સારો મનમેળ હતો, જાણે બે સગા ભાઈ જેવો. એટલે પંડિતજીને વિદ્યાપીઠમાં જોડાવાનું ગમ્યું. એમની ઈચ્છા પોતાનું સન્મતિતર્કનું શરૂ કરેલું કાર્ય પૂરું કરવાની હતી. નિર્ણય થતાં ઈ. સ. ૧૯૨૨માં પંડિતજી આગ્રા છોડી અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાઈ ગયા. એમણે ‘સન્મતિતર્કનું ટીકા સાથે સંપાદન કરવાનું કાર્ય ચાલુ કર્યું. એ માટે એમને કાશીની પાઠશાળાના પોતાના સહાધ્યાયી પંડિત બેચરદાસ દોશીનો સહકાર મળી ગયો. “સન્મતિતર્ક એ શ્રી સિદ્ધસેન દિવાકરનો મુખ્ય ગ્રંથ છે. વિક્રમના ચોથા-પાંચમા સૈકામાં થઈ ગયેલા આ મહાન જૈનાચાર્યે સન્મતિતર્કમાં અનેકાન્ત દૃષ્ટિનું સચોટ નિરૂપણ કર્યું છે. એમણે ગ્રંથનું નામ પણ યથાર્થ રાખ્યું છે. ભગવાન મહાવીર સ્વામીનું એક નામ “સન્મતિ' છે. અનેકાન્તવાદ એ ભગવાન મહાવીરનો મુખ્ય તર્ક અથવા સિદ્ધાંત છે. એટલે ગ્રંથનું નામ રાખવામાં આવ્યું સન્મતિતર્ક. અનેકાન્તવાદ અથવા અનેકાન્તદર્શન એ જૈન ધર્મનો પ્રાણ છે. જેને કૃતસાહિત્યને સમજવા માટે તે ગુરુચાવી (master key) રૂપ છે. શ્રી સિદ્ધસેન દિવાકરનો આ ગ્રંથ ગહન અને સઘન છે. સંક્ષેપમાં એમણે બધું સરસ રીતે સમજાવ્યું છે. અનેકાન્ત દૃષ્ટિથી એમણે બીજાં દર્શનોની પણ મીમાંસા કરી છે. એમણે પ્રાકૃત ભાષામાં આર્યા છંદમાં ૧૬૬ ગાથામાં આ ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથની મહત્તા કેટલી બધી છે એ એક જ વાત પરથી સિદ્ધ થશે કે શ્રી અભયદેવસૂરિજીએ આ ૧૬૬ ગાથા ઉપર ૨૫000 શ્લોક પ્રમાણ ટીકા લખી છે. અને એ ટીકાનું નામ આપ્યું છે, વાદમહાર્ણવ ! આ ટીકામાં શ્રી અભયદેવસૂરિજીએ પોતાના સમય સુધીમાં પ્રવર્તતા Page #128 -------------------------------------------------------------------------- ________________ ગૂજરાત વિદ્યાપીઠમાં સન્મતિતર્કનું' કાર્ય - ૧૧૧ ભિન્નભિન્ન વાદો વિશે ખંડનમંડન સાથે, બહુ સવિસ્તર અને તલસ્પર્શી ચર્ચાવિચારણા કરી છે. એટલે વાદમહાર્ણવ' માત્ર ટીકા ન રહેતાં પોતે જ એક સ્વતંત્ર સમર્થ ગ્રંથ બની ગયો છે. દર્શનશાસ્ત્રનો તે આકરગ્રંથ છે. પંડિતજીએ ‘વાદમહાર્ણવ'ની ભિન્ન ભિન્ન એવી ૨૯ હસ્તપ્રતોના આધારે ‘સન્મતિતર્ક’ અને ‘વાદમહાર્ણવ'નું સંપાદન કર્યું છે અને એની અધિકૃત વાચના આપી છે. એમાં પ્રસ્તાવના, પાઠાન્તરો, તુલનાત્મક ટિપ્પણો, પરિશિષ્ટો વગેરે આપવા સાથે એનું સંપાદન આધુનિક પદ્ધતિએ કરીને પંડિતજીએ એક મૂલ્યવાન સંગીન કાર્ય કર્યું છે. આ કાર્યની પ્રશંસા હર્મન જેકોબી જેવા પાશ્ચાત્ય વિદ્વાને પણ કરી છે. શ્રી. દલસુખભાઈ માલવાણિયાએ લખ્યું છે, આ ગ્રંથ ભારતીય દાર્શનિક ચર્ચાઓના વિશ્વકોષની ગરજ સારે તેવો એમણે તૈયાર કર્યો છે; તેથી ભારતીય વિદ્વદ્ જગતમાં તેમનું નામ સુવર્ણાક્ષરે લખાઈ ગયું છે.’ ગૂજરાત વિદ્યાપીઠમાં પંડિતજીને આ સંશોધન-સંપાદનનું અતિશય શ્રમભરેલું કાર્ય પૂરું કરતાં નવ વર્ષ લાગ્યાં હતાં. આ ગ્રંથ પાંચ ભાગમાં છપાયો છે. અને છઠ્ઠા ભાગમાં પ્રતિપરિચય, પ્રસ્તાવના, મૂળ કૃતિનો અનુવાદ વગે૨ે આપ્યાં છે. ‘સન્મતિતર્ક’ માટે પંડિતજી વિદ્યાપીઠમાં જે લગનીથી સતત પરિશ્રમપૂર્વક કાર્ય કરતા હતા તે કાર્ય મહાત્મા ગાંધીજીએ નજરે જોયેલું હતું. એથી જ સન્મતિતર્ક'નું કાર્ય પૂરું થયું ત્યારે ગાંધીજીએ પંડિતજીને થોડો વખત આરામ કરવાની ભલામણ કરી હતી. ગાંધીજીની પ્રેરણાથી જ વિદ્યાપીઠમાં ‘સન્મતિતર્ક’નું કાર્ય થઈ શક્યું હતું. એટલે જ પંડિતજીએ આ ગ્રંથ ગાંધીજીને અર્પણ કર્યો છે.. Page #129 -------------------------------------------------------------------------- ________________ બનારસ યુનિવર્સિટીમાં ગૂજરાત વિદ્યાપીઠમાં “સન્મતિતર્કનું કામ પૂરું થયું હતું. એવામાં ૧૯૩૦માં મહાત્મા ગાંધીજીએ મીઠાના સત્યાગ્રહ માટે દાંડીયાત્રાની ઘોષણા કરી. સાબરમતી આશ્રમ અને ગૂજરાત વિદ્યાપીઠના ઘણા કાર્યકર્તાઓ આ યાત્રામાં જોડાવાના હતા. અંગ્રેજો દ્વારા ધરપકડ અને કદાચ જેલજીવનની સજા મળે તો આશ્રમમાં અને વિદ્યાપીઠમાં પાછા ફરવાનો સમય અનિશ્ચિત બને. આથી ગૂજરાત વિદ્યાપીઠ તત્કાલ પૂરતી બંધ કરવાનો નિર્ણય લેવાયો, એટલે પંડિતજીને વિદ્યાપીઠ છોડવી પડી. હવે શું કરવું? સતત પ્રવૃત્તિશીલ રહેનાર પંડિતજીએ આ સંજોગોમાં નિર્ણય કર્યો કે અંગ્રેજી ભાષાનો અભ્યાસ શરૂ કરવો. એ માટે સમર્થ વિદ્વાન રસિકલાલ પરીખ તરફ એમની નજર ગઈ. એમણે એ માટે સંમતિ દર્શાવી. રસિકલાલ પરીખે આ સમયગાળા દરમિયાન પંડિતજીને અંગ્રેજી ભાષાનો સરસ અભ્યાસ કરાવ્યો. ગૂજરાત વિદ્યાપીઠ છોડ્યા પછી પંડિતજી પાસે વ્યવસાય તરીકે કોઈ મહત્ત્વનું કાર્ય નહોતું. દરમિયાન ૧૯૩૧માં પંડિતજીને શાન્તિનિકેતનમાં મુનિ શ્રી જિનવિજયજી સાથે સિંધી વિદ્યાપીઠમાં કાર્ય કરવા માટે નિમંત્રણ મળ્યું એટલે તેઓ ત્યાં ગયા. ત્યાંનું કાર્ય પૂરું થતાં તેઓ ગુજરાતમાં પાછા ફરતા હતા તે વખતે બનારસ યુનિવર્સિટીના કુલપતિ આચાર્ય આનંદશંકર ધ્રુવે પંડિતજીને ગુજરાત પાછા જતાં વચ્ચે બનારસ ઊતરવા માટે નિમંત્રણ આપ્યું હતું. એટલે પંડિતજી એમને ત્યાં ઊતર્યા. એ વખતે પંડિતજીને પોતાના મિથિલાના વિદ્યાગુરુ બાલકૃષ્ણ મિશ્રને ઘણાં વર્ષો પછી મળવાનો સુયોગ સાંપડ્યો હતો, એથી એમણે ધન્યતા અનુભવી. એ વખતે આનંદશંકર ધ્રુવે પંડિતજીને બનારસ યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે જોડાઈ જવાનો આગ્રહ કર્યો હતો, પરંતુ ત્યારે પંડિતજી ઘણી દ્વિધામાં હતા, એટલે તેઓ ત્યાંની જવાબદારી ન સ્વીકારતાં આગ્રા પોતાના મુકામે પહોંચી ગયા. પરંતુ ત્યાર પછી બધી બાજુનો વિચાર કરતાં પંડિતજીને બનારસમાં અધ્યાપકનું કાર્ય સ્વીકારવાનું યોગ્ય લાગ્યું. એટલે ૧૯૩૩માં તેઓ પાછા બનારસ ગયા અને આનંદશંકર ધ્રુવને વાત કરી. આનંદશંકર ધ્રુવે જૈન દર્શનના પ્રાધ્યાપક તરીકે બનારસ હિંદુ યુનિવર્સિટીમાં પંડિતજીની નિમણૂક કરી. આથી Page #130 -------------------------------------------------------------------------- ________________ બનારસ યુનિવર્સિટીમાં • ૧૧૩ અધ્યાપનકાર્યની સાથે સાથે પોતાની અધૂરી રહેતી ઇચ્છા પ્રમાણે પોતાના વિદ્યાગુરુ બાલકૃષ્ણ મિશ્રની પાસે અભ્યાસ કરવાની તક પણ પંડિતજીને મળી. પંડિતજીનો વ્યવસાય તરીકે સ્થિર અને ઉત્તમ કાળ તે આ બનારસ હિંદુ યુનિવર્સિટીમાં કરેલા અધ્યાપનકાર્યનો ગણાય. આમ પણ કાશી-બનારસ એટલે કે વારાણસી નગરીથી તેઓ પરિચિત હતા. વળી ત્યાંના પંડિતોનો પણ તેમને સારો પરિચય હતો. એટલે બનારસ હિંદુ યુનિવર્સિટીમાં જૈન દર્શનના અધ્યાપક તરીકે જોડાવાનું તેમને ગમે એવું હતું. વળી વિદ્યાક્ષેત્ર પણ ઉચ્ચ સ્તરનું અને પ્રતિષ્ઠિત હતું. જૈન દર્શનનો અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ ઓછા હતા, પણ સંગીન કામ કરવાને માટે અવકાશ ઘણો સારો હતો. વળી યુનિવર્સિટીમાં ભિન્નભિન્ન શાખાઓમાં અધ્યયન – અધ્યાપન કરતા પ્રાધ્યાપકોનો પરિચય પણ વાતાવરણને પ્રોત્સાહક બનાવે એવો હતો. પંડિતજીએ ૧૯૩૩થી ૧૯૪૪ સુધી એમ સળંગ અગિયાર-બાર વર્ષ વારાણસીમાં કાર્ય કર્યું. અહીં જે કાર્ય કર્યું તે એમના જીવનનું સર્વોત્તમ કાર્ય થયું. અહીં એમને બે વિદ્યાર્થીઓ એવા મળ્યા કે જેઓ પોતે પંડિત હતા અને અધ્યાપક હતા. એ અધ્યાપકો તે પંડિત કૈલાશચંદ્ર અને પંડિત મહેન્દ્રકુમાર, આ બંને વિદ્યાર્થીઓને પંડિતજીએ દર્શનશાસ્ત્રનો અત્યંત કઠિન ગણાતો ગ્રંથ “અષ્ટસહસ્ત્રી' ભણાવ્યો. આથી એ બે અધ્યાપકોની તો દૃષ્ટિ જ ખૂલી ગઈ. આ અભ્યાસ દરમિયાન એમાં આવતા સંદર્ભો કે પૂર્વ પક્ષ વિશે તે મૂળ ગ્રંથો જોવાની સમજ એમને પડી અને પ્રાચીન ગ્રંથોના સંપાદનની ભિન્નભિન્ન પદ્ધતિઓ પણ આવડી. આથી આ બંને અધ્યાપકો પોતે ગ્રંથસંપાદનનું સ્વતંત્ર કાર્ય કરતા થઈ ગયા. પંડિત મહેન્દ્રકુમારે ન્યાવકુમુદચંદ્ર વગેરે કેટલાક ગ્રંથોનું સંપાદન કર્યું. પંડિત મહેન્દ્રકુમાર પંડિતજીના પ્રિય શિષ્યોમાંના એક શિષ્ય હતા. દુર્ભાગ્યે તેઓ યુવાન વયે જ સ્વર્ગવાસ પામ્યા. એટલે પંડિતજીને તો જાણે પોતાનો જમણો હાથ ગુમાવવા જેવું લાગ્યું. આ સમયગાળા દરમિયાન પંડિતજી પોતાના લેખન-સ્વાધ્યાય માટે વાંચવાનું કાર્ય કરી આપે એવા, સંસ્કૃત-પ્રાકૃત ભાષાના જાણકાર મદદનીશની તપાસમાં હતા. પણ એવી કોઈ યોગ્ય વ્યક્તિ મળતી નહોતી. દરમિયાન, ૧૯૩૫માં પંડિતજી મુંબઈમાં જેન કોન્ફરન્સના અધિવેશનમાં ભાગ લેવા માટે આવ્યા હતા. તે સમયે પંડિત દલસુખભાઈ માલવણિયા મુંબઈમાં કોન્ફરન્સમાં વહીવટી કામની નોકરી કરતા હતા. દલસુખભાઈ સંસ્કૃત અને પ્રાકૃતના જાણકાર હતા. તેમણે પંડિત બેચરદાસ પાસે અમદાવાદમાં રહીને પ્રાકૃતનો અભ્યાસ કર્યો હતો. તે વખતે દલસુખભાઈ પંડિતજીના પરિચયમાં આવ્યા હતા. મુંબઈમાં કૉન્ફરન્સના અધિવેશનમાં એ પરિચય તાજો થયો. એ વખતે પંડિતજીએ દલસુખભાઈને મુંબઈની નોકરી છોડી પોતાની સાથે બનારસ આવવાની દરખાસ્ત મૂકી. પગાર ઓછો મળશે Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ • પંડિત સુખલાલજી એ સ્પષ્ટતા પણ કરી. દલસુખભાઈનો જીવ વિદ્યોપાસનાનો હતો. એમણે મુંબઈની વહીવટી કામની નોકરી છોડીને બનારસ જવાનું પસંદ કર્યું. રાજીનામું આપીને તેઓ બનારસ ગયા. તેઓ ગયા હતા તો પંડિતજીના અંગત મદદનીશ તરીકે કામ કરવા માટે, પણ પછી એમની યોગ્યતા જણાતાં એમને યુનિવર્સિટીના જૈન દર્શનના વિભાગમાં જ અધ્યાપક તરીકે નોકરી મળી ગઈ. આ રીતે પંડિતજીએ દલસુખભાઈ સાથે બનારસમાં રહીને સારું કાર્ય કર્યું. પંડિતજીના લેખન-વાચનમાં તો તેઓ મદદ કરતા જ હતા, પણ તદુપરાંત પોતાનું સ્વતંત્ર અધ્યયન, લેખન, સંશોધન, સંપાદનનું કાર્ય પણ કરતા રહ્યા હતા. પંડિતજીએ બનારસનાં વર્ષો દરમિયાન હેમચંદ્રાચાર્યના પ્રમાણમીમાંસા' નામના ગ્રંથનું સંશોધન-સંપાદનનું મોટું કાર્ય ઉપાડ્યું. એમાં પંડિત મહેન્દ્રકુમાર અને પંડિત દલસુખભાઈ એ બે એમના મુખ્ય મદદનીશ હતા. આ ગ્રંથમાં પંડિતજીએ ભારતીય પ્રમાણશાસ્ત્રના વિકાસક્રમ વિશે સવિસ્તર પ્રસ્તાવના રૂપે નિબંધ લખ્યો અને તુલનાત્મક અધ્યયન સાથે ટિપ્પણો પણ આપ્યાં. ૧૯૩૯માં પ્રકાશિત થયેલા એ ગ્રંથે પંડિતજીને ઘણી મોટી પ્રતિષ્ઠા અપાવી, આ ગ્રંથની પ્રસ્તાવનાનું અંગ્રેજી ભાષાન્તર Advanced studies in Indian Logic and Metaphysicsના નામથી ૧૯૬૧માં પ્રકાશિત થયું છે.) પ્રમાણમીમાંસા' ઉપરાંત પંડિતજીએ, ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત જૈન તર્કભાષા' નામના ગ્રંથનું સંશોધન સંપાદન તૈયાર કર્યું અને તે વિસ્તૃત પ્રસ્તાવના અને ટિપ્પણ સાથે ૧૯૩૮માં પ્રકાશિત થયું. ત્યાર પછી એ જ પ્રમાણે “જ્ઞાનબિન્દુ'નું પ્રકાશન ૧૯૪રમાં થયું. આ ત્રણ ગ્રંથો ઉપરાંત પંડિતજીએ બીજા બે મહત્ત્વના ગ્રંથોનું સંશોધન-સંપાદન કર્યું, એ ગ્રંથો તે (૧) ચાર્વાક દર્શનનો ‘તત્ત્વોપ્લવસિંહ અને (૨) બૌદ્ધ દર્શનનો ધર્મકીર્તિકૃત હેતુબિન્દુ સટીક) આ બંને ગ્રંથો વડોદરાના ગાયકવાડ ઓરિએન્ટલ સિરીઝમાં અનુક્રમે ૧૯૪૦માં અને ૧૯૪૯માં પ્રકાશિત થયા હતા. આમ બનારસ યુનિવર્સિટીના અધ્યાપનકાળ દરમિયાન આ પાંચે પ્રાચીન ગ્રંથોના સમર્થ સંશોધનકાર્યે પંડિતજીને એ વિષયના વિદ્વાનોમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી. શ્રી દલસુખભાઈ માલવણિયાએ પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી' નામના પોતાના પુસ્તકમાં લખ્યું છે કે પંડિતજીનું કોઈ પણ લખાણ હોય, તેમાં તર્ક, ઇતિહાસ, તુલના, સમન્વય તો હોય જ. ઉપરાંત ભાષાસૌષ્ઠવ એ પણ હોય જ. તેમનું કોઈ પણ વાક્ય શિથિલ નહિ જણાય. નહિ અતિશયોક્તિ, નહિ અલ્પોક્તિ, પણ જે કાંઈ વક્તવ્ય હોય તે બરાબર કહેવામાં તેમનું ભાષાસામર્થ્ય પ્રકટ થયા વગર રહે જ નહિ.” Page #132 -------------------------------------------------------------------------- ________________ બનારસ યુનિવર્સિટીમાં ૦ ૧૧૫ ઈ. સ. ૧૯૩૩થી ઈ. સ. ૧૯૪૪ સુધી પંડિતજીએ બનારસ યુનિવર્સિટીમાં અધ્યયન, અધ્યાપન, લેખન, સંપાદન-સંશોધનનું ઘણું સંગીન કાર્ય કર્યું. બનારસમાં ત્યાર પછી, પંડિતજી નિવૃત્ત થવાના હતા ત્યારે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન વાઇસ ચાન્સેલર તરીકે આવ્યા હતા. પંડિતજી હવે યુનિવર્સિટીમાંથી નિવૃત્તિ લેવા ઇચ્છતા હતા ત્યારે ડૉ. રાધાકૃષ્ણને એમને યુનિવર્સિટીમાં જ રહીને પોતાની ઇચ્છા પ્રમાણે કાર્ય કરવા કહ્યું હતું. વળી બીજી બાજુ કલકત્તાની યુનિવર્સિટીમાં જોડાવા માટે શ્યામાપ્રસાદ મુખરજીએ પણ નિમંત્રણ આપ્યું હતું. પરંતુ પંડિતજીએ તે ન સ્વીકાર્યું. તેમની ઇચ્છા મુંબઈ જઈને મુનિ શ્રી જિનવિજયજી સાથે રહેવાની અને કાર્ય કરવાની હતી. Page #133 -------------------------------------------------------------------------- ________________ અંતિમ વર્ષો પંડિતજી ૧૯૪૪માં બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થઈ મુંબઈ આવ્યા. અહીં સુપ્રસિદ્ધ લેખક કનૈયાલાલ મુનશીના ભારતીય વિદ્યાભવનમાં મુનિ શ્રી જિનવિજયજી સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોના સંશોધન-સંપાદનનું કાર્ય કરી રહ્યા હતા. પંડિતજી એમની સાથે ભારતીય વિદ્યાભવનમાં જોડાઈ ગયા. પરંતુ મુંબઈમાં પંડિતજીને પોતાની શારીરિક મર્યાદાને કારણે કામ કરવાની એટલી અનુકૂળતા રહેતી નહોતી. એવામાં અમદાવાદમાં ગુજરાત વિદ્યાસભા ગુજરાત વર્નાક્યુલર સોસાયટી) હસ્તકના ભોળાભાઈ જેસિંગભાઈ વિદ્યાભવનમાં માનદ અધ્યાપક તરીકે એમને નિયુક્તિ મળી. એટલે તેઓ મુંબઈ છોડીને અમદાવાદ રહેવા ગયા. ત્યાં તેઓ પીએચ.ડી.ના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાનું કાર્ય સારી રીતે કરી શકવા લાગ્યા. એટલે વૃદ્ધાવસ્થામાં પંડિતજીને હવે અમદાવાદમાં જ સ્થિર રહેવાનું મન થયું. એ પ્રમાણે વ્યવસ્થા થતાં જીવનના અંત સુધી તેઓ અમદાવાદમાં જ સ્થિર થઈને રહ્યા હતા. ત્યાં તેમને રહેઠાણ માટે નદીકિનારે “સરિતકુંજ નામના બંગલામાં વ્યવસ્થા થઈ ગઈ. વિદ્યાર્થીઓના માર્ગદર્શન ઉપરાંત પંડિતજીનું પોતાનું લેખન-અધ્યયનનું કાર્ય પણ ચાલુ હતું. એના ફળસ્વરૂપે એમના તરફથી ત્રણ ગ્રંથો આપણને ઉપલબ્ધ થયાઃ (૧) અધ્યાત્મ વિચારણા, (૨) ભારતીય તત્ત્વવિદ્યા અને (૩) સમદર્શી આચાર્ય હરિભદ્ર. આ ત્રણે ગ્રંથો વ્યાખ્યાનો આપવા માટેના મળેલાં નિમંત્રણોને કારણે લખાયા હતા. ગુજરાત વિદ્યાસભાના ઉપક્રમે અપાયેલાં વ્યાખ્યાનો “અધ્યાત્મ વિચારણાના નામથી ૧૯૫૬માં પ્રગટ થયાં. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ઉપક્રમે અપાયેલાં વ્યાખ્યાનો ભારતીય તત્ત્વવિદ્યાના નામથી ૧૯૫૭માં છપાયાં. ત્યાર પછી મુંબઈ યુનિવર્સિટીના ઉપક્રમે શ્રી હરિભદ્રસૂરિ વિશે અપાયેલાં વ્યાખ્યાનો “સમદર્શી આચાર્ય હરિભદ્રના નામથી ૧૯૬ ૧માં યુનિવર્સિટી તરફથી ગ્રંથસ્વરૂપે પ્રકાશિત થયાં હતાં. પંડિતજીએ યુવાન વયથી પોતાના જીવનની પળેપળનો સદુપયોગ કર્યો હતો. પ્રમાદને તેમના જીવનમાં સ્થાન ન હતું. કિશોરાવસ્થામાં આંખો ગઈ હતી. પરંતુ, પોતાની એ શારીરિક મર્યાદાને એમણે સિદ્ધિમાં ફેરવી નાખી હતી. એમણે પોતાનું લક્ષ્ય સ્વાધ્યાય - તરફ વાળ્યું. બીજા પાસે વંચાવીને એમણે અનેક ગ્રંથોનું અધ્યયન કર્યું. ફરીથી Page #134 -------------------------------------------------------------------------- ________________ અંતિમ વર્ષો • ૧૧૭ વંચાવવાની પરાધીનતા ન રહે એટલે પ્રથમ વાચને જ તેઓ કેટલીયે પંક્તિઓ, પાનાં નંબર વગેરે પોતાના સ્મૃતિપટમાં અંકિત કરી લેતા. એમની સ્મૃતિ અત્યંત સતેજ હતી. જીવનનાં છેલ્લાં કેટલાંક વર્ષ પંડિતજીએ અમદાવાદમાં સાબરમતીના કિનારે, આશ્રમ પાસે આવેલા શેઠ માણેકલાલ જેઠાલાલના બંગલા, “સરિતકુંજમાં પસાર કર્યા હતાં, બંગલો ઘણુંખરું ખાલી રહેલો અને પંડિતજીને પાછળના ભાગમાં સ્વતંત્ર રૂમ, રસોડું વગેરે મળ્યાં હતાં, આ બંગલો જ્યારે વેચાઈ ગયો અને ખરીદનારને એ તોડીને મોટી ઈમારત બાંધવી હતી, ત્યારે પંડિતજીને “સરિતકુંજ છોડવું પડ્યું હતું, તે દરમિયાન પંડિતજીના સ્વજનસમા મુનિશ્રી જિનવિજયજીએ અમદાવાદમાં “અનેકાન્તવિહાર' નામનું પોતાનું સ્વતંત્ર મકાન બાંધ્યું હતું. એટલે પંડિતજી “અનેકાન્તવિહારમાં રહેવા ગયા હતા. અને જીવનના અંત પર્યત એ સ્થળે જ રહ્યા હતા. મુનિ શ્રી જિનવિજયજી અને પંડિતજી જીવનનાં અંતિમ વર્ષોમાં સાથે રહ્યા હતા. પહેલાં મુનિ શ્રી જિનવિજ્યજીએ અને પછી પંડિતજીએ પૂરી પાકી વયે આ “અનેકાન્તવિહારમાં દેહ છોડ્યો હતો. પંડિતજીએ જીવનભર અધ્યયન અને લેખન કર્યું છે. પોતાની શારીરિક મર્યાદાને લક્ષમાં રાખીને એમણે કેટલાક નિર્ણયો દીર્ઘદૃષ્ટિપૂર્વક લીધા હતા. પોતે અંધ હતા અને પરિણીત જીવન જીવવું નહોતું એટલે સંતાન, મિલકત, વારસદાર વગેરેની જંજાળથી તેઓ મુક્ત રહ્યા હતા. આથી જ તેમણે પોતાની માલિકીનું ઘર કહેવાય એવું ઘર ક્યારેય કર્યું નહોતું. ગાંધીજીના જીવનનો પ્રભાવ એમના પર બહુ પડ્યો હતો એટલે સાદાઈ, સંયમ અને સ્વચ્છતાના ગુણ એમનામાં ખીલ્યા હતા. તેઓ જરૂર પૂરતાં જ કપડાં રાખતા ઘરમાં હોય ત્યારે ખાદીનું ફક્ત એક ધોતિયું પહેરીને જ ઉઘાડી છાતીએ આખો દિવસ બેસતા. બહાર જવું હોય તો પહેરણ પહેરતા. શિયાળો હોય તો બંડીનો ઉપયોગ કરતા. રાત્રે સૂતી વખતે પણ જરૂર હોય તો જ પહેરણ પહેરતા. તેઓ જરૂર પૂરતી ચીજવસ્તુઓ રાખતા. ગ્રંથો એ એમનો મુખ્ય પરિગ્રહ હતો. પરંતુ એમાં પણ જરૂરી હોય એટલા જ ગ્રંથો રાખતા અને જરૂર ન હોય એવા ગ્રંથો કોઈ ગ્રંથાલયને આપી દેતા. તેઓ જ્યાં રહે ત્યાં ઘરથી પરિચિત થઈ જાય પછી જાતે જ ઘરમાં હરફર કરતા. સ્નાન વગેરે જાતે જ કરી લેતા. ચીજવસ્તુઓ જાતે જ લેતા. રસોઈ, ભોજન ઈત્યાદિ માટે તથા બહાર જવા-આવવા માટે એક મદદનીશ રાખતા અને તેને પ્રેમથી સાચવતા. ક્યારેક જરૂર પડે તો લખવા માટે પગારથી કોઈ મદદનીશ રાખતા, પણ ઘણુંખરું સેવાભાવથી એમનું કાર્ય કરી આપનાર કોઈક ને કોઈક મળી રહેતા. તેઓ પોતાની આસપાસના મદદનીશ માણસો વગેરે સૌની સાથે ઉદારતા, મીઠાશ અને વાત્સલ્યભર્યો સંબંધ રાખતા. (આ લેખકને પણ ૧૯૫૫–૫૬ના એક વર્ષ માટે પંડિતજી પાસે એમના વાચન માટે રોજ સાંજે બે કલાક “સરિતકુંજમાં જવાનો સુયોગ પ્રાપ્ત થયો હતો. પોતાને જે ગ્રંથો Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ • પંડિત સુખલાલજી સામયિકો અને છાપાં વાંચવાં હોય તે તેઓ તૈયાર રાખતા. સ્વ. ઈન્દુલાલ યાજ્ઞિકની આત્મકથા પણ પંડિતજીએ તે સમયે વંચાવી હતી). પંડિતજી અપરિણીત હતા, એટલે ભોજન બનાવવા માટે કોઈની મદદની જરૂર રહેતી. એ માટે એમને વખતોવખત કોઈક ને કોઈક યોગ્ય વ્યક્તિ મળી રહેતી. એમના રસોઇયામાં સરજૂ મહારાજે ઘણાં વર્ષ સેવા કરી હતી. એ તો પંડિતજીનો જાણે ભક્ત જ બની ગયો હતો. એણે પંડિતજીની ઘણાં વર્ષો સુધી સારસંભાળ રાખી હતી. તે પંડિતજીને સ્નાન કરાવતો, કપડાં પહેરાવતો અને બહાર ફરવા લઈ જતો અને જરૂર હોય તો પગ કે માથું પણ દબાવી આપતો. પંડિતજીની સારસંભાળ લેનાર બહેનોમાં શ્રી મોતીબહેન અને શ્રી સુશીલાબહેનનો નિર્દેશ અવશ્ય કરવો જોઈએ. મોતીબહેન તે સુશીલાબહેનનાં માસી હતાં. આ માસીભાણેજે પૂરા ભક્તિભાવથી નિષ્ઠાપૂર્વક પંડિતજીની પોતાના એક પિતાતુલ્ય વડીલની જેમ સેવાચાકરી કરી હતી. પંડિતજીનું જીવન અત્યંત નિયમિત હતું. તેઓ વહેલી સવારે પાંચ વાગે ઊઠી જતા. નિયમિત સમયે આહાર લેતા. રાત્રે નવ વાગે અચૂક સૂઈ જતા. સવારના ઊડ્યા પછી અને સાંજના ભોજન પછી તેઓ હંમેશાં અડધો-પોણો કલાક ચાલતા. બહુ દૂર ન જવું હોય તો મકાનમાં કમ્પાઉન્ડમાં આંટા મારતા. પંડિતજી સવારના ચા-દૂધ લેતા, પણ નાસ્તો કરતા નહિ. ભોજનમાં સામાન્ય રીતે એક રોટલી લેતા. સાથે દાળ અને શાક હોય. ભાત તો સામાન્ય રીતે તેઓ ખાતા નહિ. દૂધ અને મોસંબીનો રસ તેઓ નિયમિત લેતા. તેમને કબજિયાત રહેતી. એટલે હરડે લેતા. તેમનું શરીર એકવડું હતું. એકંદરે તેમની તબિયત સારી રહેતી. તેમ છતાં વૃદ્ધાવસ્થામાં તેમને હરસની અને પ્રોસ્ટેટની તકલીફ રહેતી હતી. વળી તેમને એપેન્ડિક્સનું ઓપરેશન કરાવવું પડ્યું હતું. પંડિતજીની શારીરિક શક્તિ કરતાં એમની માનસિક શક્તિ વધુ હતી. તેમની યાદશક્તિ છેવટ સુધી સારી રહી હતી. તેઓ ૯૦-૯૫ વર્ષની વયે અવાજ પરથી માણસને ઓળખાવતા અને કોઈની સાથે ચર્ચા કરવા બેસે તો થાકતા નહિ. એમનાં વર્ષોના વિશાળ વાચનમાંથી ઘણી વાતો બીજાને પહેલી વાર જાણવા મળતી. એમની માનસિક શક્તિ કરતાં પણ એમનું આત્મબળ સવિશેષ હતું. ચોરાણું–પંચાણું વર્ષની ઉંમર પછી પંડિતજીની તબિયત એટલી સારી રહેતી નહોતી. અશક્તિ વરતાતી હતી અને આખો દિવસ ઘણુંખરું સૂઈ રહેતા. ભોજન પણ પલંગમાં જ બેઠા બેઠા લેતા. ત્યાં જ એક નાના બાજોઠ પર થાળી મૂકી તેમને ભોજન આપવામાં આવતું, કોઈ મળવા આવે તો સ્કૂર્તિ હોય એટલી વાર બેસીને, નહિ તો સૂતાં સૂતાં તેઓ વાત કરતા. દિવસે દિવસે એમનો ખોરાક ઘટતો જતો હતો. એની સાથે અશક્તિ પણ વધતી જતી હતી. Page #136 -------------------------------------------------------------------------- ________________ અંતિમ વર્ષો • ૧૧૯ અલબત્ત, ત્યારે પણ એમની માનસિક સ્વસ્થતા સારી હતી અને સ્મૃતિ પણ સતેજ રહેતી. છેલ્લા દિવસોમાં એમની શ્વાસની તકલીફ વધી ગઈ હતી. એમ કરતાં, ટૂંકી માંદગી પછી ૧૯૭૮ના માર્ચની બીજી તારીખે એમણે દેહ છોડ્યો. એમની સ્મશાનયાત્રામાં સ્થાનિક અનેક સારસ્વતો જોડાયા હતા. મુંબઈ, બનારસ અને અન્ય સ્થળેથી પણ એમના કેટલાક ચાહકો આવી પહોંચ્યા હતા. અમદાવાદમાં શ્રી રસિકલાલ પરીખના પ્રમુખસ્થાને એમને શ્રદ્ધાંજલિ આપવા સભા યોજાઈ હતી. એમાં પણ ઘણા નામાંકિત સાહિત્યકારો, નગરજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જેમણે શારીરિક મર્યાદાને અતિક્રમીને પોતાના સુદીર્ઘ જીવનકાળને સમૃદ્ધિથી સભર બનાવી દીધો એવી આ મહાન વિભૂતિની જીવનલીલા સંકેલાઈ ગઈ. એમના નશ્વર દેહનો અંત આવ્યો, પણ એમનો અક્ષરદેહ અનેકને માટે ચિરકાળ પ્રેરણારૂપ બની રહેશે. Page #137 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીનું સાહિત્ય પંડિત સુખલાલજીએ જે વિપુલ અને ગહન સાહિત્યનું લેખનકાર્ય કર્યું છે, તે એમની શારીરિક મર્યાદાનો વિચાર કરીએ તો આશ્ચર્યચકિત કરી નાખે એવું છે. કિશોરવયે અંધત્વ આવ્યા પછી પંડિતજી ઉપાશ્રયમાં જઈને શ્લોકો, ગાથાઓ, થોકડાઓ વગેરે કંઠસ્થ કરતા. ત્યારથી એમને એમાં રસ પડવા લાગ્યો હતો. કાશી જઈને એમણે વિદ્યાભ્યાસ કર્યો, વિશેષતઃ હેમચંદ્રાચાર્યના “સિદ્ધહૈમ શબ્દાનુશાસનને બ્રહવૃત્તિ સાથે કંઠસ્થ કર્યું અને ન્યાયદર્શનના ગહનતમ ગ્રંથોનું અધ્યયન કર્યું. એથી એમની સાહિત્ય પ્રત્યેની અને તત્ત્વવિચારણા માટેની અભિરુચિ સારી રીતે ઘડાઈ હતી. અંધ વ્યક્તિ બીજાની મદદથી વાચન-અધ્યયન કરે એ પણ એટલું સરળ નથી, તો પછી લેખનકાર્ય કરવાની તો વાત જ શી? યુવાન વયે પંડિતજીએ પોતે પણ નહિ ધારેલું કે તેઓ લેખનકાર્ય તરફ વળશે. પરંતુ એક વખત કાશીમાં મુનિ શ્રી કર્પરવિજયજીએ પંડિતજીના એક મિત્રને નિખાલસતાથી કહેલું કે પંડિતજી અંધ છે, એટલે તેઓ લેખનકાર્ય નહિ કરી શકે, માટે તેઓ ભણાવવાનું કાર્ય કરે એ જ એમને માટે યોગ્ય છે.” આ વાત જ્યારે એ મિત્રે પંડિતજીને કહી ત્યારે એ વાત તો એમને સાચી લાગી. પણ એમના અંતરમાં એ વાત બહુ ખટકી. ત્યારે જ જાણે એમણે મનોમન દઢ સંકલ્પ કર્યો કે પોતે લેખનકાર્ય અવશ્ય કરવું જ. કેમ ન કરી શકાય ? પંડિતજીમાં આત્મબળ એટલું બધું હતું કે તેમણે પોતાના બધા પુરુષાર્થને એ દિશામાં કેન્દ્રિત કરી દીધો. પંડિતજીએ જે સાહિત્યનું નિર્માણ કર્યું છે તે જોતાં એમનામાં એ પ્રકારની પ્રતિભા હતી જ એમ પ્રતીતિ થાય છે. એ પ્રતિભાને અદમ્ય, અથાગ પુરુષાર્થના જળથી સિંચન કરીને એમણે પાંગરવા દીધી અને પછી તો એ સ્વયમેવ વિકસવા લાગી. પંડિતજીએ પોતાના લેખનકાર્યના આરંભ માટે સ્થળ તરીકે કાશીની જ પસંદગી કરી. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ કાશીમાં ગંગાકિનારે સરસ્વતી માતાની મંત્રસાધના કરી હતી એ પંડિતજી જાણતા હતા. એટલે એમણે પણ લેખનકાર્ય માટે ગંગાકિનારે મંત્રસાધના કરી હતી. વળી પંડિતજીએ લેખનકાર્યના મહાવરા માટે ઉપાધ્યાય શ્રી યશોવિજયજીનો જ સુપ્રસિદ્ધ સંસ્કૃત ગ્રંથ “જ્ઞાનસાર હિંદીમાં અનુવાદ કરવા માટે પસંદ કર્યો. તેઓ અનુવાદ કરે બીજા પાસે લખાવે) અને પછી તેમાં કચાશ જણાય, Page #138 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીનું સાહિત્ય ૦ ૧૨૧ નવા શબ્દો સ્ફુરે નવી શૈલીથી લખવાનું ગમે. એટલે જે લખેલાં પાનાં હોય તે ગંગાજીમાં પધરાવી દેતા. આ રીતે વારંવાર એમણે લખવાનો મહાવરો કર્યો હતો. તેમણે કહેલું કે ‘જ્ઞાનસાર’ના અનુવાદનું કાર્ય લેખનના મહાવરા માટે એટલું બધું કરેલું કે ઓછામાં ઓછાં એક હજાર પાનાં પોતે ગંગાજીમાં પધરાવી દીધેલાં. પંડિતજીએ પોતાના જીવનકાળ દરમિયાન ત્રીસથી વધુ મૂલ્યવાન ગ્રંથોનું લેખનકાર્ય કર્યું છે. (એની યાદી પરિશિષ્ટમાં આપી છે.) એ બધામાંથી કેટલાક મહત્ત્વના ગ્રંથો વિશે અહીં સંક્ષેપમાં પરિચય આપવામાં આવ્યો છે. પંડિતજીએ સૌ પ્રથમ જે મોટો ગ્રંથ પસંદ કર્યો તે શ્રી દેવેન્દ્રસૂરિકૃત મૂળ પ્રાકૃતમાં લખાયેલો ‘ધર્મગ્રંથ’ છે. પંડિતજીએ પહેલાં તો પોતાના મિત્ર શ્રી રમણીકલાલ મોદી સાથે આ ગ્રંથનું અધ્યયન ચાલુ કર્યું હતું. પરંતુ પછીથી એનો હિંદીમાં અનુવાદ કરવાનું કાર્ય મળ્યું ત્યારે એમણે પ્રસ્તાવના, ટિપ્પણ વગેરે સાથે આ ગ્રંથ તૈયાર કર્યો. આ વિષયના અભ્યાસીઓ માટે આ ગ્રંથ આજે પણ એટલો જ ઉપયોગી છે. ‘કર્મગ્રંથ’ પછી પંડિતજીએ ‘પંચપ્રતિક્રમણસૂત્ર'નો હિંદીમાં અનુવાદ, પ્રસ્તાવના, ટિપ્પણ વગેરે સાથે તૈયાર કર્યો. આ ગ્રંથમાં એમણે જૈનોના બધા ફિરકાનાં પ્રતિક્રમણ સૂત્રોની વિચારણા કરી છે. પંડિતજીનું ત્યાર પછીનું મોટું કાર્ય તે ‘સન્મતિતર્ક'ની અધિકૃત વાચનાનું સંપાદન છે. પંડિતજીએ ગૂજરાત વિદ્યાપીઠમાં રહીને આ કાર્ય કર્યું હતું. એમને મદદનીશ તરીકે મળ્યા હતા માત્ર પંડિત બેચરદાસ દોશી. કોઈ મોટી યુનિવર્સિટી એક મોટા પ્રોજક્ટ તરીકે કામ કરે તેવું કાર્ય પંડિતજીએ એકલે હાથે કર્યું હતું. ‘સન્મતિતર્ક’ ઉ૫૨ શ્રી અભયદેવસૂરિએ લખેલી પચીસ હજાર શ્લોક પ્રમાણ ટીકાની ૨૯ હસ્તપ્રતો નજર સામે રાખી, પાઠનિર્ણય કરી, પાઠાંતરો નોંધી, પ્રસ્તાવના, ટિપ્પણ પ્રતિપરિચય વગેરે સાથે પંડિતજીએ આ ગ્રંથ તૈયાર કર્યો, જે પાંચ ભાગમાં છપાયો છે. ભગીરથકાર્ય પૂરું કરતાં પંડિતજીને નવ વર્ષ લાગ્યાં હતાં. નયવાદના અભ્યાસીઓ માટે આ ગ્રંથ અત્યંત મૂલ્યવાન છે. પંડિતજીના સમગ્ર લેખનકાર્યમાં આ ગ્રંથનું સંપાદનકાર્ય યશકલગીરૂપ છે. પંડિતજીના આધ્યાત્મિક વિકાસક્રમગુણસ્થાન’ નામના પુસ્તકમાં ત્રણ લેખો આપવામાં આવ્યા છે. (૧) ભારતીય દર્શનોમાં આધ્યાત્મિક વિકાસક્રમ (૨) ગુણસ્થાનનું સામાન્ય સ્વરૂપ અને (૩) ગુણસ્થાનનું વિશેષ સ્વરૂપ. એમાં બીજા બે લેખો જે મૂળ હિંદીમાં લખાયા હતા એનું ગુજરાતી ભાષાન્તર અહીં આપવામાં આવ્યું છે. પુસ્તકમાં પંડિતજીએ નોંધ્યું છે કે બીજા બે લેખો ગુણસ્થાન વિશે છે અને તે મુખ્યત્વે જૈન અભ્યાસીઓને ઉદ્દેશીને લખાયા છે. પહેલો લેખ જૈનેતર વાચકોને લક્ષમાં રાખીને લખાયો છે. પંડિતજીની ભાવના એવી હતી કે જૈન અભ્યાસીઓ જૈન શાસ્ત્રની બહાર Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ - પંડિત સુખલાલજી નજર નાખતા થાય અને વિશાળતા કેળવે અને જૈનેતર વિદ્વાનો જૈન દર્શનનો પણ પરિચય કેળવે તો તેઓ ૫૨સ્પર એકબીજાને વધારે સારી રીતે સમજી શકે, આધ્યાત્મિક વિકાસક્રમની ભારતીય દાર્શનિકોએ જે ભિન્નભિન્ન રીતે રજૂઆત કરી છે તેમાં પરિભાષાનો ભેદ ઉઠાવી લેવામાં આવે તો આ વિચારણાઓ કેટલી બધી નજીક આવી શકે એમ છે તે સમજાય છે, રાગદ્વેષ, યોગ, ધ્યાન, મોક્ષ ઇત્યાદિ વિશે પંડિતજીએ વૈદિક, બૌદ્ધ અને જૈન દર્શનનો તુલનાત્મક ખ્યાલ સંક્ષેપમાં આ નિબંધોમાં આપ્યો છે. જૈનોના તમામ ફિરકા અને સંપ્રદાયને માન્ય, એટલું જ નહિ સર્વનું આદર– બહુમાન ધરાવતો ગ્રંથ તે ‘તત્ત્વાર્થાધિગમ શાસ્ત્ર’ અથવા સંક્ષેપમાં ‘તત્ત્વાર્થસૂત્ર’ છે. એના કર્તા વાચક ઉમાસ્વાતિ (દિગંબર મત પ્રમાણે ‘ઉમાસ્વામી’) છે. પંડિતજીએ આ ગ્રંથનો ગુજરાતી અનુવાદ કર્યો છે અને તે ઉપરાંત એનું વિવેચન પણ લખ્યું છે. પંડિતજીએ ‘તત્ત્વાર્થસૂત્ર’ અને ‘સન્મતિતર્ક’ એ બે ગ્રંથનું કામ સાથે ઉપાડેલું. એમણે તત્ત્વાર્થનું લેખન ગુજરાતીમાં અને હિંદીમાં એમ બે ભાષામાં કર્યું. એ પૂરું કરતાં અગિયાર વર્ષ લાગ્યાં. તો પણ એક અધિકારી વિદ્વાનના હાથે આ ગ્રંથને યોગ્ય ન્યાય અપાયો છે. આગ્રા, અમદાવાદ, ભાવનગર, કલકત્તા, એમ જુદા જુદા સ્થળે રહીને કટકે કટકે પંડિતજીએ આ ગ્રંથનું લેખનકાર્ય કર્યું હતું. એમાં એમને શ્રી રસિકલાલ પરીખની સહાય મળી, એટલે કામ જલદી પૂરું થયું હતું. ૧૯૩૦માં ગૂજરાત વિદ્યાપીઠ તરફથી એની પહેલી આવૃત્તિ પ્રકાશિત થઈ અને પછીની આવૃત્તિઓમાં પણ કંઈક ને કંઈક ઉમેરા થતા રહ્યા. એ રીતે આ ગ્રંથ ઘણો સમૃદ્ધ બન્યો છે. એમાં પણ પંડિતજીએ આપેલી પાદનોંધો આ વિષયમાં ઘણો પ્રકાશ પાડે છે. અનેક સ્થળે અન્ય દર્શનોની સાથે આ સૂત્રોના પદાર્થની તુલના પણ કરવામાં આવી છે. આ ગ્રંથની પ્રસ્તાવનામાં પંડિતજીએ વાચક ઉમાસ્વાતિનો સમય, એમની પરંપરા, ‘તત્ત્વાર્થસૂત્ર’ ઉપર વ્યાખ્યાઓ અને વ્યાખ્યાકારો, ગ્રંથની રચનાશૈલી, પાઠાંતરો ઇત્યાદિ વિશે ભરપૂર અધિકૃત માહિતી આપી છે. એ વિષયના અભ્યાસીઓ માટે આ ગ્રંથ અત્યંત ઉપયોગી છે. પંડિતજીના વિશાળ વાચન, ઊંડી સૂઝ, દર્શનશાસ્ત્રનો અભ્યાસ, વિષયના ઊંડાણમાં જવાની ભાવના તથા એ બધાં માટે લીધેલો પરિશ્રમ એ બધાંના ફળરૂપે આપણને ‘તત્ત્વાર્થસૂત્ર’ વિશે આવો પ્રશિષ્ટ ગ્રંથ મળ્યો છે. એની હિંદીમાં અને અંગ્રેજીમાં આવૃત્તિઓ પણ થઈ છે. ‘તત્ત્વાર્થસૂત્ર’ વિશે સંશોધનાત્મક દૃષ્ટિએ લખાયેલા અર્વાચીન ગ્રંથોમાં એ મોખરાનું સ્થાન પ્રાપ્ત કરે એવો ગ્રંથ છે. પંડિતજીએ બનારસ યુનિવર્સિટીમાં જોડાયા પછી જે કેટલુંક સંશોધન-સંપાદનનું કાર્ય કર્યું તેમાં શ્રી હેમચંદ્રાચાર્યકૃત ‘પ્રમાણમીમાંસા'નું સંપાદન છે. એમાં પંડિતજીએ પ્રમાણશાસ્ત્રના વિકાસ વિશે વિસ્તૃત પ્રસ્તાવના આપી છે, જે એ વિષયના અભ્યાસીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. એમાં પંડિતજીએ તુલનાત્મક અધ્યયન, ટિપ્પણો સાથે આપ્યું Page #140 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીનું સાહિત્ય ૦ ૧૨૩ છે. આવું લેખન કરવા માટે લેખકની પોતાની સજ્જતા ઘણી બધી હોવી જોઈએ અને એમનું શાસ્ત્રીય અધ્યયન ઊંડું હોવું જોઈએ, જે પંડિતજીમાં આપણને સુપેરે જોવા મળે છે. અમદાવાદમાં સ્થિરવાસ કર્યો તે પછી પંડિતજીએ જે જે વ્યાખ્યાનો આપ્યાં તે ત્રણ ગ્રંથસ્વરૂપે પ્રગટ થયાં છે. એમાં અધ્યાત્મવિચારણા'નાં ત્રણ વ્યાખ્યાનોમાં આત્મા, પરમાત્મા અને સાધના વિશે પંડિતજીએ પોતાનું ચિંતન રજૂ કર્યું છે. એમાં વૈદિક, જૈન અને બૌદ્ધ એ ત્રણે દર્શનોમાં આત્મતત્ત્વની અને પરમાત્મતત્ત્વની વિચારણા કેવી રીતે થઈ છે એના તુલનાત્મક અધ્યયનનો નિચોડ પ્રાપ્ત થાય છે. ભારતીય તત્ત્વવિદ્યા’નાં પાંચ વ્યાખ્યાનોમાં જીવ, જગત અને ઈશ્વર વિશેની ભારતીય દર્શનોની વિભાવનાનું તુલનાત્મક અધ્યયન આપણને સાંપડે છે. ‘સમદર્શી આચાર્ય હિરભદ્ર'માં મહાન દાર્શનિક અને તત્ત્વવેત્તા શ્રી હરિભદ્રસૂરિના ગ્રંથોની વિશદ સમાલોચના સાથે તાત્ત્વિક ગવેષણા છે. પંડિતજીએ આરંભ કાળથી ૧૯૫૬ સુધીમાં વખતોવખત લખેલા લેખો, પ્રસ્તાવનાઓ ઇત્યાદિનો સંગ્રહ એમના રાષ્ટ્રિય સ્તરે મુંબઈ યુનિવર્સિટીના કૉન્વોકેશન હોલમાં થયેલા સન્માન પ્રસંગે પ્રગટ કરવાનો નિર્ણય થયો હતો. તે અનુસાર એમના જે લેખો ગુજરાતીમાં લખાયેલા હતા તેના બે દળદાર ગ્રંથો થયા. પંદરસૌથી અધિક પૃષ્ઠમાં પથરાયેલા આ લેખોનું વર્ગીકરણ, સમાજ અને ધર્મ, જૈન ધર્મ અને દર્શન, દર્શનિક ચિંતન, અર્ધ્ય, પ્રવાસકથા, આત્મનિવેદન વગેરે શીર્ષક હેઠળ કરવામાં આવ્યું છે. આ અંગે પંડિત સુખલાલજીએ ૧૯૫૪માં લખ્યું હતું કે ‘૧૯૧૪થી આજ લગીની મારી પ્રવૃત્તિ અધ્યયન, સંશોધન, લેખન, સંપાદન, સામાજિક અને ધાર્મિક પ્રશ્નોની છણાવટ આદિ અનેક દિશાઓમાં વહેંચાયેલી રહી છે. અલબત્ત, એ દીર્ઘકાલીન શાસ્ત્રીય અને વ્યવહારકાર્યના યજ્ઞમાં કેન્દ્રસ્થાને તો ઉત્કટ જિજ્ઞાસા અને સત્યશોધનની વૃત્તિ જ રહેલી છે. એણે જ મને અનેક સત્પુરુષોની ભેટ કરાવી. એણે જ મને પંથ કે ફિરકાના સાંકડા વર્તુળમાંથી બહાર કાઢ્યો. એણે જ મને અનેકવિધ પુસ્તકોના ગંજમાં ગરક કર્યો. એણે જ મને અનેકવિધ ભાષાઓના પરિચય ભણી પ્રેર્યો. એણે જ મને અગવડનું ભાન કદી થવા ન દીધું. એણે જ મને સહૃદય, ઉદાર અને વિદ્વાન મિત્રો મેળવી આપ્યા, એણે જ મને વિદ્યાકેન્દ્રોની યાત્રા કરાવી, વિશેષ તો શું. એણે જ મને વૃદ્ધત્વમાં યૌવન આપ્યું છે.’ ‘દર્શન અને ચિંતન’ના ‘સમાજ અને ધર્મ’ વિભાગમાં ધર્મ ક્યાં છે ?” ધર્મ અને પંથ’, ‘ધાર્મિક શિક્ષણ’, ‘ધર્મદૃષ્ટિનું ઊર્મીકરણ’, ‘સ્વરાજ્ય અને સુરાજ્ય’, ‘લોકતંત્રોનો મુખ્ય પાયો' ઇત્યાદિ લેખોનાં શીર્ષકો જ દર્શાવે છે કે એમાં ભિન્ન ભિન્ન સમયે પ્રબુદ્ધ જીવન’, ‘બુદ્ધિપ્રકાશ’, ‘પ્રસ્થાન’, અખંડ આનંદ' ઇત્યાદિ સામયિકોમાં લખેલા Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ • પંડિત સુખલાલજી નાનામોટા લેખો આપવામાં આવ્યા છે. એમાં ધર્મ, સમાજ, સ્વરાજ્ય, લોકતંત્ર, શિક્ષણપદ્ધતિ વગેરે વિશે કેટલીક પ્રાસંગિક તો કેટલીક તાત્ત્વિક ચર્ચાવિચારણા કરવામાં આવી છે. પંડિતજીનું તટસ્થ, તર્કયુક્ત, મૌલિક અને નિર્ભીક ચિંતન એમાં જોવા મળે છે, અને કોઈ પણ વિષયને એના મૂળમાં જઈને તપાસવાની દૃષ્ટિ જોઈ શકાય છે. જૈન ધર્મ અને દર્શન’ નામના વિભાગમાં “ભગવાન ઋષભદેવ અને એમનો પરિવાર'; “ભગવાન મહાવીરનો મંગળ વારસો; “ભગવાન નેમિનાથ અને કૃષ્ણ”, “વહેમમુક્તિ', ‘તપ અને પરીષહ', “અહિંસા અને અમારિ', “અસ્પૃશ્યો અને જૈન સંસ્કૃતિ', જૈન દષ્ટિએ બ્રહ્મચર્યવિચાર’ ઈત્યાદિ લેખોમાં તીર્થકરો, તીર્થસ્થળો, આપણી સાધુસંસ્થા, જેનાના ફિરકાઓ, મહાન જૈનાચાર્યો ઇત્યાદિ વિશે મૌલિક વિચારણા કરવામાં આવી છે. પરિશીલન' વિભાગમાં શ્રીમદ્ રાજચંદ્રકૃત “આત્મસિદ્ધિશાસ્ત્ર', ધર્મકીર્તિકૃત ‘હેતુબિન્દુ, નાનાભાઈ ભટ્ટની આત્મકથા “ઘડતર અને ચણતર', મનુભાઈ પંચોલી કૃત આપણો વૈભવ અને વારસો' વગેરે ગ્રંથોના પુરોવચન રૂપે લખાયેલા લેખો છે. એ વિભાગમાં અન્ય સમીક્ષાત્મક તથા ચિંતનાત્મક લેખો પણ છે. કોઈ પણ ગ્રંથ વિશે પંડિતજી લખવા પ્રવૃત્ત થાય ત્યારે તેઓ વિષયના ઊંડાણમાં જાય છે. એમને પોતાને તે વિશે કશુંક મૌલિક કહેવાનું હોય જ છે. એ વાતની પ્રતીતિ આ લેખો વાંચતાં થાય છે. દાર્શનિક ચિંતન' નામના વિભાગમાં જૈન તત્ત્વજ્ઞાન”, “સપ્તભંગી', જૈન ન્યાયનો ક્રમિક વિકાસ', “ભારતીય દર્શનોની કાળતત્ત્વ સંબંધી માન્યતા', નિગોદ જાતિના જીવસમૂહ વિષયક પ્રશ્નોત્તર ' ઇત્યાદિ લેખોમાં ભારતીય દર્શનોમાં થયેલી આધ્યાત્મિક વિષયોની છણાવટનું નિરૂપણ છે. એમના કેટલાક લેખો, પત્ર, પ્રસ્તાવના, પ્રશ્નોત્તર કે પરિશિષ્ટરૂપે છે. આ ગ્રંથમાં “અર્થ, નામના વિભાગમાં મહાત્મા ગાંધીજી, વિનોબા ભાવે, આત્મારામજી મહારાજ, મુનિ શ્રી ચતુરવિજયજી, કિશોરલાલ મશરૂવાળા, ધર્માનંદ કૌસાંબી, મુનિ જિનવિજયજી, આચાર્ય નરેન્દ્ર દેવ, આનંદશંકર ધ્રુવ, બાબુ દયાલચંદ વગેરે વિભૂતિઓને અપાયેલી અંજલિરૂપે લખાયેલા લેખો છે. પંડિતજી પોતાના જીવનકાળ દરમિયાન કેવી કેવી વ્યક્તિઓના નિકટના સંપર્કમાં આવ્યા હતા અને તેમનું મિલન કેવા પ્રકારનું રહ્યું હતું તેનો તાદ ચિતાર તથા પંડિતજીનું ભાવસભર ચિંતન આ લેખોમાં જોવા મળે છે. પોતાની શારીરિક મર્યાદા હોવા છતાં, પંડિતજીએ પ્રમાણમાં પ્રવાસ ઠીક ઠીક કર્યો છે. એટલે એમણે કેટલાક પ્રવાસના રસિક અનુભવો પણ લખ્યા છે. આવા કેટલાક લેખો પ્રવાસકથા' નામના વિભાગમાં આપવામાં આવ્યા છે. પંડિતજીએ ૧૯૨૪ સુધીનું પોતાનું જીવનવૃત્ત લખ્યું છે. તદુપરાંત ક્યારેક પોતાના વિદ્યાભ્યાસનાં સંસ્મરણો કે અન્ય અંગત અનુભવો વિશે પણ લખ્યું છે, આવા લેખો આ ગ્રંથમાં “આત્મનિવેદન' નામના શીર્ષક હેઠળ આપવામાં આવ્યા છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીનું સાહિત્ય • ૧૨૫ આમ, દર્શન અને ચિંતનના બે ભાગનાં પંદરસોથી અધિક પાનાંમાં પ્રસિદ્ધ થયેલા એમના લેખોમાં એમની વિદ્વત્તા, બહુશ્રુતતા, તર્કબદ્ધતા, તટસ્થતા, જિજ્ઞાસા, ન્યાયપ્રિયતા, અર્થઘટનની દષ્ટિ ઈત્યાદિ ગુણો જોવા મળે છે. તેમની વિષયની રજૂઆત વ્યવસ્થિત અને સઘન છે. એમના કેટલાયે લેખો ચિરંજીવ મૂલ્યવાળા છે અને તે તે વિષયના અભ્યાસીઓ માટે માર્ગદર્શક નીવડે એવા છે. પંડિતજીનું સમગ્ર વ્યક્તિત્વ દર્શન અને ચિંતનમાં ઊપસી આવે છે. પંડિતજીના હિંદી ભાષામાં લખાયેલા ચિંતનાત્મક લેખોનો સંગ્રહ દર્શન ઔર ચિંતન'ના નામથી “સન્માન સમિતિ તરફથી પ્રકાશિત થયો છે. આ દળદાર ગ્રંથ બે ખંડમાં પ્રકાશિત થયો છે. પ્રથમ ખંડમાં “ધર્મ અને સમાજ તથા દાર્શનિક મીમાંસા એ નામના બે વિભાગ છે. એમાં પ્રથમ વિભાગમાં ધર્મનું બીજ અને તેનો વિકાસ', ધર્મ અને સંસ્કૃતિ', વિકાસનું મુખ્ય સાધન', બાલદીક્ષા' વગેરે વિશે લેખો છે. દાર્શનિક મીમાંસામાં મુખ્યત્વે હેમચંદ્રાચાર્યકૃત, પ્રમાણમીમાંસા'ના સંપાદનમાં પોતે લખેલ વિસ્તૃત પ્રસ્તાવનાના વિષયો છે. તદુપરાંત દર્શન અને સંપ્રદાય, યોગવિદ્યા ઈત્યાદિ વિષયો ઉપર લેખો છે. આ ગ્રંથના બીજા ખંડમાં જૈન ધર્મ અને દર્શન વિશેના લેખો આપવામાં આવ્યા છે. એમાં ભગવાન પાર્શ્વનાથનો વારસો', 'નિર્ઝન્ય સંપ્રદાય', જૈન સંસ્કૃતિનું હૃદય’, ‘અનેકાન્તવાદ', “સંસ્થાઓ અને અહિંસા જૈન સાહિત્યની પ્રગતિ ઇત્યાદિ લેખો ઉપરાંત કર્મગ્રંથ'ના કેટલાક વિષયો ઉપરના લેખો પણ છે. આમ, ‘દર્શન અને ચિંતનના ગુજરાતી અને હિંદીમાં લખાયેલા લેખોમાં પંડિતજીના જીવનભરના અભ્યાસનો નિચોડ પ્રાપ્ત થાય છે. એને લીધે કેટકેટલા વિષયોમાં નવા અભ્યાસીને ઘણી તૈયાર સામગ્રી ઉપલબ્ધ થાય છે. પંડિતજીના આ લેખો આપણા તત્ત્વચિંતનના સાહિત્યમાં મૌલિક, યશસ્વી, અદકેરું યોગદાન બની રહે એમ છે. પંડિતજીના લેખનકાર્યમાં એમની વિદ્યાનિષ્ઠાની પદે પદે આપણને પ્રતીતિ થાય છે. ધર્મ અને તત્ત્વજ્ઞાનના વિષયમાં એમની વિચારણામાં વિશદતા, મૌલિકતા અને સમન્વયદષ્ટિ સ્પષ્ટ તરવરે છે. એમાં કોઈ સાંપ્રદાયિક સંકુચિતતાની દુર્ગધ નથી. એમણે તટસ્થતાથી, પ્રમાણો સાથે, પોતાના વિચારો રજૂ કર્યા છે. એમણે જીવનભર ધર્મગ્રંથોનું અધ્યયન અને અવલોકન કર્યું છે. એટલે જ એમનું લખાણ વાંચતાં એક બહુશ્રુત વિદ્વાનની છાપ આપણા ચિત્તમાં અંકિત થાય છે. પંડિતજીએ જેમ ધાર્મિક અને આધ્યાત્મિક વિષયોની વિચારણા કરી છે, તેમ પ્રસંગોપાત્ત, સામાજિક વિષયોની વિચારણા કરી છે અને રાજનીતિ તથા શિક્ષણની સમસ્યાઓની છણાવટ પણ કરી છે. એમણે કેટલાયે ગ્રંથોની પ્રસ્તાવના લખી છે અને કેટલાંક ગ્રંથાવલોકનો પણ લખ્યાં છે. એમણે ભિન્ન ભિન્ન સંસ્થાઓના ઉપક્રમે Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬૦ પંડિત સુખલાલજી વ્યાખ્યાનો આપ્યાં છે, જેમાંનાં કેટલાંક પ્રસિદ્ધ થયાં છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી મુંબઈમાં યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં પ્રમુખ તરીકેની જવાબદારી ત્રણ દાયકા સુધી બજાવવા સાથે એમાં એમણે ભિન્ન ભિન્ન વિષયો પર વ્યાખ્યાનો પણ આપ્યાં હતાં. સમાજ, રાજનીતિ, શિક્ષણ ઇત્યાદિ વિશેના વિષયોમાં એમણે પોતાના મૌલિક સ્વતંત્ર વિચારો દર્શાવ્યા છે, પરંતુ એમનું મુખ્ય અને મહત્ત્વનું યોગદાન તો ધર્મશાસ્ત્ર અને દર્શનશાસ્ત્રના ક્ષેત્રે રહ્યું છે. પંડિતજીની ભાષા પ્રશિષ્ટ, સંસ્કારી અને તરત અર્થબોધ કરાવનારી છે. એમની લેખનશૈલી સ્વસ્થ અને સમતોલ રહી છે.એમનાં લખાણોમાં વિષયાંતરતા દેખાશે નહિ. વળી તેમાં ક્યાંય દીર્ઘસૂત્રીપણું જોવા મળતું નથી. એમાં પાંડિત્યની સભાનતા નથી. એમનું વક્તવ્ય યોગ્ય શબ્દોમાં યોગ્ય રીતે રજૂ થાય છે. એમાં તર્કબદ્ધતા અને વિશદતા જોવા મળે છે, કારણ કે પંડિતજીનું ચિંતન એટલું ગહન અને વિશદ હતું. એટલે જ તેઓ એક જ બેઠકે એકધારું લખાવી શકતા. શ્રી દલસુખભાઈ માલવણિયાએ પોતાના પુસ્તક પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજી' માં લખ્યું છે, તેમનું કોઈ પણ લખાણ હોય, તેમાં તર્ક, ઇતિહાસ, તુલના, સમન્વય તો હોય જ. ઉપરાંત ભાષાસૌષ્ઠવ એ પણ હોય જ. તેમનું કોઈ પણ વાકય શિથિલ નહિ જણાય, નહિ અતિશયોક્તિ, નહિ અલ્પોકિત, પણ જે કંઈ વક્તવ્ય હોય તે બરાબર કહેવામાં તેમનું ભાષાસામર્થ્ય પ્રગટ થયા વિના રહે જ નહિ.’ પંડિતજીએ એટલું વિપુલ લેખનકાર્ય કર્યું છે કે એના ઉ૫૨ એકથી વધુ શોધપ્રબંધો યુનિવર્સિટીની કક્ષાએ તૈયાર થઈ શકે એમ છે. પંડિતજીએ પોતાના જીવનકાળ દરમિયાન વિદ્યાભ્યાસ અને સંશોધનનો જે પરિશ્રમ ઉઠાવ્યો હતો તેનો લાભ ભવિષ્યની પેઢીઓને દીર્ઘકાળ સુધી મળતો રહેશે. વાડ્ગમયજગત એ માટે પંડિતજીનું હંમેશાં ઋણી રહેશે. Page #144 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧૯૦૯ ૧. પંડિતજીના જીવનની સાલવારી ઈ. સ. ૧૮૮૦ જન્મ ૧૮૮૭ – ૯૧ પ્રાથમિક અભ્યાસ, લીમલીમાં ૧૮૯૭ અંધત્વ ૧૮૯૮ સગપણ તૂટ્યું ૧૯૦૪ કાશીમાં વિદ્યાભ્યાસ માટે પ્રયાણ ૧૯૦૭ સમેતશિખરની યાત્રા ૧૯૦૮ કાશીની પાઠશાળા છોડી પાલનપુરમાં ૧૯૧૦-૧૨ ફરી કાશી તથા મિથિલામાં ૧૯૧૪ મહેસાણા પાઠશાળામાં ૧૯૧૫ પાટણમાં, કેસરિયાજીની યાત્રા ૧૯૧૬ વડોદરામાં ૧૯૧૭ પૂના જૈન બોર્ડિંગમાં ૧૯૧૯-૨૦ આગ્રામાં ૧૯૨૨થી ૩૦ ગૂજરાત વિદ્યાપીઠમાં ૧૯૩૩થી ૧૯૪૪ બનારસ યુનિવર્સિટીમાં ૧૯૪૪-૪૫ મુંબઈમાં ભારતીય વિદ્યાભવનમાં ૧૯૪૫થી ૧૯૭૮ અમદાવાદમાં જીવનના અંતપર્યંત ૧૯૭૮ અમદાવાદમાં બીજી માર્ચે ૯૭ વર્ષની વયે દેહવિલય. પંડિતજીના ગ્રંથોના પ્રકાશનવર્ષની અને એમની સિદ્ધિઓની કદરની સાલવારી જુદી આપી છે.) Page #145 -------------------------------------------------------------------------- ________________ પંડિત સુખલાલજીના ગ્રંથો ૩. આત્માનુશાસ્તિક્લક (પૂર્વાચાર્યકૃત) – મૂળ પ્રાકૃતનો ગુજરાતી અનુવાદ. પ્રકાશન વર્ષ ઈ. સ. ૧૯૧૪-૧૫ કર્મગ્રંથ – ભાગ ૧થી૫ – શ્રી દેવેન્દ્રસૂરિકૃત મૂળ પ્રાકૃતનો હિંદીમાં અનુવાદ, સમજૂતી તથા પ્રસ્તાવના અને પરિશિષ્ટ સાથે. પ્રકાશક : આત્માનંદ જેન પુસ્તક પ્રચારક મંડળ, આગ્રા, ૧૯૧૭-૨૦ દંડક પૂર્વાચાર્યકૃત) – મૂળ પ્રાકૃત પ્રકરણ ગ્રંથનો હિંદીમાં સારા પ્રકાશક - આત્માનંદ જૈન પુસ્તક પ્રચારક મંડળ, આગ્રા - ૧૯૨૧ પંચપ્રતિક્રમણ સૂત્ર-મૂળ પ્રાકૃતનો હિંદી અનુવાદપ્રકાશક આત્માનંદ જૈન પુસ્તક પ્રચારક મંડળ, આગ્રા - ૧૯૨૧ યોગદર્શન (યોગ વિશેની બે કૃતિઓ) (૧) પાતંજલ યોગસૂત્ર” ઉપર ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત વૃત્તિ તથા (૨) શ્રી હરિભદ્રસૂરિકૃત યોગવિંશિકા ઉપર ઉપાધ્યાય શ્રી યશોવિજયજીની વૃત્તિ (સંસ્કૃત અને પ્રાકૃત ગ્રંથોનો હિંદીમાં સાર અને વિવેચન) – પ્રકાશક-આત્માનંદ જૈન પુસ્તક પ્રચારક મંડળ, આગ્રા૧૯૨૨ સન્મતિતર્ક પ્રકરણ-શ્રી સિદ્ધસેન દિવાકરકૃત મૂળ પ્રાકૃત ગ્રંથ, તેના ઉપરની શ્રી અભયદેવસૂરિકૃત “વાદમહાર્ણવ' નામની ટીકા સાથે, ભાગ ૧થી૫ પ્રકાશક-ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ - ૧૯૨૫ સન્મતિતર્ક પ્રકરણ (ભાગ છઠ્ઠો) મૂળ ગાથાઓનો ગુજરાતીમાં અનુવાદ, પ્રસ્તાવના અને વિવેચન સાથે, પંડિત બેચરદાસના સહકારમાં. પ્રકાશક – ગૂજરાત વિદ્યાપીઠ ૧૯૩૨ Sanmati Tark Prakaran – ગુજરાતી ગ્રંથનો અંગ્રેજી અનુવાદપ્રકાશક – જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ મુંબઈ - ૧૯૪૦ જૈન દૃષ્ટિએ બ્રહ્મચર્યવિચાર – પંડિત બેચરદાસના સહકારમાં) પ્રકાશક - ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ - ૧૯૩૨ ui oj j Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૦. ૧૧. ૧૨. અમદાવાદ - ૧૯૨૭. તત્ત્વાર્થસૂત્ર- વાચક શ્રી ઉમાસ્વાતિકૃત સંસ્કૃત ગ્રંથનો ગુજરાતી અનુવાદ, વિવેચન અને પ્રસ્તાવના સાથે. પ્રકાશક - ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ૧૯૩૦. હિંદી અનુવાદ (આત્માનંદ જન્મશતાબ્દી સ્મારક તત્ત્વાર્થસૂત્ર ગ્રંથમાળામાં પ્રકાશિત) પ્રકાશક - આત્માનંદ જૈન પુસ્તક પ્રચારક મંડળ, આઝા ૧૯૩૯. તત્ત્વાર્થસૂત્ર- અંગ્રેજી અનુવાદ. પ્રકાશક લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ - ૧૯૭૪. જૈન તર્કભાષા- ઉપાધ્યાય શ્રી યશોવિજ્યજી કૃત સંસ્કૃત ગ્રંથનું સંપાદન હિંદીમાં પ્રસ્તાવના અને ટિપ્પણ સાથે) પ્રકાશક- સિંધી જૈન ગ્રંથમાળા, ભારતીય વિદ્યાભવન, મુંબઈ - ૧૯૩૯. ૧૬. પ્રમાણમીમાંસા- શ્રી હેમચંદ્રાચાર્યકૃત સંસ્કૃત ગ્રંથનું સંપાદન (હિંદીમાં પ્રસ્તાવના અને ટિપ્પણ સાથે) પ્રકાશક- સિંધી જૈન ગ્રંથમાળા, ભારતીય વિદ્યાભવન, મુંબઈ - ૧૯૩૯. ૧૭. જ્ઞાનબિંદુ - ઉપાધ્યાય શ્રી યશોવિજ્યજીકૃત સંસ્કૃત ગ્રંથનું સંપાદન (હિંદીમાં પ્રસ્તાવના અને ટિપ્પણ સાથે). પ્રકાશક - સિંધી જૈન ગ્રંથમાળા, ભારતીય વિદ્યાભવન, મુંબઈ - ૧૯૪૦ તત્ત્વોપ્લવસિંહ - શ્રી જયરાશિકૃત ચાર્વાક પરંપરા વિશેના સંસ્કૃત ગ્રંથનું સંપાદન- પ્રકાશક ગાયકવાડ ઓરિએન્ટલ સિરીઝ વડોદરા - ૧૯૪૦, વેદવાદદ્વાત્રિંશિકા- શ્રી સિદ્ધસેન દિવાકકૃત સંસ્કૃત ગ્રંથનું સંપાદન અને ગુજરાતીમાં વિવેચન. પ્રકાશક ભારતીય વિદ્યાભવન, મુંબઈ - ૧૯૪૬. (આ ગ્રંથનો હિંદીમાં અનુવાદ ભારતીય વિદ્યા, નામના ત્રૈમાસિકના સિંધી સ્મારક અંકમાં પ્રકાશિત થયો છે.) ૨૦. નિગ્રંથ સંપ્રદાય - (હિંદી) - પ્રકાશક જૈન સંસ્કૃત સંશોધન મંડળ. ૨૧. હેતુબિન્દુ ટીકા – શ્રી ધર્મકીર્તિકૃત બૌદ્ધ ન્યાયના સંસ્કૃત ગ્રંથનું સંપાદન (અર્ચટકૃત ટીકા અને દુર્વેક મિશ્રકૃત અનુટીકા સાથે) પ્રકાશક ગાયકવાડ ઓરિએન્ટલ સિરીઝ, વડોદરા, ૧૯૪૯ ૧૩. ૧૪. ૧૫. ૧૮. પંડિત સુખલાલજીના ગ્રંથો ૦ ૧૨૯ ન્યાયાવતાર સિદ્ધસેન દિવાકકૃત મૂળ સંસ્કૃત ગ્રંથનો ગુજરાતી અનુવાદ અને વિવેચન. ‘જૈન સાહિત્ય સંશોધકમાં પ્રકાશિત - ૧૯૨૭. આધ્યાત્મિક વિકાસક્રમ- ગુણસ્થાનક વિશેના ત્રણ ગુજરાતી લેખોનો સંગ્રહ - પ્રકાશક શંભુલાલ જ. શાહ, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. ૧૯. - - · :/ : Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ - પંડિત સુખલાલજી ૨૨. ૨૩. ૨૪. ૨૫. ૨૬. ૨૭. ૨૮. ૨૯. ૩૦. ધર્મ સૌર સમાન – હિંદીમાં લેખોનો સંગ્રહ) પ્રકાશક – હિંદી ગ્રંથરત્નાકર, મુંબઈ - ૧૯૫૧ ચાર તીર્થંર્ - હિંદી) ભગવાન ઋષભદેવ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવી૨ સ્વામી વિશેના લેખોનો સંગ્રહ, પ્રકાશક - હિંદી ગ્રંથરત્નાકર, મુંબઈ - ૧૯૫૪. ચા૨ તીર્થંક૨ - (ગુજરાતી) - પ્રકાશક સ્વ. જગમોહનદાસ ડાહ્યાભાઈ કોરા સ્મારક ગ્રંથમાળા, મુંબઈ - ૧૯૫૪. અધ્યાત્મ વિચારણા પ્રકાશક ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ, ૧૯૫૬ વ્યાખ્યાનો) (હિંદીમાં એનો અનુવાદ પણ આ જ સંસ્થાએ પ્રકાશિત કરેલો છે.) ભારતીય તત્ત્વવિદ્યા - (જગત, જીવ અને ઈશ્વર વિશે પાંચ વ્યાખ્યાનો) - પ્રકાશક - મ. સ. યુનિવર્સિટી, વડોદરા - ૧૯૫૭, (આ જ ગ્રંથનો હિંદી અનુવાદ જ્ઞાનોદય ટ્રસ્ટ તરફથી ૧૯૭૧માં અને અંગ્રેજીમાં અનુવાદ Indian Philosophyના નામથી લા. દ. ભા. સ. વિદ્યામંદિર તરફથી ૧૯૭૭માં પ્રકાશિત થયો છે.) ૧૯૫૭. દર્શન અને ચિંતન- ભાગ-૧ અને ૨ (લેખસંગ્રહ) - પ્રકાશક પંડિત સુખલાલજી સન્માન સમિતિ, અમદાવાદ ૧૯૫૭. વર્શન ગૌર ચિંતન - (હિંદીમાં લેખસંગ્રહ) પ્રકાશક - પંડિત સુખલાલજી સન્માન સમિતિ, અમદાવાદ સમદર્શી આચાર્ય હિરભદ્ર (મુંબઈ યુનિવર્સિટીના, ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનો) - પ્રકાશક - મુંબઈ યુનિવર્સિટી, મુંબઈ - ૧૯૬૧ (આનો હિંદી અનુવાદ ૧૯૬૬માં રાજસ્થાન પ્રાચ્યવિદ્યા પ્રતિષ્ઠાન, જોધપુર તરફથી પ્રકાશિત થયો છે.) જૈન ધર્મનો પ્રાણ (સંકલિત લેખોનો સંગ્રહ) - પ્રકાશક સ્વ. ગમોહનદાસ કોા ગ્રંથમાળા, મુંબઈ - ૧૯૬૨ (આનો હિંદી અનુવાદ - ૧૯૬૫માં સસ્તા સાહિત્ય મંડળ, દિલ્હી તરફથી પ્રકાશિત થયો છે.) ૩૧. - · (આત્મા, પરમાત્મા અને સાધના વિશે ત્રણ - - - Advance studies in Indian logic and Metaphysics (શ્રી હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા' ગ્રંથની પ્રસ્તાવના અને ટિપ્પણોનો અંગ્રેજીમાં અનુવાદ). પ્રકાશક Indian studies, Past and Present, Calculta ૧૯૬૧. ૩૨. મારું જીવનવૃત્ત (આત્માકથા - ૧૯૨૪ સુધીનો વૃત્તાન્ત) પ્રકાશક, પરિચય ટ્રસ્ટ, મુંબઈ - ૧૯૮૦, - - - Page #148 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની સિદ્ધિઓની કદર પંડિતજીએ જીવનભર કરેલાં અધ્યયન, સંશોધન, લેખન, માર્ગદર્શન ઇત્યાદિની કદર કરવારૂપે વિવિધ સંસ્થાઓ, સમિતિઓ, યુનિવર્સિટીઓ તરફથી એમનું વખતોવખત માન-સન્માન થયું હતું જે નીચે મુજબ છે. ૧૯૪૭ – ભાવનગરની શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળા તરફથી એમને “શ્રી વિજયધર્મસૂરિ જૈન સાહિત્ય સુવર્ણચન્દ્રક' આપવામાં આવ્યો હતો. ૧૯૫૧ – ઓરિએન્ટલ કૉન્ફરન્સમાં જૈન અને પ્રાકૃત વિભાગના પ્રમુખ તરીકે તેમની વરણી થઈ હતી. ૧૯૫૬ - રાષ્ટ્રભાષા પ્રચાર સભા, વર્ધા તરફથી હિંદી ભાષાની સેવા માટે એમને પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ૧૯૫૭ – મુંબઈ યુનિવર્સિટીના કોન્વોકેશન હોલમાં ડૉ. રાધાકૃષ્ણનના પ્રમુખપદે અખિલ ભારતીય ધોરણે એમનું બહુમાન કરવામાં આવ્યું હતું. ૧૯૫૭ – ગુજરાત યુનિવર્સિટીએ એમને ડી. લિ.ની માનદ પદવી આપી હતી. ૧૯૫૯ – “દર્શન અને ચિંતન' ગ્રંથ માટે દિલ્હીની સાહિત્ય અકાદમીએ પારિતોષિક આપ્યું હતું. ૧૯૫૯ – મુંબઈ સરકાર (ગુજરાત અને મહારાષ્ટ્ર જુદાં થયાં તે પૂર્વેની સરકાર) તરફથી દર્શન અને ચિંતન' ગ્રંથ માટે પારિતોષિક આપવામાં આવ્યું હતું. ૧૯૬ ૧ - ઓરિએન્ટલ કૉન્ફરસ તરફથી ધર્મ અને તત્ત્વજ્ઞાન વિભાગના પ્રમુખ તરીકે એમની વરણી થઈ હતી. ૧૯૬૧ - ભારત સરકારે એમને સંસ્કૃત ભાષા માટેનું સર્ટિફિકેટ ઓફ ઓનર' આપ્યું હતું અને પેન્શાન બાંધી આપ્યું હતું. ૧૯૬ ૭ – સરદાર પટેલ યુનિવર્સિટી (વલ્લભ વિદ્યાનગર)એ એમને ડી. લિ.ની માનદ પદવી આપી. ૧૯૭૩ – સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એમને ડી. લિની માનદ્ પદવી આપી. ૧૯૭૪ – ભારત સરકારે એમને પદ્મભૂષણ'નો ઈલ્કાબ આપ્યો. Page #149 -------------------------------------------------------------------------- ________________ પંડિત સુખલાલજી વિશે લખાયેલાં પુસ્તક-પુસ્તિકા (૧) પ્રજ્ઞાચક્ષુ પંડિતજી - દલસુખભાઈ માલવણિયા પ્રકાશક - કુમકુમ પ્રકાશન, અમદાવાદ - ૧૯૭૭ (૨) પુણ્યશ્લોક પંડિતજી - મૃદુલા પ્ર. મહેતા પ્રકાશક - સર્વોદય સહકારી પ્રકાશન સંઘ, લિ, આંબલા, ૧૯૭૯ (૩) પંડિત સુખલાલજી પરિચય પુસ્તિકા) વાડીલાલ ડગલી, પ્રકાશક - પરિચય ટ્રસ્ટ, મુંબઈ, ૧૯૮૦ (૪) મારું જીવનવૃત્ત (પંડિતજીની આત્મકથા - ૧૯૨૪ સુધી.) પ્રકાશક પરિચય ટ્રસ્ટ, મુંબઈ, ૧૯૮૦ (૫) પંડિત સુખલાલજી - રમણલાલ ચી. શાહ. પ્રકાશક - ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, મુંબઈ. ૨૦૦૩ પંડિતજી વિશે પરિચયરૂપે, સંસ્મરણરૂપે, શ્રદ્ધાંજલિરૂપે ગુજરાતી તથા હિંદીમાં ઘણા લેખો લખાયા છે, તથા એમના ગ્રંથોના અવલોકનરૂપે પણ કેટલાક લેખો લખાયા Page #150 -------------------------------------------------------------------------- ________________ પંડિતજી વિશે મહાનુભાવોના ઉદ્ગારો પંડિત સુખલાલજી વિશે એમના જીવનકાળ દરમિયાન અને ત્યાર પછી પણ ભિન્ન ભિન્ન લેખકોએ પોતાનો પ્રતિભાવ દર્શાવી એમને બિરદાવ્યા છે. એ બધાનું સંકલન કરવામાં આવે તો તે ઘણું મોટું થાય. અહીં એમાંથી થોડાક લક્ષાણિક ઉદ્ગારો આપવામાં આવ્યા છે. શ્રી વિનોબાજીએ કહ્યું છે, પંડિતજીમાં તટસ્થ બુદ્ધિ અથવા નિષ્પક્ષ બુદ્ધિની પરિપૂર્ણતા જોઈ શકાય છે? પૂ. શ્રી રવિશંકર મહારાજે કહ્યું છે, “એમની આજની સિદ્ધિઓ એમના પૂર્વજન્મનું ફળ કેમ ન હોય? ભારે પુરુષાર્થ કરીને તેઓ પ્રજ્ઞાચક્ષુ બન્યા છે. તેઓ ભારતનું એક અમૂલું રત્ન છે.” : પૂ. મુનિ શ્રી પુણ્યવિજયજીએ લખ્યું છે, “શ્રીમાન પંડિત સુખલાલજી મારા વિદ્યાગુરુ છે. મારી દષ્ટિને તેમણે વિશદ બનાવી છે. મારી સાથે તેમણે અનુકૂળપણે પોતાના અતિગંભીર અધ્યયન-ચિંતનમાંથી ઉદ્ભવેલી અનુભવપૂર્ણ વાતો કરી છે. જેથી જીવનમાં નવું જ્ઞાન અને સ્કુરણાઓ જાગે છે. પોતાની પદ્ધતિને સ્વસ્થ રાખવા પંડિતજી ઘણી ઘણી લાંઘણો અને અર્ધ લાંઘણો ખેંચી કાઢે છે, પરંતુ જ્ઞાનોપાસનાની લાંઘણ તેઓ ભાગ્યે જ કરે છે.' કાકા કાલેલકરે લખ્યું છે, પંડિત સુખલાલજી નજરે જોઈ શકતા નથી. પરણીને એમણે ગૃહઆશ્રમ કર્યો નથી. આ બે મોટી ઊણપો હોવા છતાં એમનું જીવનદર્શન અધૂરું નથી... નિરાગ્રહી અને નિસ્પૃહી હોવાને કારણે એમણે પોતાની તેજસ્વિતા ખોઈ નથી.” રાહુલ સાંકૃત્યાયને લખ્યું છે, “પંડિત સુખલાલજી આપણા તપસ્વી વિદ્યાચરણ સંપન્ન પ્રાચીન પંડિતોના પ્રતીક છે. સંસ્કૃત દર્શનના અભુત વિદ્વાન છતાં તેમની તીવ્ર જિજ્ઞાસા જોઈને આશ્ચર્ય થાય છે. સાંપ્રદાયિક સંકીર્ણતા એમનામાં નથી. એમની વિદ્વત્તા Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ • પંડિત સુખલાલજી એમને પૂર્ણ ભારતીય બનાવે છે. પ્રાચીન પંડિતોમાં આટલી અધિક વિચારસહિષ્ણુતા મારા જોવામાં આવી નથી.” શ્રી નાનાભાઈ ભટ્ટે લખ્યું છે કે, “પંડિતજી પુરાતત્ત્વમાં કામ કરનારા હોવા છતાં નિરંતર અદ્યતન છે. વિદ્વત્તા, સાદાઈ અને નિર્ભયતાનો આવો સુમેળ ઘણા ઓછા માણસોમાં જોવા મળે છે.” શ્રી વાસુદેવશરણ અગ્રવાલે લખ્યું છે કે “પંડિતજી “મહાપ્રાશ” હતા, તેઓ વ્યક્તિ નહિ, પણ સંસ્થા છે. તેમના શરીરનું ગોત્ર અને નામ ગમે તે હોય, પણ તેમણે તો પોતાનું ગોત્ર “સારસ્વત’ બનાવી દીધું છે.” ગુરુદયાલ મલિકે કહ્યું છે કે, પંડિતજી ચારિત્ર્યના એક અડગ શિખર જેવા છે. ડૉ. આદિનાથ ઉપાધ્યેએ કહ્યું છે, “શારીરિક વિકળતા છતાં તેઓ અસાધારણ વિદ્વત્તા અને સ્થાયી લેખનને કારણે કવિ મિલ્ટનની યાદ આપી જાય છે. તેમની દૃષ્ટિ વૈશ્વિક રહી છે. તેઓ દાર્શનિક વિવિધ પરિભાષાઓથી ઉપર ઊઠીને તાત્પર્યની શોધ કરે છે. વિષય ગમે તેટલો કઠિન હોય પણ પંડિતજી જીવંત અને વિચાર પ્રેરક બની જાય છે.' પંડિત દલસુખભાઈ માલવણિયાએ લખ્યું છે, “આ શતાબ્દીના તેઓ બહુમુખી પ્રતિભાના ધણી લેખે આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે. જીવનમાં આંખ ગુમાવવી એ મોટી અડચણ ઉપસ્થિત છતાં “ર ચં ન પાયન' એ જીવનમંત્ર તેમનો બની ગયો અને દેખતાના પણ માર્ગદર્શક તેઓ બની શક્યા. તેમાં તેમનો અપૂર્વ પુરુષાર્થ દેખાઈ આવે છે.” શ્રી વાડીલાલ ડગલીએ લખ્યું છે, હું જેટલી વિભૂતિઓના નિકટના પરિચયમાં આવ્યો છું તેમાં મને પંડિતજી સકલપુરુષ લાગ્યા હતા. પંડિતજી માટે સંસ્કૃત વ્યાકરણ, અર્વાચીન કવિતા, રાજ્યનીતિશાસ્ત્રના સિદ્ધાન્તો, ભાષાશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર અલગ અલગ જણસો ન હતી, પણ જીવનના અવિભક્ત અંગરૂપ બાબતો હતી.” પંડિતજીના સાથી પ્રાધ્યાપક શ્રી રામકુબેર માલવીએ સંસ્કૃતમાં પંડિતજી વિશે ૧૩ શ્લોકની સ્તુતિરચના કરી છે. Page #152 -------------------------------------------------------------------------- ________________ પંડિત સુખલાલજીનો જન્મ 8 ડિસેમ્બર ૧૮૮૮માં સુરેન્દ્રનગર પાસે આવેલ લીમલી નામના નાનકડા ગામડામાં થયો હતો. 16 વર્ષની ઉંમરે તેમણે શીતળામાં આંખો ગુમાવી ત્યારથી, તેમના જ જણાવ્યા મુજબ, તેમનો બીજો જન્મ શરૂ થયો. આ પછીનું તેમનું જીવન અકથ્ય પુરુષાર્થ જેવું હતું. સને ૧૯૦૪થી 1921 સુધી કાશી અને મિથિલામાં પ્રથમ સંસ્કૃત ભાષા અને પછી ભારતીય દર્શનનો અભ્યાસ કર્યો અને અધ્યાપનકાર્ય કર્યું. ૧૯૨૧થી 1930 સુધી ગૂજરાત વિદ્યાપીઠમાં રહીને સન્મતિતર્કના પાંચ ભાગોનું સંપાદનકાર્ય કર્યું. તે સમગ્ર ભારતીય દર્શનના ઇતિહાસમાં અનન્ય ઘટના હતી. ૧૯૩૩થી 1944 સુધી બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં અધ્યયન અને અધ્યાપનકાર્ય કર્યું. આ દરમ્યાન તર્કભાષા, પ્રમાણમીમાંસા અને જ્ઞાનબિંદુ જેવા ગ્રંથોનું સંપાદનકાર્ય કર્યું. 1944 બાદ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થઈ સતત વિદ્યાપ્રવૃત્તિ કરતાં કરતાં 97 વર્ષની ઉંમરે બીજી માર્ચ ૧૯૭૮માં અવસાન પામ્યા. પંડિત સુખલાલજી વીસમી સદીના એક મૌલિક ફિલસૂફ હતા. એમણે જીવનમાં વિદ્વત્તા, સાદાઈ અને મનુષ્ય-પ્રેમનો સંગમ સાધ્યો હતો. ભારતના વિધવિધ ધર્મોમાં રહેલું સમન્વયબીજ એમણે શોધ્યું અને ધર્મને ક્રિયાકાંડથી મુક્ત કર્યો. જે ધર્મ સમાજ માટે ઉપયોગી ન હોય એ ધર્મ અપ્રસ્તુત છે એ વાત તેમણે અનેક ગ્રંથોમાં સમજાવી છે. એક પ્રજ્ઞાચક્ષુ અસહાય યુવાન ભારતીય દર્શનનો વિશ્વવિખ્યાત વિદ્વાન કેવી રીતે બન્યો તેની ગાથા માનવજાત માટે સાચવી રાખવા જેવો વારસો છે. તેમણે અધ્યાત્મવિચારણા, ભારતીય તત્ત્વવિદ્યા, સમદર્શી આચાર્ય હરિભદ્રસૂરિ જેવા ગ્રંથો તથા મારું જીવનવૃત્ત’ નામની આત્મકથા લખી. આ ઉપરાંત અનેક ધર્મ, સમાજ, રાજનીતિ, કેળવણી વગેરે પર જે અસંખ્ય લેખો લખ્યા તે ત્રણ ભાગમાં ‘દર્શન અને ચિંતનમાં પ્રગટ થયા છે. Jain Education international melibrary.org