________________
વૃંદાવન – મથુરામાં
પંડિતજીને ભિન્ન ભિન્ન સ્થળે જઈ ત્યાંની સંસ્થાઓનું અવલોકન કરવામાં અને ત્યાંની પ્રતિષ્ઠિત વ્યક્તિઓનો પરિચય કરવાની પ્રવૃત્તિમાં રસ પડતો હતો. તેઓ આગ્રામાં હતા ત્યારે ૧૯૧૮માં ત્યાંથી વૃંદાવન અને મથુરા જઈ આવ્યા હતા. શ્રી રમણીકલાલ મોદી અને એમનાં પત્ની તારાબહેન તેમની સાથે હતાં. વૃંદાવનમાં આર્યસમાજ તરફથી યમુના નદીના કિનારે ચાલતા ગુરુકુળમાં તેઓ ઊતર્યાં હતાં. ગુરુકુળમાં શૂદ્ર વિદ્યાર્થીઓને પણ પ્રવેશ અપાતો હતો એ જાણીને એમને આનંદ થયો હતો.
વૃંદાવનમાં પ્રેમ વિદ્યાલય' નામની એક સંસ્થાની પણ તેમણે મુલાકાત લીધી હતી. ત્યાં જીવનલક્ષી વ્યાવહારિક કેળવણી અપાતી હતી. એ સંસ્થાના મંત્રી નારાયણ પ્રસાદ પંડિતજીના પરિચિત હતા. વૃંદાવનમાં પંડિતજીને પોતાના એક પરિચિત આચાર્ય શ્રી સુદર્શનાચાર્ય ઘણાં વર્ષો પછી મળી ગયા એથી બહુ આનંદ થયો હતો. સુદર્શનાચાર્યે ત્યાં એમને શ્રીરંગજીનું મંદિર બતાવ્યું. જાણવા જેવી વાત તો એ હતી કે આ મંદિર લક્ષ્મીચંદ નામના એક જૈન ધનાઢ્ય બંધાવ્યું હતું અને એના નિભાવ માટે પણ સારી રકમ મૂકી હતી. એમણે મથુરામાં પણ જૈન મંદિર અને ધર્મશાળા બંધાવ્યાં હતાં. તેઓ જેન – વૈષ્ણવ એમ બંને ધર્મને અનુસરતા હતા. સુદર્શનાચાર્યે કહ્યું હતું કે વૈષ્ણવોનો વિશિષ્ટાદ્વૈત એ અનેકાન્તવાદનું જ એક સ્વરૂપ છે.
- વૃંદાવનમાં ફરીને પંડિતજીએ ત્યાંના આચાર્યો, ગોસ્વામીઓ વગેરે વિશે માહિતી મેળવી હતી. વૈષ્ણવ સંપ્રદાયના નાનામાં નાના પંથો પણ વૃંદાવનમાં જોવા મળે છે. રાધા – રમણની શાખા પણ ખરી અને રાધાવલ્લભની શાખા પણ ખરી. ચૈતન્યની શાખા પણ ત્યાં બહુ વિકસેલી છે. એ શાખાનાં કેટલાંક મંદિરોમાં શૂદ્રોને પણ દાખલ થવાનો અધિકાર હતો. જોકે આજે હવે એ જાતની સમસ્યા કાયદેસર પણ રહી નથી. પણ એટલી પ્રગતિશીલતા એ જમાનામાં ત્યારે ત્યાં હતી.
વૃંદાવનથી મથુરા આવી ત્યાનાં વૈષ્ણવમંદિરો, જૈનમંદિરો, ઐતિહાસિક સંગ્રહસ્થાનો વગેરે પંડિતજીએ જોયાં. પ્રાચીન સમયમાં મથુરા એ જૈન ધર્મનું પણ એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org