________________
૧૨૪ • પંડિત સુખલાલજી નાનામોટા લેખો આપવામાં આવ્યા છે. એમાં ધર્મ, સમાજ, સ્વરાજ્ય, લોકતંત્ર, શિક્ષણપદ્ધતિ વગેરે વિશે કેટલીક પ્રાસંગિક તો કેટલીક તાત્ત્વિક ચર્ચાવિચારણા કરવામાં આવી છે. પંડિતજીનું તટસ્થ, તર્કયુક્ત, મૌલિક અને નિર્ભીક ચિંતન એમાં જોવા મળે છે, અને કોઈ પણ વિષયને એના મૂળમાં જઈને તપાસવાની દૃષ્ટિ જોઈ શકાય છે. જૈન ધર્મ અને દર્શન’ નામના વિભાગમાં “ભગવાન ઋષભદેવ અને એમનો પરિવાર'; “ભગવાન મહાવીરનો મંગળ વારસો; “ભગવાન નેમિનાથ અને કૃષ્ણ”, “વહેમમુક્તિ', ‘તપ અને પરીષહ', “અહિંસા અને અમારિ', “અસ્પૃશ્યો અને જૈન સંસ્કૃતિ', જૈન દષ્ટિએ બ્રહ્મચર્યવિચાર’ ઈત્યાદિ લેખોમાં તીર્થકરો, તીર્થસ્થળો, આપણી સાધુસંસ્થા, જેનાના ફિરકાઓ, મહાન જૈનાચાર્યો ઇત્યાદિ વિશે મૌલિક વિચારણા કરવામાં આવી છે.
પરિશીલન' વિભાગમાં શ્રીમદ્ રાજચંદ્રકૃત “આત્મસિદ્ધિશાસ્ત્ર', ધર્મકીર્તિકૃત ‘હેતુબિન્દુ, નાનાભાઈ ભટ્ટની આત્મકથા “ઘડતર અને ચણતર', મનુભાઈ પંચોલી કૃત
આપણો વૈભવ અને વારસો' વગેરે ગ્રંથોના પુરોવચન રૂપે લખાયેલા લેખો છે. એ વિભાગમાં અન્ય સમીક્ષાત્મક તથા ચિંતનાત્મક લેખો પણ છે. કોઈ પણ ગ્રંથ વિશે પંડિતજી લખવા પ્રવૃત્ત થાય ત્યારે તેઓ વિષયના ઊંડાણમાં જાય છે. એમને પોતાને તે વિશે કશુંક મૌલિક કહેવાનું હોય જ છે. એ વાતની પ્રતીતિ આ લેખો વાંચતાં થાય છે.
દાર્શનિક ચિંતન' નામના વિભાગમાં જૈન તત્ત્વજ્ઞાન”, “સપ્તભંગી', જૈન ન્યાયનો ક્રમિક વિકાસ', “ભારતીય દર્શનોની કાળતત્ત્વ સંબંધી માન્યતા', નિગોદ જાતિના જીવસમૂહ વિષયક પ્રશ્નોત્તર ' ઇત્યાદિ લેખોમાં ભારતીય દર્શનોમાં થયેલી આધ્યાત્મિક વિષયોની છણાવટનું નિરૂપણ છે. એમના કેટલાક લેખો, પત્ર, પ્રસ્તાવના, પ્રશ્નોત્તર કે પરિશિષ્ટરૂપે છે. આ ગ્રંથમાં “અર્થ, નામના વિભાગમાં મહાત્મા ગાંધીજી, વિનોબા ભાવે, આત્મારામજી મહારાજ, મુનિ શ્રી ચતુરવિજયજી, કિશોરલાલ મશરૂવાળા, ધર્માનંદ કૌસાંબી, મુનિ જિનવિજયજી, આચાર્ય નરેન્દ્ર દેવ, આનંદશંકર ધ્રુવ, બાબુ દયાલચંદ વગેરે વિભૂતિઓને અપાયેલી અંજલિરૂપે લખાયેલા લેખો છે. પંડિતજી પોતાના જીવનકાળ દરમિયાન કેવી કેવી વ્યક્તિઓના નિકટના સંપર્કમાં આવ્યા હતા અને તેમનું મિલન કેવા પ્રકારનું રહ્યું હતું તેનો તાદ ચિતાર તથા પંડિતજીનું ભાવસભર ચિંતન આ લેખોમાં જોવા મળે છે.
પોતાની શારીરિક મર્યાદા હોવા છતાં, પંડિતજીએ પ્રમાણમાં પ્રવાસ ઠીક ઠીક કર્યો છે. એટલે એમણે કેટલાક પ્રવાસના રસિક અનુભવો પણ લખ્યા છે. આવા કેટલાક લેખો પ્રવાસકથા' નામના વિભાગમાં આપવામાં આવ્યા છે. પંડિતજીએ ૧૯૨૪ સુધીનું પોતાનું જીવનવૃત્ત લખ્યું છે. તદુપરાંત ક્યારેક પોતાના વિદ્યાભ્યાસનાં સંસ્મરણો કે અન્ય અંગત અનુભવો વિશે પણ લખ્યું છે, આવા લેખો આ ગ્રંથમાં “આત્મનિવેદન' નામના શીર્ષક હેઠળ આપવામાં આવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org