________________
૬૮ • પંડિત સુખલાલજી
પંડિતોને સંઘ તરફથી સારું મહેનતાણું પણ અપાય છે. વિદ્યાભ્યાસ વખતે ચાલી આવતી સુંદ૨ પ્રણાલિકા પ્રમાણે ગૃહસ્થ પંડિત મુખ્યસ્થાને બેસે અને અધ્યયન કરનાર સાધુસાધ્વીઓ સન્મુખ બેસે છે. વળી ભણાવનાર પંડિતનું પછીથી જાહેરમાં બહુમાન પણ ક૨વામાં આવે છે.
પરંતુ પાલનપુરની પરિસ્થિતિમાં કેટલીક વિષમતા ઊભી થઈ હતી. પંડિતજીને નિમંત્રણ મળ્યું હતું મૂર્તિપૂજક સમુદાય તરફથી, પરંતુ પંડિતજી પોતે સ્થાનકવાસી હતા. વળી શ્રી રત્નચંદ્રજી મહારાજ સાથે એમને ગાઢ સંબંધ હતો. એમાં વળી સ્થાનકવાસી આગેવાનોએ પંડિતજીને પોતાને ત્યાં જમવા નોતરીને બહુ આદરમાન આપવા માંડ્યું. પંડિતજી મૂર્તિપૂજક સાધુને ભણાવે છે એ વાત તેઓને ગમતી ન હતી. બીજી બાજુ સ્થાનકવાસી સંપ્રદાયની ખેંચતાણ મૂર્તિપૂજક સંપ્રદાયને પણ ગમતી નહોતી. બંને સંપ્રદાયના સાધુઓને પક્ષે ઉદારતા હતી, પણ કેટલાક શ્રાવકો આ વાતને વિવાદાસ્પદ બનાવવાની વૃત્તિવાળા હતા.
આ બધું ચાલતું હતું તેમાં વળી એક નવી ઘટના બની. શ્રી વલ્લભસૂરિજીના એક શ્રીમંત ભક્ત હતા. એમના કુટુંબમાં વિધવા પુત્રવધૂ હતાં લાડુબહેન. એમને સંસ્કૃતપ્રાકૃતભાષા અને શાસ્ત્રના અભ્યાસ માટે ભારે રુચિ હતી. પંડિતજી પાસે તેમણે અધ્યયન ક૨વા માટે ઇચ્છા દર્શાવી. પંડિતજી આમ તો સાધુઓને ભણાવવા માટે પાલનપુર પધાર્યા હતા. વળી સમય અને પરિશ્રમનો સવાલ પણ હતો. એમણે વચલો રસ્તો કાઢ્યો. પોતે શ્રી હંસવિજયજીને વિશેષાવશ્યક ભાષ્ય’ શીખવે છે તે વખતે તે શ્રાવિકાબહેન પણ આવીને સાથે બેસી શકે.
પંડિતજીનો જૈન સાધુઓને ભણાવવાનો આ પહેલો અનુભવ હતો. એટલે તેમને માટે પરિસ્થિતિ નવી હતી. આ પરિસ્થિતિમાં બે મુખ્ય મુદ્દા ઊભા થયા. એક તો એ કે જૈન સાધુઓની સાથે ભલે થોડે આઘે બેસીને એક મહિલા અભ્યાસ કરી શકે કે નહિ ? બીજો મુદ્દો એ કે એ સ્ત્રીને આગમિક શાસ્ત્રોનો અભ્યાસ કરાવી શકાય કે નહિ ? મૂર્તિપૂજક સમુદાયમાં તો ગૃહસ્થ પુરુષોને પણ આગમિક શાસ્ત્રોનો અભ્યાસ કરવાની મનાઈ છે. તે જમાનામાં તો આ વાત ઘણી જ કડક હતી. એટલે સ્ત્રીને આગમિક અભ્યાસ કરાવવાની વાત સમાજમાં ન સ્વીકારાય એ દેખીતું છે.
જૈન સાધુઓ ગૃહસ્થ પંડિતો પાસે એકાંતમાં બેસીને વિદ્યાભ્યાસ કરતા હોય છે કે જેથી તેમને જે કંઈ શંકા સમાધાન મેળવવું હોય તે મેળવી શકે. ‘સાધુ થયા અને આટલું પણ નથી આવડતું' એવો પ્રશ્ન ક્યારેક ગૃહસ્થોને થાય અને ક્યારેક એ માટે સાધુ પોતાના વેશને કારણે ક્ષોભ પણ અનુભવે એવું બનવાનો સંભવ છે. મનુષ્યસહજ નબળાઈ પણ એમાં કામ કરી જાય છે, અન્ય પક્ષે મોટા વિદ્વાન આચાર્યો પણ ગૃહસ્થોની મંડળી વચ્ચે બેસીને ગૃહસ્થ પંડિત પાસે શાસ્ત્રાભ્યાસ કરતા હોય છે. ન્યાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org