SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ . પંડિત સુખલાલજી છે એમ માનતા અને જ્યારે તેઓ જાણતા કે પંડિતજી વૈશય ખાનદાનના સંતાન છે ત્યારે તેઓને પંડિતજી માટે અહોભાવ થતો. શારીરિક વિકલતાવાળી આવી કેટલીક વિભૂતિઓના જીવનસંઘર્ષની કથા રસિક અને પ્રેરક હોય એ સ્વાભાવિક છે. તેમાં પણ પંડિત સુખલાલજીનો તો સમગ્ર યુગ તેજસ્વી હતો. સ્વાતંત્ર્ય સંગ્રામના એ દિવસો હતા. મહાત્મા ગાંધીજી આખા યુગ પર છવાઈ ગયા હતા. પંડિતજીને મહાત્મા ગાંધી, સરદાર પટેલ, વિનોબાજી, કાકા કાલેલકર, રવિશંકર મહારાજ, શ્રી વિજયધર્મસૂરિ, શ્રી વિજયવલ્લભસૂરિ, મુનિશ્રી જિનવિજયજી, મુનિશ્રી પુણ્યવિજયજી, નાનાભાઈ ભટ્ટ, રસિકલાલ પરીખ, ઈન્દુલાલ યાજ્ઞિક, કનૈયાલાલ મુનશી, વાસુદેવ શરણ અગ્રવાલ, ચહુલ સાંકૃત્યાયન, આનંદશંકર ધ્રુવ, ગુરુદયાલ મલિક વગેરે કેટલા બધા વડીલ કે સમવયસ્ક મહાપુરુષોના તથા કાશી-મિથિલાના પંડિતોના નિકટના સહવાસમાં આવવાનો ઉત્તમ અવસર સાંપડ્યો હતો, એમની છાયામાં પંડિતજીની પ્રતિભા વિશિષ્ટ રીતે પાંગરી હતી. એટલે જ એમણે આટલું બધું કર્યું હતું. પંડિતજી ભારતીય ષડ્રદર્શનના અને વિશેષતઃ જૈન દર્શનના પ્રકાંડ પંડિત હતા. ‘તત્ત્વાર્થસૂત્ર”, “સન્મતિતર્ક, “કર્મગ્રંથ', પંચપ્રતિક્રમણ સૂત્ર', પ્રમાણમીમાંસા જેવા જૈન ધર્મના મુખ્ય ગ્રંથો ઉપર તથા બૌદ્ધ અને ચાર્વાકદર્શનના ગ્રંથો ઉપર એમણે પરિશ્રમપૂર્વક જે સંશોધન – સંપાદન અને અનુવાદનું સંગીન કાર્ય કર્યું છે, તે એમના પ્રબળ પુરુષાર્થની ઝાંખી કરાવે છે. એક મોટી વિદ્યાસંસ્થા કરી શકે એટલું ભગીરથ કાર્ય એમણે એકલે હાથે કર્યું છે. એટલે જ પંડિતજી વ્યક્તિ નહિ પણ સંસ્થા હતા એવું એમને માટે જે કહેવાયું છે તે યથાર્થ છે. પંડિતજીનો “દર્શન અને ચિંતન' ગ્રંથ વાંચીએ તો એમાં પણ પ્રાચીન અને અર્વાચીન એવા અનેકવિધ વિષયોની ગહન, તલસ્પર્શી અને સમતોલ છણાવટ જોવા મળે છે. પંડિતજીની બહુશ્રુત, પૂર્વગ્રહરહિત, નિરાગ્રહી, સત્યાન્વેષી પ્રતિભાનાં એમાં આપણને દર્શન થાય છે. પંડિતજીએ ભારતીય ન્યાયશાસ્ત્રનો ઘણો ઊંડો અભ્યાસ કર્યો હતો. એટલે જ એમની વિચારણા હંમેશ વિશદ, ગહન, માર્મિક, તર્કસંગત અને પક્ષપાતરહિત રહી હતી. પંડિતજીને એમના મર્યાદિત બની ગયેલા જીવનમાં પણ ઘણાં કષ્ટો વેઠવાં પડ્યાં હતાં. વિપરીત સંજોગો વારંવાર ઉપસ્થિત થયા હતા, તેમ છતાં પ્રામાણિકતાથી અને વૈર્યપૂર્વક, પૂરી સ્વસ્થતા સાથે એમણે કામ કર્યું હતું. પંડિતજીની પ્રતિભા તેજસ્વી હતી. તેમનું બૌદ્ધિક સ્તર ઘણું ઊચું હતું. તેમની યાદશક્તિ અને ગ્રહણશક્તિ અતિશય તેજ હતી. એટલે જ “સિદ્ધહેમ શબ્દાનુશાસન' જેવો વ્યાકરણનો કઠિન ગ્રંથ, બૃહદ્રવૃત્તિ સાથે, એમણે આખો કંઠસ્થ કર્યો હતો, જે જવલ્લે જ કોઈ કરી શકે. પંડિતજી જીવનભર સતત ઉદ્યમશીલ રહ્યા હતા. કાર્ય કરવામાં તેઓ હંમેશાં અપ્રમત્ત રહેતા. અંધત્વને કારણે એમને લગ્નજીવન – દામ્પત્યજીવન મળ્યું નહિ, પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001208
Book TitlePandita Sukhlalji
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy