SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ IX પંડિતજીએ જ્યારે પોતાની તબિયત સારી હોવા છતાં પર્યુષણ વ્યાખ્યાનમાળાનું પ્રમુખસ્થાન છોડ્યું ત્યારે મેં એમને પૂછેલું; ‘આપે કેમ મુંબઈ વ્યાખ્યાનમાળામાં જવાનું માંડી વાળ્યું ?” એમણે એક જ શબ્દમાં ઉત્તર આપ્યો, “વયોધર્મ’. પંડિતજી કહેતા કે આપણા લોકોમાં ઉંમર પ્રમાણે પોતાના ધર્મો બહુ ઓછા માણસો સમજે છે, ખાસ કરીને જાહેર જીવનમાં. જે પ્રમાણે આપણી ઉંમર ચાલતી હોય તે પ્રમાણે આપણાં રસ અને પ્રવૃત્તિનાં ક્ષેત્ર બદલવાં જોઈએ.’ પંડિતજી મિતભાષી અને મિતાહારી હતા. વાતચીતમાં તેઓ હંમેશાં ટૂંકા અને મુદ્દાસર જવાબ આપતા. એ જવાબમાં પણ એમની વિદ્વત્તા ડોકિયું કરી જતી. તત્ત્વજ્ઞાનની ચર્ચા હોય તો એમની બહુશ્રુતતાની પ્રતીતિ વાતે વાતે થતી. દરેક ધર્મ અને સંપ્રદાયની કે એના મહાન દાર્શનિકોની વાત થતી હોય ત્યારે તેના ગુણપક્ષે શું શું છે અને એની મર્યાદા ક્યાં ક્યાં રહેલી છે તેની સમતોલ વાત પંડિતજી પાસેથી સાંભળવા મળતી. પંડિતજીની સ્મૃતિ ખૂબ સતેજ હતી અને કોઈ પણ વ્યક્તિ કે ગ્રંથનો સંદર્ભ તેઓ ઝીણવટથી તરત આપતા. પંડિતજી મંદ અને મૃદુ અવાજે વાત કરતા. કોઈ વાર ભારપૂર્વક વાત કરવી હોય ત્યારે જમણા (કે ડાબા) હાથની તર્જની ઊંચી કરી તે વડે તેઓ તે દર્શાવતા. પંડિતજી એકલા બેઠા હોય અથવા માત્ર સાંભળવાનું ચાલતું હોય ત્યારે એમના જમણા હાથના અંગૂઠા ઉપર તર્જની સતત ફર્યા કરતી હોય, જાણે માળા ફેરવતા ન હોય ! ક્યારેક ડાબા હાથમાં પણ એ ક્રિયા ચાલતી હોય. (મુનિ જિનવિજ્યજીને પણ એવી ટેવ હતી. જીવ અને શિવના મિલનરૂપ એ મુદ્રા અને આંગળી ફેરવવાની એ ક્રિયા હઠયોગની દૃષ્ટિએ દીર્ઘાયુષ્યમાં સહાયરૂપ મનાય છે.) કિશોરાવસ્થામાં શીતળા થવાને કા૨ણે પંડિતજીના શરીરમાં ગરમી પુષ્કળ રહેતી. આથી ઘરમાં હોય ત્યારે ઘણુંખરું તેઓ ફક્ત ધોતિયું પહેરીને જ બેસતા. ધોતિયું ખાદીનું અને હમેશાં સ્વચ્છ રહેતું. છાતી ઉપર તેઓ વસ્ત્ર સહન કરી શકતા નહિ. બહાર જવું હોય ત્યારે ખાદીનું પહેરણ પહેરી લેતા. આજીવન બ્રહ્મચર્યોપાસનાને કા૨ણે પંડિતજીનું શરી૨ ઓજસ્વી હતું. વૃદ્ધાવસ્થામાં પણ એમના શરીર ઉપર ઉંમર જણાતી નહિ. અવસાનના મહિના પહેલાં હું અને મારાં પત્ની એમને મળવા ગયાં હતાં ત્યારે તેઓ પથારીમાં બેઠા થયા હતા અને ટટ્ટાર બેઠા હતા. પંડિતજીના સાન્નિધ્યમાં મને હંમેશાં એમના વાત્સલ્યનો અનુભવ થતો. હું અમદાવાદ એક વર્ષ માટે ગયો હતો અને લોજમાં જમતો હતો, એટલે મારી તબિયત માટે તેઓ હંમેશાં ફિકર કરતા. એક દિવસ સાંજે ગયો ત્યારે મને કહે, ‘આજે નવરંગપુરા બાજુ ફરવા જઈએ.' સરિતકુંજથી આશ્રમરોડ પર સીધા જ અમે ચાલ્યા, ત્યારે રસ્તે આટલાં મકાનો કે વાહનવ્યવહાર નહિ. (આજે તો હવે ‘સિરતકુંજ’ પણ રહ્યું નથી.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001208
Book TitlePandita Sukhlalji
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy