________________
આગ્રામાં કર્મગ્રંથનો અનુવાદ
પંડિતજીએ પૂના છોડી પાછા આગ્રા જવાનો નિર્ણય કર્યો કારણ કે અનુભવે એમ લાગ્યું કે પોતાનું કર્મગ્રંથના અનુવાદનું અધૂરું કામ આગ્રામાં જ સારી રીતે થઈ શકશે. પંડિતજી અષાઢી બીજના દિવસે પૂના આવ્યા અને પૂના છોડી વિજયા દશમીને દિવસે આગ્રા પહોંચી ગયા. આમ પંડિતજીને પૂનામાં જૈન બોર્ડિંગના ધાર્મિક શિક્ષક તરીકે ચોમાસાના દિવસોમાં ત્રણેક મહિના રહેવાનું બન્યું. ચોમાસામાં પંડિતજીને પૂનાની રમણીયતાનો આનંદ માણવા મળ્યો હતો, પરંતુ પોતાના કામને માટે હવે પૂના છોડવાનું અનિવાર્ય થઈ પડ્યું હતું.
પંડિતજી સાથે હરજીવન અને હરખચંદ પણ પૂના આવ્યા હતા. પણ એ બેની સહાયથી કર્મગ્રંથ અંગે જોઈએ તેટલું કામ થતું નહિ. એવામાં રમણીકલાલ મોદીને મળવાનું થયું. તેમને કર્મગ્રંથ'ના કાર્યમાં રસ હતો. પંડિતજીએ એમને આગ્રા આવવા માટે પૂછ્યું. તેમણે આગ્રા આવવાનું અને પંડિતજી સાથે કર્મગ્રંથનું કામ કરવાનું સ્વીકાર્યું. તેઓ વતનમાં જઈ પોતાનાં પત્ની તારાબહેનને લઈને આગ્રા આવી પહોંચ્યા.
પૂનાના નિવાસ દરમિયાન પંડિતજી પ્રૌઢ વ્યક્તિઓ માટે ધર્મ અને તત્ત્વજ્ઞાનના વર્ગો ચલાવતા. તેમાં ત્યાંના કેટલાક નામાંકિત અને જુદાં જુદાં ખાતાંઓમાં ઊંચો હોદ્દો ધરાવનાર સજ્જનો પણ આવતા હતા. એ બધાંને પંડિતજીની સાથે સારી મમતા બંધાઈ ગઈ હતી. એ વ્યક્તિઓમાં વાલજી ગાંધી નામના એક ભાઈ પંડિતજીના જ્ઞાનથી અને શીખવવાની પદ્ધતિથી પ્રભાવિત થયા હતા. તેઓ દિગંબર સંપ્રદાયના હતા અને દિગંબર શાસ્ત્રોનો તેમણે થોડો અભ્યાસ પણ કર્યો હતો. પંડિતજી શ્વેતામ્બર સંપ્રદાયના હતા, છતાં દિગંબર શાસ્ત્રો વિશે સારો પ્રકાશ પાડતા હતા. એટલે વાલજીભાઈએ પોતાના મોટા ભાઈ નેમચંદ ગાંધી જે સોલાપુર રહેતા હતા, તેમને પૂના બોલાવ્યા. નેમચંદ ગાંધી પોતાની સાથે પોતાના વયોવૃદ્ધ બ્રાહ્મણ પંડિતને પણ લાવ્યા હતા. એ બ્રાહ્મણ પંડિત પોતાને થયેલી કેટલીક શંકાઓનું સમાધાન પંડિતજી પાસેથી મેળવીને આનંદ વ્યક્ત કર્યો, એટલું જ નહિ પંડિતજી પાસે આગ્રા આવીને ભણવાની દરખાસ્ત મૂકી હતી. પંડિતજીએ એ વાત માન્ય રાખતાં નેમચંદ ગાંધી, એ વયોવૃદ્ધ બ્રાહ્મણ પંડિતને લઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org