________________
સગાઈ તૂટી
પંડિતજીની સગાઈ નાની વયમાં થઈ ગયેલી. પંડિતજીનું સંઘવીકુટુંબ મોભાદાર ગણાતું. એ દિવસોમાં બાળલગ્ન અથવા કિશોરલગ્નનું પ્રમાણ વધુ હતું. પંડિતજીનાં મોટી બહેનનાં લગ્ન નક્કી થયાં હતાં, તે વખતે સાથે સાથે સુખલાલનાં લગ્ન પણ લેવાની ઇચ્છા પિતાજીની અને દાદીમાની હતી. પરંતુ લગ્નની એ દરખાસ્ત કન્યા પક્ષે સ્વીકારી નહિ.
દરમિયાન પંડિતજીએ શીતળામાં આંખો ગુમાવી. અંધત્વ આવ્યું એટલે હવે લગ્નનો પ્રશ્ન જુદી રીતે વિચારાવો ચાલુ થયો. એમાં પંડિતજીને કંઈ પૂછવામાં આવતું નહોતું. પંડિતજીના પિતાજીની અને મોટા કાકાની ઇચ્છા લગ્ન કરી નાખવાની હતી, પરંતુ કન્યાનાં માતાપિતાની ઇચ્છા લગ્ન ન થાય અને સગાઈ તોડવામાં આવે તો સારું એવી હતી. પરંતુ એ જમાનો એવો હતો કે જ્યારે જ્ઞાતિબંધનો અત્યંત કડક હતાં અને એમ સહેલાઈથી સગાઈ તોડવા દેવાતી નહિ. દરેક પક્ષ પોતાના સ્વાર્થથી વિચારતો. સંઘવી કુટુંબને સગાઈ તોડવામાં પોતાનો મોભો નડતો હતો. વળી વડીલોએ એમ પણ વિચાર્યું હતું કે લગ્ન થશે તો જિંદગીભર અંધ છોકરાને સાચવનાર એક વ્યક્તિ મળી જશે. નહિ તો બિચારો પરાધીન થઈ જશે અને સૌનાં ઠેબાં ખાશે. લગ્ન કરવાથી કન્યાની જિંદગી બગડી જશે એવો વિચાર વરપક્ષના બહુ ઓછા લોકોને આવતો. લોકમાનસ ત્યારે એવું હતું. લોકો એમ કહેતા કે બિચારી કન્યાના નસીબમાં જ એવું દુઃખ લખ્યું હશે, એટલે જ છોકરો અંધ થઈ ગયો. આવાં લગ્ન પરસ્પર હિતમાં નથી એ દૃષ્ટિથી વિચારનાર ત્યારે બહુ ઓછા લોકો હતા. જ્ઞાતિના રિવાજ મુજબ કન્યાનાં લગ્ન કરવાનું બંધન એનાં માતાપિતાને માથે હતું. પરંતુ મનથી તેઓ જરા પણ રાજી નહોતાં, બલકે ચિંતાતુર હતાં. એટલે વાતને તેઓ કંઈક બહાનું કાઢી ઠેલતાં જતાં હતાં. એમ કરતાં કરતાં બે વર્ષ પસાર થઈ ગયાં, તેમનો આશય સ્પષ્ટ થઈ ગયો. છેવટે સંઘવી કુટુંબને નમતું આપવું પડ્યું. સગાઈ તોડવાનો નિર્ણય બંને પક્ષ વચ્ચે થયો. સગાઈ તોડવામાં આવી છે એવી જ્ઞાતિમાં જાહેરાત થઈ. જેમ સગાઈ કરતી વખતે છોકરા કે છોકરીને પૂછવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org