________________
છપ્પનિયો દુકાળ અને સામાજિક પરિસ્થિતિ • ૩૧ કલહ, પ્રપંચ વગેરે ચાલુ થાય. કૌટુંબિક અણબનાવો પણ થાય. એ જમાનામાં ગામડાંનો બ્રાહ્મણ વર્ગ તો દાનદક્ષિણા એ પોતાનો જન્મસિદ્ધ હક્ક છે એમ માનતો. એથી અન્ય સારી રીતે આજીવિકા માટેનો પુરુષાર્થ કરવાનો તેમનામાં અભાવ રહેતો. ક્યાંક જમણવાર હોય અને બ્રહ્મભોજન માટે નિમંત્રણ મળ્યું હોય ત્યારે તેઓ રાજી રાજી થઈ જતા અને પેટ દબાવીને ખાઈ લેતા. | કુંભાર, લુહાર વગેરે કારીગર વર્ગ ઉચ્ચ વર્ગથી દબાયેલો રહેતો. ઢેઢભંગીની જાતિના લોકો ત્યારે ગામડાંઓમાં હતા. તેઓ શ્રીમંત વાણિયાઓ અને સમૃદ્ધ ગરાસિયાઓની દયા પર જીવતા. તેઓ એમના હાથે હડધૂત થતા. ઉચ્ચ વર્ગના લોકો પોતે નીચલા થરના લોકો ઉપર રુઆબ અને જોહુકમી કરવાને ટેવાયેલા હતા. કચડાયેલા નીચલા વર્ગના લોકોએ એ પરિસ્થિતિને સ્વાભાવિકપણે સ્વીકારી લીધી હતી. ગામડાંઓમાં ખેડૂતો ખેતરોમાં કાળી મજૂરી કરીને અનાજ, શાકભાજી, કપાસ વગેરે ઉગાડતા. તેઓ પણ કુદરતની અને સમાજની દયા પર જીવતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org