________________
વડોદરામાં તાવ • ૭૯ વડોદરામાં પંડિતજી નિશ્ચિત કરેલા સમય સુધી રોકાઈ ન શક્યા, કારણ કે એમને તાવ આવ્યો અને લીધેલી દવા ગરમ પડવાથી હરસની પીડા પણ થવા લાગી હતી. એ વખતે ઘડિયાળી પોળની જાની શેરીના ઉપાશ્રયે તેઓ હતા. તેઓ ભારે તાવમાં પટકાયા હતા અને પથારીવશ હતા. પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી પોતે સાધુ હોવા છતાં પંડિતજીનું માથું દબાવી આપતા. ત્યારે ચૌદશનો દિવસ હતો. કેટલાક શ્રાવકો આવ્યા અને એમણે પ્રવર્તકજીને માથું દબાવતા જોયા કે તરત જ એ કાર્ય પોતે ઉપાડી લીધું. ગૃહસ્થોએ પોતાનો વિનય દાખવ્યો હતો. પંડિતજીને એ વખતે પ્રવર્તક શ્રી કાન્તિવિજયજીની ભવ્યતાનાં દર્શન થયાં હતાં. કાશીવાળા શાસ્ત્રીજીએ અને હર્મન યાકોબીએ કરેલી પ્રવર્તકજીની પ્રશંસા પોતે જે સાંભળી હતી. તે યથાર્થ હતી તેની પોતાને આ વખતે પ્રત્યક્ષ પ્રતીતિ થઈ હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org