________________
આગ્રામાં કુટુંબસંસ્કાર
પંડિતજીને લાગ્યું કે પોતાનો ભત્રીજો અને બે ભત્રીજીઓ લીમલી જેવા પછાત ગામમાં જ રહે તો તેમના સંસ્કારઘડતરનું કાર્ય જેવું જોઈએ તેવું થશે નહિ. ભાઈઓની સ્થિતિ સામાન્ય હતી અને જેમતેમ ગુજરાન ચાલતું હતું. એટલે ભાઈઓની સંમતિથી તેઓ પોતાની બે ભત્રીજી અને એક ભત્રીજાને લઈને આગ્રા જવા ઊપડ્યા કે જેથી પોતાની દેખરેખ નીચે તેઓ ઘડાય અને સંસ્કાર પામે. રસ્તામાં પંડિતજીને જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સના અધિવેશન માટે ફાલના સ્ટેશને ઊતરવું હતું.
એ દિવસોમાં રેલવેમાં રિઝર્વેશન જેવી પ્રથા નહોતી. જ્યારે જવું હોય ત્યારે સ્ટેશન પરથી ટિકિટ લઈને ટ્રેનમાં બેસવાનું રહેતું. ક્યારેક ટ્રેનમાં બહુ ગિરદી પણ રહેતી. ડબ્બામાં દાખલ થવાની જ મુશ્કેલી રહેતી. દાખલ થયા પછી બેઠક મેળવવાની તકલીફ રહેતી. એમાં પણ અસ્પૃશ્યતા-આભડછેટના એ દિવસો હતા. ઉચ્ચ કુટુંબના લોકો નીચલા થરના લોકોને પોતાની બાજુમાં બેસવા ન દે. એકબીજાને તરત ન્યાતજાત પૂછવાનો રિવાજ હતો. પૂછે તો કહેવું જ પડે. કોઈક તોછડાઈથી પણ વર્તે. પંડિતજીને આ વખતે ટ્રેનમાં એનો વિચિત્ર અનુભવ થયો હતો. વઢવાણથી વીરમગામ થઈ મહેસાણા પહોંચવાનું હતું. ત્યાંથી ગાડી બદલી આબુ મારવાડ તરફની ગાડી પકડવાની હતી. મહેસાણા સ્ટેશને ગાડી આવી, પણ કોઈ એમને ડબ્બામાં બેસવા ન દે. પોતે દેખે નહિ, તેમ છતાં બારીમાંથી તેઓ ડબ્બામાં ઘૂસ્યા તો ખરા, પણ પાંચ વર્ષના ભત્રીજાને બારીમાંથી લેવા જતાં તે નીચે પ્લેટફોર્મ અને ગાડીની વચ્ચે પાટા પર પડી ગયો. ગાડી ઊપડવાને હજુ વાર હતી અને સદ્દભાગ્યે તે બચી ગયો. ટ્રેનમાં પણ પંડિતજીને બધા એમની ન્યાતજાત પૂછતા, પણ પંડિતજી કોઈને કંઈ જવાબ આપતા નહિ. પોતાની જાત માણસની છે એટલું જ કહ્યું. આગળ જતાં જ્યારે મુસાફરોએ જાણ્યું કે તેઓ મોટા પંડિત છે ત્યારે બધાંને બહુ આશ્ચર્ય થયું અને માનપાનથી તેમની સાથે વાત કરવા લાગ્યા. આ રીતે લીમલીથી આગ્રા જવાના આ વખતના પ્રવાસમાં પંડિતજીને રેલવેમાં આવો વિલક્ષણ અનુભવ થયો હતો.
પંડિતજી ફાલના સ્ટેશને ઊતર્યા. ત્યાંથી તેઓ સાદડી જવાના હતા. કારણ કે ત્યાં શ્રી વિજયવલ્લભસૂરિજીની નિશ્રામાં કૉન્ફરન્સનું અધિવેશન હતું. પંડિતજી જ્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org