________________
પિતાજીની ચિરવિદાય • ૧૦૩ કારજ કરવું હોય તો ભલે કરવું, પણ હાલ ઘીના ભાવ વધારે છે. એટલે થોડા દિવસ પછી ઘી સસ્તું થાય ત્યારે કારજ કરવું. એમની એ દરખાસ્તને મોટા ભાઈએ ઝીલી લીધી. નક્કી થયું કે ઘી સસ્તું થાય ત્યારે કારજ કરવું. પંડિતજી ચારેક દિવસ લીમલીમાં રોકાઈને પછી ત્યાંથી નીકળીને આગ્રા પહોંચી ગયા, પરંતુ એક વખત વિલંબમાં પડી ગયેલું કારજનું કાર્ય ત્યાર પછી ક્યારેય થયું નહિ. એથી મોટા ભાઈને ઘણી રાહત થઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org