________________
પિતાજીની ચિરવિદાય
પોતે પૂનામાં હતા તે સમય દરમિયાન પંડિતજીના વતન લીમલીથી એમના ભાઈઓના પત્રો આવ્યા કે “પિતાજીની તબિયત બગડતી જાય છે. અશક્તિ વધતી જાય છે. આ મંદવાડમાંથી તેઓ બેઠા થાય એવી બિલકુલ આશા નથી. માટે તમે જલદી લીમલી આવી જાવ. પિતાશ્રી તમને બહુ યાદ કરે છે. આથી પંડિતજી પૂનાથી લીમલી જવા રવાના થયા, પરંતુ પોતે પૂના સ્ટેશને પહોંચે તે પહેલાં જ તાર મળ્યો કે પિતાજીનું અવસાન થયું છે. પંડિતજી શોકમગ્ન બની ગયા. તેઓ લીમલી પહોંચ્યા. પિતાજીને અંતિમ ઘડીએ મળી ન શકાયું એનું મનમાં દુઃખ રહી ગયું.
- પંડિતજી લીલી ચારેક દિવસ રોકાયા. એ જમાનામાં મોટી ઉંમરની વ્યક્તિના મૃત્યુ પછી કારજ કરવાનો રિવાજ હતો. જ્ઞાતિના માણસોને મરણ પછી જમાડવા પડતા. એ માટે મોટું ખર્ચ થતું. જ્ઞાતિમાં એવો ફરજિયાત રિવાજ પડી ગયેલો. એટલે સાધારણ સ્થિતિના લોકોને પણ એમાં ખેંચાવું પડતું. ક્યારેક તો દેવું કરીને પણ કારજ કરવું પડતું. સગા સંબંધીઓ તરફથી દબાણ થતું. મૃત્યુના બારમા દિવસે કે તેરમા દિવસે આવી રીતે જ્ઞાતિજનોને જમાડતા. મોટી ઉંમરે થયેલું મૃત્યુ એ શોકનો નહિ પણ ઉત્સવનો પ્રસંગ છે એવી ભાવનામાંથી અને શોકસંવેદના ઓછી થાય એવા આશયથી આવો રિવાજ ચાલુ થયો હશે, પણ તે ઠીક ઠીક કાળ સુધી પ્રચલિત રહેલો. આજે પણ ક્યાંક તે રિવાજ જોવા મળે છે. કેટલાક તો પોતાના મૃત્યુ પછી કરવાની કારજની ક્રિયા પોતાની હયાતીમાં જ કરાવી લેતા કે જેથી પાછળ રહેલાં સ્વજનો જમાડવાની એ ક્રિયા બરાબર કરે કે ન કરે એની ચિંતા નહિ. “જીવતા જગતિયું એને કહેવામાં આવે છે.
પંડિતજીના કુટુંબની આર્થિક સ્થિતિ એટલી બધી સારી નહોતી. વળી આ રિવાજ અનિષ્ટ છે એવી માન્યતાવાળા સુધારાવાદીઓ તરફથી એનો વિરોધ પણ થવા લાગેલો. પંડિતજીના બે નાના ભાઈ કંઈક સારું કમાયેલા એટલે જ્ઞાતિપ્રતિષ્ઠા ખાતર એમની ઈચ્છા કારજ કરવાની હતી. પંડિતજીની અને એમના મોટા ભાઈની ઇચ્છા કારજ કરવાની નહોતી. મોટા ભાઈની સ્થિતિ જરાય સારી નહોતી, પણ લોકનિંઘથી ડરતા. એટલે પોતાનો મત પ્રગટ કરતા નહિ. પંડિતજીએ એક સૂચન મૂક્યું કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org