________________
જન્મ અને કુટુંબ
પંડિતજીના જન્મકાળનાં વર્ષો એવાં હતાં કે જ્યારે ગામડાંઓના એકંદરે ઘણાખરા લોકો પોતાનાં જન્મસ્થળ કે જન્મતિથિની ચીવટપૂર્વક નોંધ રાખતા નહિ. વર્તમાનકાળમાં દસ્તાવેજી વ્યવહારને કારણે જન્મસ્થળ અને જન્મવર્ષ, તિથિ-તારીખ નિશ્ચિતપણે જાણવાનું જરૂરી બન્યું હોવાથી તેવી અધિકૃત નોંધ રાખવી પડે છે. પંડિતજીના જમાનામાં તેવી નોંધ રખાતી નહોતી. લોકો અંદાજે ઉંમરનો ખ્યાલ રાખતા, પણ તારીખ-તિથિનો ખ્યાલ રાખવાની ચીવટ નહોતી. અલબત્ત, કેટલાંક ઉચ્ચવર્ણનાં સુશિક્ષિત કુટુંબોમાં એવી વ્યવસ્થિત નોંધ ત્યારે પણ રખાતી હતી.
પંડિતજીને પોતાને પોતાનો જન્મ કયા સ્થળે થયો હતો તે વિશે કશી નિશ્ચિત માહિતી નહોતી, પરંતુ એ જમાનામાં સામાન્ય રીતે સ્ત્રી પ્રસૂતિ માટે કાં તો પોતાને પિયર ગઈ હોય. અથવા અપવાદરૂપ સંજોગોમાં શ્વસુરગૃહે પ્રસૂતિ થઈ હોય. પંડિતજીની માતા ઝાલાવાડમાં ધ્રાંગધ્રા-હળવદ પાસે કોંઢ ગામનાં હતાં. એટલે પંડિતજીના જન્મ સમયે તેઓ પ્રસૂતિ માટે જો કોંઢ ગયાં હોય તો પંડિતજીનો જન્મ કોંઢમાં થયો હોવો જોઈએ, એમ માની શકાય. પંડિતજી ચારેક વર્ષના હતા ત્યારે એમની માતાનું અવસાન થયું હતું, એટલે પણ કદાચ પોતાના જન્મસ્થળ વિશે એમને માહિતી મળી ન હોય. વળી એ કાળે એવી જિજ્ઞાસા પણ એમને નહિ થઈ હોય.
પંડિતજીનો જન્મ કયા દિવસે થયો હતો એ વિશે પણ એમને પોતાને કંઈ માહિતી નહોતી. જન્મતિથિ કે તારીખ લખવાની કોઈ આવશ્યકતા પણ ઊભી થઈ નહોતી. પોતે વ્યવસાયમાંથી નિવૃત્ત થયા તે પછી એમણે પોતાના નાના ભાઈ ઠાકરશીને લીમલીની શાળાના દફતરમાંથી જન્મતારીખ મેળવવાનું કહ્યું હતું. અંગ્રેજી શિક્ષણપદ્ધતિ શરૂ થયા પછી દરેક શાળામાં વિદ્યાર્થીઓને જ્યારે દાખલ કરવાના હોય ત્યારે એમની જન્મતારીખ તથા જન્મસ્થળ ચોપડામાં નોંધવાની પ્રથા શરૂ થઈ હતી. જોકે કેટલીયે વાર એમાં સ્મૃતિને આધારે, અંદાજે તારીખ લખાતી; કેટલીક વાર વિદ્યાર્થીઓના વાલીઓને એની ખબર ન હોય તો હેડમાસ્તર કે કારકુન ચોપડામાં પોતાને હાથે તારીખ લખી નાખતા.
શાળાના દફતરમાં પંડિતજીના જન્મની જે તારીખ નોંધાયેલી છે. તે છે: માગસર સુદ પાંચમ, વિ. સંવત ૧૯૩૭ તારીખ ૮-૧૨-૧૮૮૦. આ તારીખ સાચી હોવાનો
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org