________________
નિવેદન
પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી એટલે વીસમી સદીની એક આશ્ચર્યકારક ઘટના. એક નેત્રવિહીન વ્યક્તિ પોતાના જીવનકાળ દરમિયાન અધ્યયન, અધ્યાપન અને લેખનકાર્યના ક્ષેત્રે આટલું બધું કાર્ય કરી શકે તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આટલી બધી ખ્યાતિ પ્રાપ્ત કરી શકે એ તરત માન્યામાં ન આવે એવી વાત છે, પંડિતજીની સિદ્ધિઓ જેવી તેવી નથી.
પંડિતજી સાથે મારે અંગત આત્મીય સંબંધ હતો. મારે માટે તેઓ પિતાતુલ્ય હતા. એટલે જ પરિચય ટ્રસ્ટ તરફથી મારા મિત્રો શ્રી વાડીભાઈ ડગલી અને શ્રી યશવંત દોશીએ મને પંડિતજીનું જીવનચરિત્ર લખવા માટે નિમંત્રણ આપ્યું ત્યારે તે મેં સહર્ષ સ્વીકારી લીધું હતું. એ માટે તેઓનો ઋણી છું. છે. આ જીવનચરિત્ર લખવામાં મેં પંડિતજીની પોતાની ઈ. સ. ૧૯૨૪ સુધીની આત્મકથા “મારું જીવનવૃત્ત'નો મુખ્ય આધાર લીધો છે. એમાંની કેટલીયે કાલગ્રસ્ત વીગતો છોડી દીધી છે. આ આત્મકથા ઉપરાંત શ્રી દલસુખભાઈ માલવણિયાકૃત પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી, શ્રી પૂર્ણિમાબહેન મહેતાની પુસ્તિકા “પુણ્યશ્લોક પંડિતજી, શ્રી વાડીલાલ ડગલીની પરિચય પુસ્તિકા પંડિત સુખલાલજી' તથા અન્ય કેટલાક શ્રદ્ધાંજલિ લેખોનો આધાર લીધો છે. મારા આ ગ્રંથમાં પંડિતજીના સમગ્ર જીવનવૃત્તાન્તને આવરી લેવામાં આવ્યો છે અને પંડિતજીના વિપુલ સાહિત્યનો સંક્ષિપ્ત પરિચય આપવામાં આવ્યો છે. પંડિતજીનું સુદીર્ઘ જીવન અને વિપુલ સાહિત્ય એટલું બધું સમૃદ્ધ છે કે એના ઉપર શોધનિબંધો તૈયાર થઈ શકે,
મારા મિત્રો સ્વ. વાડીભાઈ ડગલી અને સ્વ. યશવંતભાઈ દોશી આ ચરિત્ર પ્રકાશિત થયેલું જોવાને હયાત હોત તો તેઓને કેટલો બધો આનંદ થાત !
પરિચય ટ્રસ્ટનાં શ્રી ઇંદિરાબહેન ડગલી, શ્રી ચન્દ્રકાન્ત શાહ, શ્રી હંસાબહેન વગેરેનો પણ આભાર માનું છું.
- રમણલાલ ચી. શાહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org