SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ રર • પંડિત સુખલાલજી અંદર બેસાડવા માટે વૈદ્ય પોપટભાઈ ભટ્ટ (વૈદ્ય ઝંડુ ભટ્ટના નાના ભાઈ) ઉપચાર કરવા લાગ્યા, પણ તે ઉપચારનું કંઈ પરિણામ આવ્યું નહિ. તે વખતે ધોલેરાના એક વૈદ્ય લીમલી આવેલા. તેમણે આપેલી દવાથી બીજી આંખમાં કંઈક ઠંડક અનુભવાઈ. હવે માતા નમશે એ પછી દેખાતું થશે એવી આશા હતી. પણ એ આશા વ્યર્થ નીવડી. આમ પંડિતજીએ સોળ-સત્તર વર્ષની વયે શીળી નીકળતાં બંને આંખો ગુમાવી. હવે અંધકારનો-કાલિમાનો કલિયુગ એમને માટે બેસી ગયો. કોઈ પણ કુટુંબ પર આવી આપત્તિ જ્યારે ઊતરી આવે ત્યારે એક બાજુ જેમ એનાં તબીબી અને અન્ય પ્રકારનાં કારણો અને ઉપાયો વિચારાય, તેમ બીજી બાજુ દેવદેવીઓની માનતા માનવાની વાત પણ આવે. પંડિતજીના સંઘવી કુટુંબે કેટલીક માનતાઓ માની, પણ તેથી કોઈ ચમત્કાર થયો નહિ. તે વખતે જૂનાગઢના દાક્તર ત્રિભુવદાસ આંખના દાક્તર તરીકે જાણીતા હતા. જૂનાગઢ પહોંચવા માટે દાક્તરને પુછાવ્યું તો એમણે કહ્યું કે પહેલાં વઢવાણના દાક્તર ઠાકોરદાસને બતાવો. જો તેઓ ભલામણ કરે તો જ જૂનાગઢ આવો.” વઢવાણમાં દાક્તર ઠાકોરદાસને બતાવ્યું તો તેમણે એવો અભિપ્રાય આપ્યો કે “આમાં હવે કશું થઈ શકે એમ નથી. માટે જૂનાગઢ જવાનો કશો અર્થ નથી.” એટલે જૂનાગઢ જવાનું માંડી વાળવામાં આવ્યું. આ વખતે ઘરગથ્થુ ઉપચારો પણ વિચારતા હતા. એક વાઘરીએ જંગલમાંથી કશુંક લાવીને પ્રયોગ કરવાનું સૂચન કર્યું. એ પ્રમાણે એને પૈસા આપવામાં આવ્યા. એ ગલમાં જઈ શું લાવ્યો એની પાકી ખબર તો ન પડી, પણ કદાચ કોઈ પ્રાણીની ચરબી હશે એમ લાગ્યું. પરંતુ એ ઉપચારથી પણ કંઈ ફાયદો થયો નહિ. એવામાં નાગા બાવાઓની જમાતનો એક બાવો ગામમાં આવ્યો હતો. એણે એક કલાકમાં દેખતા કરી દેવાની ચમત્કારભરી વાત કરી. એ માટે, એણે નવું કપડું, ચોખા અને સવા રૂપિયો માગ્યો. એ જમાનામાં સવા રૂપિયો એ ઘણી મોટી રકમ ગણાતી. બાવાએ મંત્ર ભણીને પંડિતજીના માથે મીઠું મૂક્યું. અને પછી એ ગામ છોડીને ચાલતો થયો. કલાક પછી આંખે દેખાયું નહિ હતું તેમ જ હતું. બાવામાં રાખેલી શ્રદ્ધા ખોટી ઠરી. બાવો તો ખોટો પડ્યો, પણ હવે એને પકડવો ક્યાં? એ તો ક્યાંય ચાલતો થઈ ગયો હતો. આમ આ રીતે એક અમંગળ ઘટનાએ પીડિતજીના જીવનના પ્રવાહને બદલી નાખ્યો. યૌવનમાં પ્રવેશતાં જ આંખે અંધાપો આવ્યો, પણ પંડિતજીની ચેતનાએ આ પરિસ્થિતિને પડકારરૂપે સ્વીકારી લીધી, એમણે એ માટે ભારે પુરુષાર્થ આદર્યો. પોતે આંખો ગુમાવી એ માટે પંડિતજીના મનમાં એક વાત કેટલાક સમય સુધી વહેમરૂપે રહ્યા કરી હતી. પછી એ વહેમ નીકળી ગયો હતો. પંડિતજીને શીળી નીકળ્યાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001208
Book TitlePandita Sukhlalji
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy