________________
અંધત્વ
પંડિતજીના કિશોરકાળમાં આઘાતજનક, એક મોટામાં મોટી આપત્તિરૂપ દુઃખદ ઘટના તે પોતે આંખો ગુમાવી તે છે. પોતાની આત્મકથા “મારું જીવનવૃત્તમાં એમણે એ પ્રસંગ વર્ણવ્યો છે. એની વીગતો નીચે પ્રમાણે છે.
વિ. સં. ૧૯૫૩ (ઈ. સ. ૧૮૯૭)ના ઉનાળાનો સમય હતો. પંડિતજીની ઉંમર ત્યારે સોળ વર્ષની હતી. શાળાનો અભ્યાસ પૂરો કરી હવે તેઓ કૌટુંબિક વ્યવસાયમાં જોડાયા હતા. તેઓ લીમલીથી વઢવાણ કેમ્પની દુકાને જઈ કામ કરતા. તથા જિનપ્રેસમાં જઈ કાલા ફોલવાં, કપાસ લોઢાવવા, રૂની ગાંસડીઓ બંધાવવી વગેરે કામ પણ કરતા. વઢવાણમાં એક દિવસ ઉનાળાની બપોરે પંડિતજી શૌચક્રિયા માટે ભોગાવા નદીના સામા કિનારે ગયા ત્યારે એમને ઝાંખું દેખાવા લાગ્યું. બધું ધોળું ધોળું લાગે. બીજે દિવસે સ્ટેશન પર તેઓ કોઈને લેવા માટે ગયા હતા ત્યારે સામે ઊભેલાં પોતાનાં ફોઈને ઓળખી શક્યા નહોતા. વળી કાકાએ એક કાગળ ટપાલમાં નાખવા આપ્યો હતો. તેનું સરનામું વાચતાં આંખને બહુ તકલીફ પડી હતી. આથી એમને લાગ્યું કે આંખે ગરમી ચઢી ગઈ છે.
આંખે ઠંડક થાય એ માટે એમણે સૂરમો આંજ્યો, પણ એથી કંઈ ફરક પડ્યો નહિ. વળી તાવ ચઢ્યો. એટલે એમના કાકા સાંજે વઢવાણથી ઘોડાગાડીમાં એમને લીમલી લઈ આવ્યા. ઘરે પહોંચતાં રાતના આઠ વાગી ગયા હતા, પંડિતજીના તાવની અને આંખે ઝાંખપ આવ્યાની વાત કુટુંબમાં અને આસપાસમાં થઈ. તે વખતે એક ડોશીમાએ પંડિતજીનું શરીર જોઈ કહ્યું, “કદાચ આ છોકરાને માતા નીકળે.
એ દિવસોમાં ગામમાં શીતળાનો રોગચાળો ચાલુ થયો હતો. માતામાં બે જણ મૃત્યુ પણ પામ્યા હતા. બીજે દિવસે સવારે પંડિતજીના શરીર પર માતાની ફોડલી દેખાઈ. ડોશીમાની વાત સાચી પડી.
પંડિતજીને માતા વધતાં ગયાં. આખા શરીરે દાણા દાણા થઈ ગયા. આંખ સૂજીને એટલી મોટી થઈ ગઈ કે નાકના ટેરવા સુધી આવી ગઈ. શરીર પરથી ચામડી ઊખળવા લાગી. આંખનું દરદ દિવસે દિવસે વધતું ગયું. એમ કરતાં આંખનો ડોળો જ આંખની બહાર નીકળી આવ્યો. એ જોઈ વૈદ્યો અને ડોક્ટરો ચિંતામાં પડી ગયા. એ ડોળો આંખની For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International