SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ VI સરળતાને લીધે પંડિતો પણ તેમને વિદ્યાભ્યાસ પ્રેમથી કરાવતા. તેમણે કાશીમાં સંસ્કૃત ભાષાના અભ્યાસ ઉપરાંત દર્શનશાસ્ત્રોનો પણ અભ્યાસ કર્યો. વિદ્યાભ્યાસ પછી વ્યવસાય તરીકે પંડિતજીએ મોટું કાર્ય જે કર્યું તે બનારસ યુનિવર્સિટીમાં પ્રાકૃત અને જૈન દર્શનના વિભાગના અધ્યક્ષ તરીકેનું અધ્યાપનકાર્ય છે. આ સમય દરમિયાન તેમણે હિંદી ભાષામાં ઠીક ઠીક લેખનકાર્ય પણ કર્યું. પંડિતજીએ કેટલોક સમય ગુજરાત વિદ્યાપીઠમાં ગાંધીજી સાથે અને કેટલોક સમય મુંબઈ ભારતીય વિદ્યાભવનમાં કનૈયાલાલ મુનશીજી સાથે રહીને કાર્ય કર્યું. પંડિતજીને એમની વિદ્યાને માટે, એમના ગ્રંથોને માટે સુવર્ણચંદ્રકો, પારિતોષિકો, ડી.લિટ.ની ઉપાધિ વગેરે મળ્યાં, પરંતુ આ બધાં ઔપચારિક સન્માનો હતાં. પંડિતજીએ પોતાના વ્યક્તિત્વ પર એની જરા પણ વિપરીત અસર થવા દીધી નહીં. પંડિતજી સાથેનો મારો પરિચય ઈ. સ. ૧૯૪૪થી. એ સમયે હું કૉલેજમાં વિદ્યાર્થી તરીકે દાખલ થયેલો અને મુંબઈમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં રહેતો. તે સમયે અમારે ધાર્મિક અભ્યાસમાં પંડિતજીએ સંપાદિત કરેલા ગ્રંથ, વાચક ઉમાસ્વાતિકૃત તત્ત્વાર્થસૂત્ર'નું અધ્યયન કરવાનું હતું. પંડિતજીની સૂક્ષ્મ અને ગહન વિદ્વત્તાનો ત્યારે પહેલો પરિચય થયો. એ જ વર્ષે વિદ્યાલયમાં પંડિતજી, કાકાસાહેબ કાલેલકર સાથે મંગળ પ્રવચન માટે પધારેલા. એ સમયે એમનું દર્શન પહેલવહેલું થયેલું. ત્યારે પંડિતજી મુંબઈમાં ભારતીય વિદ્યાભવનના જૂના મકાનમાં રહેતા એટલે કોઈ કોઈ વખત હું તેમને મળવા જતો. તેઓ શ્રી મુંબઈ જૈન યુવક સંઘની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં પ્રમુખસ્થાને બિરાજતા. કોઈ કોઈ વખત તેમાં પોતે પણ એકાદ વિષય ઉપર પ્રવચન આપતા. તે સાંભળી પંડિતજીની વિદ્વત્તાથી હું ઘણો પ્રભાવિત થયો હતો. ઈ. સ. ૧૯૫૧માં સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે મેં કાર્ય કર્યું અને સાથે સાથે જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિમાં પણ જોડાયો. શ્રી પરમાનંદ કાપડિયા તથા મારા સસરા શ્રી દીપચંદભાઈ શાહ સાથે મારે યુવક સંઘની પ્રવૃત્તિઓને અંગે પંડિતજીને મળવા જવાનું વારંવાર બનતું. એ અરસામાં એક વખત શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય ઉપર મારે વ્યાખ્યાન આપવાનું હતું. પ્રમુખસ્થાનેથી ઉપસંહાર કરતાં પંડિતજીએ પર્યુષણ વ્યાખ્યાનમાળામાં આવા મહાન પૂર્વાચાર્યોને સંભારવા માટે આનંદ વ્યક્ત કર્યો. વ્યાખ્યાન પછી એમણે મને ‘ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર' સંસ્કૃતમાં વાંચી જવા ભલામણ કરેલી. એ પ્રસંગથી પંડિતજી સાથે વધુ નિકટના પરિચયમાં આવવાનું થયેલું. આ સમય દરમિયાન પંડિતજી મુંબઈ છોડી કાયમને માટે અમદાવાદ જઈને વસ્યા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001208
Book TitlePandita Sukhlalji
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy