________________
X
અને પ્રસન્નતાપૂર્વક તેની તૈયારી દર્શાવી. મુનિ જિનવિજયજી જતાં પંડિતજીને એક નિકટના સાથી અને આધારસ્થંભ ગુમાવ્યા જેવું લાગ્યું હતું.'
પંડિતજીનું સ્મરણ થતાં ચિત્તપટ પર અનેક સંસ્મરણો તરવરી રહે છે. “દર્શન અને ચિંતન', “તત્ત્વાર્થસૂત્ર', “સન્મતિતર્ક વગેરે એમના ગ્રંથોનું વાચન મનન કરીએ છીએ ત્યારે એમની દાર્શનિક પ્રતિભાની ઝાંખી થાય છે. વિપરીત સંજોગોમાં એમણે કરેલી જીવન-સાધના કેવી અનન્ય હતી તેની પ્રતીતિ થાય છે. મહાન વિભૂતિઓ પોતાની ભૌતિક મર્યાદાઓને આત્મબળથી દૂર કરી જીવનને કેવું સરસ અને સાર્થક કરી શકે છે !
[૧૯૭૮માં “નવનીતમાં પ્રકાશિત થયેલો શ્રદ્ધાંજલિ લેખ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org