________________
પ૪ ૦ પીડિત સુખલાલજી રહીને કાશીના પંડિતો બોલાવી અભ્યાસ કરે તો તેની આર્થિક જવાબદારી સ્વીકારવા પોતે તૈયાર છે. પરંતુ પંડિતજીનો આગ્રહ તો કાશીમાં રહીને જ અભ્યાસ કરવાનો હતો. એટલે એ વાત પણ અટકી પડી.
કાશીમાં જઈને પોતાનો આગળનો વિદ્યાભ્યાસ કેવી રીતે કરવો એની ચિંતામાં પંડિતજી અને વ્રજલાલ હતા, ત્યાં અચાનક ગુજરાનવાલાથી આવેલો એક પત્ર મળ્યો. એમાં વ્રજલાલને ત્યાં બોલાવવામાં આવ્યા હતા. ત્યાં એવું બન્યું હતું કે શ્રી આત્મારામજી મહારાજે વૈદિક માન્યતા વિરુદ્ધ પોતાના ગ્રંથોમાં જે લખ્યું હતું તે સાબિત કરી આપવા માટે વિવાદ ઊભો કરવામાં આવ્યો હતો. આત્મારામજી મહારાજ તો કાળધર્મ પામ્યા હતા અને એમના પટ્ટશિષ્ય શ્રી વિજયવલ્લભસૂરિજી તો ઘણે દૂર હતા. અને વિહાર કરીને પહોંચતાં વાર લાગે એવું હતું. ગુજરાનવાલામાં શ્રી વિજયકમલસૂરિજી અને ઉપાધ્યાય શ્રી વીરવિજયજી હતા, પણ તેઓ એવા વિવાદમાં ભાગ લેવા સમર્થ નહોતા. એટલે શ્રી વીરવિજયજી મહારાજે પંડિત વ્રજલાલને ત્યાં બોલાવ્યા. તેઓ ત્યાં ગયા. વિવાદમાં ભાગ લીધો. કલેક્ટર અને મેજિસ્ટ્રેટની ઉપસ્થિતિમાં આ બધું થયું. પંડિત વ્રજલાલને આત્મારામજી મહારાજનાં લખાણોનો શાસ્ત્રીય બચાવ કરવામાં ફતેહ મળી. એ વાત જાણીને શ્રી વિજયવલ્લભસૂરિજી પણ પ્રભાવિત થયા. તેઓ વ્રજલાલને મળ્યા અને કાશીમાં વધુ વિદ્યાભ્યાસ માટે સગવડ કરાવી આપી. એ માટે બધી આર્થિક જવાબદારી બાબુ ડાલચંદજીએ ઉપાડી લીધી. વ્રજલાલ તરફથી આ સમાચાર મળતાં પંડિતજી તેમની સાથે જોડાવા આગ્રા પહોંચી ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org