________________
પાઠશાળામાંથી વિદાય - ૫૩ એક પક્ષે મહારાજશ્રી, એમના સર્વ સાધુઓ અને બધા જ વિદ્યાર્થીઓ હતા. અન્ય પક્ષે પંડિતજી અને માત્ર એમના બ્રાહ્મણ મિત્ર વ્રજલાલ હતા. આવા વાતાવરણમાં પંડિતજીને પાઠશાળામાં રહેવાનું ગમે એવું નહોતું. આ સંજોગોમાં પંડિતજી અને વ્રજલાલે પાઠશાળા છોડી જવાનો નિર્ણય કર્યો. તેઓએ મહારાજશ્રીને પોતાના નિર્ણયની જાણ કરી. મહારાજશ્રી કશું જ બોલ્યા નહિ. એમને તાવ આવ્યો હતો. વ્રજલાલનાં માતા ત્યારે કાશીમાં રહેતાં હતાં. એટલે પાઠશાળા છોડીને તેઓ બંને એમને ત્યાં રહેવા ચાલ્યા ગયા.
પંડિતજીના જીવનમાં આ એક અપ્રિય ઘટના બની ગઈ, જે વિશે એમને કાયમ વસવસો રહી ગયો હતો. પંડિતજી આંખે દેખતા ન હતા એટલે જ આવું બન્યું હતું. બીજાઓ એમને એમની રૂમમાં જે કંઈ કહી ગયા એને આધારે એમનો વ્યવસ્થા વિશે અભિપ્રાય બંધાયો હતો. તેઓ કદાચ આંખે દેખતા હોત તો બીજાઓ સાથે વાતચીત કરી હોત એથી તેમને વાસ્તવિકતાનો યથાર્થ ખ્યાલ આવત અને તો કદાચ એમનો અભિપ્રાય જુદો હોત. વળી પોતાનો અભિપ્રાય મંત્રીઓને જણાવવામાં ડહાપણ નથી તે એમને સમજાયું હોત.
પંડિતજીએ પાઠશાળા તો છોડી, પણ સ્વતંત્ર અભ્યાસ કરવા માટે અને જીવનનિર્વાહ માટે નાણાં તો હતાં નહિ. એટલે ગુજરાતમાં જઈને કોઈકની પાસેથી નાણાંની સહાય મેળવવાનું તેમણે વિચાર્યું. એટલે કાશી છોડી તેઓ અમદાવાદ આવવા નીકળ્યા.
રસ્તામાં વચ્ચે પંડિતજી આગ્રામાં શ્રી કરવિજયજી (સન્મિત્ર)ને મળવા ઊતર્યા. તેઓ તેમને મળ્યા અને વાતચીત પણ કરી, પરંતુ વધુ અભ્યાસ માટેની બધી આર્થિક જવાબદારી સન્મિત્રજી લઈ શકે એમ નહોતા. દરમિયાન ત્યાંના વેપારી બાબુ ડાલચંદજીનો મેળાપ થયો. પંડિતજી આગ્રામાં રહીને અભ્યાસ કરે તો જ એના ખર્ચની જવાબદારી ઉઠાવવા માટે એમણે સંમતિ દર્શાવી, પણ પંડિતજીને તો કાશીમાં રહીને જ વધુ અભ્યાસ કરવો હતો. એટલે એ દરખાસ્ત કામ ન લાગી.
આગ્રાથી નીકળી પંડિતજી અમદાવાદ પહોંચ્યા અને ત્યાં શેઠ શ્રી હીરાચંદ કકલચંદને ત્યાં ઊતર્યા. તેમણે પંડિતજીના વિદ્યાભ્યાસ માટે શેઠ મનસુખભાઈ ભગુભાઈને વાત કરી. શેઠ મનસુખભાઈનું એ જમાનામાં ઘણું મોટું નામ હતું. શાસનસમ્રાટ શ્રી નેમિસૂરિજીના તેઓ પરમભક્ત હતા અને શ્રી નેમિસૂરિની નિશ્રામાં તેમણે એ જમાનામાં અમદાવાદથી પાલિતાણાનો જેવો વિશાળ સંઘ પોતાના તરફથી કાઢ્યો હતો. એવો સંઘ હજુ સુધી કોઈએ કાઢ્યો નથી. પંડિતજી શેઠ મનસુખભાઈને મળ્યા. તેઓ તેમને ભાવનગર લઈ ગયા. ત્યાં કુંવરજી આણંદજી તેમને શ્રી નેમિસૂરિજી પાસે લઈ ગયા. શેઠ મનસુખભાઈએ એવી દરખાસ્ત મૂકી કે પંડિતજી અને વ્રજલાલ જો મહારાજ શ્રી નેમિસૂરિજીની નિશ્રામાં રહીને અથવા અમદાવાદમાં પોતાને બંગલે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org