________________
પાઠશાળામાંથી વિદાય
કાશીની પાઠશાળામાં સૌથી મોટામાં મોટો વિદ્યાર્થી તે પંડિતજી હતા. તે પછી ઉંમરમાં એમનાથી નાના તે એમના મિત્ર વ્રજલાલ હતા. તેઓ બંને અધ્યયનમાં પણ . બીજા વિદ્યાર્થીઓ કરતાં આગળ હતા. વિ. સં. ૧૯૬૩ (ઈ. સ. ૧૯૦૭) નું ચાતુર્માસ મહારાજ શ્રી વિજયધર્મસૂરિજીએ કલકત્તામાં કર્યું ત્યારે એમણે કાશીથી પંડિતજી અને વ્રજલાલને કલકત્તા બોલાવ્યા હતા. તેઓ બંને પાસે મહારાજશ્રીએ ઉપાશ્રયમાં જાહેર વ્યાખ્યાન પણ કરાવ્યાં હતાં. જાહેરમાં બોલવાનો પંડિતજી માટે આ પહેલો જ પ્રસંગ હતો. એમાં તેમને સારી સફળતા મળી હતી.
કલકત્તાના આ ચતુર્માસ દરમિયાન મહારાજશ્રીને કાને એવી વાત આવી હતી. કે પંડિતજી જ્યારે પાલિતાણાની યાત્રાએ ગયા હતા તે દરમિયાન ત્યાં મળેલા પાઠશાળાના એક મંત્રી આગળ પંડિતજીએ પાઠશાળાની વ્યવસ્થા વિશે ફરિયાદ કરી હતી. પાઠશાળાના પાલિતાણાના એક વિદ્યાર્થી દ્વારા મહારાજશ્રીને એ વાતની જાણ થઈ હતી. મહારાજશ્રીએ કલકત્તામાં પંડિતજીને એ વિશે પૂછ્યું તો પંડિતજીએ જે પ્રમાણે બન્યું હતું તે પ્રમાણે કહ્યું. પરંતુ પાઠશાળાનો મફત લાભ લેનાર પુખ્ત ઉંમરનો એક વિદ્યાર્થી પાઠશાળાની વિરુદ્ધ ફરિયાદ કરે એ મહારાજશ્રીને ગમ્યું નહિ. આથી મહારાજશ્રી અને પંડિતજી વચ્ચે મનદુઃખ થયું અને અંતર પડી ગયું.
- પંડિતજી અને વ્રજલાલે કલકત્તાથી કાશી પાછા પાઠશાળામાં આવીને પોતાનો વિદ્યાભ્યાસ ચાલુ કરી દીધો. ચાતુર્માસ પૂરું થતાં કલકત્તાથી વિહાર કરી મહારાજશ્રી પણ શિષ્યો સાથે કાશી પાછા પધાર્યા.
મહારાજશ્રી પાઠશાળામાં પાછા પધાર્યા તે પછી પંડિતજીએ સંસ્થાની વિરુદ્ધ મંત્રી આગળ વાતો કરી છે એ બાબત મહારાજશ્રીના સાધુ શિષ્યો અને અન્ય વિદ્યાર્થીઓ પણ હવે જાણી ગયા હતા. તેથી તેઓનો પંડિતજી સાથેનો વ્યવહાર હવે પહેલાં જેવો પ્રેમભર્યો રહ્યો નહિ. એમાં પંડિત હરગોવિંદદાસ વગેરે કેટલાક તેજસ્વી વિદ્યાર્થીઓ પણ હતા. તેઓ પણ પંડિતજી સાથે સંમત નહોતા.
પંડિતજી હવે અઠ્ઠાવીસ વર્ષના થવા આવ્યા હતા. તેઓ વિદ્યાર્થી અવસ્થા ક્યારના વટાવી ચૂક્યા હતા. એમને હવે પાઠશાળાનું વાતાવરણ પોતાને માટે પ્રતિકૂળ લાગ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org